PhET/C2/Color-Vision/Gujarati
Time | Narration |
00:01 | Color Vision, એક interactive PhET simulation પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ tutorial માં, અમે ડેમોનસ્ટ્રેટ કરીશું, Color Vision, એક ઇન્ટરેક્ટિવ PhET simulation. |
00:17 | અહીં હુ વાપરી રહ્યી છું, ઉબન્ટુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 16.04 |
00:25 | જાવા આવૃત્તિ 1.8.0 |
00:29 | ફાયરફોકસ વેબ બ્રાઉઝર આવૃતિ 60.0.2 |
00:35 | શીખનારાઓ ઉચ્ચ શાળા ભૌતિકશાસ્ત્ર અને જીવશાસ્ત્રથી પરિચિત હોવા જોઈએ. |
00:41 | આ સીમ્યુંલેશનનો ઉપયોગ કરીને, આપણે કલર વિઝન (રંગ દ્રષ્ટિ) તરફે જોશું જ્યારે માનવીય આંખ જુએ છે:
શ્વેત પ્રકાશ |
00:50 | દૃશ્યમાન સ્પેક્ટ્રમ (વર્ણપટ) થી વિભિન્ન રંગોનો પ્રકાશ |
00:55 | દૃશ્યમાન સ્પેક્ટ્રમનાં વિભિન્ન રંગોના પ્રકાશ અને ફિલ્ટર્સ |
01:00 | લાલ, લીલો અને ભૂરો પ્રકાશ, અલગથી અથવા સંયોજનમાં |
01:06 | કૃપા કરી આ ટ્યુટોરીયલની સાથે આપવામાં આવેલ additional material નો સંદર્ભ લો.
ચાલો શરુ કરીએ. |
01:14 | દૃશ્યમાન પ્રકાશ
ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ (વિદ્યુતચુંબકીય વર્ણપટ) નાં એક ભાગને દૃશ્યમાન પ્રકાશ તરીકે માનવીય આંખ દ્વારા શોધી શકાય છે. |
01:25 | આ ભાગ 380 થી 760 nanometers' સુધી વિસ્તરે છે. |
01:33 | દૃશ્યમાન સ્પેક્ટ્રમનાં રંગોને VIBGYOR તરીકે યાદ રાખી શકાય છે. |
01:39 | વાયોલેટ (જાંબલી), ઈન્ડીગો, બ્લુ (ભૂરો), ગ્રીન (લીલો), યલ્લો (પીળો), ઓરેન્જ (નારંગી), રેડ (લાલ) |
01:47 | નિમ્નતમ તરંગલંબાઈ (ઉચ્ચતમ આવર્તન) જાંબલી દૃશ્યમાન થાય છે. |
01:53 | ઉચ્ચતમ તરંગલંબાઈ (નિમ્નતમ આવર્તન) લાલ દૃશ્યમાન થાય છે. |
01:59 | તમામ રંગોનું સંયોજન કરવાથી શ્વેત પ્રકાશ પ્રાપ્ત થાય છે. |
02:04 | simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ લીંકનો ઉપયોગ કરો. |
02:09 | મેં મારા Downloads folder માં પહેલાથી જ Color Vision simulation ડાઉનલોડ કર્યું છે. |
02:16 | સીમ્યુંલેશનને ખોલવા માટે, color-vision_en.html ફાઈલ પર જમણું ક્લિક કરો. |
02:23 | Open With Firefox Web Browser વિકલ્પ પસંદ કરો.
ફાઈલ બ્રાઉઝરમાં ખુલે છે. |
02:32 | આ Color Vision simulation માટેનું interface છે. |
02:37 | હવે આપણે interface નું અન્વેષણ કરીશું. |
02:41 | interface બે સ્ક્રીનો ધરાવે છે
Single Bulb RGB Bulbs |
02:49 | Single Bulb સ્ક્રીન પર ક્લિક કરો. |
02:53 | Single Bulb સ્ક્રીનમાં, તમે એક વ્યક્તિને જમણી બાજુએ જોતા જોઈ શકો છો.
ગળાની સેજ નીચે બે નાની ઈમેજો આવેલી છે. |
03:04 | પહેલીવાળી હાઈલાઈટ થયેલ છે.
જે તમને વ્યક્તિનો ચહેરો જોવાની પરવાનગી આપે છે. |
03:11 | બીજી ઈમેજ પર ક્લિક કરો.
હાઈલાઈટ થવા પર, તે વ્યક્તિનાં મગજનું ક્રોસ-સેક્શન (આડ કે તિર્યક છેદ) દર્શાવે છે. |
03:20 | આંખોથી વિસ્તારિત થઈને optic ચેતાઓ મગજનાં વિભિન્ન ભાગોમાં પહોંચે છે તેનું અવલોકન કરો. |
03:28 | કલર વિઝન (રંગ દ્રષ્ટિ),
Cone કોશો retina માં ફોટોરીસેપ્ટર્સ (પ્રકાશ પ્રાપ્તકર્તા) છે તે તરંગલંબાઇઓની શ્રેણી પ્રત્યે સંવેદનશીલ હોય છે. |
03:39 | પર્ણ હરિત પ્રકાશ સિવાયના દૃશ્યમાન પ્રકાશની તમામ તરંગલંબાઇને શોષી લે છે. |
03:46 | 520 નેનોમીટર તરંગલંબાઇનો લીલો પ્રકાશ પરાવર્તિત થાય છે અને આંખ સુધી પહોંચે છે. |
03:54 | અહીં, તે M અથવા gamma પ્રકારના cones ને સક્રિય કરે છે. |
03:59 | દૃશ્યમાન માહિતી cones થી રેટિનલ ગેંગલિયા સુધી optic ચેતા દ્વારા મોકલવામાં આવે છે. |
04:07 | બે optic ચેતાઓ મળે છે અને optic chiasma ખાતે એકબીજાને પાર કરે છે. |
04:14 | હવે optic ટ્રૅક્ટ્સ કહેવામાં આવે છે, તે થૅલમસમાં દાખલ થાય છે અને synapse થાય છે. |
04:21 | તે ત્યારબાદ મગજની પાછળની બાજુએ occipital lobe માં primary visual cortex માં ચાલુ રહે છે. |
04:30 | ચાલો simulation પર પાછા ફરીએ. |
04:34 | વ્યક્તિના માથા ઉપરનાં વલયોનું અવલોકન કરો. |
04:39 | વ્યક્તિ જે રંગ જુએ છે તે રંગથી તે ભરાશે. |
04:44 | નીચેની બાજુએ આવેલ Play/Pause બટનની નોંધ લો અને તેની આગળ આવેલ Step બટન જુઓ. |
04:51 | Reset બટન આપણને ફરીથી શરૂઆતમાં લઇ જશે. |
04:55 | વ્યક્તિની આંખો સમક્ષ રાખેલ ટોર્ચ અથવા ફ્લેશલાઈટનું અવલોકન કરો. |
05:01 | ફ્લેશલાઈટ પર આવેલ લાલ બટન તેને સ્વીચ ઓફ અને સ્વીચ ઓન કરશે. |
05:06 | ફ્લેશલાઈટ ઉપર આવેલ પહેલા બલ્બ પર ક્લિક કરો. |
05:11 | આ શ્વેત પ્રકાશ છે.
ફ્લેશલાઈટનાં લાલ બટન પર ક્લિક કરો. |
05:18 | ફ્લેશલાઇટનાં નીચેની પ્રથમ ઈમેજ મૂળભૂત રૂપે હાઈલાઈટ થઇ છે. |
05:24 | આ પ્રકાશને એક બિમ (પ્રકાશપુંજ) તરીકે દર્શાવશે. |
05:28 | ફ્લેશલાઈટની નીચે આવેલ બીજી ઈમેજ પર ક્લિક કરો. |
05:33 | આ પ્રકાશને photons નાં સ્વરૂપમાં દર્શાવશે. |
05:38 | Pause બટન પર ક્લિક કરો.
અવલોકન કરો કે Step બટન સક્રિય છે. |
05:45 | photons ને ક્રમ અનુસાર ખસતા જોવા માટે Step બટન પર ક્લિક કરો. |
05:51 | ફ્લેશલાઈટમાંથી આવતી બિમ પર પાછા જવા માટે પહેલી ઈમેજ પર ક્લિક કરો. |
05:57 | વ્યક્તિનાં માથા ઉપરના સફેદ વલયોનું અવલોકન કરો. |
06:02 | આનો અર્થ એ થાય છે કે વ્યક્તિ ફ્લેશલાઈટમાંથી બહાર પડેલ શ્વેત પ્રકાશને જુએ છે. |
06:08 | ફ્લેશલાઈટ ઉપર આવેલ બીજા બલ્બ પર ક્લિક કરો.
slider Bulb Color દૃશ્યમાન સ્પેક્ટ્રમનાં તમામ રંગો ધરાવે છે તેનું અવલોકન કરો. |
06:19 | Bulb Color slider ને છેડાથી છેડા સુધી ડ્રેગ કરો. |
06:24 | એ રંગ જેના પર હેન્ડલ મૂકવામાં આવે છે તે ફ્લેશલાઈટમાંથી આવતા પ્રકાશનો રંગ સૂચવે છે. |
06:31 | વ્યક્તિના માથા ઉપરનાં વલયો સમાન રંગથી ભરે છે એ અવલોકન કરો. |
06:38 | તમે Bulb Color slider ને ડ્રેગ કરીને એ રંગ બદલી શકો છો જે વ્યક્તિ જુએ છે.
Bulb Color slider ને જમણી બાજુએ લાલ પર ડ્રેગ કરો. |
06:50 | નોંધ લો કે વ્યક્તિની સામે એક toggle switch આવેલું છે.
તે Filter Color slider થી જોડાયેલું છે. |
06:59 | અવલોકન કરો, Filter Color slider પણ દૃશ્યમાન સ્પેક્ટ્રમનાં રંગોને ધરાવે છે. |
07:06 | toggle switch પર ક્લિક કરો.
અવલોકન કરો, ફ્લેશલાઈટથી આવતા બિમનાં માર્ગમાં એક filter દૃશ્યમાન થાય છે. |
07:16 | Filter Color slider ને છેડાથી છેડાએ ડ્રેગ કરો. |
07:21 | એ રંગ જેના પર હેન્ડલ મુકાયું છે તે filter નાં રંગને સૂચિત કરે છે. |
07:28 | નોંધ લો કે filter લાલ છે અને એ લાલ બિમને પ્રસારીત કરે છે.
વ્યક્તિ પણ લાલ પ્રકાશ જુએ છે. |
07:38 | Bulb Color slider ને જાંબલી પર ડ્રેગ કરો.
ફ્લેશલાઈટમાંથી જાંબલી પ્રકાશ બહાર પડે છે. |
07:56 | પરંતુ Filter Color લાલ રંગ તરીકે હોવાથી, વ્યક્તિ સુધી કોઈ પ્રકાશ પહોંચતો નથી. |
07:52 | વ્યક્તિને કોઈપણ પ્રકાશ દેખાતો નથી. |
07:56 | Filter Color slider ને ડાબા છેડે જાંબલી પર ડ્રેગ કરો. |
08:02 | નોંધ લો કે filter જાંબલી થાય છે અને જાંબલી પ્રકાશ વ્યક્તિ સુધી પહોંચે છે.
વ્યક્તિને હવે જાંબલી પ્રકાશ દેખાય છે. |
08:13 | Bulb Color slider ને જમણે છેડે લાલ પર ડ્રેગ કરો. |
08:19 | અવલોકન કરો કે કેવી રીતે filter જાંબલી રહે છે પરંતુ પ્રકાશ બિમ હવે લાલ છે. |
08:26 | પરંતુ જાંબલી filter લાલ પ્રકાશને પ્રસારિત કરતુ નથી.
વ્યક્તિને કોઈપણ પ્રકાશ દેખાતો નથી. |
08:35 | બંને sliders ને વિભિન્ન રંગો પર ડ્રેગ કરો અને જુઓ કે પ્રકાશ વ્યક્તિ સુધી પહોંચે છે કે નહી. |
08:43 | અવલોકન કરો કે કેવી રીતે ફક્ત પ્રકાશ પ્રસારિત થાય છે જ્યારે બંને sliders ને એકસમાન અથવા લગભગ સમાન રંગ પર સુયોજિત કરવામાં આવે છે. |
08:53 | filter એ તમામ તરંગલંબાઈનો વિયોગ કરે છે અને ફક્ત તેના પોતાના રંગની તરંગલંબાઈને પ્રસારિત કરે છે. |
09:01 | એ તરંગલંબાઈ માટે પ્રસારણ નબળું હોય છે જે ફિલ્ટરનાં રંગની કાં તો અત્યંત નજીક અને એનાથી મહત્તમ હોય છે. |
09:09 | એસાઈનમેંટ તરીકે, ફ્લેશલાઈટમાંથી શ્વેત પ્રકાશ આવતો પસંદ કરો અને ફિલ્ટરમાંથી પ્રકાશનાં પ્રસારણનું અવલોકન કરો. |
09:22 | હવે, ચાલો interface ની નીચેની બાજુએ આવેલ RGB Bulbs સ્ક્રીન પર ક્લિક કરીએ. |
09:29 | અહીં, પણ, તમે જમણી બાજુએ જોતી વ્યક્તિને જોઈ શકો છો.
બીજી ઈમેજ પર ક્લિક કરો જે તમને વ્યક્તિનાં મગજનું ક્રોસ-સેક્શન દેખાડશે. |
09:41 | Play/Pause, Step અને Reset આ તમામ બટનો interface ની નીચેની બાજુએ દેખાય છે. |
09:49 | સ્ક્રીન પર ત્રણ sliders અને ત્રણ ફ્લેશલાઈટો દેખાય છે.
તમામ sliders નિમ્નતમ સ્તરે સુયોજિત છે. |
10:00 | સૌથી ઉપર લાલ slider છે, બીજુવાળું લીલું છે અને સૌથી નીચેનું ભૂરું slider છે. |
10:10 | લાલ slider ને મહત્તમ સ્તરે ડ્રેગ કરો. |
10:15 | નોંધ લો કે કેવી રીતે લાલ slider ની આગળ આવેલ ફ્લેશલાઈટથી લાલ photons બહાર પડે છે. |
10:22 | photons વ્યક્તિની આંખ સુધી પહોંચે છે અને વ્યક્તિને લાલ પ્રકાશ દેખાય છે. |
10:28 | લીલાં slider ને મહત્તમ સ્તર સુધી ડ્રેગ કરો.
લાલ અને લીલાં sliders ની આગળ આવેલ ફ્લેશલાઈટોમાંથી લાલ અને લીલા photons કેવી રીતે બહાર પડે છે તેની નોંધ લો. |
10:41 | લાલ અને લીલું મળીને પીળું થાય છે.
લાલ અને લીલાં પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ cones સક્રિય થાય છે જેથી વ્યક્તિને પીળો પ્રકાશ દેખાય. |
10:53 | Pause બટન ક્લિક કરો. |
10:56 | ભૂરા slider ને મહત્તમ સ્તરે ડ્રેગ કરો. |
11:00 | Play બટન પર ક્લિક કરો. અવલોકન કરો કે કેવી રીતે આ તમામ રંગો મિશ્રિત થાય છે જેથી વ્યક્તિ શ્વેત પ્રકાશ જુએ છે. |
11:11 | ચાલો સારાંશ લઈએ. |
11:14 | આ tutorial માં, અમે ડેમોનસ્ટ્રેટ કર્યું કે કેવી રીતે Color Vision PhET simulation નો ઉપયોગ કરવો. |
11:22 | આ simulation વાપરીને, આપણે કલર વિઝન (રંગદ્રષ્ટિ) જોયી જ્યારે માનવીય આંખ જુએ છે:
શ્વેત પ્રકાશ |
11:31 | દૃશ્યમાન સ્પેક્ટ્રમ (વર્ણપટ) થી વિભિન્ન રંગોનો પ્રકાશ |
11:35 | દૃશ્યમાન સ્પેક્ટ્રમનાં વિભિન્ન રંગો માટે પ્રકાશ અને ફિલ્ટર્સ |
11:40 | લાલ, લીલો અને ભૂરો પ્રકાશ, અલગથી અથવા સંયોજનમાં |
11:46 | assignment તરીકે, આ 6 રંગો પ્રાપ્ત કરવા માટે લાલ, ભૂરા અને લીલા sliders ને સમાયોજિત કરો. |
11:55 | આ સ્કીમ્સને ડીઝાઇન કરવા માટે તમે કયુ RGB સંયોજન પસંદ કરશો? |
12:01 | Internet પર colour wheel ની ઈમેજ બદ્દલ જુઓ. |
12:06 | આપેલી સ્કીમ્સ માટે રંગ સંયોજન પસંદ કરો. |
12:11 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial project નો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
12:20 | Spoken Tutorial Project ટીમ spoken tutorials નો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો. |
12:35 | કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો. |
12:40 | આ પ્રોજેક્ટને આંશિક ફાળો Pandit Madan Mohan Malaviya National Mission on Teachers and Teaching દ્વારા આપવામાં આવ્યો છે. |
12:49 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
13:03 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડવાબદ્દલ આભાર. |