OpenModelica/C3/Annotations--in-Modelica/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Annotations પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખવા જઈ રહ્યા છીએ: કેવી રીતે annotation ને સ્પષ્ટ કરવું અને કેવી રીતે record વ્યાખ્યાયિત કરવું. |
00:14 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: OpenModelica 1.9.2 |
00:20 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે તમે આપેલમાંથી કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમો વાપરી શકો છો. |
00:26 | આ ટ્યુટોરીયલને સમજવા તથા અભ્યાસ કરવા માટે, તમને Modelica માં ક્લાસ વ્યાખ્યાની જાણકારી હોવી જરૂરી છે. |
00:33 | કૃપા કરી અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ પૂર્વજરૂરીયાત ટ્યુટોરીયલોને જુઓ. |
00:39 | Annotations એ class માં ઘણી જગ્યાએ દૃશ્યમાન થઇ શકે છે. |
00:44 | તેનો ઉપયોગ આપેલ માટે થઇ શકે છે: સિમ્યુલેશન સેટિંગો (સુયોજનો) ને બદલવા, સહાયક documentation ને ઉમેરવા અને class માટે icon and diagram views ઉમેરવા. |
00:56 | પાછલા ટ્યુટોરીયલોમાં, સિમ્યુલેશન સેટિંગ્સ વધારવા માટે આપણે ટૂલબારમાં આવેલ SimulationSetup બટન વાપર્યું હતું. |
01:05 | experiment એ એક મોડેલ એનોટેશન છે જેનો ઉપયોગ આપેલને વધારવા માટે થઇ શકે છે: Start Time , Stop Time ,Tolerance અને Interval |
01:19 | Tolerance અને Interval ની ચર્ચા કરવી એ આ ટ્યુટોરીયલ શ્રેણીનાં કાર્યક્ષેત્રની બહાર છે. |
01:25 | અહીં દર્શાવેલ એક ઉદાહરણ છે જે experiment એનોટેશનનું સિન્ટેક્સ ડેમોનસ્ટ્રેટ કરી રહ્યું છે. |
01:32 | હવે, આપણે bouncingBallWithAnnotations નામનાં એક class મારફતે experiment એનોટેશન સમજીશું. |
01:40 | ચાલો હું OMEdit પર જાઉં. |
01:43 | કૃપા કરી અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ તમામ ફાઈલોને ડાઉનલોડ કરો. |
01:48 | ચાલો હું આ ટ્યુટોરીયલ માટે જરૂરી મોડેલ ફાઈલો ખોલું. |
01:54 | Ctrl+O દબાવો. |
01:58 | તમારા ડેસ્કટોપ પર યોગ્ય સ્થાને જાવ અને પસંદ કરો color.mo તથા bouncingBallWithAnnotations. |
02:09 | આ ફાઈલો હવે OMEdit માં ખુલી છે. |
02:13 | આપણે પહેલા bouncingBallWithAnnotations માં જોશું. |
02:18 | આ મોડેલ એ bouncingBall મોડેલનું વિસ્તરણ છે જે આપણે પાછલા ટ્યુટોરીયલોમાં ચર્ચા કરી ચુક્યા છીએ. |
02:25 | આ મોડેલ પર વધુ માહિતી માટે કૃપા કરી પૂર્વજરૂરીયાત ટ્યુટોરીયલોને જુઓ. |
02:31 | Libraries Browser માં bouncingBallWithAnnotations પર બમણું-ક્લિક કરો. |
02:37 | સારી રીતે દેખાય એ માટે ચાલો હું OMEdit વિન્ડોને ડાબી બાજુએ ખસેડું. |
02:42 | ક્લાસ જો Icon/Diagram View માં ખુલે તો text view પર જાવ. |
02:48 | મોડેલ હવે Text View માં ખુલ્યું છે. |
02:52 | ચાલો હું સેજ નીચેની તરફે સ્ક્રોલ કરું. |
02:55 | અહીં, આપણે experiment એનોટેશનનો ઉપયોગ startTime ને 0 અને stopTime ને 5 એકમ પર સુયોજિત કરવા માટે કરીએ છીએ. |
03:04 | experiment એનોટેશનનો ઉદ્દેશ્ય Simulation Setup ટૂલબોક્સની જેમ જ છે. |
03:11 | ટૂલબારમાં આવેલ Simulation Setup બટન પર ક્લિક કરો. |
03:15 | તમે અહીં સમાન stopTime અને startTime ફીલ્ડો જોઈ શકો છો. |
03:21 | અમે experiment એનોટેશનનો ઉપયોગ કરીને આ ફીલ્ડોની વેલ્યુઓ બદલી છે. |
03:27 | ચાલો હવે મોડેલને સિમ્યુલેટ કરીએ. |
03:30 | Simulate બટન પર ક્લિક કરો. |
03:33 | variables browser માં h પસંદ કરો. |
03:37 | નોંધ લો સિમ્યુલેશન અંતરાલ 5 એકમ છે. |
03:42 | આ experiment એનોટેશનનાં startTime અને StopTime ફીલ્ડોનાં લીધે છે. |
03:48 | હવે h ને ના-પસંદ કરો અને પરિણામ રદ્દ કરો. |
03:54 | નીચે જમણી બાજુએ આવેલ Modeling બટન પર ક્લિક કરો. |
03:58 | હવે, ચાલો annotations નો ઉપયોગ કરીને મોડેલ માટે documentation ઉમેરવા બદ્દલ વધુ શીખીએ. |
04:06 | હાઈલાઈટ કરેલ ટેક્સ્ટ Documentation એનોટેશનમાં દ્રશ્યમાન થાય છે. |
04:11 | હવે, ચાલો હું Documentation એનોટેશનની એક એપ્લિકેશન દર્શાવું. |
04:17 | modeling ક્ષેત્રનાં ટોંચે ડાબી બાજુએ જાવ. |
04:21 | ચોથા બટન પર ક્લિક કરો જે કે Documentation View છે. |
04:24 | તમે બ્રાઉઝરમાં Documentation એનોટેશનમાં ટાઈપ થયેલ ટેક્સ્ટ જોઈ શકો છો. |
04:31 | આ કાર્યક્ષમતા આપણને એ વિશાળ મોડેલો માટે ઉપયોગી માહિતી ઉમેરવાની પરવાનગી પ્રદાન કરે છે જેના માટે documentation ની જરૂર પડે છે. |
04:40 | Documentation બ્રાઉઝરને બંધ કરો. ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. |
04:46 | Record એક વિશિષ્ટ class છે જેનો ઉપયોગ એક record ડેટા બંધારણને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે. |
04:52 | ઉદાહરણ તરીકે, બેંક ખાતાઓ ફીલ્ડોનાં રૂપમાં વ્યક્તિનું નામ, ઉંમર વગેરે સાથે રેકોર્ડો ધરાવે છે. |
05:01 | Records ફક્ત variables ધરાવી શકે છે. તે equations ધરાવી શકતા નથી. |
05:08 | અહીં Person નામનું રેકોર્ડ ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે. |
05:13 | તે તેનાં ફીલ્ડો તરીકે નામ અને ઉંમર ધરાવે છે. |
05:17 | રેકોર્ડ વ્યાખ્યાને ડેમોનસ્ટ્રેટ કરવા માટે ચાલો હું OMEdit પર જાઉં. |
05:23 | ચાલો હું OMEdit વિન્ડો જમણી બાજુએ ખસેડું. |
05:27 | આપણે હવે Color નામની ફાઈલનો ઉપયોગ કરીશું. |
05:31 | તેને Textview માં ખોલવા માટે, Libraries Browser માં આવેલ color આઇકોન પર બમણું-ક્લિક કરો. |
05:39 | આ record ત્રણ વેરીએબલો ધરાવે છે જેના નામ છે red, blue અને green. |
05:47 | તમે જોઈ શકો છો કે Simulate બટન ટૂલબારમાં દ્રશ્યમાન થતું નથી. |
05:53 | આ સૂચિત કરે છે કે રેકોર્ડ સિમ્યુલેટ થવા માટે નથી. |
05:58 | ચાલો હવે હું સ્લાઈડ પર પાછો ફરું. |
06:01 | રેકોર્ડનાં રૂપમાં એનોટેશન એલીમેંટોને સમજવા સરળ છે. |
06:07 | ઉદાહરણ તરીકે, experiment એનોટેશનને તેના ફીલ્ડોનાં રૂપમાં StartTime, StopTime, Interval અને Tolerance સાથે એક record તરીકે ધારી શકાય છે. |
06:19 | ગ્રાફિકલ એલીમેંટોનું સમાન રીતે અર્થઘટન કરી શકાય છે. |
06:23 | આપણે જ્યારે icon and diagram views ચર્ચા કરીશું ત્યારે રેકોર્ડ તરીકે એનોટેશનનાં અર્થઘટન વિશે વધુમાં સમજીશું. |
06:33 | એસાઈનમેંટ તરીકે, |
06:35 | bouncingBallWithAnnotations class નાં સિમ્યુલેશન માટે સ્ટોપ ટાઈમ (રોકાવાનો સમય) 10 થી 20 એકમ વધારો. |
06:42 | આ હેતુસર experiment annotation નો ઉપયોગ કરો. |
06:47 | આ ફેરફાર પછી class ને સિમ્યુલેટ કરો. |
06:50 | h વિરુદ્ધ time આલેખો અને સ્ટોપ ટાઈમ (રોકાવાનો સમય) માંના ફેરફારની નોંધ લો. |
06:57 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:00 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. |
07:03 | તે spoken tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:07 | અમે spoken tutorials નો ઉપયોગ કરીને વર્કશોપો આયોજીએ છીએ. |
07:11 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને અમે પ્રમાણપત્રો આપીએ છીએ. કૃપા કરી અમારો સંપર્ક કરો. |
07:17 | જો તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલને લગતા કોઈ પ્રશ્નો છે તો, કૃપા કરી આપેલ વેબસાઈટની મુલાકાત લો. |
07:24 | અમે વિખ્યાત પુસ્તકોમાંથી ઉકેલાયેલા ઉદાહરણોનાં કોડીંગનું સંકલન કરીએ છીએ. |
07:29 | કૃપા કરી આપેલ વેબસાઈટની મુલાકાત લો. |
07:32 | અમે વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થળાંતરિત કરવામાં મદદ કરીએ છીએ. |
07:38 | જેઓ આ કરે છે તેઓને અમે માનદ તથા પ્રમાણપત્રો આપીએ છીએ. કૃપા કરી અમારાથી સંપર્ક કરો. |
07:43 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
07:50 | અમે OpenModelica ની ડેવલપમેંટ (વિકાસ) ટીમનો, તેમના સહકાર બદ્દલ આભાર માનીએ છીએ. |
07:56 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |