Java/C2/Non-static-block/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | જાવામાં નોન સ્ટેટિક બ્લોક પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું, |
00:08 | નોન સ્ટેટિક બ્લોક વિષે, |
00:10 | નોન સ્ટેટિક બ્લોક ક્યારે એક્ઝિક્યુટ થાય છે? |
00:13 | નોન સ્ટેટિક બ્લોક નું સરળ ઉદાહરણ |
00:16 | અને આપણને કન્સ્ટ્રકટર્સની જરૂર શા માટે પડે છે? |
00:18 | અહીં આપણે,
ઉબુન્ટુઆવૃત્તિ 11.10, જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ jdk 1.6 અને એક્લીપ્સ IDE 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:26 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે, |
00:29 | એક્લીપ્સની મદદથી જાવામાં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું. |
00:33 | જો નહી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ, (http://www.spoken-tutorial.org) |
00:38 | હવે આપણે નોન સ્ટેટિક બ્લોક શું છે તે જોઈશું. |
00:42 | બે કર્લી કૌંસ વચ્ચે લખાયેલ કોઈ પણ કોડ નોન સ્ટેટિક બ્લોક છે. |
00:46 | આપણે સીન્ટેક્ષ અહીં જોઈ શકીએ છીએ |
00:51 | નોન સ્ટેટિક બ્લોક ક્યારે એક્ઝિક્યુટ થાય છે? |
00:54 | નોન સ્ટેટિક બ્લોક બનાવવામાં આવેલ દરેક ઓબ્જેક્ટ માટે એક્ઝીક્યુટ કરવામાં આવે છે. |
00:59 | તે કન્સ્ટ્રક્ટર ના એક્ઝીક્યુશન પહેલા એક્ઝીક્યુટ થાય છે. |
01:04 | તે ક્લાસના ઇન્સટન્સ મેમ્બર વેરિયેબલને ઈનીશ્યલાઈઝ કરી શકે છે. |
01:08 | ગણતરી જેવી અન્ય કોઇ એક્ઝીક્યુશન પણ બ્લોક માં આપી શકાય છે. |
01:14 | હવે, Eclipse પર જઈએ અને નોન સ્ટેટિક બ્લોક નો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ. |
01:23 | મેં Eclipse માં પહેલેથી જ NonStaticTest નામનો ક્લાસ ખોલ્યો છે. |
01:28 | મેં A નામનો ક્લાસ પણ બનાવ્યો છે. |
01:33 | હવે A ક્લાસમાં, હું પ્રથમ int ટાઇપનું એક વેરિયેબલ બનાવીશ. |
01:38 | તો ટાઇપ કરો, int a, અર્ધવિરામ, અને Enter ડબાઓ. |
01:46 | કર્લી કૌંસ અંદર ટાઇપ કરો, System dot out dot println, કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર Non static block of an instance of Class A અર્ધવિરામ. |
02:12 | પછી ટાઇપ કરો, System dot out dot println, કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર The value of a is plus a અર્ધવિરામ. |
02:32 | હવે આપણે કન્સ્ટ્રક્ટર જાહેર કરીશું. |
02:36 | તો ટાઇપ કરો, public A ખૂલેલ અને બંધ કૌસ, કર્લી કૌસ ખોલો અને Enter ડબાઓ. |
02:51 | પછી ટાઇપ કરો, System dot out dot println, કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર Constructing object of type A અર્ધવિરામ. |
03:11 | પછી ટાઇપ કરો, System dot out dot println , કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર The value of a is plus a અર્ધવિરામ. |
03:35 | હવે ફાઈલ સંગ્રહો. |
03:44 | એક્લીપ્સમાં NonStaticTest ક્લાસ અંદર ચાલો ક્લાસ A નો ઓબ્જેક્ટ બનાવીએ. |
03:53 | તો ટાઇપ કરો, A સ્પેસ a1 ઇકવલ ટુ new સ્પેસ A ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ. |
04:08 | આગામી લાઇનમાં આપણે ક્લાસ A માટે વધુ એક ઓબ્જેક્ટ બનાવીશું. |
04:12 | તો ટાઇપ કરો, A સ્પેસ a2 ઇકવલ ટુ new સ્પેસ A ખૂલેલ અને બંધ કૌસ, અર્ધવિરામ. |
04:25 | હવે ફાઈલ સંગ્રહ અને રન કરો. તો Ctrl &S' અને Ctrl &F11 કીઝ ડબાઓ. |
04:32 | આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. |
04:35 | આપણે જોઈ શકીએ છીએ જયારે પ્રથમ ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે, નોન સ્ટેટિક બ્લોક એક્ઝીક્યુટ થાય છે. |
04:45 | ક્લાસ A ના ઇન્સટન્સ ના નોન સ્ટેટિક બ્લોક અને ઇન્સટન્સ વેરિયેબલ A 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે. |
04:53 | માત્ર તે પછીકન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થશે. A ટાઇપ સાથે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. |
05:02 | અને અહીં ઇન્સટન્સ વેરિયેબલ ફરીથી 0 થી ઈનીશ્યલાઈઝ થાય છે. |
05:07 | પછી ફરીથી જયારે બીજો ઓબ્જેક્ટ બને છે, ત્યારે નોન સ્ટેટિક બ્લોક એક્ઝીક્યુટ થાય છે. |
05:16 | આ પ્રક્રિયા પુનરાવર્તન થાય છે. |
05:20 | એક ક્લાસમાં બહુવિધ નોન સ્ટેટિક બ્લોકસ હોય શકે છે. |
05:25 | આ કિસ્સામાં તેઓ ક્લાસમાં દેખાય છે તે ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે. |
05:30 | આપણે તે હવે પ્રયાસ કરી શકીએ છીએ. |
05:34 | ક્લાસ A માં પ્રથમ બ્લોક પછી એક વધુ બ્લોક ઉમેરો. |
05:43 | તો ફરીથી કર્લી કૌંસ અંદર ટાઇપ કરો. |
05:47 | System dot out dot println કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર Second Non static block of an instance of Class A અર્ધવિરામ. |
06:08 | પછી ટાઇપ કરો, System dot out dot println કૌંસ અને ડબલ અવતરણ ચિહ્ન અંદર The value of a is plus a અર્ધવિરામ. |
06:30 | હવે આ ફાઈલ સંગ્રહ કરો, Ctrl & S key એક સાથે ડબાઓ અને પછી પ્રોગ્રામ રન કરવા માટે Ctrl & F11 કીઝ ડબાઓ. |
06:44 | આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. |
06:48 | આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ બ્લોક એક્ઝીક્યુટ થયા બાદ, બીજો બ્લોક એક્ઝીક્યુટ થાય છે. |
06:58 | તે પછી જ કન્સ્ટ્રક્ટર એક્ઝીક્યુટ થાય છે. |
07:07 | હવે તમને લાગશે કે કન્સ્ટ્રકટર્સ ની જરૂર શા માટે છે. |
07:10 | જવાબ છે કે, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ની આપણને જરૂર નથી. |
07:15 | પરંતુનોન સ્ટેટિક બ્લોક parameterized ન હોઈ શકે. |
07:18 | બહારથી વેલ્યુ લેતા ઓબ્જેક્ટો ન હોય શકે. |
07:22 | તેથી નોન સ્ટેટિક બ્લોક એ કન્સ્ટ્રક્ટર માટે અવેજી નથી. |
07:27 | સારાંશ માટે, |
07:29 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
07:32 | નોન સ્ટેટિક બ્લોક વિષે અને તેને કેવી રીતે વાપરવું, |
07:35 | સ્વયં આકારણી માટે, B નામનો એક ક્લાસ બનાવો. |
07:39 | ટ્યુટોરીયલ માં બતાવ્યા પ્રમાણે નોન સ્ટેટિક બ્લોક અને કન્સ્ટ્રક્ટર બનાવો. |
07:44 | પહેલેથી બનેલ ક્લાસ NonStaticTest અંદર ક્લાસ B નો ઓબ્જેક્ટ બનાવો. |
07:49 | આઉટપુટ જુઓ. |
07:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
07:53 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
07:56 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:00 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
08:06 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:08 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:12 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:18 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:22 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:28 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:37 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:40 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |