PhET/C2/Energy-forms-and-changes/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:44, 7 December 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Energy Forms and Changes simulation પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કરીશું Energy Forms and Changes, PhET simulation.
00:15 અહીં હું વાપરી રહ્યી છું: Ubuntu Linux OS આવૃત્તિ 14.04,
00:23 Java આવૃત્તિ 1.7.0,
00:27 Firefox Web Browser આવૃત્તિ 53.02.2.
00:33 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા ભૌતિકશાસ્ત્રમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ.
00:41 simulation નો ઉપયોગ કરીને, આપણે આપેલ શીખીશું:

૧. વાસ્તવિક-જીવન પ્રણાલીમાં ઊર્જા સંરક્ષવી.

00:50 ૨. વિભિન્ન પદાર્થોની ઉષ્મા વાહકતાની તુલના કરવી.
00:55 ૩. ઊર્જાના વિવિધ સ્વરૂપો વિશે.
00:58 simulation વાપરીને, આપણે આપેલ કરીશું:

૧. વસ્તુઓને જ્યારે ગરમ અથવા ઠંડી કરાય ત્યારે ઊર્જા કેવી રીતે વહે છે તેનું અનુમાન લગાવવું.

01:07 ૨. ઊર્જા સિસ્ટમો (પ્રણાલીઓ) ડિઝાઇન કરવી.
01:10 ૩. ઊર્જા કેવી રીતે એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરિત થાય છે તેનો અભ્યાસ કરવો.
01:15 ઊર્જા એ વસ્તુઓ પર કામ કરવાની ક્ષમતા છે.
01:20 તે એક scalar કવોન્ટિટી (પરિમાણ) છે.
01:23 SI system માં, તેને joules માં માપવામાં આવે છે.
01:27 ઊર્જા પ્રકૃતિમાં વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે જેમ કે-
01:32 યાંત્રિક ઊર્જા,
01:35 વિદ્યુત ઊર્જા,
01:38 ઉષ્મા ઊર્જા,
01:40 પ્રકાશ ઊર્જા અને
01:42 રાસાયણિક ઊર્જા.
01:45 simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ link નો ઉપયોગ કરો.
01:50 મેં મારા Downloads ફોલ્ડરમાં, પહેલાથી જ Energy Forms and Changes simulation ડાઉનલોડ કરી દીધું છે.
01:57 simulation ને run કરવા માટે, terminal ખોલો.
02:01 prompt પર, ટાઈપ કરો: cd Downloads અને Enter દબાવો.
02:08 ત્યારબાદ ટાઈપ કરો: java space hyphen jar space energy hyphen forms hyphen and hyphen changes underscore en dot jar અને Enter દબાવો.
02:24 Energy Forms and Changes simulation ખુલે છે.
02:28 simulation સ્ક્રીન ટોંચે 2 ટેબો ધરાવે છે- Intro અને Energy Systems.
02:35 મૂળભૂત રીતે, Intro સ્ક્રીન ખુલે છે.
02:39 Intro સ્ક્રીન એ આગાહી કરવામાં મદદ કરે છે કે પદાર્થ ગરમ થાય કે ઠંડુ થાય ત્યારે ઉષ્મા ઊર્જા કેવી રીતે વહે છે.
02:47 screen ની ડાબી બાજુએ ત્રણ ઉષ્ણતામાપકોનો સમૂહ છે.
02:52 સ્ક્રીનની જમણી બાજુએ Energy Symbols ચેક-બોક્સ આવેલું છે.
02:57 Energy Symbols ચેક-બોક્સ પર ક્લીક કરો.
03:01 Iron બ્લોક, Brick બ્લોક અને Water કન્ટેનર (પાત્ર) માં ઊર્જાના ટુકડાઓ દ્રશ્યમાન થશે.
03:08 ટુકડાઓની સંખ્યા એ દરેક પદાર્થોમાંની ઊર્જાની માત્રાના સમ પ્રમાણમાં છે.
03:14 આ સેટ અપ (સુયોજન) માં, ઊર્જા સ્થાનાંતરણ એ ઉષ્મા ઊર્જાના સ્વરૂપમાં છે.
03:19 સિસ્ટમને ગરમ કે ઠંડી કરવા માટે અહીં બે ઉષ્મા regulators છે.
03:24 ઉષ્મા રેગ્યુલેટરો સ્ટેન્ડ સાથે આપવામાં આવ્યા છે.
03:28 સ્ક્રીનની નીચેની બાજુએ, animation ની ગતિને નિયંત્રિત કરવા માટે આપણી પાસે આવેલા છે Normal અને Fast Forward રેડીઓ-બટનો,
03:37 Play / Pause બટન,

Step બટન અને

Reset All બટન.

03:42 Water કન્ટેનર (પાત્ર) ને સ્ટેન્ડ પર ડ્રેગ કરો.
03:46 ઉષ્ણતામાપકને ડ્રેગ કરીને કન્ટેનર (પાત્ર) થી જોડાણ કરો.
03:50 હવે પાણીને ગરમ કરવા માટે ઉષ્મા રેગ્યુલેટરના slider ને ઉપરના તરફે ડ્રેગ કરીને પકડી રાખો.
03:57 તાપમાન જેમ વધે છે તેમ, પાણીનું બાષ્પીભવન થાય છે અને વરાળ દેખાય છે.
04:04 સાથે જ, અવલોકન કરો ઊર્જાના ટુકડાઓનું વાતાવરણમાં પલાયન થાય છે.
04:09 આગળ, પાણીને ઠંડુ કરવા માટે ઉષ્મા રેગ્યુલેટરના slider ને નીચેની તરફે ડ્રેગ કરીને પકડી રાખો.
04:16 તાપમાન જેમ ઘટે છે તેમ, પાણીનું ઠારણ થાય છે અને બરફ બને છે.
04:22 કન્ટેનર (પાત્ર) ને ડ્રેગ કરીને workbench પર મુકો.
04:26 હવે, Iron બ્લોકને ડ્રેગ કરો અને તેને પહેલા સ્ટેન્ડ પર મુકો.
04:31 ઉષ્ણતામાપકને ડ્રેગ કરીને Iron બ્લોક પર મુકો.
04:35 Brick બ્લોક અને Water કન્ટેનર (પાત્ર) ને બાજુમાં ખસેડો.
04:40 એ પહેલા કે તમે ગરમ કરવાનું ચાલુ કરો, Iron બ્લોકમાંના ઊર્જાના ટુકડાઓની સંખ્યા નોંધી લો.
04:46 ઉષ્ણતામાપક પર તાપમાનનું અવલોકન કરો.
04:50 Iron બ્લોકને ગરમ કરવા માટે ઉષ્મા રેગ્યુલેટરનું slider ઉપરની બાજુએ ડ્રેગ કરીને પકડી રાખો.
04:56 અવલોકન કરો ગરમીથી ઊર્જા ટુકડાઓના સ્વરૂપમાં Iron બ્લોકમાં સ્થાનાંતરિત થાય છે.
05:03 અહીં, Iron બ્લોકની આંતરિક ઊર્જા વધે છે.
05:08 આ ઉષ્મા સ્ત્રોતમાંથી Iron બ્લોકમાં ગરમીના પ્રવાહના લીધે છે.
05:13 અવલોકન કરો Iron બ્લોકમાંથી કેટલાક ટુકડાઓ વાતાવરણમાં પલાયન થાય છે.
05:19 આના પરિણામસ્વરૂપે Iron બ્લોકનું તાપમાન ઘટે છે.
05:25 ફરીથી Iron બ્લોકને મહત્તમ તાપમાન પર ગરમ કરો.
05:29 ગરમ થયેલ Iron બ્લોકને ડ્રેગ કરો અને Water કન્ટેનર (પાત્ર) માં મુકો.
05:34 ઊર્જાના ટુકડાઓ ગરમ Iron બ્લોકમાંથી પાણીમાં જશે.
05:39 આના પરિણામસ્વરૂપે Iron બ્લોકનું તાપમાન ઘટે છે.
05:44 પાણી ગરમ થાય છે અને તેનું તાપમાન વધે છે.
05:49 આ ઉષ્મા સ્થાનાંતરણની પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી વસ્તુઓ ઉષ્મા સંતુલન સુધી પહોંચતી નથી.
05:55 પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ચાલો Fast Forward વિકલ્પ પસંદ કરીએ.
06:03 હવે, ફરીથી Iron બ્લોકને ઉષ્મા રેગ્યુલેટર પર મુકો.
06:08 Iron બ્લોકને ઠંડુ કરવા માટે સ્લાઇડરને નીચેની બાજુએ ડ્રેગ કરીને પકડી રાખો.
06:13 Iron બ્લોકને ત્યાં સુધી ઠંડુ પાડો જ્યાં સુધી ઉષ્ણતામાપકનું તાપમાન તેના નિમ્નતમ સ્તરે પહોંચતું નથી.
06:19 ફરીથી ઠંડા કરેલા Iron બ્લોકને Water કન્ટેનર (પાત્ર) માં મુકો.
06:23 તાપમાનમાંના ફેરફાર અને ઊર્જાના ટુકડાઓના પરિવર્તનને નોંધ કરો.
06:29 હવે બંને બ્લોકને સ્ટેન્ડ પર મુકો.
06:33 ઉષ્ણતામાપકને ડ્રેગ કરીને Brick બ્લોક પર મુકો.
06:37 બ્લોકને એક એક કરીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તમને તાપમાનમાં મહત્તમ વધારો દેખાશે.
06:44 ઉષ્ણતા સંતુલન સ્થાપિત થાય ત્યાં સુધી રાહ જુઓ. તાપમાનમાંના ઘટાડાનું અવલોકન કરો.
06:53 અવલોકન કરો Iron બ્લોક એ Brick બ્લોક કરતા વધુ માત્રામાં ઊર્જાના ટુકડાઓ ધરાવે છે.
06:59 આ એ સૂચવે છે કે Iron ની ઉષ્ણતા વાહક ક્ષમતા Brick કરતા વધુ છે.
07:05 એસાઈનમેન્ટ તરીકે:

સમાન સમયે Iron બ્લોક અને Brick બ્લોકને ગરમ કરો.

07:13 ગરમ થયેલ Iron બ્લોકને ગરમ થયેલા Brick બ્લોકની ઉપર મુકો. અને અવલોકનને સમજાવો.
07:20 હવે આપણે Energy Systems સ્ક્રીન પર જશું.
07:24 Energy Systems ટેબ પર ક્લીક કરો.
07:27 Energy Systems સ્ક્રીન ખુલે છે.
07:31 screen રોજિંદા જીવનમાંથી ઊર્જાના સંરક્ષણ વિશે એક ખ્યાલ આપે છે.
07:38 સ્ક્રીનના તળિયે આવેલ છે - ઊર્જા સ્રોતોનો સમૂહ,
07:43 વિદ્યુત ઊર્જા ઉત્પાદન સિસ્ટમો (પ્રણાલી) અને રીસીવરો (પ્રાપ્તિકર્તા).
07:50 સ્ક્રીનની નીચેની બાજુએ જમણે ખૂણે Reset All બટન ઉપલબ્ધ છે.
07:56 મૂળભૂત રીતે, સ્ક્રીન આપેલ સેટ અપ (સુયોજન) ધરાવે છે - ઊર્જા સ્ત્રોત તરીકે નળ,
08:02 વિદ્યુત ઊર્જા ઉત્પાદન સિસ્ટમ (પ્રણાલી) તરીકે ટર્બાઇન (પ્રવાહને જોરે ચાલતું ચક) અને રીસીવર (પ્રાપ્તિકર્તા) તરીકે ઉષ્ણતામાપક સહીત Water કન્ટેનર (પાત્ર).
08:10 Energy Symbols ચેક-બોક્સ પર ક્લીક કરો.
08:14 Forms of Energy પેનલ દૃશ્યમાન થશે.
08:18 Forms of Energy પેનલ તમને ઊર્જાના વિવિધ સ્વરૂપોને ઓળખવામાં સહાય કરે છે.
08:24 હવે નળને ટર્ન ઓન કરવા (ખોલવા) માટે બ્લુ (ભૂરું) સ્લાઇડર ડ્રેગ કરો.
08:28 નોંધ લો નળમાંથી પડતું પાણી યાંત્રિક ઊર્જા ધરાવે છે.
08:34 આ યાંત્રિક ઊર્જા વડે ટર્બાઇન (પ્રવાહને જોરે ચાલતું ચક) ફરે છે જે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરે છે.
08:40 આ ઊર્જાને લીધે પાણીનું તાપમાન વધે છે.
08:45 જેમ તાપમાન વધે છે તેમ, પાણીનું બાષ્પીભવન થાય છે અને વરાળ દેખાય છે.
08:51 તેનાથી વાતાવરણમાં વધુ ઉષ્મા ઊર્જા ભળે છે.
08:56 અહીં, સિસ્ટમની કુલ ઊર્જા તરીકે સંરક્ષિત થયેલ ઊર્જા એ અચલ (સ્થિર) રહે છે.
09:02 ચાલો બીજી એક ઊર્જા સિસ્ટમ (પ્રણાલી) સેટ અપ (સુયોજિત) કરીએ.
09:06 અહીં આપણે સૂર્યને ઊર્જા સ્ત્રોત તરીકે પસંદ કરીશું.
09:11 ટર્બાઇનને સોલાર (સૌર) પેનલથી બદલો.
09:14 હવે, Water કન્ટેનર (પાત્ર) ના બદલે, પસંદ કરો ઇન્કૅન્ડેસન્ટ બલ્બ (તાપદીપ્ત વિદ્યુત દીવો).
09:20 આ સિસ્ટમમાં, શરૂઆત કોઈપણ વાદળ નથી.
09:24 અહીં, સૂર્ય એ પ્રકાશ ઊર્જાનો સ્ત્રોત છે.
09:28 આ પ્રકાશ ઊર્જા વિદ્યુત ઊર્જા બનાવવા માટે સોલાર (સૌર) પેનલ દ્વારા શોષાય છે.
09:34 આ વિદ્યુત ઊર્જાના લીધે બલ્બ પ્રકાશિત થાય છે.
09:38 ઇન્કૅન્ડેસન્ટ બલ્બ (તાપદીપ્ત વિદ્યુત દીવો) વિદ્યુત ઊર્જાને ઘણી બધી ઉષ્મા ઊર્જા અને અત્યંત ઓછા પ્રકાશ ઊર્જામાં રૂપાંતરિત કરે છે.
09:47 આ એટલા માટે કારણ કે ફિલામેન્ટ (સૂક્ષ્મ તાર) ગરમ થાય છે.
09:51 આગળ, ઇન્કૅન્ડેસન્ટ બલ્બને બદલીને ફ્લોરોસન્ટ (પ્રતિદીપ્ત) બલ્બ મુકો.
09:56 ફ્લોરોસન્ટ (પ્રતિદીપ્ત) બલ્બના ઊર્જા આઉટપુટનું અવલોકન કરો.
10:00 નોંધ લો ફ્લોરોસન્ટ (પ્રતિદીપ્ત) બલ્બ વધુ પ્રકાશ ઊર્જા અને ઓછી ઉષ્મા ઊર્જા છૂટી પાડે છે.
10:07 તેથી ફ્લોરોસન્ટ (પ્રતિદીપ્ત) બલ્બ વધુ કાર્યક્ષમ છે.
10:11 હવે ચાલો સોલાર (સૌર) પેનલ પર વાદળોની અસર જોઈએ.
10:15 Clouds સ્લાઇડરને ધીરે ધીરે ડ્રેગ કરીને None થી Lots પર લઇ જાવ.
10:20 જેમ તમે સ્લાઇડરને ડ્રેગ કરો છો તેમ, વાદળો દૃશ્યમાન થાય છે.
10:24 વાદળોની હાજરીને કારણે, પ્રકાશ ઊર્જા સોલાર (સૌર) પેનલ સુધી પહોંચતી નથી.
10:30 તો, વિદ્યુત ઊર્જાનું ઉત્પાદન રોકાય છે.
10:34 એસાઈનમેન્ટ તરીકે:

cycle-generator system પસંદ કરો.

10:41 સમજાવો કે પેડલ મારવાનું ચાલુ રાખવા માટે શા માટે સાયકલ chlavnare સવારે ખાવું જોઈએ.


10:47 વિભિન્ન સિસ્ટમો (પ્રણાલીઓ) સેટ અપ (સુયોજિત) કરો અને અને તેને થોડી વાર ચાલવા દો.
10:52 દરેક સિસ્ટમમાં ઊર્જા પરિવર્તનનું અવલોકન કરો અને તમારા અવલોકનોને કોષ્ટકબદ્ધ નોંધ કરો.
10:59 ચાલો સારાંશ લઈએ.
11:02 આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કર્યું કે Energy Forms and Changes, PhET simulation નો ઉપયોગ કેવી રીતે કરવો છે.
11:11 simulation વાપરીને, આપણે આપેલ શીખ્યું

૧. વાસ્તવિક-જીવન પ્રણાલીમાં ઊર્જા સંરક્ષવી.

11:19 ૨. વિભિન્ન પદાર્થોની ઉષ્મા વાહકતાની તુલના કરવી.
11:24 ૩. ઊર્જાના વિવિધ સ્વરૂપો વિશે.
11:27 simulation વાપરીને, આપણે આપેલ કર્યું છે,

૧. વસ્તુઓને જ્યારે ગરમ અથવા ઠંડી કરાય ત્યારે ઊર્જા કેવી રીતે વહે છે તેનું અનુમાન લગાવવું.

11:35 ૨. ઊર્જા સિસ્ટમો (પ્રણાલીઓ) ડિઝાઇન કરવી.
11:38 ૩. ઊર્જા કેવી રીતે એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરિત થાય છે તેનો અભ્યાસ કરવો.
11:43 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

11:52 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને

ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

12:01 વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો.
12:05 કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
12:09 આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે.
12:17 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

12:29 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki