Spoken-Tutorial-Technology/C2/Editing-a-spoken-tutorial-using-Movie-Maker/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:04 નમસ્તે મિત્રો. 'CDEEP, IIT Bombay તરફથી, હું આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત કરું છું.
00:11 આ ટ્યુટોરીયલ તમને વિન્ડોવ્ઝ મુવી મેકરનાં ઉપયોગ વડે વિડીયોને કેવી રીતે સુધારિત કરવું એના પર બેસિક્સ સમજાવશે.
00:19 વિન્ડોવ્ઝ મુવી મેકર, માઈક્રોસોફ્ટ વિન્ડોવ્ઝનું એક કમ્પોનંટ, એક એડીટીંગ સોફ્ટવેર છે જે કે તમામ નવીન વિન્ડોવ્ઝની આવૃત્તિ માટે ઉપલબ્ધ છે - Me, XP અથવા Vista
00:31 જો તમારા PC પર તે ન હોય તો, તમે તેને આપેલ સાઈટથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો www.microsoft.com/downloads.
00:42 મુવી ક્લીપની ધ્વનીને સાંભળવા માટે તમને હેડસેટ કે સ્પીકરોની જરૂર પડશે.
00:47 પ્રોગ્રામને ચલાવવા માટે વિન્ડોવ્ઝ મુવી મેકરનાં આઇકોન પર બમણું-ક્લિક કરો.
00:52 આનાથી તમારી સ્ક્રીન પર એક ખાલી મુવી પ્રોજેક્ટ ખુલશે.
00:57 જમણી બાજુએ ટોંચે તમને મુખ્ય મેનુ દેખાશે.
01:00 તે ઘણા બધા વિકલ્પો ધરાવે છે જેને આપણે આગળ જતી વખતે વિગતવાર જોઈશું.
01:05 સ્ક્રીન પર, તમને ડાબી બાજુએ મુવી ટાસ્ક પેનલ દેખાશે, મધ્યમાં કલેક્શન પેનલ અને જમણી બાજુએ ડિસ્પ્લે પેનલ.
01:17 વિન્ડોવ્ઝ મુવી મેકરને વાપરવાનો જો આ તમારો પહેલો વારો છે તો, કલેક્શન પેનલ ખાલી રહેશે.
01:23 પ્રોજેક્ટ માટે જોઈતી તમામ વિડીયો ક્લીપો, ઓડીયો નેરેશનો અને સંગીત ફાઈલોને, જ્યારે ઈમ્પોર્ટ કરાવાય છે, ત્યારે તે કલેક્શન પેનલમાં દેખાય છે.
01:32 જો તમે પ્રોગ્રામને પહેલા વાપર્યું હોય તો, પહેલા ઈમ્પોર્ટ કરેલી વિડીયો અને ઓડીયો ક્લીપો તમારા કલેક્શન પેનલમાં દૃશ્યમાન થશે.
01:42 CRTL+A દાબીને કલેક્શન પેનલમાની તમામ ક્લીપોને પસંદ કરો. કોઈપણ એક ક્લીપ પણ જમણું-ક્લિક કરો અને Delete વિકલ્પ પસંદ કરો.
01:52 હવે જ્યારે કે તમારી સ્ક્રીન પર એક ખાલી મુવી પ્રોજેક્ટ છે તો, તમે વિન્ડોવ્ઝ મુવી મેકરમાં જોઈતી ફાઈલોને ઈમ્પોર્ટ કરી શકો છો.
01:59 મુવી ટાસ્ક પેનલ વિવિધ વિકલ્પો ધરાવે છે - મુખ્યત્વે Capture Video, Edit Movie અને Finish Movie.
02:09 અહીં Movie Making Tips કહેવાતું બીજું એક વિકલ્પ પણ છે. Capture Video અંતર્ગત, તમને Import Video વિકલ્પ દેખાશે.
02:19 તેના પર ક્લિક કરો. પરસ્પર રીતે, તમે મુખ્ય મેનુમાં File પર ક્લિક કરીને Import into Collections ઉપ-વિકલ્પને પસંદ કરી શકો છો.
02:30 બંને પસંદગીથી Import File ડાયલોગ બોક્સ ખુલશે. એડીટ કરવા માટે જોઈતા વિડીયોને તમે અહીં પાથ અને ફાઈલનામ દર્શાવીને પસંદ કરી શકો છો.
02:39 હું આ વિડીયો પસંદ કરીશ અને Import બટન પર ક્લિક કરીશ. પસંદ કરેલ વિડીયો કલેક્શન પેનલમાં ઈમ્પોર્ટ થાય છે.
02:53 જો વિડીયો માપમાં વધુ મોટો હોય તો, વિન્ડોવ્ઝ મુવી મેકર આપમેળે તેને નાના ક્લીપોમાં વિભાજીત કરશે.
02:58 CTRL+A દાબીને તે તમામને પસંદ કરો. હવે કોઈપણ એક ક્લીપ પર જમણું-ક્લિક કરો અને Add to Timeline સબ-વિકલ્પ પસંદ કરો.
03:12 ક્લીપો એ રીતે અહીં ટાઈમલાઈન પર ઉમેરાશે જેમ તે કલેક્શન પેનલમાં દેખાય છે.
03:17 જો તમે ઈચ્છો તો, તમે ક્લીપોને એક એક કરીને પણ ટાઈમલાઈન પર ઉમેરી શકો છો, ક્લીપ ડ્રેગ કરી તેને ટાઈમલાઈન પર ડ્રોપ કરીને, ચાલો હું આને પાછું મુકું.
03:30 વિસ્ટા વપરાશકર્તા ખાસ કરીને આ વાતનો ખ્યાલ રાખો કે વિન્ડોવ્ઝ વિસ્ટામાં ચાલતું વિન્ડોવ્ઝ મુવી મેકર વિડીયોને નાના ક્લીપોમાં વિભાજીત નહી કરશે.
03:39 તે કલેક્શન પેનલમાં એકલ ક્લીપ તરીકે દેખાશે. તો ફરીથી, વિડીયો ક્લીપ પર જમણું-ક્લિક કરો અને Add to Timeline વિકલ્પ પસંદ કરો.
03:49 આ સમગ્ર વિડીયોને ટાઈમલાઈન પર એકલ ક્લીપમાં ઉમેરશે.
03:54 ટાઈમલાઈનની ઉપર આવેલ નાના ભૂરા લંબચોરસની નોંધ લો. આને ફ્રેમ-હેડ કહેવાય છે.
04:00 તે ટાઈમલાઈન પર વિડીયોની વર્તમાન સ્થિતિને દર્શાવે છે. મૂળભૂત રીતે, તે ટાઈમલાઈનની શરૂઆતમાં હોય છે.
04:09 પહેલા ક્લીપ પર ક્લિક કરો. પહેલી ફ્રેમ અથવા કે વિડીયોની શરૂઆત હવે અહીં ડિસ્પ્લે પેનલમાં દેખાશે.
04:19 જ્યારે વિડીયો પ્લે થતો હોય છે ત્યારે, તે ડિસ્પ્લે પેનલમાં દેખાશે. ડિસ્પ્લે પેનલની નીચેની બાજુએ તમને VCR નિયંત્રણોની જાણ થશે.
04:30 એ પહેલા કે તેમને હું સમજાવું, ચાલો હું ફ્રેમ હેડને અહીં ખસેડું.
04:38 પ્રથમ બટન પ્લે અથવા પોઝ માટે છે. જ્યારે પ્લે મોડમાં હોઈએ ત્યારે, ફ્રેમ હેડ આગળ ખસે છે.
04:46 જ્યારે પોઝ મોડમાં હોઈએ ત્યારે, ફ્રેમ હેડ એની એજ જગ્યાએ રહે છે.
04:51 બીજું બટન પ્લેબેક રોકવા હેતુ છે.
04:55 જ્યારે ક્લિક થાય છે ત્યારે પ્લેબેક બંધ થશે પરંતુ ફ્રેમ હેડ ટાઈમલાઈનની શરૂઆતમાં જતું રહેશે.
05:03 ચાલો હું ફ્રેમ હેડને અહીં ખસેડું. ત્રીજું બટન એકી સમયે એક ક્લીપને રીવાઇન્ડ કરવા માટે છે.
05:15 ફ્રેમ હેડ એકી સમયે એક ક્લીપ પાછળ ખસે છે તેની નોંધ લો.
05:21 છઠ્ઠું બટન એકી સમયે એક ક્લીપને ફાસ્ટ ફોરવર્ડ કરવા માટે છે
05:25 ફ્રેમ હેડ એકી સમયે એક ક્લીપ આગળ ખસે છે તેની નોંધ લો.
05:32 ચોથું અને પાંચમુ બટન એકી સમયે એક ફ્રેમને રીવાઇન્ડ અને ફાસ્ટ ફોરવર્ડ કરવા હેતુ છે.
05:40 ફ્રેમ હેડ એકી સમયે એક ફ્રેમ ખસી રહ્યું છે તેની નોંધ લો.
05:49 હવે અહીં આવેલ આ બટનને Split બટન કહેવાય છે. તે ક્લીપને વર્તમાન સ્થાને બે ક્લીપોમાં વિભાજીત કરે છે - વિડીયો અને ઓડીયો ક્લીપ બંને.
06:01 ચાલો હું આને ડેમોનસ્ટ્રેટ કરું. હું ફ્રેમ-હેડને અહીં ખસેડીશ અને Split બટન પર ક્લિક કરીશ.
06:08 ક્લીપ હવે વર્તમાન સ્થાને 2 ક્લીપોમાં વિભાજીત થઇ ગયું છે તેની નોંધ લો. આ એક શક્તિશાળી એડીટીંગ ટૂલ છે.
06:18 હવે, ચાલો હું વર્તમાન ટાઈમલાઈનની લેઆઉટ સમજાવું.
06:22 ટાઈમલાઈન મુખ્યત્વે ત્રણ વર્ગોમાં વહેંચાયેલી છે - Video, Audio/Music અને Title Overlay. વિડીયો આગળ આવેલ પ્લસ-બટન પર ક્લિક કરો.
06:35 આ વિડીયો ટાઈમલાઈનને વિસ્તૃત કરશે અને તેમાં આવેલ ઓડીયો ટાઈમલાઈન દૃશ્યમાન થશે. ડબિંગ હેતુસર આ ઉપયોગી છે.
06:44 ડબિંગ વિશે મેં પહેલાથી જ બીજા અન્ય ટ્યુટોરીયલમાં સમજાવ્યું છે. તમે કદાચિત તે જોવા ઈચ્છી શકો.
06:51 હું અત્યારે વિડીયો ટાઈમલાઈનને વિડીયો આગળ આવેલ માઈનસ બટન દાબીને બંધ કરી દઉં છું.
06:58 અહીં ટાઈમલાઈનની ઉપર ઘણા આઇકોનો આવ્યા છે જે એડીટીંગ દરમ્યાન ઉપયોગમાં આવી શકે છે.
07:06 ઝૂમ ઇન બટન વિડીયો ટાઈમલાઈનને ખેંચે છે જેથી કરીને વિડીયોની દરેક ફ્રેમને એડીટ કરી શકાવાય.
07:15 ઝૂમ આઉટ બટન વિડીયો ટાઈમલાઈનને ભાંગે છે જેથી કરીને તમે સંપૂર્ણ વિડીયોને ટાઈમલાઈન પર જોઈ શકો.
07:24 આ બટન રીવાઇન્ડ ટાઈમલાઈન બટન છે.
07:26 જ્યારેપણ તમે તે દબાવો છો ત્યારે, ફ્રેમ હેડ તમારા વિડીયોની શરૂઆતમાં ખસશે.
07:32 આ પ્લે ટાઈમલાઈન બટન છે. તેના પર ક્લિક કરવાથી વિડીયો ડિસ્પ્લે પેનલમાં પ્લે થશે.
07:40 આ પ્લે બટન બરાબર VCR નિયંત્રણ પ્લે બટનની જેમ વર્તન કરે છે.
07:46 વિન્ડોવ્ઝ મુવી મેકરનાં વિવિધ લક્ષણો પર વધુ માહિતી માટે, મુવી ટાસ્ક પેનલ પર આવેલ Moving Making Tip વિકલ્પનું અન્વેષણ કરી શકાવાય છે.
07:57 હવે જો કે મેં વિન્ડોવ્ઝ મુવી મેકર સ્ક્રીનની મૂળભૂત લેઆઉટ સમજાવી દીધી છે તો, ચાલો ટાઈમલાઈન પર પાછા આવીએ અને વિડીયોમાંથી ભાગો કેવી રીતે ઉમેરવા કે રદ્દ કરવા તે શીખીએ.
08:09 હું અહીં ઝૂમ ઇન કરીશ. જેમ તમે વિડીયો ઈમ્પોર્ટ કરી લો તેમ, તેને શરૂઆતથી લઈને અંત સુધી પ્લે કરો અને તમે જે ભાગોને એડિટ કરવા ઈચ્છો છો તેની નોંધ બનાવો.
08:25 હું અહીંથી વિડીયોની અમુક સેકેંડો રદ્દ કરવા ઈચ્છું છું.
08:30 તેથી હું ફ્રેમ હેડને અહીં ખસેડીશ અને ક્લીપ પ્લે કરીશ.
08:36 હું પ્લેબેકને અહીં અટકાવીશ કારણ કે આ એ ભાગની શરૂઆત છે જે હું રદ્દ કરવા ઈચ્છું છું.
08:42 હવે હું Split બટન પર ક્લિક કરીશ.
08:46 નોંધ લો કે ક્લીપ હવે આ સ્થાને વિભાજીત થાય છે.
08:50 હું પ્લેબેકને રેઝ્યુમ કરીશ અને ફરીથી એ ભાગનાં અંતમાં પોઝ કરીશ જે હું રદ્દ કરવા ઈચ્છું છું.
08:57 Split બટન પર ફરીથી ક્લિક કરો. નોંધ લો કે ક્લીપ ફરીથી આ સ્થાને વિભાજીત થાય છે.
09:04 હું ફક્ત તેને પાછું ખસેડીશ જેથી કરીને તમે તે જોઈ શકો. હવે હું ક્લીપને તેનાં પર ક્લિક કરીને પસંદ કરીશ અને કીબોર્ડ પર Delete દબાવીશ.
09:15 નોંધ લો કે આગલું ક્લીપ આગળની તરફ ખસે છે અને પહેલાનાં ક્લીપનાં અંતમાં જોડાણ થાય છે.
09:22 મુવી મેકર આ પોતેથી કરે છે જેથી કરીને વિડીયોમાં સાતત્ય રહે.
09:27 હમેશા યાદ રાખો કે જ્યારે પણ તમે ક્લીપનાં ભાગને રદ્દ કરો છો ત્યારે વિડીયો અને ઓડિયો આમ બંને રદ્દ થાય છે.
09:35 આ રીતે, કોઈપણ વિડીયોમાંથી ભાગો રદ્દ કરી શકે છે.
09:39 હવે હું ડેમોનસ્ટ્રેટ કરીશ કે વર્તમાન વિડીયોમાં વધારાનાં ક્લીપને કેવી રીતે ઉમેરવું.
09:44 મારી પાસે એક નાનું ક્લીપ છે જેને હું મારા વિડીયોમાં સમાવિષ્ટ કરવા ઈચ્છું છું.
09:49 તો, હું તેને Import Video પર ક્લિક કરીને કલેક્શન પેનલમાં ઈમ્પોર્ટ કરીશ.
09:55 આ એ ફાઈલ છે જેને હું ઈમ્પોર્ટ કરવા માંગું છું તો હું તેને પસંદ કરીશ અને Import બટન પર ક્લિક કરીશ.
10:03 ક્લીપ હવે કલેક્શન પેનલમાં ઈમ્પોર્ટ થઇ રહ્યું છે.
10:08 ક્લીપ હવે કલેક્શન પેનલમાં દેખાય છે.
10:12 હું ક્લીપ પર ક્લિક કરીને તેને પસંદ કરીશ અને તેને તે સ્થાને ખસેડીશ જ્યાં હું તેને ટાઈમલાઈન પર દર્શાવવા ઈચ્છું છું.
10:19 હું માઉસ બટન મુક્ત કરું છું અને મારું ક્લીપ વર્તમાન સ્થાને ઉમેરાય છે.
10:27 કૃપા કરી નોંધ લો કે તમે નવા ક્લીપને ટાઈમલાઈન પર બીજા ક્લીપની શરૂઆતમાં કે અંતમાં ઉમેરી શકો છો અને ના કે તેની વચ્ચે.
10:36 જો તમે તેને વચ્ચે ઉમેરવા ઈચ્છો છો તો તમને ટાઈમલાઈન પર આવેલ ક્લીપને વિભાજીત કરવું પડશે અને ત્યાં નવું ક્લીપ ઉમેરવું પડશે.
10:44 આ પ્રમાણે, કોઈપણ વિડીયોમાં ભાગ ઉમેરી શકે છે. આ પ્રક્રિયાને બે કે તેથી વધુ વિડીયોને ભેગા કરવા માટે ઉપયોગમાં લઇ શકાવાય છે.
10:52 બીજી વિશેષતા જે મને ડેમોનસ્ટ્રેટ કરવી ગમશે તે એ છે કે ક્લીપની લંબાઈને અથવા ક્લીપનાં ભાગને કોઈપણ કેવી રીતે વિસ્તારિત કરી શકે છે.
11:01 આ વિશેષતા ખાસ કરીને ડબિંગ કરતી વેળાએ ઉપયોગી છે.
11:04 કોઈક વાર વિડીયોની મૂળ ભાષામાં કહેલ સમાન વસ્તુને કોઈક જે ભાષામાં ડબિંગ કરે છે તેમાં સમજાવવા વધારે શબ્દોની જરૂર પડી શકે છે.
11:13 આવા સમયે, આપણને ઓડિયો સાથે સુમેળ થાય એ માટે વિડીયો ક્લીપનાં સમયને વિસ્તૃત કરવાની જરૂર રહે છે.
11:21 ભાગો રદ્દ કરવા વિશે સમજાવેલ રીતનું અનુસરણ કરીને તમને ઈચ્છિત વિસ્તુત માટે જોઈતા વિડીયો ભાગને પસંદ કરો.
11:29 હું આને ડેમોનસ્ટ્રેટ કરીશ. હું ફ્રેમ-હેડ અહીં ખસેડીશ - અહીં વિડીયો વિભાજીત કરીશ - પ્લે અને પોઝ - વિડીયો ફરીથી વિભાજીત કરું છું - ક્લીપ કરેલ ભાગને પસંદ કરું છું - જમણું-ક્લિક અને Copy પસંદ કરું છું - ફ્રેમ હેડને એ સ્થાને ખસેડું છું જ્યાં હું તેને પેસ્ટ કરવા માંગું છું - જમણું-ક્લિક અને Paste પસંદ કરું છું.
11:56 એકાંતરે, તમે કોપી કરવા માટે CTRL+C અને પેસ્ટ કરવા માટે CTRL+V વાપરી શકો છો. આ રીતે, મેં જોઈતી સેકેન્ડો સુધી ક્લીપને વિસ્તૃત કર્યું છે.
12:08 ક્લીપને લાંબા સમયગાળા માટે વિસ્તુત કરી અને ત્યારબાદ એડિટનાં અંતમાં વણજોઈતા ભાગને કાપીને નીકાળવું હમેશા વધુ સારું રહે છે.
12:18 સામાન્ય રીતે ભાગને માઉસનાં હલનચલન વિના પસંદ કરો નહીતર પેસ્ટ કરેલ ક્લીપમાં પણ માઉસનાં હલનચલનની પુનરાવૃત્તિ થશે.
12:27 આનાથી દર્શક માટે મૂંઝવણ ઉત્પન્ન થઇ શકે છે.
12:29 તો, આ એક વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે જ્યારે આપણે વિડીયો વિસ્તૃત કરવા માટે કોપી અને પેસ્ટ કરીએ છીએ.
12:38 આ વિન્ડોવ્ઝ મુવી મેકરની સામાન્ય એડીટીંગ વિશેષતાઓને આવરે છે.
12:43 તેથી, વિન્ડોવ્ઝ મુવી મેકરની આ વિશેષતાઓનો ઉપયોગ તમારા વિડીયોને એડિટ કરવા માટે કરો.
12:49 જેમ કે પહેલા ઉલ્લેખ કરાયું છે, વિડીયોને એક ભાષામાંથી બીજીમાં કેવી રીતે ડબ કરવું તેનાં પર બનાવેલ ટ્યુટોરીયલને તમે જોવા ઈચ્છી શકો છો.
12:57 એકવાર જો તમે સામાન્ય એડીટીંગ અને ડબિંગનાં નિપુણ થાવ છો તો, તમે તમારા વિડીયોમાં હળવી વિડીયો અસર અને ટ્રાન્ઝીશન્સ, શીર્ષક કે આભાર સૂચી અને ઓડિયો અથવા સંગીત કેવી રીતે ઉમેરવું એ પરનું હજુ એક ટ્યુટોરીયલ પણ જોઈ શકો છો.
13:13 દર્શક અમારી વેબસાઈટ www.spoken-tutorial.org નો પણ સંદર્ભ લઇ શકે છે આ સાઈટ તમામ ઓપરેટીંગ સિસ્ટમો માટે સ્પોકન ટ્યુટોરીયલોનાં બનાવવા, એડીટીંગ, ડબિંગ સંબંધિત તમામ માહિતીઓ ધરાવે છે.
13:32 આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી નીવડશે. CDEEP, IIT Bombay તરફથી હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું, આવજો અને જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya