Difference between revisions of "LibreOffice-Calc-on-BOSS-Linux/C3/Using-Charts-and-Graphs/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "'''Resources for recording''' Using Charts and graphs in Calc {| Border=1 || Time || Naration |- ||00:00 ||લીબરઓ...")
 
 
Line 58: Line 58:
 
|-
 
|-
 
||01:06   
 
||01:06   
||હવે સ્તંભમાં નીચે જતા,  
+
||હવે સ્તંભમાં નીચે જતા, "E4","E5","E6" અને "E7" સેલોમાં અનુક્રમે "1000","625","310" અને "2700" રકમો દાખલ કરીશું.
"E4","E5","E6" અને "E7" સેલોમાં અનુક્રમે "1000","625","310" અને "2700" રકમો દાખલ કરીશું.
+
  
 
|-
 
|-

Latest revision as of 13:08, 27 March 2017

Resources for recording Using Charts and graphs in Calc


Time Naration
00:00 લીબરઓફીસ કેલ્ક - સ્પ્રેડશીટમાં આલેખો દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે પ્રમાણે શીખીશું:
00:11 આલેખો બનાવવા, એડીટ (સુધારણા)અને ફોર્મેટ (દેખાવ બદ્દલ સુધારણા) કરવા.
00:15 આલેખોને રીસાઈઝ (માપમાં ફેરબદલ) કરવા અને ખસેડવા.
00:18 અહીં આપણે જીએનયુ લીનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '3.3.4' વાપરી રહ્યા છીએ.
00:27 તો ચાલો લીબરઓફીસ કેલ્કમાં વિવિધ વ્યુંવીંગ વિકલ્પો વિશે શીખવાની શરૂઆત કરીએ.
00:33 વાંચક સામે માહિતી પ્રસ્તુત કરવા માટે આલેખો શક્તિશાળી માર્ગો સાબિત થઇ શકે છે.
00:38 ડેટા માટે લીબરઓફીસ કેલ્ક આલેખોના વિવિધ પ્રકારના ફોર્મેટો આપે છે.
00:43 કેલ્ક વાપરી, તમે આલેખોમાં નોંધપાત્ર ક્ષેત્રે જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરી શકો છો.
00:48 ચાલો 'personal finance tracker.ods' શીટ ખોલીએ.
00:53 અને ચાલો આપણી શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે ખર્ચેલી રકમને ભરીએ.
00:59 આપણે “E3” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીશું અને રકમ “6500” તરીકે ટાઈપ કરીશું.
01:06 હવે સ્તંભમાં નીચે જતા, "E4","E5","E6" અને "E7" સેલોમાં અનુક્રમે "1000","625","310" અને "2700" રકમો દાખલ કરીશું.
01:26 આગળ આપણે શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે મેળવેલ રકમોને ભરીશું.
01:31 તો "F3" તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરી રકમ "500" તરીકે ટાઇપ કરો.
01:37 હવે સ્તંભમાં નીચે જતા , આપણે F4,F5,F6 અને F7" સેલોમાં અનુક્રમે "200",75,10 અને 700 રકમો ટાઈપ કરીશું.
01:54 ચાલો હવે શીખીએ કે આ કોષ્ટક માટે આલેખ કેવી રીતે બનાવવું.
01:58 આલેખ બનાવવા માટે, આપણે સૌ પ્રથમ આલેખમાં દાખલ કરવા માટેના ડેટાને પસંદ કરવું પડશે.
02:04 તો સેલ “SN” પર ક્લિક કરો અને માઉસનાં બટનને છોડ્યા વગર, કર્સરને છેલ્લા સેલ જેમાં “700” છે ત્યાં સુધી ખસેડો.
02:14 હવે મેનૂ બારમાંથી “Insert” વિકલ્પ ઉપર ક્લિક કરી “Chart” વિકલ્પ પર ક્લિક કરો.
02:21 તમે જોશો કે, તારીખ સાથેનો મૂળભૂત આલેખ વર્કશીટમાં દાખલ થાય છે.
02:27 સાથે એક "Chart Wizard" સંવાદ બોક્સ ખુલે છે.
02:32 "Chart Wizard" દર્શાવે છે કે મૂળભૂત આલેખ પસંદ થયેલ છે.
02:36 તમે "Chart Wizard"માં જે ફેરફારો કરો છો તે મુજબ આ મૂળભૂત આલેખ બદલાય છે.
02:42 "Chart Wizard" માં મુખ્ય ત્રણ વિભાગો છે: આલેખને સુયોજિત કરવા જરૂરી પગલાઓ,આલેખના પ્રકારોની પસંદગી,અને દરેક આલેખના પ્રકારના વિકલ્પો.
02:55 “3D Look” વિકલ્પ પસંદ કરીને,આલેખને ત્રણ પરિમાણમાં પણ પ્રદર્શિત કરી શકાય છે.
03:03 ચાલો આ વિકલ્પોનો પ્રયાસ કરીએ.
03:05 “Choose a chart type” ફિલ્ડ અંદર આપણે “Bar” વિકલ્પ પર ક્લિક કરીશું.
03:11 આ નમૂનારૂપી આલેખની નોંધ લો તે ડેટાનું વર્ણન "Bar" ફોરમેટમાં કોષ્ટકમાં કરે છે.
03:19 એજ રીતે બીજાં અન્ય વિકલ્પો ક્લિક કરી શકો છો જેમ કે “Pie”,“Area”, “Bubble”
03:28 અને “Choose a chart type field” અંદર બીજા ઘણા વિકલ્પો અને જરૂરી પ્રકારના આલેખ મળવો.
03:35 “Steps” વિકલ્પમાં , “Data Range” નામનો બીજો એક વિકલ્પ છે.
03:40 આ વિકલ્પ વાપરી, તમે ચાર્ટમાં રજૂઆત કરવાં ઈચ્છતા ડેટાની શ્રેણીને જાતે એડીટ કરી શકો છો.
03:48 ડેટા પ્લોટ (આલેખ) કરવાનો મૂળભૂત વિકલ્પ “Data series in columns” છે.
03:54 એના બદલે “Data series in rows” વાપરીને, આપણે કેવી રીતે ડેટાને પ્લોટ કરવા ઈચ્છીએ છીએ એની દિશા બદલી શકીએ છીએ.
04:02 આ ઉપયોગી છે જો તમે તમારા ડેટાને દર્શાવવા માટે ચાર્ટની શૈલી જેવી કે “Column” ને ઉપયોગમાં લો છો.
04:10 છેલ્લે, તમે પસંદ કરી શકો છો કે

“First row as label” ને વાપરવું

04:17 કે “First column as label” ને,
04:22 અથવા આ બંનેને ચાર્ટની એક્સીસ (ધરીઓ) પર લેબલો તરીકે.
04:27 ત્યારબાદ ફરીથી કોલમમાં ડેટા સીરીઝ પર ક્લિક કરો.
04:31 હવે આપણા સેમ્પલ ચાર્ટમાં, જો આપણે “Received”' શીર્ષક હેઠળ આવેલ ડેટાને રદ્દ કરવાં ઈચ્છીએ છીએ, તો આપણે પેહલા “Data range” ફીલ્ડ અંદર ક્લિક કરી તે કરી શકીએ છીએ '.
04:42 અને ત્યારબાદ શ્રેણી “$A$1 is to $F$7” થી “$A$1 is to $D$7” ને એડીટ કરીને.
04:56 અવલોકન કરો કે “Received” શીર્ષક અંદર આવેલ ડેટા, હવે ચાર્ટમાં રજૂઆત નથી થયા.
05:03 આગળ, જોઈએ કે “Data Series” શું કરે છે.
05:08 નોંધ લો અહીં 5 પંક્તિઓ છે, જે સ્પ્રેડશીટમાં કુલ પંક્તિઓના ડેટાને રજૂઆત કરે છે.
05:14 “Add” અને “Remove” બટનો આપણને ચાર્ટમાંથી ડેટાની પંક્તિઓને ઉમેરવાની અથવા રદ્દ કરવાની પરવાનગી આપશે.
05:21 આપણે “Up” અને “Down” બટનોનાં ઉપયોગ વડે ડેટાની ફરી ગોઠવણી પણ કરી શકીએ છીએ.
05:27 તેથી ચાર્ટમાં કયા ડેટા અને તેને કેવી રીતે રજૂઆત કરવું એ પસંદ કર્યા પછી, ડાયલોગ બોક્સમાં “Finish” બટન પર ક્લિક કરો.
05:35 તમે જોશો કે ચાર્ટ સ્પ્રેડશીટમાં દાખલ થાય છે.
05:40 સ્પ્રેડશીટમાં ચાર્ટોને કેવી રીતે દાખલ કરવું એ શીખ્યા પછી,
05:44 આપણે હવે શીખીશું કે લીબરઓફીસ કેલ્કમાં ચાર્ટોને કેવી રીતે ફોર્મેટ કરવું.
05:49 “Format” મેનું ફોર્મેટ કરવા માટે ઘણા વિકલ્પો ધરાવે છે
05:53 અને ચાર્ટનાં દેખાવને ફાઈન-ટ્યુનિંગ (ઝીણવટ લય) કરવા માટે.
05:57 ચાલો સ્પ્રેડશીટમાં દાખલ કરેલા ચાર્ટને ફોર્મેટ કરીએ.
06:00 તો, ચાર્ટ પર બમણું-ક્લિક કરો જેથી કરીને તે ભૂખરી કિનારી સાથે બંધાઈ જાય
06:06 એ દર્શાવવા માટે કે તે “Edit” મોડમાં છે.
06:11 હવે મુખ્ય મેનૂમાં “Format” વિકલ્પ પર ક્લિક કરો.
06:15 તમે જોશો કે ડ્રોપ ડાઉન મેનૂ ઘણા ફોર્મેટિંગ વિકલ્પો ધરાવે છે જેમ કે “Format Selection”, “Position and Size”, “Arrangement”, “Chart Wall”, “Chart Area” અને બીજા ઘણા બધાં.
06:30 તે ચાર્ટનું સ્થાન નિર્ધારણ કરવા માટે, ચાર્ટનાં બેકગ્રાઉન્ડ (પુષ્ઠ્ભુમી) અને શીર્ષકની વ્યવસ્થા કરવા અને ફોર્મેટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
06:36 આપણે એક એક કરીને સૌથી વારંવાર વપરાતા ફોર્મેટિંગ વિકલ્પો વિશે શીખીશું.
06:42 “Format Selection” વિકલ્પ “Chart Area” શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ ખોલે છે.
06:49 અવલોકન કરો કે અહીં 3 ટેબો છે - “Borders”, “Area” અને “Transparency”.
06:55 મૂળભૂત રીતે “Borders” ટેબ પસંદ કરાયેલ છે.
07:00 ચાલો ચાર્ટની કિનારીની શૈલી અને રંગને બદલી કરીએ.
07:04 આ કરવા માટે, “Style” ફીલ્ડ ક્લિક કરી “Continuous” પસંદ કરો.
07:09 ત્યારબાદ એજ રીતે “Color” ફીલ્ડમાં “Green” પર ક્લિક કરો.
07:13 હવે “OK” બટન પર ક્લિક કરો.
07:18 નોંધ લો કે ચાર્ટની કિનારીની શૈલી અને રંગ એ અનુસાર બદલી રહ્યી છે.
07:23 “Title” વિકલ્પ ચાર્ટ અને તેની ધરીઓનાં શીર્ષકને ફોર્મેટ કરે છે.
07:29 “Axis” વિકલ્પ ચાર્ટને બનાવનાર રેખાઓને ફોર્મેટ કરે છે
07:33 એ જ પ્રમાણે એ ટેક્સ્ટના ફોંટને પણ જે X અને Y બંને ધરીઓ પર દ્રશ્યમાન થાય છે.
07:39 આ તમામ વિકલ્પોને તમારી રીતે સંશોધન કરો એ શીખવા માટે કે આ શું કરે છે.
07:46 કેલ્ક ચાર્ટ વિસ્તારનાં બેકગ્રાઉન્ડને બદલવા માટેના પણ વિકલ્પો પુરા પાડે છે.
07:50 ચાર્ટ વિસ્તાર એ વિસ્તાર છે જે ચાર્ટ ગ્રાફીકની ફરતે, મુખ્ય શીર્ષક અને કીનો સમાવેશ કરીને આવેલ છે.
07:58 ચાર્ટ વિસ્તાર ફોર્મેટ કરવા માટે, “Format” વિકલ્પ પર ક્લિક કરો અને “Chart Wall” પસંદ કરો.
08:05 “Chart Wall” શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
08:09 “Style” ફીલ્ડ “Continuous” દર્શાવે છે કારણ કે આ આપણી છેલ્લી પસંદ હતી.
08:15 “Color” ફીલ્ડમાં, “Red” પર ક્લિક કરો.
08:19 આપણે માપને પણ “0.20” સે. મી. માં બદલીશું.
08:23 હવે “OK” બટન પર ક્લિક કરો.
08:27 તમે જોશો કે ચાર્ટ વિસ્તારની શૈલી અને રંગ બદલાય છે.
08:34 આગળ આપણે ચાર્ટમાં ઘટકોને કેવી રીતે રીસાઈઝ (માપમાં ફરીથી ફેરફાર કરવું) કરવું અને ખસેડવું તે શીખીશું.
08:39 ચાર્ટને રીસાઈઝ કરવા માટે, સેમ્પલ ચાર્ટ પર ક્લિક કરો.
08:44 તમે જોશો કે લીલા હાથા ચાર્ટની ફરતે દ્રશ્યમાન થાય છે.
08:47 ચાર્ટનું માપ વધારવા કે ઓછું કરવા, ચાર્ટના ચાર ખૂણાઓમાના કોઈપણ એક ખૂણાનાં નિશાનને ક્લિક કરી ડ્રેગ કરો.
08:55 ચાર્ટને ખસેડવા માટે, પહેલા ચાર્ટ પર ક્લિક કરો.
09:00 હવે કર્સરને ચાર્ટ પર ક્યાંપણ ફેરવો.
09:04 કર્સર એક હાથમાં બદલાય છે.
09:06 ક્લિક કરો અને ચાર્ટને જોઈતા સ્થાને ખસેડો. હવે, માઉસ બટનને છોડો.
09:13 તમે ચાર્ટને ખસેડી દીધું છે!
09:17 આગળ આપણે “Position and Size” ડાયલોગ બોક્સનાં ઉપયોગથી ચાર્ટોને કેવી રીતે રીસાઈઝ કરવું એ શીખીશું.
09:23 ફરીથી, ચાર્ટ પર ક્લિક કરો.
09:26 હવે ચાર્ટ પર જમણું-ક્લિક કરી કોંટેકસ્ટ મેનૂમાંથી “Position and Size” પસંદ કરો.
09:32 “Position and Size” ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
09:36 તેની પાસે વિવિધ ફીલ્ડો છે જે ચાર્ટની 'X' અને 'Y' સ્થિતિઓને અને ચાર્ટની પહોળાઈ અને ઊંચાઈને પણ સુયોજિત કરી શકે છે.
09:45 ચાલો આપણા ચાર્ટ માટે 'X' કોર્ડીનેટ (નિર્દેશક) “1.00” “ અને 'Y' કોર્ડીનેટ (નિર્દેશક) “0.83” “ પર સુયોજિત કરીએ.
09:55 “OK” બટન પર ક્લિક કરો.
09:57 આપણે જોશું કે ચાર્ટ પોતાને ચાર્ટ વિસ્તાર અંદર સુયોજિત મુલ્યો મુજબ સ્થિતિમાન કરે છે.
10:04 અહીં આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:08 સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે : ચાર્ટો બનાવવા, તેમને એડીટ અથવા ફોર્મેટ કરવા
10:14 આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે ચાર્ટોને સ્પ્રેડશીટ અંદર રીસાઇઝ કરવા અને ખસેડવા.
10:20 કોમરેહેન્સીવ એસાઈનમેંટ
10:22 “practice.ods” ફાઈલને ખોલો
10:26 ડેટા માટે "Pie chart" દાખલ કરો.
10:30 શીટની નીચે જમણાં ખૂણે ચાર્ટને રીસાઇઝ કરી ખસેડો
10:35 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
10:39 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
10:43 જો તમારી સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ
10:49 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
10:53 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
10:56 વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
11:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે
11:08 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:15 આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે.સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો
11:27 આઈઆઈટી બોમ્બે તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki