Moodle-Learning-Management-System/C2/Installing-Moodle-on-Local-Server/Gujarati
Time | Narration |
00:01 | Installing Moodle on Local Server પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે Moodle ડાઉનલોડ કરવું છે અને Moodle સંસ્થાપિત કરવું છે. |
00:15 | Moodle સંસ્થાપિત કરવા માટે, તમારી પાસે આપેલને આધાર કરતી સીસ્ટમ હોવી જોઈએ:
Apache 2.x (અથવા ઉચ્ચતમ આવૃત્તિ) |
00:23 | MariaDB 5.5.30 (અથવા કોઈપણ ઉચ્ચતમ આવૃત્તિ) અને PHP 5.4.4 +(અથવા કોઈપણ ઉચ્ચતમ આવૃત્તિ) |
00:36 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરીશ:
Ubuntu Linux OS 16.04 |
00:44 | Apache, MariaDB અને PHP, XAMPP 5.6.30 મારફતે મેળવેલ |
00:53 | Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર. |
00:59 | તમે તમારી પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
01:03 | જો કે, Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે. |
01:11 | શરુ કરતા પહેલા એ વાતની ખાતરી કરી લો કે તમારી પાસે Internet જોડાણ છે. |
01:16 | સાથે જ આ શ્રુંખલામાનાં પાછલા ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
અને ખાતરી કરી લો કે પૂર્વજરૂરિયાતો મળતી હોવી જોઈએ અને database વ્યવસ્થિત રીતે સુયોજિત થયેલ છે. |
01:27 | આપણી પાસે XAMPP ચાલતું હોવું જોઈએ અને આપણી પાસે username moodle-st વડે સુયોજિત એક database હોવો જોઈએ |
01:37 | પહેલા, ચાલો હું બ્રાઉઝર પર જાઉં અને XAMPP લોંચ કરું. |
01:42 | એડ્રેસ બારમાં, ટાઈપ કરો http colon double slash 127 dot 0 dot 0 dot 1 અને Enter દબાવો. |
01:56 | સ્ક્રીનમાં ઉપર જમણી બાજુએ આવેલ મેનુમાં, PHPinfo પર ક્લિક કરો. |
02:02 | હવે Ctrl + F કી દબાવો અને DOCUMENT underscore ROOT માટે શોધો. |
02:10 | તે Apache Environment ટેબલમાં મળશે. |
02:14 | DOCUMENT underscore ROOT ની વેલ્યુ કા તો slash opt slash lampp slash htdocs રહેશે અથવા slash var slash www રહેશે |
02:30 | મારી મશીનમાં, તે છે slash opt slash lampp slash htdocs. |
02:37 | કૃપા કરી આ પાથની નોંધ લો. આપણે અહીં Moodle સંસ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. |
02:43 | ચાલો હવે Moodle ને ડાઉનલોડ કરવાનું શરુ કરીએ.
Moodle ની સત્તાવાર વેબસાઇટ પર જાવ જે છે moodle.org |
02:53 | ઉપર આવેલ મેનુમાં Downloads લીંક પર ક્લિક કરો.
અને ત્યારબાદ નવીનતમ રીલીઝ બટન MOODLE 3.3+ પર ક્લિક કરો. |
03:04 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરતી વખતે, નવીનતમ સ્થિર આવૃત્તિ Moodle આવૃત્તિ 3.3 છે.
તમે જ્યારે પ્રયાસ કરો ત્યારે તે જુદી હોઈ શકે છે. |
03:15 | Download zip બટન પર ક્લિક કરો. આનાથી તમારી મશીન પર Moodle ડાઉનલોડ થવાનું શરુ થશે. |
03:22 | મેં પહેલાથી જ આ ફાઈલ ડાઉનલોડ કરી છે અને તે મારા Downloads ફોલ્ડરમાં છે.
તેથી હું આ પગલાને છોડી દઈશ. |
03:30 | Ctrl + Alt + T કી એકસાથે દાબીને ટર્મિનલ ખોલો. |
03:36 | ટર્મિનલ પર, હું ડિરેક્ટરી બદલીને Downloads કરીશ. |
03:40 | આવું કરવા માટે, ટાઈપ કરો કમાંડ: cd space Downloads અને Enter દબાવો. |
03:48 | તમને એ path ટાઈપ કરવો પડશે જ્યાં તમે તમારી સીસ્ટમ પર Moodle ડાઉનલોડ કર્યું છે. |
03:53 | એકવાર જો તમે ડિરેક્ટરીમાં આવો તો, ટાઈપ કરો ls અને Enter દબાવો જેથી ત્યાં આવેલી ફાઈલોની સૂચી દેખાશે. |
04:01 | મારી Moodle સંસ્થાપન ફાઈલ આ રહ્યી. તેનું નામ છે moodle hyphen latest hyphen 33 dot zip |
04:11 | ડાઉનલોડ કરતી વખતે જો તમે તેને જુદા નામથી સેવ કર્યું હતું તો, તે ફાઈલને તમારા ફોલ્ડરમાં લોકેટ (શોધી કાઢવું) કરો. |
04:19 | આગળ, આપણે આ zip ફાઈલના કન્ટેન્ટને moodle ફોલ્ડરમાં એક્સટ્રેક્ટ કરવું પડશે. |
04:26 | command prompt પર, ટાઈપ કરો: sudo space unzip space moodle hyphen latest hyphen 33 dot zip space hyphen d space slash opt slash lampp slash htdocs slash હવે Enter દબાવો. |
04:51 | Ctrl + L દાબીને ચાલો ટર્મિનલ સાફ કરીએ. |
04:56 | હવે ટાઈપ કરો cd space slash opt slash lampp slash htdocs અને Enter દબાવો. |
05:06 | ફાઈલને આ ડિરેક્ટરીમાં સૂચીબદ્ધ કરવા, ટાઈપ કરો ls અને Enter દબાવો. |
05:12 | તમે જોઈ શકો છો કે moodle નામનું એક નવું ફોલ્ડર બની ગયું છે. |
05:18 | ચાલો હું moodle ફોલ્ડરનાં owner અને group members ને read, write અને execute permissions આપું. |
05:27 | તો ટાઈપ કરો - sudo space chmod space 777 space moodle slash અને Enter દબાવો. |
05:39 | પ્રોમ્પ્ટ કરવા પર administrative પાસવર્ડ દાખલ કરો અને Enter દબાવો. |
05:45 | હવે બ્રાઉઝર પર જાવ અને ટાઈપ કરો - http colon double slash 127.0.0.1 slash moodle અથવા http colon double slash localhost slash moodle |
06:06 | મેં અહીં મારું localhost IP ટાઈપ કર્યું છે. |
06:10 | આ IP એ મશીનનું IP હોવું જરૂરી છે જેના પર moodle સંસ્થાપિત કરેલું છે.
કૃપા કરી નોંધ લો moodle એ ફોલ્ડર છે જેમાં આપણે અગાઉ એક્સટ્રેક્ટ કર્યું હતું. |
06:23 | Enter દબાવો અને તમને Moodle સંસ્થાપન પેજ દેખાશે. |
06:29 | મૂળભૂત રીતે, આપણે પગલા ક્રમાંક એકમાં છીએ, જે છે, Configuration. કૃપા કરી નોંધ લો: Moodle એકથી વધુ ભાષામાં સંસ્થાપિત થઇ શકે છે. |
06:40 | પરંતુ આપણે પોતાને ફક્ત અંગ્રેજી ભાષા સુધી સીમિત રાખીશું.
તો, અહીં English પસંદ કરો. લેંગ્વેજ ડ્રોપડાઉનની નીચે આવેલ Next બટન પર ક્લિક કરો. |
06:52 | આગળ આવે છે Paths પેજ.
અહીં web address, moodle directory અને data directory વ્યાખ્યાયિત કરવામાં આવી છે. |
07:02 | Web address આપણી માટે સંસ્થાપિત થયા બાદ Moodle ને એક્સેસ કરવાનું URL છે. |
07:08 | આ સમાન URL છે જે આપણે ઉપર દાખલ કર્યું છે, જે અહીં દર્શાવાયું છે: |
07:14 | Moodle directory એ ફોલ્ડર છે જ્યાં તમામ Moodle કોડ ઉપલબ્ધ છે. |
07:20 | અહીં નોંધ લો - Web address અને Moodle directory બંને નોન-એડીટેબલ ફિલ્ડ્સ છે.
આપણા દ્વારા આને બદલી શકાતું નથી. |
07:31 | આગળ છે Data directory.
આ એ ફોલ્ડર છે જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અપલોડ કરવામાં આવેલ તમામ ફાઈલ કન્ટેન્ટ, સંગ્રહીત થશે. |
07:42 | આ ફોલ્ડરને read અને write permission હોવી જોઈએ જેથી ફાઈલ અહીં સંગ્રહીત થઇ શકે. |
07:50 | જો કે તે સુરક્ષા કારણોસર વેબ પર પ્રત્યક્ષ રીતે ઍક્સેસિબલ હોવું જોઈએ નહીં. |
07:57 | તો, તેને સંસ્થાપન ફોલ્ડરની બહાર મુકવામાં આવે છે. |
08:03 | lampp ફોલ્ડર અંતર્ગત આવેલ moodledata એ મૂળભૂત data directory છે જેને installer બનાવવાનો પ્રયાસ કરે છે. |
08:11 | જો કે, તેને અહીં ફોલ્ડર બનાવવાની પરવાનગી હોતી નથી.
તેથી, આપણે આ ફોલ્ડર પોતેથી બનાવવું પડે છે અને તેને જોઈતી પરવાનગી આપવી પડે છે. |
08:23 | terminal વિન્ડો પર જાવ.
prompt પર, ટાઈપ કરો sudo space mkdir space slash opt slash lampp slash moodledata અને Enter દબાવો. |
08:41 | હવે, ટાઈપ કરો - sudo space chmod space 777 space slash opt slash lampp slash moodledata અને Enter દબાવો. |
08:57 | હવે બ્રાઉઝર પર પાછા જાવ અને Next બટન પર ક્લિક કરો. |
09:02 | આના પછી database configuration પેજ આવે છે.
ડ્રોપડાઉનમાંથી MariaDB પસંદ કરો અને Next બટન પર ક્લિક કરો. |
09:13 | Database Host Name, localhost તરીકે દાખલ કરો. |
09:18 | હવે, આપણે દાખલ કરવું પડશે database name, username અને password.
આ એ છે જે આપણે અગાઉ phpMyAdmin માં બનાવ્યું હતું. |
09:30 | database name હું moodle-st તરીકે દાખલ કરીશ. |
09:36 | ત્યારબાદ database username, moodle-st તરીકે નાખીશ. |
09:41 | અને મારો database password, moodle-st તરીકે નાખીશ. |
09:46 | Table Prefix અને બીજા અન્ય ફિલ્ડ્સને જેવા છે એવા જ છોડી દો અને Next પર ક્લિક કરો. |
09:54 | આપણે terms and conditions પેજ જોઈ શકીએ છીએ. |
09:59 | આ એ પગલું છે જ્યાં તમને લાયસન્સ કરારને વાંચવાની આવશ્યકતા છે અને તેનાથી સહેમત થવું પડશે.
લખાણ વાંચો અને ત્યારબાદ Continue પર ક્લિક કરો. |
10:10 | આગળ આપણે Server Checks પેજ જોઈ શકીએ છીએ.
મેસેજને જોવા માટે નીચે સ્ક્રોલ કરો Your server environment meets all minimum requirements. |
10:23 | દર્શાવ્યા પ્રમાણે તમને અન્ય એક એરર મળી શકે છે:
નિરાકરણ માટે આ ટ્યુટોરીયલનાં Additional reading material લીંકનો સંદર્ભ લો. |
10:33 | Continue પર ક્લિક કરો. |
10:36 | તમારા ઇન્ટરનેટ જોડાણની ગતિ પર આધાર રાખી આ પગલાં પર અમુક સમય લાગી શકે છે.
તમે જો પેજને રીફ્રેશ કરો છો તો તમને એક એરર મેસેજ મળી શકે છે Site is being upgraded, please retry later. |
10:50 | આ બાબતમાં, અમુક સમય પછીથી રીફ્રેશ કરો. |
10:54 | સફળ સંસ્થાપનનો મેસેજ મળ્યા બાદ Continue ક્લિક કરો. |
11:00 | આગળનું પેજ administrator configuration માટે છે. |
11:05 | એ username દાખલ કરો જે તમને Moodle Administrative પેજ માટે જોઈએ છે. હું username, admin તરીકે દાખલ કરીશ. |
11:15 | હવે Moodle Administrator માટે પાસવર્ડ દાખલ કરો.
અહીં પાસવર્ડ દર્શાવ્યા આ નિયમ પ્રમાણે અનુસરવો જોઈએ. |
11:26 | પાસવર્ડ દાખલ કરવા માટે, Click to enter text લીંક પર ક્લિક કરો. |
11:32 | હું મારા admin password તરીકે દાખલ કરીશ Spokentutorial1@. પાસવર્ડને પ્રગટ કરવા માટે Unmask આઇકોન પર ક્લિક કરો. |
11:43 | તમે બનાવેલ username અને password ને ભવિષ્યનાં વાપર માટે નોંધ કરી રાખો. |
11:49 | Email address એક અનિવાર્ય ફિલ્ડ છે.
હું અહીં દાખલ કરીશ priyankaspokentutorial@gmail.com. |
11:59 | Select a country ડ્રોપડાઉનમાં, India પસંદ કરો.
ટાઈમઝોન, Asia/Kolkata તરીકે પસંદ કરો. |
12:08 | બાકી બચેલ ફીલ્ડો આપણે તેની મૂળભૂત વેલ્યુઓ સાથે જ રહેવા દઈશું. |
12:13 | નીચે સ્ક્રોલ કરો અને Update Profile બટન પર ક્લિક કરો. |
12:18 | કૃપા કરી નોંધ લો Moodle એ વધુ રિસોર્સ લેનાર સોફ્ટવેર છે.
દરેક પગલાને પૂર્ણ થવામાં સમય લાગી શકે છે. |
12:27 | કૃપા કરી આગળનું પેજ લોડ થવા માટે રાહ જુઓ અને પેજને ના રદ્દ કરો કે ના રીફ્રેશ કરો. |
12:34 | આગળની સ્ક્રીન Front page settings માટે છે.
આ એ પેજ છે જે લોકોને દેખાશે જ્યારે તે આપણી moodle site ની મુલાકાત લેશે. |
12:45 | Full Site Name, Digital India LMS તરીકે દાખલ કરો. |
12:50 | Short name for site , ફરીથી Digital India LMS તરીકે દાખલ કરો.
નેવિગેશન બારમાં moodle site નાં નામ તરીકે આ દ્રશ્યમાન થશે. |
13:03 | હમણાં માટે ચાલો Front Page Summary ખાલી રહેવા દઈએ.
ટાઈમઝોન, Asia/Kolkata તરીકે પસંદ કરો. |
13:11 | આગળનું ડ્રોપડાઉન છે Self Registration.
Self Registration જો સક્રિય હોય તો, નવા વપરાશકર્તાઓ પોતેથી પોતાને રજીસ્ટર કરી શકે છે. |
13:23 | ડ્રોપડાઉનમાંથી Disable પસંદ કરો.
આગળ no-reply address ટેક્સ્ટ બોક્સ છે. |
13:31 | આ ફિલ્ડમાં મૂળભૂત વેલ્યુ છે noreply@localhost .
જો કે આ એક માન્ય ઇમેઇલ આઈડી નથી તો, તેને બદલીને noreply@localhost.com કરો. |
13:46 | જ્યારે Moodle પાસે દર્શાવવા માટે કોઈપણ ઇમેઇલ આઈડી ન હોય તો, આ ઇમેઇલ આઈડી From એડ્રેસ તરકે દેખાશે . |
13:55 | ઉદાહરણ તરીકે, જો હું મારા એડ્રેસને private તરીકે રાખવા નિર્દિષ્ટ કરું તો, મારા દ્વારા મોકલેલા તમામ ઇમેઇલમાં આ ઇમેઇલ આઈડી રહેશે.
છેલ્લે, Save Changes બટન પર ક્લિક કરો. |
14:10 | આપણે હવે Moodle નો ઉપયોગ કરવા માટે તૈયાર છીએ.
તમે અહીં નવી સાઈટનું ફ્રન્ટ પેજ જોઈ શકો છો. |
14:17 | આ સાથે અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
14:23 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: moodle.org પરથી Moodle ડાઉનલોડ કરવું અને લોકલ સર્વર પર Moodle સંસ્થાપિત કરવું |
14:33 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
14:41 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.
વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો. |
14:51 | શું તમને આ Spoken Tutorial માટે કોઈ પ્રશ્નો પૂછવા છે?
કૃપા કરી આ સાઈટની મુલાકાત લો http://forums.spoken-tutorial.org |
15:00 | પ્રશ્ન જે વાક્ય માટે હોય તેનાં સમયને નોંધ કરી લો.
તમારા પ્રશ્નને વિસ્તૃત રીતે સમજાવો. અમારી ટીમમાંથી ઉપલબ્ધ કોઈ એક એનો જવાબ આપશે. |
05:10 | સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પરનાં વિશેષ પ્રશ્નો માટે છે. |
15:15 | આના પર અસંબંધિત અને સામાન્ય પ્રશ્નોને પોસ્ટ ન કરો. |
15:21 | આનાથી ગુંચવણ ઓછી કરવામાં મદદ મળશે. ઓછી ગુંચવણથી, આપણે આ ચર્ચાનો સૂચનાત્મક સામગ્રી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. |
15:31 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
15:45 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |