PhET/C2/Color-Vision/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Color Vision, એક interactive PhET simulation પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 tutorial માં, અમે ડેમોનસ્ટ્રેટ કરીશું, Color Vision, એક ઇન્ટરેક્ટિવ PhET simulation.
00:17 અહીં હુ વાપરી રહ્યી છું, ઉબન્ટુ લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 16.04
00:25 જાવા આવૃત્તિ 1.8.0
00:29 ફાયરફોકસ વેબ બ્રાઉઝર આવૃતિ 60.0.2
00:35 શીખનારાઓ ઉચ્ચ શાળા ભૌતિકશાસ્ત્ર અને જીવશાસ્ત્રથી પરિચિત હોવા જોઈએ.
00:41 આ સીમ્યુંલેશનનો ઉપયોગ કરીને, આપણે કલર વિઝન (રંગ દ્રષ્ટિ) તરફે જોશું જ્યારે માનવીય આંખ જુએ છે:

શ્વેત પ્રકાશ

00:50 દૃશ્યમાન સ્પેક્ટ્રમ (વર્ણપટ) થી વિભિન્ન રંગોનો પ્રકાશ
00:55 દૃશ્યમાન સ્પેક્ટ્રમનાં વિભિન્ન રંગોના પ્રકાશ અને ફિલ્ટર્સ
01:00 લાલ, લીલો અને ભૂરો પ્રકાશ, અલગથી અથવા સંયોજનમાં
01:06 કૃપા કરી આ ટ્યુટોરીયલની સાથે આપવામાં આવેલ additional material નો સંદર્ભ લો.

ચાલો શરુ કરીએ.

01:14 દૃશ્યમાન પ્રકાશ

ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ (વિદ્યુતચુંબકીય વર્ણપટ) નાં એક ભાગને દૃશ્યમાન પ્રકાશ તરીકે માનવીય આંખ દ્વારા શોધી શકાય છે.

01:25 આ ભાગ 380 થી 760 nanometers' સુધી વિસ્તરે છે.
01:33 દૃશ્યમાન સ્પેક્ટ્રમનાં રંગોને VIBGYOR તરીકે યાદ રાખી શકાય છે.
01:39 વાયોલેટ (જાંબલી), ઈન્ડીગો, બ્લુ (ભૂરો), ગ્રીન (લીલો), યલ્લો (પીળો), ઓરેન્જ (નારંગી), રેડ (લાલ)
01:47 નિમ્નતમ તરંગલંબાઈ (ઉચ્ચતમ આવર્તન) જાંબલી દૃશ્યમાન થાય છે.
01:53 ઉચ્ચતમ તરંગલંબાઈ (નિમ્નતમ આવર્તન) લાલ દૃશ્યમાન થાય છે.
01:59 તમામ રંગોનું સંયોજન કરવાથી શ્વેત પ્રકાશ પ્રાપ્ત થાય છે.
02:04 simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ લીંકનો ઉપયોગ કરો.
02:09 મેં મારા Downloads folder માં પહેલાથી જ Color Vision simulation ડાઉનલોડ કર્યું છે.
02:16 સીમ્યુંલેશનને ખોલવા માટે, color-vision_en.html ફાઈલ પર જમણું ક્લિક કરો.
02:23 Open With Firefox Web Browser વિકલ્પ પસંદ કરો.

ફાઈલ બ્રાઉઝરમાં ખુલે છે.

02:32 Color Vision simulation માટેનું interface છે.
02:37 હવે આપણે interface નું અન્વેષણ કરીશું.
02:41 interface બે સ્ક્રીનો ધરાવે છે

Single Bulb

RGB Bulbs

02:49 Single Bulb સ્ક્રીન પર ક્લિક કરો.
02:53 Single Bulb સ્ક્રીનમાં, તમે એક વ્યક્તિને જમણી બાજુએ જોતા જોઈ શકો છો.

ગળાની સેજ નીચે બે નાની ઈમેજો આવેલી છે.

03:04 પહેલીવાળી હાઈલાઈટ થયેલ છે.

જે તમને વ્યક્તિનો ચહેરો જોવાની પરવાનગી આપે છે.

03:11 બીજી ઈમેજ પર ક્લિક કરો.

હાઈલાઈટ થવા પર, તે વ્યક્તિનાં મગજનું ક્રોસ-સેક્શન (આડ કે તિર્યક છેદ) દર્શાવે છે.

03:20 આંખોથી વિસ્તારિત થઈને optic ચેતાઓ મગજનાં વિભિન્ન ભાગોમાં પહોંચે છે તેનું અવલોકન કરો.
03:28 કલર વિઝન (રંગ દ્રષ્ટિ),

Cone કોશો retina માં ફોટોરીસેપ્ટર્સ (પ્રકાશ પ્રાપ્તકર્તા) છે તે તરંગલંબાઇઓની શ્રેણી પ્રત્યે સંવેદનશીલ હોય છે.

03:39 પર્ણ હરિત પ્રકાશ સિવાયના દૃશ્યમાન પ્રકાશની તમામ તરંગલંબાઇને શોષી લે છે.
03:46 520 નેનોમીટર તરંગલંબાઇનો લીલો પ્રકાશ પરાવર્તિત થાય છે અને આંખ સુધી પહોંચે છે.
03:54 અહીં, તે M અથવા gamma પ્રકારના cones ને સક્રિય કરે છે.
03:59 દૃશ્યમાન માહિતી cones થી રેટિનલ ગેંગલિયા સુધી optic ચેતા દ્વારા મોકલવામાં આવે છે.
04:07 બે optic ચેતાઓ મળે છે અને optic chiasma ખાતે એકબીજાને પાર કરે છે.
04:14 હવે optic ટ્રૅક્ટ્સ કહેવામાં આવે છે, તે થૅલમસમાં દાખલ થાય છે અને synapse થાય છે.
04:21 તે ત્યારબાદ મગજની પાછળની બાજુએ occipital lobe માં primary visual cortex માં ચાલુ રહે છે.
04:30 ચાલો simulation પર પાછા ફરીએ.
04:34 વ્યક્તિના માથા ઉપરનાં વલયોનું અવલોકન કરો.
04:39 વ્યક્તિ જે રંગ જુએ છે તે રંગથી તે ભરાશે.
04:44 નીચેની બાજુએ આવેલ Play/Pause બટનની નોંધ લો અને તેની આગળ આવેલ Step બટન જુઓ.
04:51 Reset બટન આપણને ફરીથી શરૂઆતમાં લઇ જશે.
04:55 વ્યક્તિની આંખો સમક્ષ રાખેલ ટોર્ચ અથવા ફ્લેશલાઈટનું અવલોકન કરો.
05:01 ફ્લેશલાઈટ પર આવેલ લાલ બટન તેને સ્વીચ ઓફ અને સ્વીચ ઓન કરશે.
05:06 ફ્લેશલાઈટ ઉપર આવેલ પહેલા બલ્બ પર ક્લિક કરો.
05:11 આ શ્વેત પ્રકાશ છે.

ફ્લેશલાઈટનાં લાલ બટન પર ક્લિક કરો.

05:18 ફ્લેશલાઇટનાં નીચેની પ્રથમ ઈમેજ મૂળભૂત રૂપે હાઈલાઈટ થઇ છે.
05:24 આ પ્રકાશને એક બિમ (પ્રકાશપુંજ) તરીકે દર્શાવશે.
05:28 ફ્લેશલાઈટની નીચે આવેલ બીજી ઈમેજ પર ક્લિક કરો.
05:33 આ પ્રકાશને photons નાં સ્વરૂપમાં દર્શાવશે.
05:38 Pause બટન પર ક્લિક કરો.

અવલોકન કરો કે Step બટન સક્રિય છે.

05:45 photons ને ક્રમ અનુસાર ખસતા જોવા માટે Step બટન પર ક્લિક કરો.
05:51 ફ્લેશલાઈટમાંથી આવતી બિમ પર પાછા જવા માટે પહેલી ઈમેજ પર ક્લિક કરો.
05:57 વ્યક્તિનાં માથા ઉપરના સફેદ વલયોનું અવલોકન કરો.
06:02 આનો અર્થ એ થાય છે કે વ્યક્તિ ફ્લેશલાઈટમાંથી બહાર પડેલ શ્વેત પ્રકાશને જુએ છે.
06:08 ફ્લેશલાઈટ ઉપર આવેલ બીજા બલ્બ પર ક્લિક કરો.

slider Bulb Color દૃશ્યમાન સ્પેક્ટ્રમનાં તમામ રંગો ધરાવે છે તેનું અવલોકન કરો.

06:19 Bulb Color slider ને છેડાથી છેડા સુધી ડ્રેગ કરો.
06:24 એ રંગ જેના પર હેન્ડલ મૂકવામાં આવે છે તે ફ્લેશલાઈટમાંથી આવતા પ્રકાશનો રંગ સૂચવે છે.
06:31 વ્યક્તિના માથા ઉપરનાં વલયો સમાન રંગથી ભરે છે એ અવલોકન કરો.
06:38 તમે Bulb Color slider ને ડ્રેગ કરીને એ રંગ બદલી શકો છો જે વ્યક્તિ જુએ છે.

Bulb Color slider ને જમણી બાજુએ લાલ પર ડ્રેગ કરો.

06:50 નોંધ લો કે વ્યક્તિની સામે એક toggle switch આવેલું છે.

તે Filter Color slider થી જોડાયેલું છે.

06:59 અવલોકન કરો, Filter Color slider પણ દૃશ્યમાન સ્પેક્ટ્રમનાં રંગોને ધરાવે છે.
07:06 toggle switch પર ક્લિક કરો.

અવલોકન કરો, ફ્લેશલાઈટથી આવતા બિમનાં માર્ગમાં એક filter દૃશ્યમાન થાય છે.

07:16 Filter Color slider ને છેડાથી છેડાએ ડ્રેગ કરો.
07:21 એ રંગ જેના પર હેન્ડલ મુકાયું છે તે filter નાં રંગને સૂચિત કરે છે.
07:28 નોંધ લો કે filter લાલ છે અને એ લાલ બિમને પ્રસારીત કરે છે.

વ્યક્તિ પણ લાલ પ્રકાશ જુએ છે.

07:38 Bulb Color slider ને જાંબલી પર ડ્રેગ કરો.

ફ્લેશલાઈટમાંથી જાંબલી પ્રકાશ બહાર પડે છે.

07:56 પરંતુ Filter Color લાલ રંગ તરીકે હોવાથી, વ્યક્તિ સુધી કોઈ પ્રકાશ પહોંચતો નથી.
07:52 વ્યક્તિને કોઈપણ પ્રકાશ દેખાતો નથી.
07:56 Filter Color slider ને ડાબા છેડે જાંબલી પર ડ્રેગ કરો.
08:02 નોંધ લો કે filter જાંબલી થાય છે અને જાંબલી પ્રકાશ વ્યક્તિ સુધી પહોંચે છે.

વ્યક્તિને હવે જાંબલી પ્રકાશ દેખાય છે.

08:13 Bulb Color slider ને જમણે છેડે લાલ પર ડ્રેગ કરો.
08:19 અવલોકન કરો કે કેવી રીતે filter જાંબલી રહે છે પરંતુ પ્રકાશ બિમ હવે લાલ છે.
08:26 પરંતુ જાંબલી filter લાલ પ્રકાશને પ્રસારિત કરતુ નથી.

વ્યક્તિને કોઈપણ પ્રકાશ દેખાતો નથી.

08:35 બંને sliders ને વિભિન્ન રંગો પર ડ્રેગ કરો અને જુઓ કે પ્રકાશ વ્યક્તિ સુધી પહોંચે છે કે નહી.
08:43 અવલોકન કરો કે કેવી રીતે ફક્ત પ્રકાશ પ્રસારિત થાય છે જ્યારે બંને sliders ને એકસમાન અથવા લગભગ સમાન રંગ પર સુયોજિત કરવામાં આવે છે.
08:53 filter એ તમામ તરંગલંબાઈનો વિયોગ કરે છે અને ફક્ત તેના પોતાના રંગની તરંગલંબાઈને પ્રસારિત કરે છે.
09:01 એ તરંગલંબાઈ માટે પ્રસારણ નબળું હોય છે જે ફિલ્ટરનાં રંગની કાં તો અત્યંત નજીક અને એનાથી મહત્તમ હોય છે.
09:09 એસાઈનમેંટ તરીકે, ફ્લેશલાઈટમાંથી શ્વેત પ્રકાશ આવતો પસંદ કરો અને ફિલ્ટરમાંથી પ્રકાશનાં પ્રસારણનું અવલોકન કરો.
09:22 હવે, ચાલો interface ની નીચેની બાજુએ આવેલ RGB Bulbs સ્ક્રીન પર ક્લિક કરીએ.
09:29 અહીં, પણ, તમે જમણી બાજુએ જોતી વ્યક્તિને જોઈ શકો છો.

બીજી ઈમેજ પર ક્લિક કરો જે તમને વ્યક્તિનાં મગજનું ક્રોસ-સેક્શન દેખાડશે.

09:41 Play/Pause, Step અને Reset આ તમામ બટનો interface ની નીચેની બાજુએ દેખાય છે.
09:49 સ્ક્રીન પર ત્રણ sliders અને ત્રણ ફ્લેશલાઈટો દેખાય છે.

તમામ sliders નિમ્નતમ સ્તરે સુયોજિત છે.

10:00 સૌથી ઉપર લાલ slider છે, બીજુવાળું લીલું છે અને સૌથી નીચેનું ભૂરું slider છે.
10:10 લાલ slider ને મહત્તમ સ્તરે ડ્રેગ કરો.
10:15 નોંધ લો કે કેવી રીતે લાલ slider ની આગળ આવેલ ફ્લેશલાઈટથી લાલ photons બહાર પડે છે.
10:22 photons વ્યક્તિની આંખ સુધી પહોંચે છે અને વ્યક્તિને લાલ પ્રકાશ દેખાય છે.
10:28 લીલાં slider ને મહત્તમ સ્તર સુધી ડ્રેગ કરો.

લાલ અને લીલાં sliders ની આગળ આવેલ ફ્લેશલાઈટોમાંથી લાલ અને લીલા photons કેવી રીતે બહાર પડે છે તેની નોંધ લો.

10:41 લાલ અને લીલું મળીને પીળું થાય છે.

લાલ અને લીલાં પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ cones સક્રિય થાય છે જેથી વ્યક્તિને પીળો પ્રકાશ દેખાય.

10:53 Pause બટન ક્લિક કરો.
10:56 ભૂરા slider ને મહત્તમ સ્તરે ડ્રેગ કરો.
11:00 Play બટન પર ક્લિક કરો. અવલોકન કરો કે કેવી રીતે આ તમામ રંગો મિશ્રિત થાય છે જેથી વ્યક્તિ શ્વેત પ્રકાશ જુએ છે.
11:11 ચાલો સારાંશ લઈએ.
11:14 tutorial માં, અમે ડેમોનસ્ટ્રેટ કર્યું કે કેવી રીતે Color Vision PhET simulation નો ઉપયોગ કરવો.
11:22 simulation વાપરીને, આપણે કલર વિઝન (રંગદ્રષ્ટિ) જોયી જ્યારે માનવીય આંખ જુએ છે:

શ્વેત પ્રકાશ

11:31 દૃશ્યમાન સ્પેક્ટ્રમ (વર્ણપટ) થી વિભિન્ન રંગોનો પ્રકાશ
11:35 દૃશ્યમાન સ્પેક્ટ્રમનાં વિભિન્ન રંગો માટે પ્રકાશ અને ફિલ્ટર્સ
11:40 લાલ, લીલો અને ભૂરો પ્રકાશ, અલગથી અથવા સંયોજનમાં
11:46 assignment તરીકે, આ 6 રંગો પ્રાપ્ત કરવા માટે લાલ, ભૂરા અને લીલા sliders ને સમાયોજિત કરો.
11:55 આ સ્કીમ્સને ડીઝાઇન કરવા માટે તમે કયુ RGB સંયોજન પસંદ કરશો?
12:01 Internet પર colour wheel ની ઈમેજ બદ્દલ જુઓ.
12:06 આપેલી સ્કીમ્સ માટે રંગ સંયોજન પસંદ કરો.
12:11 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial project નો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

12:20 Spoken Tutorial Project ટીમ spoken tutorials નો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો.

12:35 કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
12:40 આ પ્રોજેક્ટને આંશિક ફાળો Pandit Madan Mohan Malaviya National Mission on Teachers and Teaching દ્વારા આપવામાં આવ્યો છે.
12:49 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

13:03 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki