Java/C2/Non-static-block/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:54, 23 June 2014 by Pratik kamble (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:02 જાવામાં નોન સ્ટેટિક બ્લોક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું,
00:08 નોન સ્ટેટિક બ્લોક વિષે,
00:10 નોન સ્ટેટિક બ્લોક ક્યારે એક્ઝિક્યુટ થાય છે?
00:13 નોન સ્ટેટિક બ્લોક નું સરળ ઉદાહરણ
00:16 અને આપણને કન્સ્ટ્રકટર્સની જરૂર શા માટે પડે છે?
00:18 અહીં આપણે,
  • ઉબુન્ટુઆવૃત્તિ 11.10
  • જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ jdk 1.6
  • અને એક્લીપ્સ IDE 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00:26 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે,
00:29 એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું.
00:33 જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ,

(http://www.spoken-tutorial.org)

00:38 હવે આપણે નોન સ્ટેટિક બ્લોક શું છે તે જોઈશું.
00:42 બે કર્લી કૌંસ વચ્ચે લખાયેલ કોઈ પણ કોડ નોન સ્ટેટિક બ્લોક છે.
00:46 આપણે સીન્ટેક્ષ અહીં જોઈ શકીએ છીએ
00:51 નોન સ્ટેટિક બ્લોક ક્યારે એક્ઝિક્યુટ થાય છે?
00:54 નોન સ્ટેટિક બ્લોક બનાવવામાં આવેલ દરેક ઓબ્જેક્ટ માટે એક્ઝીક્યુટ કરવામાં આવે છે.
00:59 તે કન્સ્ટ્રક્ટર ના એક્ઝીક્યુશન પહેલા એક્ઝીક્યુટ થાય છે.
01:04 તે ક્લાસના ઇન્સટન્સ મેમ્બર વેરિયેબલને ઈનીશ્યલાઈઝ કરી શકે છે.
01:08 ગણતરી જેવી અન્ય કોઇ એક્ઝીક્યુશન પણ બ્લોક માં આપી શકાય છે.
01:14 હવે, Eclipse પર જઈએ અને નોન સ્ટેટિક બ્લોક નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ.
01:23 મેં Eclipse માં પહેલેથી જ NonStaticTest નામનો ક્લાસ ખોલ્યો છે.
01:28 મેં A નામનો ક્લાસ પણ બનાવ્યો છે.
01:33 હવે A ક્લાસમાં, હું પ્રથમ int ટાઇપનું એક વેરિયેબલ બનાવીશ.
01:38 તો ટાઇપ કરો, int a, અર્ધવિરામ, અને Enter ડબાઓ.
01:46 કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, System dot out dot println, કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર Non static block of an instance of Class A અર્ધવિરામ.
02:12 પછી ટાઇપ કરો, System dot out dot println, કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર The value of a is plus a અર્ધવિરામ.
02:32 હવે આપણે કન્સ્ટ્રક્ટર જાહેર કરીશું.
02:36 તો ટાઇપ કરો, public A ખૂલેલ અને બંધ કૌસ, કર્લી કૌસ ખોલો અને Enter ડબાઓ.
02:51 પછી ટાઇપ કરો, System dot out dot println, કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર Constructing object of type A અર્ધવિરામ.
03:11 પછી ટાઇપ કરો, System dot out dot println , કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર The value of a is plus a અર્ધવિરામ.
03:35 હવે ફાઈલ સંગ્રહો.
03:44 એક્લીપ્સમાં NonStaticTest ક્લાસ અંદર ચાલો ક્લાસ A નો ઓબ્જેક્ટ બનાવીએ.
03:53 તો ટાઇપ કરો, A સ્પેસ a1 ઇકવલ ટુ new સ્પેસ A ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ.
04:08 આગામી લાઇનમાં આપણે ક્લાસ A માટે વધુ એક ઓબ્જેક્ટ બનાવીશું.
04:12 તો ટાઇપ કરો, A સ્પેસ a2 ઇકવલ ટુ new સ્પેસ A ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ.
04:25 હવે ફાઈલ સંગ્રહ અને રન કરો. તો Ctrl &S' અને Ctrl &F11 કીઝ ડબાઓ.
04:32 આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે.
04:35 આપણે જોઈ શકીએ છીએ જયારે પ્રથમ ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે, નોન સ્ટેટિક બ્લોક એક્ઝીક્યુટ થાય છે.
04:45 ક્લાસ A ના ઇન્સટન્સ ના નોન સ્ટેટિક બ્લોક અને ઇન્સટન્સ વેરિયેબલ A 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે.
04:53 માત્ર તે પછીકન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થશે. A ટાઇપ સાથે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે.
05:02 અને અહીં ઇન્સટન્સ વેરિયેબલ ફરીથી 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે.
05:07 પછી ફરીથી જયારે બીજો ઓબ્જેક્ટ બને છે, ત્યારે નોન સ્ટેટિક બ્લોક એક્ઝીક્યુટ થાય છે.
05:16 આ પ્રક્રિયા પુનરાવર્તન થાય છે.
05:20 એક ક્લાસમાં બહુવિધ નોન સ્ટેટિક બ્લોકસ હોય શકે છે.
05:25 આ કિસ્સામાં તેઓ ક્લાસમાં દેખાય છે તે ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે.
05:30 આપણે તે હવે પ્રયાસ કરી શકીએ છીએ.
05:34 ક્લાસ A માં પ્રથમ બ્લોક પછી એક વધુ બ્લોક ઉમેરો.
05:43 તો ફરીથી કર્લી કૌંસ અંદર ટાઇપ કરો.
05:47 System dot out dot println કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર Second Non static block of an instance of Class A અર્ધવિરામ.
06:08 પછી ટાઇપ કરો, System dot out dot println કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર The value of a is plus a અર્ધવિરામ.
06:30 હવે આ ફાઈલ સંગ્રહ કરો, Ctrl & S key એક સાથે ડબાઓ અને પછી પ્રોગ્રામ રન કરવા માટે Ctrl & F11 કીઝ ડબાઓ.
06:44 આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે.
06:48 આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ બ્લોક એક્ઝીક્યુટ થયા બાદ, બીજો બ્લોક એક્ઝીક્યુટ થાય છે.
06:58 તે પછી જ કન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થાય છે.
07:07 હવે તમને લાગશે કે કન્સ્ટ્રકટર્સ ની જરૂર શા માટે છે.
07:10 જવાબ છે કે, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ની આપણને જરૂર નથી.
07:15 પરંતુનોન સ્ટેટિક બ્લોક parameterized ન હોઈ શકે.
07:18 બહારથી વેલ્યુ લેતા ઓબ્જેક્ટો ન હોય શકે.
07:22 તેથી નોન સ્ટેટિક બ્લોક એ કન્સ્ટ્રક્ટર માટે અવેજી નથી.
07:27 સારાંશ માટે,
07:29 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
07:32 નોન સ્ટેટિક બ્લોક વિષે અને તેને કેવી રીતે વાપરવું,
07:35 સ્વયં આકારણી માટે,
07:36 B નામનો એક ક્લાસ બનાવો.
07:39 ટ્યુટોરીયલ માં બતાવ્યા પ્રમાણે નોન સ્ટેટિક બ્લોક અને કન્સ્ટ્રક્ટર બનાવો.
07:44 પહેલેથી બનેલ ક્લાસ NonStaticTest અંદર ક્લાસ B નો ઓબ્જેક્ટ બનાવો.
07:49 આઉટપુટ જુઓ.
07:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,
07:53 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
07:56 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:00 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
08:06 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:08 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08:12 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:18 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:22 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:28 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
08:37 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:40 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble