Blender/C2/Types-of-Windows-File-Browser-Info-Panel/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:30, 10 July 2014 by PoojaMoolya (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં ફાઇલ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ વિશે છે.
00:24 આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે ફાઇલ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ અને બંનેમાં ઉપલબ્ધ વિવિધ વિકલ્પો વિષે જાણીશું.
00:40 હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે.
00:45 જો ન હોય તો અમારા અગાઉના ટ્યુટોરીયલ - બ્લેન્ડર ઈન્ટરફેસ પર મૂળભૂત વર્ણન (Basic Description of the Blender Interface) નો સંદર્ભ લો.
00:55 3D વ્યુના તળિયે ડાબે ખૂણે editor type મેનુ ઉપર જાઓ.
01:02 મેનુ ખોલવા માટે ડાબું ક્લિક કરો. આ બ્લેન્ડરમાં ઉપલબ્ધ વિવિધ Windows ના પ્રકારોની યાદી ધરાવે છે.
01:14 File Browser પર ડાબું ક્લિક કરો.
01:18 આ File browser છે.
01:21 અહીં આપણે આપણી સિસ્ટમ પર સંગ્રાહેલી બધી બ્લેન્ડર ફાઇલો શોધી શકીએ છીએ.
01:29 આ ચાર એરો બટનો આપણી ડિરેક્ટરી અંદર જવા માટે મદદ કરે છે.
01:37 ‘Back arrow’ આપણને અગાઉના ફોલ્ડરમાં લઈ જશે.
01:41 કીબોર્ડ શૉર્ટકટ માટે, back space કી દબાવો.
01:48 ‘Forward arrow’ આપણને આગળના ફોલ્ડરમાં લઈ જશે.
01:52 કીબોર્ડ શૉર્ટકટ માટે, shift અને back space કી દબાવો.
01:59 ‘Up arrow’ બટન આપણને પેરેન્ટ ડિરેક્ટરીમાં લઈ જશે.
02:05 કીબોર્ડ શૉર્ટકટ માટે, P કી દબાવો.
02:10 'Refresh' બટન તમારી વર્તમાન ડિરેક્ટરીમાં આવેલ ફાઈલ યાદીને રીફ્રેશ કરે છે.
02:19 'Create new directory' તમારી વર્તમાન ડિરેક્ટરી અંદર એક નવી ડિરેક્ટરી અથવા ફોલ્ડર બનાવશે.
02:29 આ બટનો તમને અનુક્રમે તમારી ફાઇલો અથવા ફોલ્ડર્સ વ્યવસ્થિત કરવા માટે મદદ કરશે.
02:38 Filter બટન તમારી ડિરેક્ટરી અંદર ફાઇલો ફિલ્ટરિંગ કરવા માટે સક્રિય કરશે.
02:46 ફિલ્ટર ટેબ આગળ આવેલ એક્ટીવ આઇકોન જ ડિરેક્ટરી અંદર દૃશ્યમાન થશે.
02:57 તો આ બ્લેન્ડર માં 'File browser’ વિન્ડો વિશે હતું.
03:03 3D વ્યુના ટોચે ડાબે ખૂણે editor type મેનુ ઉપર જાઓ.
03:10 મેનુ ખોલવા માટે ડાબું ક્લિક કરો.
03:15 3D view ઉપર ડાબું ક્લિક કરો.
03:19 આપણે મૂળભૂત બ્લેન્ડર વર્કસ્પેસ પર પાછા આવ્યા છીએ.
03:24 હવે ચાલો 'info' પેનલ જોઈએ.
03:30 બ્લેન્ડર ઈન્ટરફેસમાં સૌથી ટોચની પેનલ 'info' પેનલ છે - મુખ્ય મેનુ પેનલ.
03:40 ‘file’ પર ડાબું ક્લિક કરો.
03:42 અહીં આપણી પાસે open a new અથવા existing file, save file, user preferences window, અને import અને export વિકલ્પો છે.
03:58 open ઉપર ડાબું ક્લિક કરો.
04:02 આ, ફાઇલ બ્રાઉઝર સમાન બ્રાઉઝર ખોલશે.
04:07 તમે અહીં પહેલાથી જ તમારી સિસ્ટમ પર સંગ્રેહેલી બ્લેન્ડર ફાઈલ ખોલી શકો છો.
04:14 ફાઇલ ખોલવા પહેલાં ‘load UI’ સક્રિય કરવું, તમને User Interface અથવા UI સાથે બ્લેડર ફાઈલ ખોલવામાં મદદ કરશે. જે તમે આ માટે સંગહ કરી હતી.
04:26 ખુલેલી ફાઈલ વિન્ડો બંધ કરવા માટે Back to Previous પર ડાબું ક્લિક કરો.
04:35 Add માં વિવિધ ઓબ્જેક્ટોની રિપોઝીટરી આવેલ છે જે તમે તમારા દ્રશ્યમાં ઉમેરી શકો છો.
04:42 Add ઉપર ડાબું ક્લિક કરો.
04:46 અહીં ઓબ્જેક્ટ રિપોઝીટરી છે.
04:50 આ મેનુની મદદથી આપણે 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો ઉમેરી શકીએ છીએ.
04:56 કીબોર્ડ શૉર્ટકટ માટે, Shift અને A ડબાઓ.
05:04 હવે, 3D વ્યુમાં એક પ્લેન ઉમેરીએ.
05:09 3D કર્સરને ખસેડવા માટે સ્ક્રીન પર ગમે ત્યાં ડાબું ક્લિક કરો.
05:15 હું આ સ્થાન પસંદ કરું છું.
05:20 ADD મેનૂ લાવવા કરવા માટે Shift અને A ડબાઓ.
05:25 Mesh. plane ઉપર ડાબું ક્લિક કરો.
05:30 3D કર્સરના સ્થાન પર 3D વ્યુમાં એક નવું પ્લેન ઉમેરવામાં આવ્યું છે.
05:37 3D કર્સર વિશે સમજવા માટે, નેવિગેશન - 3D કર્સર પરનું ટ્યુટોરીયલ જુઓ.
05:46 એ જ રીતે, તમે 3D વ્યુમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો.
05:53 હવે ઇન્ફો પેનલ પર પાછા જઈએ.
05:56 રેન્ડર મેનુ ખોલવા માટે Render પર ડાબું ક્લિક કરો
06:00 રેન્ડર ઈમેજ અથવા વિડિઓ રેન્ડર વિકલ્પો ધરાવે છે જેવા કે render image, render animation, show or hide render view વગેરે.
06:14 રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખીશું.
06:19 ઇન્ફો પેનલમાં Help ની આગામી આવેલ ચોરસ આઇકોન પર જાઓ.
06:26 તે Choose Screen layout છે.
06:31 આ મૂળભૂત બ્લેન્ડર ઇન્ટરફેસ દર્શાવે છે જે ઉપર આપણે કામ કરી રહ્યા છીએ.
06:37 Choose Screen Layout ઉપર ડાબું ક્લિક કરો.
06:41 આ યાદી વિવિધ લેઆઉટ વિકલ્પો આપે છે.
06:48 Animation, Compositing, Game logic, Video editing.
06:55 તમારી જરૂરીયાતો પર આધાર રાખી તમે કોઇ એક પસંદ કરી શકો છો.
07:04 Choose Screen Layout થી બહાર નીકળવા માટે તમારી બ્લેન્ડર સ્ક્રીન પર ગમે ત્યાં ડાબું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc કી દબાવો.
07:15 Scene વર્તમાન દ્રશ્ય બતાવે છે જે ઉપર આપણે કામ કરી રહ્યા છીએ.
07:22 તો આ info પેનલ વિષે હતું.
07:25 હવે બ્લેન્ડર માં ફાઇલ બ્રાઉઝર નો ઉપયોગ કરી તમારા સિસ્ટમ પર નવી ડિરેક્ટરી બનાવવાનો પ્રયાસ કરો.
07:32 પછી, screen layout ને default માંથી Animation માં બદલો.
07:39 અને અહીં ફાઇલ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:47 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:55 આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,
08:00 oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
08:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
08:16 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08:20 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08:25 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:32 જોડાવા બદ્દલ આભાર.
08:33 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya, Pratik kamble, Ranjana