PhET/C2/Energy-forms-and-changes/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Energy Forms and Changes simulation પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કરીશું Energy Forms and Changes, PhET simulation. |
00:15 | અહીં હું વાપરી રહ્યી છું: Ubuntu Linux OS આવૃત્તિ 14.04, |
00:23 | Java આવૃત્તિ 1.7.0, |
00:27 | Firefox Web Browser આવૃત્તિ 53.02.2. |
00:33 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા ભૌતિકશાસ્ત્રમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ. |
00:41 | આ simulation નો ઉપયોગ કરીને, આપણે આપેલ શીખીશું:
૧. વાસ્તવિક-જીવન પ્રણાલીમાં ઊર્જા સંરક્ષવી. |
00:50 | ૨. વિભિન્ન પદાર્થોની ઉષ્મા વાહકતાની તુલના કરવી. |
00:55 | ૩. ઊર્જાના વિવિધ સ્વરૂપો વિશે. |
00:58 | આ simulation વાપરીને, આપણે આપેલ કરીશું:
૧. વસ્તુઓને જ્યારે ગરમ અથવા ઠંડી કરાય ત્યારે ઊર્જા કેવી રીતે વહે છે તેનું અનુમાન લગાવવું. |
01:07 | ૨. ઊર્જા સિસ્ટમો (પ્રણાલીઓ) ડિઝાઇન કરવી. |
01:10 | ૩. ઊર્જા કેવી રીતે એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરિત થાય છે તેનો અભ્યાસ કરવો. |
01:15 | ઊર્જા એ વસ્તુઓ પર કામ કરવાની ક્ષમતા છે. |
01:20 | તે એક scalar કવોન્ટિટી (પરિમાણ) છે. |
01:23 | SI system માં, તેને joules માં માપવામાં આવે છે. |
01:27 | ઊર્જા પ્રકૃતિમાં વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે જેમ કે- |
01:32 | યાંત્રિક ઊર્જા, |
01:35 | વિદ્યુત ઊર્જા, |
01:38 | ઉષ્મા ઊર્જા, |
01:40 | પ્રકાશ ઊર્જા અને |
01:42 | રાસાયણિક ઊર્જા. |
01:45 | simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ link નો ઉપયોગ કરો. |
01:50 | મેં મારા Downloads ફોલ્ડરમાં, પહેલાથી જ Energy Forms and Changes simulation ડાઉનલોડ કરી દીધું છે. |
01:57 | simulation ને run કરવા માટે, terminal ખોલો. |
02:01 | prompt પર, ટાઈપ કરો: cd Downloads અને Enter દબાવો. |
02:08 | ત્યારબાદ ટાઈપ કરો: java space hyphen jar space energy hyphen forms hyphen and hyphen changes underscore en dot jar અને Enter દબાવો. |
02:24 | Energy Forms and Changes simulation ખુલે છે. |
02:28 | simulation સ્ક્રીન ટોંચે 2 ટેબો ધરાવે છે- Intro અને Energy Systems. |
02:35 | મૂળભૂત રીતે, Intro સ્ક્રીન ખુલે છે. |
02:39 | Intro સ્ક્રીન એ આગાહી કરવામાં મદદ કરે છે કે પદાર્થ ગરમ થાય કે ઠંડુ થાય ત્યારે ઉષ્મા ઊર્જા કેવી રીતે વહે છે. |
02:47 | screen ની ડાબી બાજુએ ત્રણ ઉષ્ણતામાપકોનો સમૂહ છે. |
02:52 | સ્ક્રીનની જમણી બાજુએ Energy Symbols ચેક-બોક્સ આવેલું છે. |
02:57 | Energy Symbols ચેક-બોક્સ પર ક્લીક કરો. |
03:01 | Iron બ્લોક, Brick બ્લોક અને Water કન્ટેનર (પાત્ર) માં ઊર્જાના ટુકડાઓ દ્રશ્યમાન થશે. |
03:08 | ટુકડાઓની સંખ્યા એ દરેક પદાર્થોમાંની ઊર્જાની માત્રાના સમ પ્રમાણમાં છે. |
03:14 | આ સેટ અપ (સુયોજન) માં, ઊર્જા સ્થાનાંતરણ એ ઉષ્મા ઊર્જાના સ્વરૂપમાં છે. |
03:19 | સિસ્ટમને ગરમ કે ઠંડી કરવા માટે અહીં બે ઉષ્મા regulators છે. |
03:24 | ઉષ્મા રેગ્યુલેટરો સ્ટેન્ડ સાથે આપવામાં આવ્યા છે. |
03:28 | સ્ક્રીનની નીચેની બાજુએ, animation ની ગતિને નિયંત્રિત કરવા માટે આપણી પાસે આવેલા છે Normal અને Fast Forward રેડીઓ-બટનો, |
03:37 | Play / Pause બટન,
Step બટન અને Reset All બટન. |
03:42 | Water કન્ટેનર (પાત્ર) ને સ્ટેન્ડ પર ડ્રેગ કરો. |
03:46 | ઉષ્ણતામાપકને ડ્રેગ કરીને કન્ટેનર (પાત્ર) થી જોડાણ કરો. |
03:50 | હવે પાણીને ગરમ કરવા માટે ઉષ્મા રેગ્યુલેટરના slider ને ઉપરના તરફે ડ્રેગ કરીને પકડી રાખો. |
03:57 | તાપમાન જેમ વધે છે તેમ, પાણીનું બાષ્પીભવન થાય છે અને વરાળ દેખાય છે. |
04:04 | સાથે જ, અવલોકન કરો ઊર્જાના ટુકડાઓનું વાતાવરણમાં પલાયન થાય છે. |
04:09 | આગળ, પાણીને ઠંડુ કરવા માટે ઉષ્મા રેગ્યુલેટરના slider ને નીચેની તરફે ડ્રેગ કરીને પકડી રાખો. |
04:16 | તાપમાન જેમ ઘટે છે તેમ, પાણીનું ઠારણ થાય છે અને બરફ બને છે. |
04:22 | કન્ટેનર (પાત્ર) ને ડ્રેગ કરીને workbench પર મુકો. |
04:26 | હવે, Iron બ્લોકને ડ્રેગ કરો અને તેને પહેલા સ્ટેન્ડ પર મુકો. |
04:31 | ઉષ્ણતામાપકને ડ્રેગ કરીને Iron બ્લોક પર મુકો. |
04:35 | Brick બ્લોક અને Water કન્ટેનર (પાત્ર) ને બાજુમાં ખસેડો. |
04:40 | એ પહેલા કે તમે ગરમ કરવાનું ચાલુ કરો, Iron બ્લોકમાંના ઊર્જાના ટુકડાઓની સંખ્યા નોંધી લો. |
04:46 | ઉષ્ણતામાપક પર તાપમાનનું અવલોકન કરો. |
04:50 | Iron બ્લોકને ગરમ કરવા માટે ઉષ્મા રેગ્યુલેટરનું slider ઉપરની બાજુએ ડ્રેગ કરીને પકડી રાખો. |
04:56 | અવલોકન કરો ગરમીથી ઊર્જા ટુકડાઓના સ્વરૂપમાં Iron બ્લોકમાં સ્થાનાંતરિત થાય છે. |
05:03 | અહીં, Iron બ્લોકની આંતરિક ઊર્જા વધે છે. |
05:08 | આ ઉષ્મા સ્ત્રોતમાંથી Iron બ્લોકમાં ગરમીના પ્રવાહના લીધે છે. |
05:13 | અવલોકન કરો Iron બ્લોકમાંથી કેટલાક ટુકડાઓ વાતાવરણમાં પલાયન થાય છે. |
05:19 | આના પરિણામસ્વરૂપે Iron બ્લોકનું તાપમાન ઘટે છે. |
05:25 | ફરીથી Iron બ્લોકને મહત્તમ તાપમાન પર ગરમ કરો. |
05:29 | ગરમ થયેલ Iron બ્લોકને ડ્રેગ કરો અને Water કન્ટેનર (પાત્ર) માં મુકો. |
05:34 | ઊર્જાના ટુકડાઓ ગરમ Iron બ્લોકમાંથી પાણીમાં જશે. |
05:39 | આના પરિણામસ્વરૂપે Iron બ્લોકનું તાપમાન ઘટે છે. |
05:44 | પાણી ગરમ થાય છે અને તેનું તાપમાન વધે છે. |
05:49 | આ ઉષ્મા સ્થાનાંતરણની પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી વસ્તુઓ ઉષ્મા સંતુલન સુધી પહોંચતી નથી. |
05:55 | પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ચાલો Fast Forward વિકલ્પ પસંદ કરીએ. |
06:03 | હવે, ફરીથી Iron બ્લોકને ઉષ્મા રેગ્યુલેટર પર મુકો. |
06:08 | Iron બ્લોકને ઠંડુ કરવા માટે સ્લાઇડરને નીચેની બાજુએ ડ્રેગ કરીને પકડી રાખો. |
06:13 | Iron બ્લોકને ત્યાં સુધી ઠંડુ પાડો જ્યાં સુધી ઉષ્ણતામાપકનું તાપમાન તેના નિમ્નતમ સ્તરે પહોંચતું નથી. |
06:19 | ફરીથી ઠંડા કરેલા Iron બ્લોકને Water કન્ટેનર (પાત્ર) માં મુકો. |
06:23 | તાપમાનમાંના ફેરફાર અને ઊર્જાના ટુકડાઓના પરિવર્તનને નોંધ કરો. |
06:29 | હવે બંને બ્લોકને સ્ટેન્ડ પર મુકો. |
06:33 | ઉષ્ણતામાપકને ડ્રેગ કરીને Brick બ્લોક પર મુકો. |
06:37 | બ્લોકને એક એક કરીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તમને તાપમાનમાં મહત્તમ વધારો દેખાશે. |
06:44 | ઉષ્ણતા સંતુલન સ્થાપિત થાય ત્યાં સુધી રાહ જુઓ. તાપમાનમાંના ઘટાડાનું અવલોકન કરો. |
06:53 | અવલોકન કરો Iron બ્લોક એ Brick બ્લોક કરતા વધુ માત્રામાં ઊર્જાના ટુકડાઓ ધરાવે છે. |
06:59 | આ એ સૂચવે છે કે Iron ની ઉષ્ણતા વાહક ક્ષમતા Brick કરતા વધુ છે. |
07:05 | એસાઈનમેન્ટ તરીકે:
સમાન સમયે Iron બ્લોક અને Brick બ્લોકને ગરમ કરો. |
07:13 | ગરમ થયેલ Iron બ્લોકને ગરમ થયેલા Brick બ્લોકની ઉપર મુકો. અને અવલોકનને સમજાવો. |
07:20 | હવે આપણે Energy Systems સ્ક્રીન પર જશું. |
07:24 | Energy Systems ટેબ પર ક્લીક કરો. |
07:27 | Energy Systems સ્ક્રીન ખુલે છે. |
07:31 | આ screen રોજિંદા જીવનમાંથી ઊર્જાના સંરક્ષણ વિશે એક ખ્યાલ આપે છે. |
07:38 | સ્ક્રીનના તળિયે આવેલ છે - ઊર્જા સ્રોતોનો સમૂહ, |
07:43 | વિદ્યુત ઊર્જા ઉત્પાદન સિસ્ટમો (પ્રણાલી) અને રીસીવરો (પ્રાપ્તિકર્તા). |
07:50 | સ્ક્રીનની નીચેની બાજુએ જમણે ખૂણે Reset All બટન ઉપલબ્ધ છે. |
07:56 | મૂળભૂત રીતે, સ્ક્રીન આપેલ સેટ અપ (સુયોજન) ધરાવે છે - ઊર્જા સ્ત્રોત તરીકે નળ, |
08:02 | વિદ્યુત ઊર્જા ઉત્પાદન સિસ્ટમ (પ્રણાલી) તરીકે ટર્બાઇન (પ્રવાહને જોરે ચાલતું ચક) અને રીસીવર (પ્રાપ્તિકર્તા) તરીકે ઉષ્ણતામાપક સહીત Water કન્ટેનર (પાત્ર). |
08:10 | Energy Symbols ચેક-બોક્સ પર ક્લીક કરો. |
08:14 | Forms of Energy પેનલ દૃશ્યમાન થશે. |
08:18 | Forms of Energy પેનલ તમને ઊર્જાના વિવિધ સ્વરૂપોને ઓળખવામાં સહાય કરે છે. |
08:24 | હવે નળને ટર્ન ઓન કરવા (ખોલવા) માટે બ્લુ (ભૂરું) સ્લાઇડર ડ્રેગ કરો. |
08:28 | નોંધ લો નળમાંથી પડતું પાણી યાંત્રિક ઊર્જા ધરાવે છે. |
08:34 | આ યાંત્રિક ઊર્જા વડે ટર્બાઇન (પ્રવાહને જોરે ચાલતું ચક) ફરે છે જે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરે છે. |
08:40 | આ ઊર્જાને લીધે પાણીનું તાપમાન વધે છે. |
08:45 | જેમ તાપમાન વધે છે તેમ, પાણીનું બાષ્પીભવન થાય છે અને વરાળ દેખાય છે. |
08:51 | તેનાથી વાતાવરણમાં વધુ ઉષ્મા ઊર્જા ભળે છે. |
08:56 | અહીં, સિસ્ટમની કુલ ઊર્જા તરીકે સંરક્ષિત થયેલ ઊર્જા એ અચલ (સ્થિર) રહે છે. |
09:02 | ચાલો બીજી એક ઊર્જા સિસ્ટમ (પ્રણાલી) સેટ અપ (સુયોજિત) કરીએ. |
09:06 | અહીં આપણે સૂર્યને ઊર્જા સ્ત્રોત તરીકે પસંદ કરીશું. |
09:11 | ટર્બાઇનને સોલાર (સૌર) પેનલથી બદલો. |
09:14 | હવે, Water કન્ટેનર (પાત્ર) ના બદલે, પસંદ કરો ઇન્કૅન્ડેસન્ટ બલ્બ (તાપદીપ્ત વિદ્યુત દીવો). |
09:20 | આ સિસ્ટમમાં, શરૂઆત કોઈપણ વાદળ નથી. |
09:24 | અહીં, સૂર્ય એ પ્રકાશ ઊર્જાનો સ્ત્રોત છે. |
09:28 | આ પ્રકાશ ઊર્જા વિદ્યુત ઊર્જા બનાવવા માટે સોલાર (સૌર) પેનલ દ્વારા શોષાય છે. |
09:34 | આ વિદ્યુત ઊર્જાના લીધે બલ્બ પ્રકાશિત થાય છે. |
09:38 | ઇન્કૅન્ડેસન્ટ બલ્બ (તાપદીપ્ત વિદ્યુત દીવો) વિદ્યુત ઊર્જાને ઘણી બધી ઉષ્મા ઊર્જા અને અત્યંત ઓછા પ્રકાશ ઊર્જામાં રૂપાંતરિત કરે છે. |
09:47 | આ એટલા માટે કારણ કે ફિલામેન્ટ (સૂક્ષ્મ તાર) ગરમ થાય છે. |
09:51 | આગળ, ઇન્કૅન્ડેસન્ટ બલ્બને બદલીને ફ્લોરોસન્ટ (પ્રતિદીપ્ત) બલ્બ મુકો. |
09:56 | ફ્લોરોસન્ટ (પ્રતિદીપ્ત) બલ્બના ઊર્જા આઉટપુટનું અવલોકન કરો. |
10:00 | નોંધ લો ફ્લોરોસન્ટ (પ્રતિદીપ્ત) બલ્બ વધુ પ્રકાશ ઊર્જા અને ઓછી ઉષ્મા ઊર્જા છૂટી પાડે છે. |
10:07 | તેથી ફ્લોરોસન્ટ (પ્રતિદીપ્ત) બલ્બ વધુ કાર્યક્ષમ છે. |
10:11 | હવે ચાલો સોલાર (સૌર) પેનલ પર વાદળોની અસર જોઈએ. |
10:15 | Clouds સ્લાઇડરને ધીરે ધીરે ડ્રેગ કરીને None થી Lots પર લઇ જાવ. |
10:20 | જેમ તમે સ્લાઇડરને ડ્રેગ કરો છો તેમ, વાદળો દૃશ્યમાન થાય છે. |
10:24 | વાદળોની હાજરીને કારણે, પ્રકાશ ઊર્જા સોલાર (સૌર) પેનલ સુધી પહોંચતી નથી. |
10:30 | તો, વિદ્યુત ઊર્જાનું ઉત્પાદન રોકાય છે. |
10:34 | એસાઈનમેન્ટ તરીકે:
cycle-generator system પસંદ કરો. |
10:41 | સમજાવો કે પેડલ મારવાનું ચાલુ રાખવા માટે શા માટે સાયકલ chlavnare સવારે ખાવું જોઈએ.
|
10:47 | વિભિન્ન સિસ્ટમો (પ્રણાલીઓ) સેટ અપ (સુયોજિત) કરો અને અને તેને થોડી વાર ચાલવા દો. |
10:52 | દરેક સિસ્ટમમાં ઊર્જા પરિવર્તનનું અવલોકન કરો અને તમારા અવલોકનોને કોષ્ટકબદ્ધ નોંધ કરો. |
10:59 | ચાલો સારાંશ લઈએ. |
11:02 | આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કર્યું કે Energy Forms and Changes, PhET simulation નો ઉપયોગ કેવી રીતે કરવો છે. |
11:11 | આ simulation વાપરીને, આપણે આપેલ શીખ્યું
૧. વાસ્તવિક-જીવન પ્રણાલીમાં ઊર્જા સંરક્ષવી. |
11:19 | ૨. વિભિન્ન પદાર્થોની ઉષ્મા વાહકતાની તુલના કરવી. |
11:24 | ૩. ઊર્જાના વિવિધ સ્વરૂપો વિશે. |
11:27 | આ simulation વાપરીને, આપણે આપેલ કર્યું છે,
૧. વસ્તુઓને જ્યારે ગરમ અથવા ઠંડી કરાય ત્યારે ઊર્જા કેવી રીતે વહે છે તેનું અનુમાન લગાવવું. |
11:35 | ૨. ઊર્જા સિસ્ટમો (પ્રણાલીઓ) ડિઝાઇન કરવી. |
11:38 | ૩. ઊર્જા કેવી રીતે એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરિત થાય છે તેનો અભ્યાસ કરવો. |
11:43 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
11:52 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને
ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
12:01 | વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો. |
12:05 | કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો. |
12:09 | આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે. |
12:17 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
12:29 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |