PhET/C2/pH-Scale/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation નો ઉપયોગ કરીને pH scale પર દર્શાવેલ આ Spoken tutorial માં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે વાપરવું ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation, pH scale.
00:15 આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા વિજ્ઞાનમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ.
00:22 અહીં હું વાપરી રહ્યી છું-

Ubuntu Linux OS આવૃત્તિ 14.04

Java આવૃત્તિ 1.7.0

Firefox Web Browser આવૃત્તિ 53.02.2.

00:38 simulation નો ઉપયોગ કરીને, આપણે આપેલ શીખીશું-

૧. આપેલ દ્રાવણ એસિડ છે કે બેઇઝ તે નક્કી કરવું.

00:49 ૨. એસિડો અને બેઇઝોને તેમની શક્તિ (તીવ્રતા) અનુસાર ગોઠવવું.

૩. આપેલ pH પર હાઈડ્રોકસાઇડ આયન, હાઇડ્રોનિયમ આયન અને પાણીની સાંદ્રતા નક્કી કરવી.

01:01 simulation નો ઉપયોગ કરીને, આપણે આપેલ વિશે શીખીશું:

૪. દ્રાવણનું pH

૫. દ્રાવણના pH પર ડાઇલ્યૂશન (મંદન) ની અસરો

૬. Logarithmic અને Linear માપક્રમ.

01:16 pH scale એ સંખ્યાત્મક માપક્રમ છે જેનો ઉપયોગ જલીય દ્રાવણની એસીડીટીને (એસિડયુક્ત) અથવા બેઇઝિટીને (બેઇઝયુક્ત) સ્પષ્ટ કરવા માટે થાય છે.
01:25 pHmol/L માં હાઇડ્રોજન આયન સાંદ્રતાનું માપન છે.
pH એ હાઇડ્રોજન આયન સાંદ્રતાનું ૧૦ ના આધારનું ઋણ લઘુગુણક છે.

pH = - log[H]

01:37 એસિડિક (એસિડયુક્ત) દ્રાવણ માટે, pH એ 7(< 7) કરતા ઓછું હોય છે.
01:42 બેઝિક (બેઇઝયુક્ત) દ્રાવણમાં, pH એ 7 (> 7) કરતા વધારે હોય છે.
01:47 તટસ્થ દ્રાવણ માટે, pH એ 7 (= 7) ના બરાબર હોય છે.
01:52 simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ લીંકનો ઉપયોગ કરો.

http://phet.colorado.edu

01:57 મેં મારા Downloads ફોલ્ડરમાં, પહેલાથી જ pH Scale PhET ડાઉનલોડ કરી દીધું છે.
02:02 simulation ને ખોલવા માટે, ph-scale html file પર જમણું-ક્લીક કરો.
02:08 Open With Firefox Web Browser વિકલ્પ પસંદ કરો. ફાઈલ બ્રાઉઝરમાં ખુલે છે.
02:16 pH scale simulation નું interface છે.
02:20 ઇન્ટરફેસ ત્રણ સ્ક્રીનો ધરાવે છે-

Macro

Micro

My solution

02:27 ચાલો Macro સ્ક્રીન સાથે આપણું simulation શરુ કરીએ. Macro સ્ક્રીનને ખોલવા માટે તેના પર ક્લીક કરો.
02:36 આ સ્ક્રીન ધરાવે છે-

ડાબી બાજુએ, 0 થી 14 pH શ્રેણી દર્શાવતી, એક pH scale.

02:44 pH ને માપવા માટે, pH scale થી જોડાયેલ એક લીલા રંગનું probe અને પ્રવાહીનું pH દર્શાવવા માટે એક pH meter.
02:54 પાણી ઉમેરવા માટે screen ની જમણી બાજુએ એક પાણીનો પંપ.
02:59 મૂળભૂત રીતે પાણીનું કન્ટેનર (પાત્ર) અંશાંકિત, Chicken Soup વડે ભરેલું છે.
03:05 દ્રાવણનો નિકાલ કરવા માટે કન્ટેનર (પાત્ર) ની નીચેની તરફે ડાબી બાજુએ એક પંપ જોડાણ કરાયેલુ છે.
03:11 પ્રવાહી ઉમેરવા માટે એક dropper.
03:14 પ્રવાહીમાંથી કોઈ એકની પસંદગી કરવા માટે એક ડ્રોપ ડાઉન બોક્સ. મૂળભૂત રીતે, Chicken Soup પસંદ થયેલ છે.
03:22 નીચે જમણા ખૂણે એક Reset બટન આપવામાં આવ્યું છે.
03:28 ડ્રોપ-ડાઉન એરો (બાણનું ચિન્હ) પર ક્લીક કરો.
03:31 Battery Acid પર સ્ક્રોલ કરો અને તેના પર ક્લીક કરો. નોંધ લો કન્ટેનર (પાત્ર) 0.50 L (0.5 litres) સુધી Battery Acid વડે ભરાય છે.
03:42 લીલા probe ને કન્ટેનર (પાત્ર) માં ડ્રેગ કરો અને pH નું અવલોકન કરો.
03:48 Meter દર્શાવે છે કે pH ની વેલ્યુ એ 1.0. છે જો કે pH એ 7(<7) કરતા ઓછું છે તો, Battery Acid એ એક એસિડિક દ્રાવણ છે.
03:58 હવે વધુ પાણી ઉમેરવા માટે પાણીના પંપ પર ક્લીક કરો.
04:03 પાણીનું સ્તર 1 લીટર સુધી વધારો. પાણીના વધારા સાથે pH માના ફેરફારનું અવલોકન કરો.

હવે pH meterpH ની વેલ્યુ 1.30 દર્શાવે છે.

04:16 નોંધ લો Battery Acid નું pH પાણીના વધારાથી વધે છે.

આનું કારણ એ છે કે ડાઇલ્યૂશન (મંદન) લીધે હાઇડ્રોજન [H] આયન સાંદ્રતા ઘટે છે.

04:28 હવે આપણે બીજું અન્ય દ્રાવણ પસંદ કરીશું.
04:32 ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો.
04:34 Hand Soap ને સ્ક્રોલ કરો અને તેના પર ક્લીક કરો. કન્ટેનર (પાત્ર) Hand Soap દ્રાવણથી ભરાય છે.
04:42 અહીં, pH meterpH ની વેલ્યુ 10.00 તરીકે દર્શાવે છે. આ એ સૂચિત કરે છે કે Hand Soap પ્રાકૃતિક રીતે બેઝિક છે.
04:54 Hand Soap દ્રાવણમાં પાણી ઉમેરવા માટે પાણીના પંપ પર ક્લીક કરો.
04:59 1 L માટે, Hand Soap દ્રાવણ pH ની વેલ્યુ 9.70 બતાવે છે.
05:06 આપણે જોઈ શકીએ છીએ કે Hand Soap દ્રાવણનું pH એ ડાઇલ્યૂશન (મંદન) કરવા પર ઘટે છે.
05:12 આ એટલા માટે કારણ કે હાઈડ્રોકસાઇડ આયન (OH) સાંદ્રતા ડાઇલ્યૂશન (મંદન) સાથે ઘટે છે.
05:18 અર્ધા લીટર Hand Soap દ્રાવણને કાઢવા માટે નીચેની તરફે આવેલા પંપ પર ક્લીક કરો.
05:24 ડ્રોપર પર ક્લીક કરીને Hand Soap દ્રાવણનું સ્તર વધારીને 0.6 L કરો. pH માં થયેલ ફેરફારની નોંધ લો.
05:34 હાઈડ્રોકસાઇડ આયન (OH) ની સાંદ્રતા વધતાની સાથે તે વધે છે.
05:39 હવે આપણે એસિડોને અને બેઇઝોને તેમની શક્તિ (તીવ્રતા) અનુસાર ગોઠવીશું.
05:45 તે માટે, આપણે વિભિન્ન પ્રવાહીઓનું pH તપાસ કરીશું.
05:50 ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો અને પસંદ કરો Blood. કન્ટેનર (પાત્ર) 0.50 L સુધી Blood થી ભરાય છે.
05:59 MeterpH ની વેલ્યુ 7.40 તરીકે દર્શાવે છે. જો કે pH એ 7( >7) કરતા વધારે છે તો, Blood એ એક બેઝિક દ્રાવણ છે.
06:09 ફરીથી ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો અને પસંદ કરો Orange Juice.
06:14 Meter 0.50 L માટે pH ની વેલ્યુ 3.50 તરીકે દર્શાવે છે. આ સ્પષ્ટ છે કે Orange Juice એ એક એસિડિક દ્રાવણ છે.
06:26 ઉપર આપેલી pH વેલ્યુઓ અનુસાર ક્રમ આપેલ પ્રમાણે છે.

Hand soap > Blood > Orange Juice > Battery Acid.

06:38 એસાઈનમેન્ટ તરીકે,

દરેક પ્રવાહીનો pH તપાસો. અને, pH શ્રેણી અનુસાર પ્રવાહીઓને ગોઠવો.

06:48 હવે, આપણે Micro સ્ક્રીન પર જશું. ઇન્ટરફેસની નીચેની બાજુએ આવેલ Micro સ્ક્રીન પર ક્લીક કરો.
06:57 આ સ્ક્રીન આપેલ ટૂલો ધરાવે છે-

સ્ક્રીનની ડાબી બાજુએ એક pH scale,

07:04 Concentration અને Quantity વચ્ચે પસંદગી કરવા હેતુ pH scale ની ટોંચે આવેલ એક સ્વીચ,

pH scale ને સંતાડવા માટે માઇનસ(-) સહીત એક લાલ રંગનું બટન,

07:16 Logarithmic અને Linear scale વચ્ચે પસંદગી કરવા માટે નીચેની બાજુએ આવેલ એક સ્વીચ.
07:22 પસંદગી કરવા માટે ચેક બોક્સો-

Hydronium ion થી hydroxide ion ratio (H30+/OH- ) અને Molecule count,

07:30 pH meter માં, pH reader અને વેલ્યુ સંતાડવા માટે માઇનસ(-) સહીત એક લાલ રંગનું બટન.
07:38 ડ્રોપડાઉન એરો પર ક્લીક કરો અને પસંદ કરો Soda Pop.

કન્ટેનર (પાત્ર) Soda Pop વડે ભરાય છે.

07:46 pH meterpH ની વેલ્યુ 2.50 તરીકે દર્શાવે છે. તેનો અર્થ એ છે કે, Soda Pop એ એક acidic દ્રાવણ છે.
07:54 જો કે Soda Pop એસિડિક છે તો, હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ છે અને હાઈડ્રોકસાઇડ આયનની ઓછી છે.
08:02 ત્યારબાદ Quantity(mol) પર ક્લીક કરો.
08:05 આપણે હાઇડ્રોનિયમ આયન, હાઈડ્રોકસાઇડ આયન અને પાણીના moles ની સંખ્યા જોશું.
08:12 ચાલો Logarithmic scale બદલીને Linear કરીએ. આવું કરવા માટે, Linear પર ક્લીક કરો.
08:20 pH scaleLinear મોડ (સ્થિતિ) માં બદલાય છે. સાથે જ આપણે જોયું કે pH વેલ્યુઓ Linear બને છે.
08:28 પરંતુ આપણે Linear scale વાપરીશું નહી કારણ કે pHLogarithmic scale માં છે.
08:34 હાઇડ્રોનિયમ આયનથી હાઈડ્રોકસાઇડ આયન ગુણોત્તર (H30+/OH-) ચેક બોક્સ પર ક્લીક કરો.
08:39 કન્ટેનર (પાત્ર) માં પુષ્કળ સંખ્યામાં લાલ બિંદુઓ દેખાય છે. આ હાઇડ્રોનિયમ આયનો છે.
08:46 કેટલાક ભૂરા બિંદુઓ દેખાય છે તે હાઈડ્રોકસાઇડ આયનો છે (</sup>/OH-).
08:51 Soda Pop માં અણુઓની સંખ્યા જોવા માટે, Molecule count ચેક બોક્સ પર ક્લીક કરો.
08:57 Soda Pop માં હાઇડ્રોનિયમ આયનો, હાઈડ્રોકસાઇડ આયનો અને પાણીના અણુઓની સંખ્યા દેખાય છે.
09:05 ચાલો જોઈએ કે ડાઇલ્યૂશન (મંદન) કેવી રીતે અણુઓની સંખ્યાને અસર કરે છે.
09:10 પાણીના પંપ પર ક્લીક કરો, કન્ટેનર (પાત્ર) ને 1 L સુધી ભરો. Molecule Count માં થયેલ ફેરફારનું અવલોકન કરો.

pH ની વેલ્યુમાં થયેલ વધારાની નોંધ લો. pH એ 2.80 થાય છે.

09:25 એસાઈનમેન્ટ તરીકે, Blood ના નમૂનાનું pH માપો.
09:30 ડાઇલ્યૂશન (મંદન) બાદ Molecule Count અને H30+/OH- ratio માં થયેલ ફેરફારનું અવલોકન કરો.
09:37 હવે, આપણે My Solution સ્ક્રીન પર જશું. ઇન્ટરફેસની નીચેની બાજુએ આવેલ My Solution સ્ક્રીન પર ક્લીક કરો.
09:46 My Solution સ્ક્રીન Macro અને Micro સ્ક્રીન જેવા જ ટૂલો ધરાવે છે.
09:53 સાથે જ આ સ્ક્રીન કેટલાક વધારાના ટૂલો પણ ધરાવે છે:
09:57 સ્ક્રીનની જમણી બાજુએ આવેલ એક ગ્રેજ્યુએટેડ કન્ટેનર (અંશાંકિત પાત્ર), pH નું સીધેસીધું સમાયોજન કરવા માટે એક pH meter.
10:05 આ સ્ક્રીન pH અથવા આયન સાંદ્રતાના સીધેસીધા મેનીપ્યુલેશનને મંજૂરી આપે છે.
10:11 આ સ્ક્રીનમાં, આપણે બે રીતે આપણા પસંદનું દ્રાવણ બનાવી શકીએ છીએ-

૧. pH scale પર H30+ અથવા OH- સ્લાઇડર ખસેડીને,

૨. કાળા એરો (બાણચિન્હ) ને ઉપરની અથવા નીચેની બાજુએ ક્લીક કરીને.

10:28 ચાલો હાઇડ્રોનિયમ આયન (H30+) સ્લાઇડરને ઉપરની બાજુએ ખસેડીએ.
10:32 નોંધ લો, એજ સમયે હાઈડ્રોકસાઇડ આયન (OH-) સ્લાઇડર પણ નીચેની બાજુએ ખસેડાય છે.
10:38 કાળા એરો (બાણચિન્હ) ને નીચેની બાજુએ ક્લીક કરીને ચાલો pH 4.0 નું એક દ્રાવણ બનાવીએ. આ એક એસિડિક દ્રાવણ છે.
10:48 હવે, હાઇડ્રોનિયમ આયનથી હાઈડ્રોકસાઇડ આયન (H30+/OH-) ના ગુણોત્તર અને Molecule count ચેક બોક્સો પર ક્લીક કરો.
10:55 નોંધ લો હાઇડ્રોનિયમ આયન (H30+) માટે Molecule count છે 3.01 x 1019.
11:01 એસાઈનમેન્ટ તરીકે,

pH 7.0 અને 9.0 નું દ્રાવણ બનાવો. અણુઓમા ફેરફારનું અવલોકન કરો અને તુલના કરો.

11:13 ચાલો સારાંશ લઈએ.

આ ટ્યુટોરીયલમાં, આપણે ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation, pH scale વિશે શીખ્યા.

11:22 આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને, આપણે આપેલ શીખ્યા-

૧. આપેલ દ્રાવણ એસિડ છે કે બેઇઝ તે નક્કી કરવું.

11:31 ૨. એસિડો અને બેઇઝોને તેમની શક્તિ (તીવ્રતા) અનુસાર ગોઠવવું.
11:36 ૩. આપેલ pH પર હાઈડ્રોકસાઇડ આયન, હાઇડ્રોનિયમ આયન અને પાણીની સાંદ્રતા નક્કી કરવી.
11:43 ૪. દ્રાવણનું pH

૫. દ્રાવણના pH પર ડાઇલ્યૂશન (મંદન) ની અસરો ૬. Logarithmic અને Linear scale.

11:53 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
12:02 Spoken Tutorial Project ટીમ:

સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો.

12:15 કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
12:21 આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે.
12:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
12:41 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki