PhET/C2/pH-Scale/Gujarati
Time | Narration |
00:01 | ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation નો ઉપયોગ કરીને pH scale પર દર્શાવેલ આ Spoken tutorial માં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે વાપરવું ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation, pH scale. |
00:15 | આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા વિજ્ઞાનમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ. |
00:22 | અહીં હું વાપરી રહ્યી છું-
Ubuntu Linux OS આવૃત્તિ 14.04 Java આવૃત્તિ 1.7.0 Firefox Web Browser આવૃત્તિ 53.02.2. |
00:38 | આ simulation નો ઉપયોગ કરીને, આપણે આપેલ શીખીશું-
૧. આપેલ દ્રાવણ એસિડ છે કે બેઇઝ તે નક્કી કરવું. |
00:49 | ૨. એસિડો અને બેઇઝોને તેમની શક્તિ (તીવ્રતા) અનુસાર ગોઠવવું.
૩. આપેલ pH પર હાઈડ્રોકસાઇડ આયન, હાઇડ્રોનિયમ આયન અને પાણીની સાંદ્રતા નક્કી કરવી. |
01:01 | આ simulation નો ઉપયોગ કરીને, આપણે આપેલ વિશે શીખીશું:
૪. દ્રાવણનું pH ૫. દ્રાવણના pH પર ડાઇલ્યૂશન (મંદન) ની અસરો ૬. Logarithmic અને Linear માપક્રમ. |
01:16 | pH scale એ સંખ્યાત્મક માપક્રમ છે જેનો ઉપયોગ જલીય દ્રાવણની એસીડીટીને (એસિડયુક્ત) અથવા બેઇઝિટીને (બેઇઝયુક્ત) સ્પષ્ટ કરવા માટે થાય છે. |
01:25 | pH એ mol/L માં હાઇડ્રોજન આયન સાંદ્રતાનું માપન છે. |
pH એ હાઇડ્રોજન આયન સાંદ્રતાનું ૧૦ ના આધારનું ઋણ લઘુગુણક છે.
pH = - log[H] | |
01:37 | એસિડિક (એસિડયુક્ત) દ્રાવણ માટે, pH એ 7(< 7) કરતા ઓછું હોય છે. |
01:42 | બેઝિક (બેઇઝયુક્ત) દ્રાવણમાં, pH એ 7 (> 7) કરતા વધારે હોય છે. |
01:47 | તટસ્થ દ્રાવણ માટે, pH એ 7 (= 7) ના બરાબર હોય છે. |
01:52 | simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ લીંકનો ઉપયોગ કરો. |
01:57 | મેં મારા Downloads ફોલ્ડરમાં, પહેલાથી જ pH Scale PhET ડાઉનલોડ કરી દીધું છે. |
02:02 | simulation ને ખોલવા માટે, ph-scale html file પર જમણું-ક્લીક કરો. |
02:08 | Open With Firefox Web Browser વિકલ્પ પસંદ કરો. ફાઈલ બ્રાઉઝરમાં ખુલે છે. |
02:16 | આ pH scale simulation નું interface છે. |
02:20 | ઇન્ટરફેસ ત્રણ સ્ક્રીનો ધરાવે છે-
Macro Micro My solution |
02:27 | ચાલો Macro સ્ક્રીન સાથે આપણું simulation શરુ કરીએ. Macro સ્ક્રીનને ખોલવા માટે તેના પર ક્લીક કરો. |
02:36 | આ સ્ક્રીન ધરાવે છે-
ડાબી બાજુએ, 0 થી 14 pH શ્રેણી દર્શાવતી, એક pH scale. |
02:44 | pH ને માપવા માટે, pH scale થી જોડાયેલ એક લીલા રંગનું probe અને પ્રવાહીનું pH દર્શાવવા માટે એક pH meter. |
02:54 | પાણી ઉમેરવા માટે screen ની જમણી બાજુએ એક પાણીનો પંપ. |
02:59 | મૂળભૂત રીતે પાણીનું કન્ટેનર (પાત્ર) અંશાંકિત, Chicken Soup વડે ભરેલું છે. |
03:05 | દ્રાવણનો નિકાલ કરવા માટે કન્ટેનર (પાત્ર) ની નીચેની તરફે ડાબી બાજુએ એક પંપ જોડાણ કરાયેલુ છે. |
03:11 | પ્રવાહી ઉમેરવા માટે એક dropper. |
03:14 | પ્રવાહીમાંથી કોઈ એકની પસંદગી કરવા માટે એક ડ્રોપ ડાઉન બોક્સ. મૂળભૂત રીતે, Chicken Soup પસંદ થયેલ છે. |
03:22 | નીચે જમણા ખૂણે એક Reset બટન આપવામાં આવ્યું છે. |
03:28 | ડ્રોપ-ડાઉન એરો (બાણનું ચિન્હ) પર ક્લીક કરો. |
03:31 | Battery Acid પર સ્ક્રોલ કરો અને તેના પર ક્લીક કરો. નોંધ લો કન્ટેનર (પાત્ર) 0.50 L (0.5 litres) સુધી Battery Acid વડે ભરાય છે. |
03:42 | લીલા probe ને કન્ટેનર (પાત્ર) માં ડ્રેગ કરો અને pH નું અવલોકન કરો. |
03:48 | Meter દર્શાવે છે કે pH ની વેલ્યુ એ 1.0. છે જો કે pH એ 7(<7) કરતા ઓછું છે તો, Battery Acid એ એક એસિડિક દ્રાવણ છે. |
03:58 | હવે વધુ પાણી ઉમેરવા માટે પાણીના પંપ પર ક્લીક કરો. |
04:03 | પાણીનું સ્તર 1 લીટર સુધી વધારો. પાણીના વધારા સાથે pH માના ફેરફારનું અવલોકન કરો.
હવે pH meter એ pH ની વેલ્યુ 1.30 દર્શાવે છે. |
04:16 | નોંધ લો Battery Acid નું pH પાણીના વધારાથી વધે છે.
આનું કારણ એ છે કે ડાઇલ્યૂશન (મંદન) લીધે હાઇડ્રોજન [H] આયન સાંદ્રતા ઘટે છે. |
04:28 | હવે આપણે બીજું અન્ય દ્રાવણ પસંદ કરીશું. |
04:32 | ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો. |
04:34 | Hand Soap ને સ્ક્રોલ કરો અને તેના પર ક્લીક કરો. કન્ટેનર (પાત્ર) Hand Soap દ્રાવણથી ભરાય છે. |
04:42 | અહીં, pH meter એ pH ની વેલ્યુ 10.00 તરીકે દર્શાવે છે. આ એ સૂચિત કરે છે કે Hand Soap પ્રાકૃતિક રીતે બેઝિક છે. |
04:54 | Hand Soap દ્રાવણમાં પાણી ઉમેરવા માટે પાણીના પંપ પર ક્લીક કરો. |
04:59 | 1 L માટે, Hand Soap દ્રાવણ pH ની વેલ્યુ 9.70 બતાવે છે. |
05:06 | આપણે જોઈ શકીએ છીએ કે Hand Soap દ્રાવણનું pH એ ડાઇલ્યૂશન (મંદન) કરવા પર ઘટે છે. |
05:12 | આ એટલા માટે કારણ કે હાઈડ્રોકસાઇડ આયન (OH) સાંદ્રતા ડાઇલ્યૂશન (મંદન) સાથે ઘટે છે. |
05:18 | અર્ધા લીટર Hand Soap દ્રાવણને કાઢવા માટે નીચેની તરફે આવેલા પંપ પર ક્લીક કરો. |
05:24 | ડ્રોપર પર ક્લીક કરીને Hand Soap દ્રાવણનું સ્તર વધારીને 0.6 L કરો. pH માં થયેલ ફેરફારની નોંધ લો. |
05:34 | હાઈડ્રોકસાઇડ આયન (OH) ની સાંદ્રતા વધતાની સાથે તે વધે છે. |
05:39 | હવે આપણે એસિડોને અને બેઇઝોને તેમની શક્તિ (તીવ્રતા) અનુસાર ગોઠવીશું. |
05:45 | તે માટે, આપણે વિભિન્ન પ્રવાહીઓનું pH તપાસ કરીશું. |
05:50 | ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો અને પસંદ કરો Blood. કન્ટેનર (પાત્ર) 0.50 L સુધી Blood થી ભરાય છે. |
05:59 | Meter એ pH ની વેલ્યુ 7.40 તરીકે દર્શાવે છે. જો કે pH એ 7( >7) કરતા વધારે છે તો, Blood એ એક બેઝિક દ્રાવણ છે. |
06:09 | ફરીથી ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો અને પસંદ કરો Orange Juice. |
06:14 | Meter 0.50 L માટે pH ની વેલ્યુ 3.50 તરીકે દર્શાવે છે. આ સ્પષ્ટ છે કે Orange Juice એ એક એસિડિક દ્રાવણ છે. |
06:26 | ઉપર આપેલી pH વેલ્યુઓ અનુસાર ક્રમ આપેલ પ્રમાણે છે.
Hand soap > Blood > Orange Juice > Battery Acid. |
06:38 | એસાઈનમેન્ટ તરીકે,
દરેક પ્રવાહીનો pH તપાસો. અને, pH શ્રેણી અનુસાર પ્રવાહીઓને ગોઠવો. |
06:48 | હવે, આપણે Micro સ્ક્રીન પર જશું. ઇન્ટરફેસની નીચેની બાજુએ આવેલ Micro સ્ક્રીન પર ક્લીક કરો. |
06:57 | આ સ્ક્રીન આપેલ ટૂલો ધરાવે છે-
સ્ક્રીનની ડાબી બાજુએ એક pH scale, |
07:04 | Concentration અને Quantity વચ્ચે પસંદગી કરવા હેતુ pH scale ની ટોંચે આવેલ એક સ્વીચ,
pH scale ને સંતાડવા માટે માઇનસ(-) સહીત એક લાલ રંગનું બટન, |
07:16 | Logarithmic અને Linear scale વચ્ચે પસંદગી કરવા માટે નીચેની બાજુએ આવેલ એક સ્વીચ. |
07:22 | પસંદગી કરવા માટે ચેક બોક્સો-
Hydronium ion થી hydroxide ion ratio (H30+/OH- ) અને Molecule count, |
07:30 | pH meter માં, pH reader અને વેલ્યુ સંતાડવા માટે માઇનસ(-) સહીત એક લાલ રંગનું બટન. |
07:38 | ડ્રોપડાઉન એરો પર ક્લીક કરો અને પસંદ કરો Soda Pop.
કન્ટેનર (પાત્ર) Soda Pop વડે ભરાય છે. |
07:46 | pH meter એ pH ની વેલ્યુ 2.50 તરીકે દર્શાવે છે. તેનો અર્થ એ છે કે, Soda Pop એ એક acidic દ્રાવણ છે. |
07:54 | જો કે Soda Pop એસિડિક છે તો, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ છે અને હાઈડ્રોકસાઇડ આયનની ઓછી છે. |
08:02 | ત્યારબાદ Quantity(mol) પર ક્લીક કરો. |
08:05 | આપણે હાઇડ્રોનિયમ આયન, હાઈડ્રોકસાઇડ આયન અને પાણીના moles ની સંખ્યા જોશું. |
08:12 | ચાલો Logarithmic scale બદલીને Linear કરીએ. આવું કરવા માટે, Linear પર ક્લીક કરો. |
08:20 | pH scale એ Linear મોડ (સ્થિતિ) માં બદલાય છે. સાથે જ આપણે જોયું કે pH વેલ્યુઓ Linear બને છે. |
08:28 | પરંતુ આપણે Linear scale વાપરીશું નહી કારણ કે pH એ Logarithmic scale માં છે. |
08:34 | હાઇડ્રોનિયમ આયનથી હાઈડ્રોકસાઇડ આયન ગુણોત્તર (H30+/OH-) ચેક બોક્સ પર ક્લીક કરો. |
08:39 | કન્ટેનર (પાત્ર) માં પુષ્કળ સંખ્યામાં લાલ બિંદુઓ દેખાય છે. આ હાઇડ્રોનિયમ આયનો છે. |
08:46 | કેટલાક ભૂરા બિંદુઓ દેખાય છે તે હાઈડ્રોકસાઇડ આયનો છે (</sup>/OH-). |
08:51 | Soda Pop માં અણુઓની સંખ્યા જોવા માટે, Molecule count ચેક બોક્સ પર ક્લીક કરો. |
08:57 | Soda Pop માં હાઇડ્રોનિયમ આયનો, હાઈડ્રોકસાઇડ આયનો અને પાણીના અણુઓની સંખ્યા દેખાય છે. |
09:05 | ચાલો જોઈએ કે ડાઇલ્યૂશન (મંદન) કેવી રીતે અણુઓની સંખ્યાને અસર કરે છે. |
09:10 | પાણીના પંપ પર ક્લીક કરો, કન્ટેનર (પાત્ર) ને 1 L સુધી ભરો. Molecule Count માં થયેલ ફેરફારનું અવલોકન કરો.
pH ની વેલ્યુમાં થયેલ વધારાની નોંધ લો. pH એ 2.80 થાય છે. |
09:25 | એસાઈનમેન્ટ તરીકે, Blood ના નમૂનાનું pH માપો. |
09:30 | ડાઇલ્યૂશન (મંદન) બાદ Molecule Count અને H30+/OH- ratio માં થયેલ ફેરફારનું અવલોકન કરો. |
09:37 | હવે, આપણે My Solution સ્ક્રીન પર જશું. ઇન્ટરફેસની નીચેની બાજુએ આવેલ My Solution સ્ક્રીન પર ક્લીક કરો. |
09:46 | My Solution સ્ક્રીન Macro અને Micro સ્ક્રીન જેવા જ ટૂલો ધરાવે છે. |
09:53 | સાથે જ આ સ્ક્રીન કેટલાક વધારાના ટૂલો પણ ધરાવે છે: |
09:57 | સ્ક્રીનની જમણી બાજુએ આવેલ એક ગ્રેજ્યુએટેડ કન્ટેનર (અંશાંકિત પાત્ર), pH નું સીધેસીધું સમાયોજન કરવા માટે એક pH meter. |
10:05 | આ સ્ક્રીન pH અથવા આયન સાંદ્રતાના સીધેસીધા મેનીપ્યુલેશનને મંજૂરી આપે છે. |
10:11 | આ સ્ક્રીનમાં, આપણે બે રીતે આપણા પસંદનું દ્રાવણ બનાવી શકીએ છીએ-
૧. pH scale પર H30+ અથવા OH- સ્લાઇડર ખસેડીને, ૨. કાળા એરો (બાણચિન્હ) ને ઉપરની અથવા નીચેની બાજુએ ક્લીક કરીને. |
10:28 | ચાલો હાઇડ્રોનિયમ આયન (H30+) સ્લાઇડરને ઉપરની બાજુએ ખસેડીએ. |
10:32 | નોંધ લો, એજ સમયે હાઈડ્રોકસાઇડ આયન (OH-) સ્લાઇડર પણ નીચેની બાજુએ ખસેડાય છે. |
10:38 | કાળા એરો (બાણચિન્હ) ને નીચેની બાજુએ ક્લીક કરીને ચાલો pH 4.0 નું એક દ્રાવણ બનાવીએ. આ એક એસિડિક દ્રાવણ છે. |
10:48 | હવે, હાઇડ્રોનિયમ આયનથી હાઈડ્રોકસાઇડ આયન (H30+/OH-) ના ગુણોત્તર અને Molecule count ચેક બોક્સો પર ક્લીક કરો. |
10:55 | નોંધ લો હાઇડ્રોનિયમ આયન (H30+) માટે Molecule count છે 3.01 x 1019. |
11:01 | એસાઈનમેન્ટ તરીકે,
pH 7.0 અને 9.0 નું દ્રાવણ બનાવો. અણુઓમા ફેરફારનું અવલોકન કરો અને તુલના કરો. |
11:13 | ચાલો સારાંશ લઈએ.
આ ટ્યુટોરીયલમાં, આપણે ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation, pH scale વિશે શીખ્યા. |
11:22 | આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને, આપણે આપેલ શીખ્યા-
૧. આપેલ દ્રાવણ એસિડ છે કે બેઇઝ તે નક્કી કરવું. |
11:31 | ૨. એસિડો અને બેઇઝોને તેમની શક્તિ (તીવ્રતા) અનુસાર ગોઠવવું. |
11:36 | ૩. આપેલ pH પર હાઈડ્રોકસાઇડ આયન, હાઇડ્રોનિયમ આયન અને પાણીની સાંદ્રતા નક્કી કરવી. |
11:43 | ૪. દ્રાવણનું pH
૫. દ્રાવણના pH પર ડાઇલ્યૂશન (મંદન) ની અસરો ૬. Logarithmic અને Linear scale. |
11:53 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
12:02 | Spoken Tutorial Project ટીમ:
સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો. |
12:15 | કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો. |
12:21 | આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે. |
12:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
12:41 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |