OpenModelica/C3/Annotations--in-Modelica/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 21:37, 21 February 2018 by Bharat636 (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Annotations પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખવા જઈ રહ્યા છીએ: કેવી રીતે annotation ને સ્પષ્ટ કરવું અને કેવી રીતે record વ્યાખ્યાયિત કરવું.
00:14 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: OpenModelica 1.9.2
00:20 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે તમે આપેલમાંથી કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમો વાપરી શકો છો.
00:26 આ ટ્યુટોરીયલને સમજવા તથા અભ્યાસ કરવા માટે, તમને Modelica માં ક્લાસ વ્યાખ્યાની જાણકારી હોવી જરૂરી છે.
00:33 કૃપા કરી અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ પૂર્વજરૂરીયાત ટ્યુટોરીયલોને જુઓ.
00:39 Annotationsclass માં ઘણી જગ્યાએ દૃશ્યમાન થઇ શકે છે.
00:44 તેનો ઉપયોગ આપેલ માટે થઇ શકે છે: સિમ્યુલેશન સેટિંગો (સુયોજનો) ને બદલવા, સહાયક documentation ને ઉમેરવા અને class માટે icon and diagram views ઉમેરવા.
00:56 પાછલા ટ્યુટોરીયલોમાં, સિમ્યુલેશન સેટિંગ્સ વધારવા માટે આપણે ટૂલબારમાં આવેલ SimulationSetup બટન વાપર્યું હતું.
01:05 experiment એ એક મોડેલ એનોટેશન છે જેનો ઉપયોગ આપેલને વધારવા માટે થઇ શકે છે: Start Time , Stop Time ,Tolerance અને Interval
01:19 Tolerance અને Interval ની ચર્ચા કરવી એ આ ટ્યુટોરીયલ શ્રેણીનાં કાર્યક્ષેત્રની બહાર છે.
01:25 અહીં દર્શાવેલ એક ઉદાહરણ છે જે experiment એનોટેશનનું સિન્ટેક્સ ડેમોનસ્ટ્રેટ કરી રહ્યું છે.
01:32 હવે, આપણે bouncingBallWithAnnotations નામનાં એક class મારફતે experiment એનોટેશન સમજીશું.
01:40 ચાલો હું OMEdit પર જાઉં.
01:43 કૃપા કરી અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ તમામ ફાઈલોને ડાઉનલોડ કરો.
01:48 ચાલો હું આ ટ્યુટોરીયલ માટે જરૂરી મોડેલ ફાઈલો ખોલું.
01:54 Ctrl+O દબાવો.
01:58 તમારા ડેસ્કટોપ પર યોગ્ય સ્થાને જાવ અને પસંદ કરો color.mo તથા bouncingBallWithAnnotations.
02:09 આ ફાઈલો હવે OMEdit માં ખુલી છે.
02:13 આપણે પહેલા bouncingBallWithAnnotations માં જોશું.
02:18 આ મોડેલ એ bouncingBall મોડેલનું વિસ્તરણ છે જે આપણે પાછલા ટ્યુટોરીયલોમાં ચર્ચા કરી ચુક્યા છીએ.
02:25 આ મોડેલ પર વધુ માહિતી માટે કૃપા કરી પૂર્વજરૂરીયાત ટ્યુટોરીયલોને જુઓ.
02:31 Libraries Browser માં bouncingBallWithAnnotations પર બમણું-ક્લિક કરો.
02:37 સારી રીતે દેખાય એ માટે ચાલો હું OMEdit વિન્ડોને ડાબી બાજુએ ખસેડું.
02:42 ક્લાસ જો Icon/Diagram View માં ખુલે તો text view પર જાવ.
02:48 મોડેલ હવે Text View માં ખુલ્યું છે.
02:52 ચાલો હું સેજ નીચેની તરફે સ્ક્રોલ કરું.
02:55 અહીં, આપણે experiment એનોટેશનનો ઉપયોગ startTime ને 0 અને stopTime ને 5 એકમ પર સુયોજિત કરવા માટે કરીએ છીએ.
03:04 experiment એનોટેશનનો ઉદ્દેશ્ય Simulation Setup ટૂલબોક્સની જેમ જ છે.
03:11 ટૂલબારમાં આવેલ Simulation Setup બટન પર ક્લિક કરો.
03:15 તમે અહીં સમાન stopTime અને startTime ફીલ્ડો જોઈ શકો છો.
03:21 અમે experiment એનોટેશનનો ઉપયોગ કરીને આ ફીલ્ડોની વેલ્યુઓ બદલી છે.
03:27 ચાલો હવે મોડેલને સિમ્યુલેટ કરીએ.
03:30 Simulate બટન પર ક્લિક કરો.
03:33 variables browser માં h પસંદ કરો.
03:37 નોંધ લો સિમ્યુલેશન અંતરાલ 5 એકમ છે.
03:42 experiment એનોટેશનનાં startTime અને StopTime ફીલ્ડોનાં લીધે છે.
03:48 હવે h ને ના-પસંદ કરો અને પરિણામ રદ્દ કરો.
03:54 નીચે જમણી બાજુએ આવેલ Modeling બટન પર ક્લિક કરો.
03:58 હવે, ચાલો annotations નો ઉપયોગ કરીને મોડેલ માટે documentation ઉમેરવા બદ્દલ વધુ શીખીએ.
04:06 હાઈલાઈટ કરેલ ટેક્સ્ટ Documentation એનોટેશનમાં દ્રશ્યમાન થાય છે.
04:11 હવે, ચાલો હું Documentation એનોટેશનની એક એપ્લિકેશન દર્શાવું.
04:17 modeling ક્ષેત્રનાં ટોંચે ડાબી બાજુએ જાવ.
04:21 ચોથા બટન પર ક્લિક કરો જે કે Documentation View છે.
04:24 તમે બ્રાઉઝરમાં Documentation એનોટેશનમાં ટાઈપ થયેલ ટેક્સ્ટ જોઈ શકો છો.
04:31 આ કાર્યક્ષમતા આપણને એ વિશાળ મોડેલો માટે ઉપયોગી માહિતી ઉમેરવાની પરવાનગી પ્રદાન કરે છે જેના માટે documentation ની જરૂર પડે છે.
04:40 Documentation બ્રાઉઝરને બંધ કરો. ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
04:46 Record એક વિશિષ્ટ class છે જેનો ઉપયોગ એક record ડેટા બંધારણને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે.
04:52 ઉદાહરણ તરીકે, બેંક ખાતાઓ ફીલ્ડોનાં રૂપમાં વ્યક્તિનું નામ, ઉંમર વગેરે સાથે રેકોર્ડો ધરાવે છે.
05:01 Records ફક્ત variables ધરાવી શકે છે. તે equations ધરાવી શકતા નથી.
05:08 અહીં Person નામનું રેકોર્ડ ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે.
05:13 તે તેનાં ફીલ્ડો તરીકે નામ અને ઉંમર ધરાવે છે.
05:17 રેકોર્ડ વ્યાખ્યાને ડેમોનસ્ટ્રેટ કરવા માટે ચાલો હું OMEdit પર જાઉં.
05:23 ચાલો હું OMEdit વિન્ડો જમણી બાજુએ ખસેડું.
05:27 આપણે હવે Color નામની ફાઈલનો ઉપયોગ કરીશું.
05:31 તેને Textview માં ખોલવા માટે, Libraries Browser માં આવેલ color આઇકોન પર બમણું-ક્લિક કરો.
05:39 record ત્રણ વેરીએબલો ધરાવે છે જેના નામ છે red, blue અને green.
05:47 તમે જોઈ શકો છો કે Simulate બટન ટૂલબારમાં દ્રશ્યમાન થતું નથી.
05:53 આ સૂચિત કરે છે કે રેકોર્ડ સિમ્યુલેટ થવા માટે નથી.
05:58 ચાલો હવે હું સ્લાઈડ પર પાછો ફરું.
06:01 રેકોર્ડનાં રૂપમાં એનોટેશન એલીમેંટોને સમજવા સરળ છે.
06:07 ઉદાહરણ તરીકે, experiment એનોટેશનને તેના ફીલ્ડોનાં રૂપમાં StartTime, StopTime, Interval અને Tolerance સાથે એક record તરીકે ધારી શકાય છે.
06:19 ગ્રાફિકલ એલીમેંટોનું સમાન રીતે અર્થઘટન કરી શકાય છે.
06:23 આપણે જ્યારે icon and diagram views ચર્ચા કરીશું ત્યારે રેકોર્ડ તરીકે એનોટેશનનાં અર્થઘટન વિશે વધુમાં સમજીશું.
06:33 એસાઈનમેંટ તરીકે,
06:35 bouncingBallWithAnnotations class નાં સિમ્યુલેશન માટે સ્ટોપ ટાઈમ (રોકાવાનો સમય) 10 થી 20 એકમ વધારો.
06:42 આ હેતુસર experiment annotation નો ઉપયોગ કરો.
06:47 આ ફેરફાર પછી class ને સિમ્યુલેટ કરો.
06:50 h વિરુદ્ધ time આલેખો અને સ્ટોપ ટાઈમ (રોકાવાનો સમય) માંના ફેરફારની નોંધ લો.
06:57 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:00 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો.
07:03 તે spoken tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:07 અમે spoken tutorials નો ઉપયોગ કરીને વર્કશોપો આયોજીએ છીએ.
07:11 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને અમે પ્રમાણપત્રો આપીએ છીએ. કૃપા કરી અમારો સંપર્ક કરો.
07:17 જો તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલને લગતા કોઈ પ્રશ્નો છે તો, કૃપા કરી આપેલ વેબસાઈટની મુલાકાત લો.
07:24 અમે વિખ્યાત પુસ્તકોમાંથી ઉકેલાયેલા ઉદાહરણોનાં કોડીંગનું સંકલન કરીએ છીએ.
07:29 કૃપા કરી આપેલ વેબસાઈટની મુલાકાત લો.
07:32 અમે વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થળાંતરિત કરવામાં મદદ કરીએ છીએ.
07:38 જેઓ આ કરે છે તેઓને અમે માનદ તથા પ્રમાણપત્રો આપીએ છીએ. કૃપા કરી અમારાથી સંપર્ક કરો.
07:43 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
07:50 અમે OpenModelica ની ડેવલપમેંટ (વિકાસ) ટીમનો, તેમના સહકાર બદ્દલ આભાર માનીએ છીએ.
07:56 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636