Spoken-Tutorial-Technology/C2/Editing-a-spoken-tutorial-using-Movie-Maker/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
00:04 | નમસ્તે મિત્રો. 'CDEEP, IIT Bombay તરફથી, હું આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત કરું છું. |
00:11 | આ ટ્યુટોરીયલ તમને વિન્ડોવ્ઝ મુવી મેકરનાં ઉપયોગ વડે વિડીયોને કેવી રીતે સુધારિત કરવું એના પર બેસિક્સ સમજાવશે. |
00:19 | વિન્ડોવ્ઝ મુવી મેકર, માઈક્રોસોફ્ટ વિન્ડોવ્ઝનું એક કમ્પોનંટ, એક એડીટીંગ સોફ્ટવેર છે જે કે તમામ નવીન વિન્ડોવ્ઝની આવૃત્તિ માટે ઉપલબ્ધ છે - Me, XP અથવા Vista |
00:31 | જો તમારા PC પર તે ન હોય તો, તમે તેને આપેલ સાઈટથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો www.microsoft.com/downloads. |
00:42 | મુવી ક્લીપની ધ્વનીને સાંભળવા માટે તમને હેડસેટ કે સ્પીકરોની જરૂર પડશે. |
00:47 | પ્રોગ્રામને ચલાવવા માટે વિન્ડોવ્ઝ મુવી મેકરનાં આઇકોન પર બમણું-ક્લિક કરો. |
00:52 | આનાથી તમારી સ્ક્રીન પર એક ખાલી મુવી પ્રોજેક્ટ ખુલશે. |
00:57 | જમણી બાજુએ ટોંચે તમને મુખ્ય મેનુ દેખાશે. |
01:00 | તે ઘણા બધા વિકલ્પો ધરાવે છે જેને આપણે આગળ જતી વખતે વિગતવાર જોઈશું. |
01:05 | સ્ક્રીન પર, તમને ડાબી બાજુએ મુવી ટાસ્ક પેનલ દેખાશે, મધ્યમાં કલેક્શન પેનલ અને જમણી બાજુએ ડિસ્પ્લે પેનલ. |
01:17 | વિન્ડોવ્ઝ મુવી મેકરને વાપરવાનો જો આ તમારો પહેલો વારો છે તો, કલેક્શન પેનલ ખાલી રહેશે. |
01:23 | પ્રોજેક્ટ માટે જોઈતી તમામ વિડીયો ક્લીપો, ઓડીયો નેરેશનો અને સંગીત ફાઈલોને, જ્યારે ઈમ્પોર્ટ કરાવાય છે, ત્યારે તે કલેક્શન પેનલમાં દેખાય છે. |
01:32 | જો તમે પ્રોગ્રામને પહેલા વાપર્યું હોય તો, પહેલા ઈમ્પોર્ટ કરેલી વિડીયો અને ઓડીયો ક્લીપો તમારા કલેક્શન પેનલમાં દૃશ્યમાન થશે. |
01:42 | CRTL+A દાબીને કલેક્શન પેનલમાની તમામ ક્લીપોને પસંદ કરો. કોઈપણ એક ક્લીપ પણ જમણું-ક્લિક કરો અને Delete વિકલ્પ પસંદ કરો. |
01:52 | હવે જ્યારે કે તમારી સ્ક્રીન પર એક ખાલી મુવી પ્રોજેક્ટ છે તો, તમે વિન્ડોવ્ઝ મુવી મેકરમાં જોઈતી ફાઈલોને ઈમ્પોર્ટ કરી શકો છો. |
01:59 | મુવી ટાસ્ક પેનલ વિવિધ વિકલ્પો ધરાવે છે - મુખ્યત્વે Capture Video, Edit Movie અને Finish Movie. |
02:09 | અહીં Movie Making Tips કહેવાતું બીજું એક વિકલ્પ પણ છે. Capture Video અંતર્ગત, તમને Import Video વિકલ્પ દેખાશે. |
02:19 | તેના પર ક્લિક કરો. પરસ્પર રીતે, તમે મુખ્ય મેનુમાં File પર ક્લિક કરીને Import into Collections ઉપ-વિકલ્પને પસંદ કરી શકો છો. |
02:30 | બંને પસંદગીથી Import File ડાયલોગ બોક્સ ખુલશે. એડીટ કરવા માટે જોઈતા વિડીયોને તમે અહીં પાથ અને ફાઈલનામ દર્શાવીને પસંદ કરી શકો છો. |
02:39 | હું આ વિડીયો પસંદ કરીશ અને Import બટન પર ક્લિક કરીશ. પસંદ કરેલ વિડીયો કલેક્શન પેનલમાં ઈમ્પોર્ટ થાય છે. |
02:53 | જો વિડીયો માપમાં વધુ મોટો હોય તો, વિન્ડોવ્ઝ મુવી મેકર આપમેળે તેને નાના ક્લીપોમાં વિભાજીત કરશે. |
02:58 | CTRL+A દાબીને તે તમામને પસંદ કરો. હવે કોઈપણ એક ક્લીપ પર જમણું-ક્લિક કરો અને Add to Timeline સબ-વિકલ્પ પસંદ કરો. |
03:12 | ક્લીપો એ રીતે અહીં ટાઈમલાઈન પર ઉમેરાશે જેમ તે કલેક્શન પેનલમાં દેખાય છે. |
03:17 | જો તમે ઈચ્છો તો, તમે ક્લીપોને એક એક કરીને પણ ટાઈમલાઈન પર ઉમેરી શકો છો, ક્લીપ ડ્રેગ કરી તેને ટાઈમલાઈન પર ડ્રોપ કરીને, ચાલો હું આને પાછું મુકું. |
03:30 | વિસ્ટા વપરાશકર્તા ખાસ કરીને આ વાતનો ખ્યાલ રાખો કે વિન્ડોવ્ઝ વિસ્ટામાં ચાલતું વિન્ડોવ્ઝ મુવી મેકર વિડીયોને નાના ક્લીપોમાં વિભાજીત નહી કરશે. |
03:39 | તે કલેક્શન પેનલમાં એકલ ક્લીપ તરીકે દેખાશે. તો ફરીથી, વિડીયો ક્લીપ પર જમણું-ક્લિક કરો અને Add to Timeline વિકલ્પ પસંદ કરો. |
03:49 | આ સમગ્ર વિડીયોને ટાઈમલાઈન પર એકલ ક્લીપમાં ઉમેરશે. |
03:54 | ટાઈમલાઈનની ઉપર આવેલ નાના ભૂરા લંબચોરસની નોંધ લો. આને ફ્રેમ-હેડ કહેવાય છે. |
04:00 | તે ટાઈમલાઈન પર વિડીયોની વર્તમાન સ્થિતિને દર્શાવે છે. મૂળભૂત રીતે, તે ટાઈમલાઈનની શરૂઆતમાં હોય છે. |
04:09 | પહેલા ક્લીપ પર ક્લિક કરો. પહેલી ફ્રેમ અથવા કે વિડીયોની શરૂઆત હવે અહીં ડિસ્પ્લે પેનલમાં દેખાશે. |
04:19 | જ્યારે વિડીયો પ્લે થતો હોય છે ત્યારે, તે ડિસ્પ્લે પેનલમાં દેખાશે. ડિસ્પ્લે પેનલની નીચેની બાજુએ તમને VCR નિયંત્રણોની જાણ થશે. |
04:30 | એ પહેલા કે તેમને હું સમજાવું, ચાલો હું ફ્રેમ હેડને અહીં ખસેડું. |
04:38 | પ્રથમ બટન પ્લે અથવા પોઝ માટે છે. જ્યારે પ્લે મોડમાં હોઈએ ત્યારે, ફ્રેમ હેડ આગળ ખસે છે. |
04:46 | જ્યારે પોઝ મોડમાં હોઈએ ત્યારે, ફ્રેમ હેડ એની એજ જગ્યાએ રહે છે. |
04:51 | બીજું બટન પ્લેબેક રોકવા હેતુ છે. |
04:55 | જ્યારે ક્લિક થાય છે ત્યારે પ્લેબેક બંધ થશે પરંતુ ફ્રેમ હેડ ટાઈમલાઈનની શરૂઆતમાં જતું રહેશે. |
05:03 | ચાલો હું ફ્રેમ હેડને અહીં ખસેડું. ત્રીજું બટન એકી સમયે એક ક્લીપને રીવાઇન્ડ કરવા માટે છે. |
05:15 | ફ્રેમ હેડ એકી સમયે એક ક્લીપ પાછળ ખસે છે તેની નોંધ લો. |
05:21 | છઠ્ઠું બટન એકી સમયે એક ક્લીપને ફાસ્ટ ફોરવર્ડ કરવા માટે છે |
05:25 | ફ્રેમ હેડ એકી સમયે એક ક્લીપ આગળ ખસે છે તેની નોંધ લો. |
05:32 | ચોથું અને પાંચમુ બટન એકી સમયે એક ફ્રેમને રીવાઇન્ડ અને ફાસ્ટ ફોરવર્ડ કરવા હેતુ છે. |
05:40 | ફ્રેમ હેડ એકી સમયે એક ફ્રેમ ખસી રહ્યું છે તેની નોંધ લો. |
05:49 | હવે અહીં આવેલ આ બટનને Split બટન કહેવાય છે. તે ક્લીપને વર્તમાન સ્થાને બે ક્લીપોમાં વિભાજીત કરે છે - વિડીયો અને ઓડીયો ક્લીપ બંને. |
06:01 | ચાલો હું આને ડેમોનસ્ટ્રેટ કરું. હું ફ્રેમ-હેડને અહીં ખસેડીશ અને Split બટન પર ક્લિક કરીશ. |
06:08 | ક્લીપ હવે વર્તમાન સ્થાને 2 ક્લીપોમાં વિભાજીત થઇ ગયું છે તેની નોંધ લો. આ એક શક્તિશાળી એડીટીંગ ટૂલ છે. |
06:18 | હવે, ચાલો હું વર્તમાન ટાઈમલાઈનની લેઆઉટ સમજાવું. |
06:22 | ટાઈમલાઈન મુખ્યત્વે ત્રણ વર્ગોમાં વહેંચાયેલી છે - Video, Audio/Music અને Title Overlay. વિડીયો આગળ આવેલ પ્લસ-બટન પર ક્લિક કરો. |
06:35 | આ વિડીયો ટાઈમલાઈનને વિસ્તૃત કરશે અને તેમાં આવેલ ઓડીયો ટાઈમલાઈન દૃશ્યમાન થશે. ડબિંગ હેતુસર આ ઉપયોગી છે. |
06:44 | ડબિંગ વિશે મેં પહેલાથી જ બીજા અન્ય ટ્યુટોરીયલમાં સમજાવ્યું છે. તમે કદાચિત તે જોવા ઈચ્છી શકો. |
06:51 | હું અત્યારે વિડીયો ટાઈમલાઈનને વિડીયો આગળ આવેલ માઈનસ બટન દાબીને બંધ કરી દઉં છું. |
06:58 | અહીં ટાઈમલાઈનની ઉપર ઘણા આઇકોનો આવ્યા છે જે એડીટીંગ દરમ્યાન ઉપયોગમાં આવી શકે છે. |
07:06 | ઝૂમ ઇન બટન વિડીયો ટાઈમલાઈનને ખેંચે છે જેથી કરીને વિડીયોની દરેક ફ્રેમને એડીટ કરી શકાવાય. |
07:15 | ઝૂમ આઉટ બટન વિડીયો ટાઈમલાઈનને ભાંગે છે જેથી કરીને તમે સંપૂર્ણ વિડીયોને ટાઈમલાઈન પર જોઈ શકો. |
07:24 | આ બટન રીવાઇન્ડ ટાઈમલાઈન બટન છે. |
07:26 | જ્યારેપણ તમે તે દબાવો છો ત્યારે, ફ્રેમ હેડ તમારા વિડીયોની શરૂઆતમાં ખસશે. |
07:32 | આ પ્લે ટાઈમલાઈન બટન છે. તેના પર ક્લિક કરવાથી વિડીયો ડિસ્પ્લે પેનલમાં પ્લે થશે. |
07:40 | આ પ્લે બટન બરાબર VCR નિયંત્રણ પ્લે બટનની જેમ વર્તન કરે છે. |
07:46 | વિન્ડોવ્ઝ મુવી મેકરનાં વિવિધ લક્ષણો પર વધુ માહિતી માટે, મુવી ટાસ્ક પેનલ પર આવેલ Moving Making Tip વિકલ્પનું અન્વેષણ કરી શકાવાય છે. |
07:57 | હવે જો કે મેં વિન્ડોવ્ઝ મુવી મેકર સ્ક્રીનની મૂળભૂત લેઆઉટ સમજાવી દીધી છે તો, ચાલો ટાઈમલાઈન પર પાછા આવીએ અને વિડીયોમાંથી ભાગો કેવી રીતે ઉમેરવા કે રદ્દ કરવા તે શીખીએ. |
08:09 | હું અહીં ઝૂમ ઇન કરીશ. જેમ તમે વિડીયો ઈમ્પોર્ટ કરી લો તેમ, તેને શરૂઆતથી લઈને અંત સુધી પ્લે કરો અને તમે જે ભાગોને એડિટ કરવા ઈચ્છો છો તેની નોંધ બનાવો. |
08:25 | હું અહીંથી વિડીયોની અમુક સેકેંડો રદ્દ કરવા ઈચ્છું છું. |
08:30 | તેથી હું ફ્રેમ હેડને અહીં ખસેડીશ અને ક્લીપ પ્લે કરીશ. |
08:36 | હું પ્લેબેકને અહીં અટકાવીશ કારણ કે આ એ ભાગની શરૂઆત છે જે હું રદ્દ કરવા ઈચ્છું છું. |
08:42 | હવે હું Split બટન પર ક્લિક કરીશ. |
08:46 | નોંધ લો કે ક્લીપ હવે આ સ્થાને વિભાજીત થાય છે. |
08:50 | હું પ્લેબેકને રેઝ્યુમ કરીશ અને ફરીથી એ ભાગનાં અંતમાં પોઝ કરીશ જે હું રદ્દ કરવા ઈચ્છું છું. |
08:57 | Split બટન પર ફરીથી ક્લિક કરો. નોંધ લો કે ક્લીપ ફરીથી આ સ્થાને વિભાજીત થાય છે. |
09:04 | હું ફક્ત તેને પાછું ખસેડીશ જેથી કરીને તમે તે જોઈ શકો. હવે હું ક્લીપને તેનાં પર ક્લિક કરીને પસંદ કરીશ અને કીબોર્ડ પર Delete દબાવીશ. |
09:15 | નોંધ લો કે આગલું ક્લીપ આગળની તરફ ખસે છે અને પહેલાનાં ક્લીપનાં અંતમાં જોડાણ થાય છે. |
09:22 | મુવી મેકર આ પોતેથી કરે છે જેથી કરીને વિડીયોમાં સાતત્ય રહે. |
09:27 | હમેશા યાદ રાખો કે જ્યારે પણ તમે ક્લીપનાં ભાગને રદ્દ કરો છો ત્યારે વિડીયો અને ઓડિયો આમ બંને રદ્દ થાય છે. |
09:35 | આ રીતે, કોઈપણ વિડીયોમાંથી ભાગો રદ્દ કરી શકે છે. |
09:39 | હવે હું ડેમોનસ્ટ્રેટ કરીશ કે વર્તમાન વિડીયોમાં વધારાનાં ક્લીપને કેવી રીતે ઉમેરવું. |
09:44 | મારી પાસે એક નાનું ક્લીપ છે જેને હું મારા વિડીયોમાં સમાવિષ્ટ કરવા ઈચ્છું છું. |
09:49 | તો, હું તેને Import Video પર ક્લિક કરીને કલેક્શન પેનલમાં ઈમ્પોર્ટ કરીશ. |
09:55 | આ એ ફાઈલ છે જેને હું ઈમ્પોર્ટ કરવા માંગું છું તો હું તેને પસંદ કરીશ અને Import બટન પર ક્લિક કરીશ. |
10:03 | ક્લીપ હવે કલેક્શન પેનલમાં ઈમ્પોર્ટ થઇ રહ્યું છે. |
10:08 | ક્લીપ હવે કલેક્શન પેનલમાં દેખાય છે. |
10:12 | હું ક્લીપ પર ક્લિક કરીને તેને પસંદ કરીશ અને તેને તે સ્થાને ખસેડીશ જ્યાં હું તેને ટાઈમલાઈન પર દર્શાવવા ઈચ્છું છું. |
10:19 | હું માઉસ બટન મુક્ત કરું છું અને મારું ક્લીપ વર્તમાન સ્થાને ઉમેરાય છે. |
10:27 | કૃપા કરી નોંધ લો કે તમે નવા ક્લીપને ટાઈમલાઈન પર બીજા ક્લીપની શરૂઆતમાં કે અંતમાં ઉમેરી શકો છો અને ના કે તેની વચ્ચે. |
10:36 | જો તમે તેને વચ્ચે ઉમેરવા ઈચ્છો છો તો તમને ટાઈમલાઈન પર આવેલ ક્લીપને વિભાજીત કરવું પડશે અને ત્યાં નવું ક્લીપ ઉમેરવું પડશે. |
10:44 | આ પ્રમાણે, કોઈપણ વિડીયોમાં ભાગ ઉમેરી શકે છે. આ પ્રક્રિયાને બે કે તેથી વધુ વિડીયોને ભેગા કરવા માટે ઉપયોગમાં લઇ શકાવાય છે. |
10:52 | બીજી વિશેષતા જે મને ડેમોનસ્ટ્રેટ કરવી ગમશે તે એ છે કે ક્લીપની લંબાઈને અથવા ક્લીપનાં ભાગને કોઈપણ કેવી રીતે વિસ્તારિત કરી શકે છે. |
11:01 | આ વિશેષતા ખાસ કરીને ડબિંગ કરતી વેળાએ ઉપયોગી છે. |
11:04 | કોઈક વાર વિડીયોની મૂળ ભાષામાં કહેલ સમાન વસ્તુને કોઈક જે ભાષામાં ડબિંગ કરે છે તેમાં સમજાવવા વધારે શબ્દોની જરૂર પડી શકે છે. |
11:13 | આવા સમયે, આપણને ઓડિયો સાથે સુમેળ થાય એ માટે વિડીયો ક્લીપનાં સમયને વિસ્તૃત કરવાની જરૂર રહે છે. |
11:21 | ભાગો રદ્દ કરવા વિશે સમજાવેલ રીતનું અનુસરણ કરીને તમને ઈચ્છિત વિસ્તુત માટે જોઈતા વિડીયો ભાગને પસંદ કરો. |
11:29 | હું આને ડેમોનસ્ટ્રેટ કરીશ. હું ફ્રેમ-હેડ અહીં ખસેડીશ - અહીં વિડીયો વિભાજીત કરીશ - પ્લે અને પોઝ - વિડીયો ફરીથી વિભાજીત કરું છું - ક્લીપ કરેલ ભાગને પસંદ કરું છું - જમણું-ક્લિક અને Copy પસંદ કરું છું - ફ્રેમ હેડને એ સ્થાને ખસેડું છું જ્યાં હું તેને પેસ્ટ કરવા માંગું છું - જમણું-ક્લિક અને Paste પસંદ કરું છું. |
11:56 | એકાંતરે, તમે કોપી કરવા માટે CTRL+C અને પેસ્ટ કરવા માટે CTRL+V વાપરી શકો છો. આ રીતે, મેં જોઈતી સેકેન્ડો સુધી ક્લીપને વિસ્તૃત કર્યું છે. |
12:08 | ક્લીપને લાંબા સમયગાળા માટે વિસ્તુત કરી અને ત્યારબાદ એડિટનાં અંતમાં વણજોઈતા ભાગને કાપીને નીકાળવું હમેશા વધુ સારું રહે છે. |
12:18 | સામાન્ય રીતે ભાગને માઉસનાં હલનચલન વિના પસંદ કરો નહીતર પેસ્ટ કરેલ ક્લીપમાં પણ માઉસનાં હલનચલનની પુનરાવૃત્તિ થશે. |
12:27 | આનાથી દર્શક માટે મૂંઝવણ ઉત્પન્ન થઇ શકે છે. |
12:29 | તો, આ એક વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે જ્યારે આપણે વિડીયો વિસ્તૃત કરવા માટે કોપી અને પેસ્ટ કરીએ છીએ. |
12:38 | આ વિન્ડોવ્ઝ મુવી મેકરની સામાન્ય એડીટીંગ વિશેષતાઓને આવરે છે. |
12:43 | તેથી, વિન્ડોવ્ઝ મુવી મેકરની આ વિશેષતાઓનો ઉપયોગ તમારા વિડીયોને એડિટ કરવા માટે કરો. |
12:49 | જેમ કે પહેલા ઉલ્લેખ કરાયું છે, વિડીયોને એક ભાષામાંથી બીજીમાં કેવી રીતે ડબ કરવું તેનાં પર બનાવેલ ટ્યુટોરીયલને તમે જોવા ઈચ્છી શકો છો. |
12:57 | એકવાર જો તમે સામાન્ય એડીટીંગ અને ડબિંગનાં નિપુણ થાવ છો તો, તમે તમારા વિડીયોમાં હળવી વિડીયો અસર અને ટ્રાન્ઝીશન્સ, શીર્ષક કે આભાર સૂચી અને ઓડિયો અથવા સંગીત કેવી રીતે ઉમેરવું એ પરનું હજુ એક ટ્યુટોરીયલ પણ જોઈ શકો છો. |
13:13 | દર્શક અમારી વેબસાઈટ www.spoken-tutorial.org નો પણ સંદર્ભ લઇ શકે છે આ સાઈટ તમામ ઓપરેટીંગ સિસ્ટમો માટે સ્પોકન ટ્યુટોરીયલોનાં બનાવવા, એડીટીંગ, ડબિંગ સંબંધિત તમામ માહિતીઓ ધરાવે છે. |
13:32 | આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી નીવડશે. CDEEP, IIT Bombay તરફથી હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું, આવજો અને જોવાબદ્દલ આભાર. |