LibreOffice-Calc-on-BOSS-Linux/C3/Using-Charts-and-Graphs/Gujarati
From Script | Spoken-Tutorial
Resources for recording Using Charts and graphs in Calc
Time | Naration |
00:00 | લીબરઓફીસ કેલ્ક - સ્પ્રેડશીટમાં આલેખો દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે પ્રમાણે શીખીશું: |
00:11 | આલેખો બનાવવા, એડીટ (સુધારણા)અને ફોર્મેટ (દેખાવ બદ્દલ સુધારણા) કરવા. |
00:15 | આલેખોને રીસાઈઝ (માપમાં ફેરબદલ) કરવા અને ખસેડવા. |
00:18 | અહીં આપણે જીએનયુ લીનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ '3.3.4' વાપરી રહ્યા છીએ. |
00:27 | તો ચાલો લીબરઓફીસ કેલ્કમાં વિવિધ વ્યુંવીંગ વિકલ્પો વિશે શીખવાની શરૂઆત કરીએ. |
00:33 | વાંચક સામે માહિતી પ્રસ્તુત કરવા માટે આલેખો શક્તિશાળી માર્ગો સાબિત થઇ શકે છે. |
00:38 | ડેટા માટે લીબરઓફીસ કેલ્ક આલેખોના વિવિધ પ્રકારના ફોર્મેટો આપે છે. |
00:43 | કેલ્ક વાપરી, તમે આલેખોમાં નોંધપાત્ર ક્ષેત્રે જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરી શકો છો. |
00:48 | ચાલો 'personal finance tracker.ods' શીટ ખોલીએ. |
00:53 | અને ચાલો આપણી શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે ખર્ચેલી રકમને ભરીએ. |
00:59 | આપણે “E3” તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરીશું અને રકમ “6500” તરીકે ટાઈપ કરીશું. |
01:06 | હવે સ્તંભમાં નીચે જતા, "E4","E5","E6" અને "E7" સેલોમાં અનુક્રમે "1000","625","310" અને "2700" રકમો દાખલ કરીશું. |
01:26 | આગળ આપણે શીટમાં યાદી કરેલ દરેક વસ્તુઓ માટે મેળવેલ રકમોને ભરીશું. |
01:31 | તો "F3" તરીકે સંદર્ભિત થયેલ સેલ પર ક્લિક કરી રકમ "500" તરીકે ટાઇપ કરો. |
01:37 | હવે સ્તંભમાં નીચે જતા , આપણે F4,F5,F6 અને F7" સેલોમાં અનુક્રમે "200",75,10 અને 700 રકમો ટાઈપ કરીશું. |
01:54 | ચાલો હવે શીખીએ કે આ કોષ્ટક માટે આલેખ કેવી રીતે બનાવવું. |
01:58 | આલેખ બનાવવા માટે, આપણે સૌ પ્રથમ આલેખમાં દાખલ કરવા માટેના ડેટાને પસંદ કરવું પડશે. |
02:04 | તો સેલ “SN” પર ક્લિક કરો અને માઉસનાં બટનને છોડ્યા વગર, કર્સરને છેલ્લા સેલ જેમાં “700” છે ત્યાં સુધી ખસેડો. |
02:14 | હવે મેનૂ બારમાંથી “Insert” વિકલ્પ ઉપર ક્લિક કરી “Chart” વિકલ્પ પર ક્લિક કરો. |
02:21 | તમે જોશો કે, તારીખ સાથેનો મૂળભૂત આલેખ વર્કશીટમાં દાખલ થાય છે. |
02:27 | સાથે એક "Chart Wizard" સંવાદ બોક્સ ખુલે છે. |
02:32 | "Chart Wizard" દર્શાવે છે કે મૂળભૂત આલેખ પસંદ થયેલ છે. |
02:36 | તમે "Chart Wizard"માં જે ફેરફારો કરો છો તે મુજબ આ મૂળભૂત આલેખ બદલાય છે. |
02:42 | "Chart Wizard" માં મુખ્ય ત્રણ વિભાગો છે: આલેખને સુયોજિત કરવા જરૂરી પગલાઓ,આલેખના પ્રકારોની પસંદગી,અને દરેક આલેખના પ્રકારના વિકલ્પો. |
02:55 | “3D Look” વિકલ્પ પસંદ કરીને,આલેખને ત્રણ પરિમાણમાં પણ પ્રદર્શિત કરી શકાય છે. |
03:03 | ચાલો આ વિકલ્પોનો પ્રયાસ કરીએ. |
03:05 | “Choose a chart type” ફિલ્ડ અંદર આપણે “Bar” વિકલ્પ પર ક્લિક કરીશું. |
03:11 | આ નમૂનારૂપી આલેખની નોંધ લો તે ડેટાનું વર્ણન "Bar" ફોરમેટમાં કોષ્ટકમાં કરે છે. |
03:19 | એજ રીતે બીજાં અન્ય વિકલ્પો ક્લિક કરી શકો છો જેમ કે “Pie”,“Area”, “Bubble” |
03:28 | અને “Choose a chart type field” અંદર બીજા ઘણા વિકલ્પો અને જરૂરી પ્રકારના આલેખ મળવો. |
03:35 | “Steps” વિકલ્પમાં , “Data Range” નામનો બીજો એક વિકલ્પ છે. |
03:40 | આ વિકલ્પ વાપરી, તમે ચાર્ટમાં રજૂઆત કરવાં ઈચ્છતા ડેટાની શ્રેણીને જાતે એડીટ કરી શકો છો. |
03:48 | ડેટા પ્લોટ (આલેખ) કરવાનો મૂળભૂત વિકલ્પ “Data series in columns” છે. |
03:54 | એના બદલે “Data series in rows” વાપરીને, આપણે કેવી રીતે ડેટાને પ્લોટ કરવા ઈચ્છીએ છીએ એની દિશા બદલી શકીએ છીએ. |
04:02 | આ ઉપયોગી છે જો તમે તમારા ડેટાને દર્શાવવા માટે ચાર્ટની શૈલી જેવી કે “Column” ને ઉપયોગમાં લો છો. |
04:10 | છેલ્લે, તમે પસંદ કરી શકો છો કે
“First row as label” ને વાપરવું |
04:17 | કે “First column as label” ને, |
04:22 | અથવા આ બંનેને ચાર્ટની એક્સીસ (ધરીઓ) પર લેબલો તરીકે. |
04:27 | ત્યારબાદ ફરીથી કોલમમાં ડેટા સીરીઝ પર ક્લિક કરો. |
04:31 | હવે આપણા સેમ્પલ ચાર્ટમાં, જો આપણે “Received”' શીર્ષક હેઠળ આવેલ ડેટાને રદ્દ કરવાં ઈચ્છીએ છીએ, તો આપણે પેહલા “Data range” ફીલ્ડ અંદર ક્લિક કરી તે કરી શકીએ છીએ '. |
04:42 | અને ત્યારબાદ શ્રેણી “$A$1 is to $F$7” થી “$A$1 is to $D$7” ને એડીટ કરીને. |
04:56 | અવલોકન કરો કે “Received” શીર્ષક અંદર આવેલ ડેટા, હવે ચાર્ટમાં રજૂઆત નથી થયા. |
05:03 | આગળ, જોઈએ કે “Data Series” શું કરે છે. |
05:08 | નોંધ લો અહીં 5 પંક્તિઓ છે, જે સ્પ્રેડશીટમાં કુલ પંક્તિઓના ડેટાને રજૂઆત કરે છે. |
05:14 | “Add” અને “Remove” બટનો આપણને ચાર્ટમાંથી ડેટાની પંક્તિઓને ઉમેરવાની અથવા રદ્દ કરવાની પરવાનગી આપશે. |
05:21 | આપણે “Up” અને “Down” બટનોનાં ઉપયોગ વડે ડેટાની ફરી ગોઠવણી પણ કરી શકીએ છીએ. |
05:27 | તેથી ચાર્ટમાં કયા ડેટા અને તેને કેવી રીતે રજૂઆત કરવું એ પસંદ કર્યા પછી, ડાયલોગ બોક્સમાં “Finish” બટન પર ક્લિક કરો. |
05:35 | તમે જોશો કે ચાર્ટ સ્પ્રેડશીટમાં દાખલ થાય છે. |
05:40 | સ્પ્રેડશીટમાં ચાર્ટોને કેવી રીતે દાખલ કરવું એ શીખ્યા પછી, |
05:44 | આપણે હવે શીખીશું કે લીબરઓફીસ કેલ્કમાં ચાર્ટોને કેવી રીતે ફોર્મેટ કરવું. |
05:49 | “Format” મેનું ફોર્મેટ કરવા માટે ઘણા વિકલ્પો ધરાવે છે |
05:53 | અને ચાર્ટનાં દેખાવને ફાઈન-ટ્યુનિંગ (ઝીણવટ લય) કરવા માટે. |
05:57 | ચાલો સ્પ્રેડશીટમાં દાખલ કરેલા ચાર્ટને ફોર્મેટ કરીએ. |
06:00 | તો, ચાર્ટ પર બમણું-ક્લિક કરો જેથી કરીને તે ભૂખરી કિનારી સાથે બંધાઈ જાય |
06:06 | એ દર્શાવવા માટે કે તે “Edit” મોડમાં છે. |
06:11 | હવે મુખ્ય મેનૂમાં “Format” વિકલ્પ પર ક્લિક કરો. |
06:15 | તમે જોશો કે ડ્રોપ ડાઉન મેનૂ ઘણા ફોર્મેટિંગ વિકલ્પો ધરાવે છે જેમ કે “Format Selection”, “Position and Size”, “Arrangement”, “Chart Wall”, “Chart Area” અને બીજા ઘણા બધાં. |
06:30 | તે ચાર્ટનું સ્થાન નિર્ધારણ કરવા માટે, ચાર્ટનાં બેકગ્રાઉન્ડ (પુષ્ઠ્ભુમી) અને શીર્ષકની વ્યવસ્થા કરવા અને ફોર્મેટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. |
06:36 | આપણે એક એક કરીને સૌથી વારંવાર વપરાતા ફોર્મેટિંગ વિકલ્પો વિશે શીખીશું. |
06:42 | “Format Selection” વિકલ્પ “Chart Area” શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ ખોલે છે. |
06:49 | અવલોકન કરો કે અહીં 3 ટેબો છે - “Borders”, “Area” અને “Transparency”. |
06:55 | મૂળભૂત રીતે “Borders” ટેબ પસંદ કરાયેલ છે. |
07:00 | ચાલો ચાર્ટની કિનારીની શૈલી અને રંગને બદલી કરીએ. |
07:04 | આ કરવા માટે, “Style” ફીલ્ડ ક્લિક કરી “Continuous” પસંદ કરો. |
07:09 | ત્યારબાદ એજ રીતે “Color” ફીલ્ડમાં “Green” પર ક્લિક કરો. |
07:13 | હવે “OK” બટન પર ક્લિક કરો. |
07:18 | નોંધ લો કે ચાર્ટની કિનારીની શૈલી અને રંગ એ અનુસાર બદલી રહ્યી છે. |
07:23 | “Title” વિકલ્પ ચાર્ટ અને તેની ધરીઓનાં શીર્ષકને ફોર્મેટ કરે છે. |
07:29 | “Axis” વિકલ્પ ચાર્ટને બનાવનાર રેખાઓને ફોર્મેટ કરે છે |
07:33 | એ જ પ્રમાણે એ ટેક્સ્ટના ફોંટને પણ જે X અને Y બંને ધરીઓ પર દ્રશ્યમાન થાય છે. |
07:39 | આ તમામ વિકલ્પોને તમારી રીતે સંશોધન કરો એ શીખવા માટે કે આ શું કરે છે. |
07:46 | કેલ્ક ચાર્ટ વિસ્તારનાં બેકગ્રાઉન્ડને બદલવા માટેના પણ વિકલ્પો પુરા પાડે છે. |
07:50 | ચાર્ટ વિસ્તાર એ વિસ્તાર છે જે ચાર્ટ ગ્રાફીકની ફરતે, મુખ્ય શીર્ષક અને કીનો સમાવેશ કરીને આવેલ છે. |
07:58 | ચાર્ટ વિસ્તાર ફોર્મેટ કરવા માટે, “Format” વિકલ્પ પર ક્લિક કરો અને “Chart Wall” પસંદ કરો. |
08:05 | “Chart Wall” શીર્ષક સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
08:09 | “Style” ફીલ્ડ “Continuous” દર્શાવે છે કારણ કે આ આપણી છેલ્લી પસંદ હતી. |
08:15 | “Color” ફીલ્ડમાં, “Red” પર ક્લિક કરો. |
08:19 | આપણે માપને પણ “0.20” સે. મી. માં બદલીશું. |
08:23 | હવે “OK” બટન પર ક્લિક કરો. |
08:27 | તમે જોશો કે ચાર્ટ વિસ્તારની શૈલી અને રંગ બદલાય છે. |
08:34 | આગળ આપણે ચાર્ટમાં ઘટકોને કેવી રીતે રીસાઈઝ (માપમાં ફરીથી ફેરફાર કરવું) કરવું અને ખસેડવું તે શીખીશું. |
08:39 | ચાર્ટને રીસાઈઝ કરવા માટે, સેમ્પલ ચાર્ટ પર ક્લિક કરો. |
08:44 | તમે જોશો કે લીલા હાથા ચાર્ટની ફરતે દ્રશ્યમાન થાય છે. |
08:47 | ચાર્ટનું માપ વધારવા કે ઓછું કરવા, ચાર્ટના ચાર ખૂણાઓમાના કોઈપણ એક ખૂણાનાં નિશાનને ક્લિક કરી ડ્રેગ કરો. |
08:55 | ચાર્ટને ખસેડવા માટે, પહેલા ચાર્ટ પર ક્લિક કરો. |
09:00 | હવે કર્સરને ચાર્ટ પર ક્યાંપણ ફેરવો. |
09:04 | કર્સર એક હાથમાં બદલાય છે. |
09:06 | ક્લિક કરો અને ચાર્ટને જોઈતા સ્થાને ખસેડો. હવે, માઉસ બટનને છોડો. |
09:13 | તમે ચાર્ટને ખસેડી દીધું છે! |
09:17 | આગળ આપણે “Position and Size” ડાયલોગ બોક્સનાં ઉપયોગથી ચાર્ટોને કેવી રીતે રીસાઈઝ કરવું એ શીખીશું. |
09:23 | ફરીથી, ચાર્ટ પર ક્લિક કરો. |
09:26 | હવે ચાર્ટ પર જમણું-ક્લિક કરી કોંટેકસ્ટ મેનૂમાંથી “Position and Size” પસંદ કરો. |
09:32 | “Position and Size” ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
09:36 | તેની પાસે વિવિધ ફીલ્ડો છે જે ચાર્ટની 'X' અને 'Y' સ્થિતિઓને અને ચાર્ટની પહોળાઈ અને ઊંચાઈને પણ સુયોજિત કરી શકે છે. |
09:45 | ચાલો આપણા ચાર્ટ માટે 'X' કોર્ડીનેટ (નિર્દેશક) “1.00” “ અને 'Y' કોર્ડીનેટ (નિર્દેશક) “0.83” “ પર સુયોજિત કરીએ. |
09:55 | “OK” બટન પર ક્લિક કરો. |
09:57 | આપણે જોશું કે ચાર્ટ પોતાને ચાર્ટ વિસ્તાર અંદર સુયોજિત મુલ્યો મુજબ સ્થિતિમાન કરે છે. |
10:04 | અહીં આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:08 | સારાંશમાં, આપણે શીખ્યા કે કેવી રીતે : ચાર્ટો બનાવવા, તેમને એડીટ અથવા ફોર્મેટ કરવા |
10:14 | આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે ચાર્ટોને સ્પ્રેડશીટ અંદર રીસાઇઝ કરવા અને ખસેડવા. |
10:20 | કોમરેહેન્સીવ એસાઈનમેંટ |
10:22 | “practice.ods” ફાઈલને ખોલો |
10:26 | ડેટા માટે "Pie chart" દાખલ કરો. |
10:30 | શીટની નીચે જમણાં ખૂણે ચાર્ટને રીસાઇઝ કરી ખસેડો |
10:35 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ |
10:39 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
10:43 | જો તમારી સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ |
10:49 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
10:53 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
10:56 | વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
11:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે |
11:08 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:15 | આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે.સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો |
11:27 | આઈઆઈટી બોમ્બે તરફથી આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.જોડાવા બદ્દલ આભાર. |