Blender/C2/Types-of-Windows-File-Browser-Info-Panel/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં ફાઇલ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ વિશે છે. |
00:24 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે ફાઇલ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ અને બંનેમાં ઉપલબ્ધ વિવિધ વિકલ્પો વિષે જાણીશું. |
00:40 | હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે. |
00:45 | જો ન હોય તો અમારા અગાઉના ટ્યુટોરીયલ - બ્લેન્ડર ઈન્ટરફેસ પર મૂળભૂત વર્ણન (Basic Description of the Blender Interface) નો સંદર્ભ લો. |
00:55 | 3D વ્યુના તળિયે ડાબે ખૂણે editor type મેનુ ઉપર જાઓ. |
01:02 | મેનુ ખોલવા માટે ડાબું ક્લિક કરો. આ બ્લેન્ડરમાં ઉપલબ્ધ વિવિધ Windows ના પ્રકારોની યાદી ધરાવે છે. |
01:14 | File Browser પર ડાબું ક્લિક કરો. |
01:18 | આ File browser છે. |
01:21 | અહીં આપણે આપણી સિસ્ટમ પર સંગ્રાહેલી બધી બ્લેન્ડર ફાઇલો શોધી શકીએ છીએ. |
01:29 | આ ચાર એરો બટનો આપણી ડિરેક્ટરી અંદર જવા માટે મદદ કરે છે. |
01:37 | ‘Back arrow’ આપણને અગાઉના ફોલ્ડરમાં લઈ જશે. |
01:41 | કીબોર્ડ શૉર્ટકટ માટે, back space કી દબાવો. |
01:48 | ‘Forward arrow’ આપણને આગળના ફોલ્ડરમાં લઈ જશે. |
01:52 | કીબોર્ડ શૉર્ટકટ માટે, shift અને back space કી દબાવો. |
01:59 | ‘Up arrow’ બટન આપણને પેરેન્ટ ડિરેક્ટરીમાં લઈ જશે. |
02:05 | કીબોર્ડ શૉર્ટકટ માટે, P કી દબાવો. |
02:10 | 'Refresh' બટન તમારી વર્તમાન ડિરેક્ટરીમાં આવેલ ફાઈલ યાદીને રીફ્રેશ કરે છે. |
02:19 | 'Create new directory' તમારી વર્તમાન ડિરેક્ટરી અંદર એક નવી ડિરેક્ટરી અથવા ફોલ્ડર બનાવશે. |
02:29 | આ બટનો તમને અનુક્રમે તમારી ફાઇલો અથવા ફોલ્ડર્સ વ્યવસ્થિત કરવા માટે મદદ કરશે. |
02:38 | Filter બટન તમારી ડિરેક્ટરી અંદર ફાઇલો ફિલ્ટરિંગ કરવા માટે સક્રિય કરશે. |
02:46 | ફિલ્ટર ટેબ આગળ આવેલ એક્ટીવ આઇકોન જ ડિરેક્ટરી અંદર દૃશ્યમાન થશે. |
02:57 | તો આ બ્લેન્ડર માં 'File browser’ વિન્ડો વિશે હતું. |
03:03 | 3D વ્યુના ટોચે ડાબે ખૂણે editor type મેનુ ઉપર જાઓ. |
03:10 | મેનુ ખોલવા માટે ડાબું ક્લિક કરો. |
03:15 | 3D view ઉપર ડાબું ક્લિક કરો. |
03:19 | આપણે મૂળભૂત બ્લેન્ડર વર્કસ્પેસ પર પાછા આવ્યા છીએ. |
03:24 | હવે ચાલો 'info' પેનલ જોઈએ. |
03:30 | બ્લેન્ડર ઈન્ટરફેસમાં સૌથી ટોચની પેનલ 'info' પેનલ છે - મુખ્ય મેનુ પેનલ. |
03:40 | ‘file’ પર ડાબું ક્લિક કરો. |
03:42 | અહીં આપણી પાસે open a new અથવા existing file, save file, user preferences window, અને import અને export વિકલ્પો છે. |
03:58 | open ઉપર ડાબું ક્લિક કરો. |
04:02 | આ, ફાઇલ બ્રાઉઝર સમાન બ્રાઉઝર ખોલશે. |
04:07 | તમે અહીં પહેલાથી જ તમારી સિસ્ટમ પર સંગ્રેહેલી બ્લેન્ડર ફાઈલ ખોલી શકો છો. |
04:14 | ફાઇલ ખોલવા પહેલાં ‘load UI’ સક્રિય કરવું, તમને User Interface અથવા UI સાથે બ્લેડર ફાઈલ ખોલવામાં મદદ કરશે. જે તમે આ માટે સંગહ કરી હતી. |
04:26 | ખુલેલી ફાઈલ વિન્ડો બંધ કરવા માટે Back to Previous પર ડાબું ક્લિક કરો. |
04:35 | Add માં વિવિધ ઓબ્જેક્ટોની રિપોઝીટરી આવેલ છે જે તમે તમારા દ્રશ્યમાં ઉમેરી શકો છો. |
04:42 | Add ઉપર ડાબું ક્લિક કરો. |
04:46 | અહીં ઓબ્જેક્ટ રિપોઝીટરી છે. |
04:50 | આ મેનુની મદદથી આપણે 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો ઉમેરી શકીએ છીએ. |
04:56 | કીબોર્ડ શૉર્ટકટ માટે, Shift અને A ડબાઓ. |
05:04 | હવે, 3D વ્યુમાં એક પ્લેન ઉમેરીએ. |
05:09 | 3D કર્સરને ખસેડવા માટે સ્ક્રીન પર ગમે ત્યાં ડાબું ક્લિક કરો. |
05:15 | હું આ સ્થાન પસંદ કરું છું. |
05:20 | ADD મેનૂ લાવવા કરવા માટે Shift અને A ડબાઓ. |
05:25 | Mesh. plane ઉપર ડાબું ક્લિક કરો. |
05:30 | 3D કર્સરના સ્થાન પર 3D વ્યુમાં એક નવું પ્લેન ઉમેરવામાં આવ્યું છે. |
05:37 | 3D કર્સર વિશે સમજવા માટે, નેવિગેશન - 3D કર્સર પરનું ટ્યુટોરીયલ જુઓ. |
05:46 | એ જ રીતે, તમે 3D વ્યુમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો. |
05:53 | હવે ઇન્ફો પેનલ પર પાછા જઈએ. |
05:56 | રેન્ડર મેનુ ખોલવા માટે Render પર ડાબું ક્લિક કરો |
06:00 | રેન્ડર ઈમેજ અથવા વિડિઓ રેન્ડર વિકલ્પો ધરાવે છે જેવા કે render image, render animation, show or hide render view વગેરે. |
06:14 | રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખીશું. |
06:19 | ઇન્ફો પેનલમાં Help ની આગામી આવેલ ચોરસ આઇકોન પર જાઓ. |
06:26 | તે Choose Screen layout છે. |
06:31 | આ મૂળભૂત બ્લેન્ડર ઇન્ટરફેસ દર્શાવે છે જે ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. |
06:37 | Choose Screen Layout ઉપર ડાબું ક્લિક કરો. |
06:41 | આ યાદી વિવિધ લેઆઉટ વિકલ્પો આપે છે. |
06:48 | Animation, Compositing, Game logic, Video editing. |
06:55 | તમારી જરૂરીયાતો પર આધાર રાખી તમે કોઇ એક પસંદ કરી શકો છો. |
07:04 | Choose Screen Layout થી બહાર નીકળવા માટે તમારી બ્લેન્ડર સ્ક્રીન પર ગમે ત્યાં ડાબું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc કી દબાવો. |
07:15 | Scene વર્તમાન દ્રશ્ય બતાવે છે જે ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. |
07:22 | તો આ info પેનલ વિષે હતું. |
07:25 | હવે બ્લેન્ડર માં ફાઇલ બ્રાઉઝર નો ઉપયોગ કરી તમારા સિસ્ટમ પર નવી ડિરેક્ટરી બનાવવાનો પ્રયાસ કરો. |
07:32 | પછી, screen layout ને default માંથી Animation માં બદલો. |
07:39 | અને અહીં ફાઇલ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:47 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07:55 | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, |
08:00 | oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
08:14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
08:16 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:20 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:25 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:32 | જોડાવા બદ્દલ આભાર. |
08:33 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |