Moodle-Learning-Management-System/C2/Installing-Moodle-on-Local-Server/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Installing Moodle on Local Server પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે Moodle ડાઉનલોડ કરવું છે અને Moodle સંસ્થાપિત કરવું છે.
00:15 Moodle સંસ્થાપિત કરવા માટે, તમારી પાસે આપેલને આધાર કરતી સીસ્ટમ હોવી જોઈએ:

Apache 2.x (અથવા ઉચ્ચતમ આવૃત્તિ)

00:23 MariaDB 5.5.30 (અથવા કોઈપણ ઉચ્ચતમ આવૃત્તિ) અને PHP 5.4.4 +(અથવા કોઈપણ ઉચ્ચતમ આવૃત્તિ)
00:36 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરીશ:

Ubuntu Linux OS 16.04

00:44 Apache, MariaDB અને PHP, XAMPP 5.6.30 મારફતે મેળવેલ
00:53 Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર.
00:59 તમે તમારી પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
01:03 જો કે, Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે.
01:11 શરુ કરતા પહેલા એ વાતની ખાતરી કરી લો કે તમારી પાસે Internet જોડાણ છે.
01:16 સાથે જ આ શ્રુંખલામાનાં પાછલા ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.

અને ખાતરી કરી લો કે પૂર્વજરૂરિયાતો મળતી હોવી જોઈએ અને database વ્યવસ્થિત રીતે સુયોજિત થયેલ છે.

01:27 આપણી પાસે XAMPP ચાલતું હોવું જોઈએ અને આપણી પાસે username moodle-st વડે સુયોજિત એક database હોવો જોઈએ
01:37 પહેલા, ચાલો હું બ્રાઉઝર પર જાઉં અને XAMPP લોંચ કરું.
01:42 એડ્રેસ બારમાં, ટાઈપ કરો http colon double slash 127 dot 0 dot 0 dot 1 અને Enter દબાવો.
01:56 સ્ક્રીનમાં ઉપર જમણી બાજુએ આવેલ મેનુમાં, PHPinfo પર ક્લિક કરો.
02:02 હવે Ctrl + F કી દબાવો અને DOCUMENT underscore ROOT માટે શોધો.
02:10 તે Apache Environment ટેબલમાં મળશે.
02:14 DOCUMENT underscore ROOT ની વેલ્યુ કા તો slash opt slash lampp slash htdocs રહેશે અથવા slash var slash www રહેશે
02:30 મારી મશીનમાં, તે છે slash opt slash lampp slash htdocs.
02:37 કૃપા કરી આ પાથની નોંધ લો. આપણે અહીં Moodle સંસ્થાપિત કરવા જઈ રહ્યા છીએ.
02:43 ચાલો હવે Moodle ને ડાઉનલોડ કરવાનું શરુ કરીએ.

Moodle ની સત્તાવાર વેબસાઇટ પર જાવ જે છે moodle.org

02:53 ઉપર આવેલ મેનુમાં Downloads લીંક પર ક્લિક કરો.

અને ત્યારબાદ નવીનતમ રીલીઝ બટન MOODLE 3.3+ પર ક્લિક કરો.

03:04 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરતી વખતે, નવીનતમ સ્થિર આવૃત્તિ Moodle આવૃત્તિ 3.3 છે.

તમે જ્યારે પ્રયાસ કરો ત્યારે તે જુદી હોઈ શકે છે.

03:15 Download zip બટન પર ક્લિક કરો. આનાથી તમારી મશીન પર Moodle ડાઉનલોડ થવાનું શરુ થશે.
03:22 મેં પહેલાથી જ આ ફાઈલ ડાઉનલોડ કરી છે અને તે મારા Downloads ફોલ્ડરમાં છે.

તેથી હું આ પગલાને છોડી દઈશ.

03:30 Ctrl + Alt + T કી એકસાથે દાબીને ટર્મિનલ ખોલો.
03:36 ટર્મિનલ પર, હું ડિરેક્ટરી બદલીને Downloads કરીશ.
03:40 આવું કરવા માટે, ટાઈપ કરો કમાંડ: cd space Downloads અને Enter દબાવો.
03:48 તમને એ path ટાઈપ કરવો પડશે જ્યાં તમે તમારી સીસ્ટમ પર Moodle ડાઉનલોડ કર્યું છે.
03:53 એકવાર જો તમે ડિરેક્ટરીમાં આવો તો, ટાઈપ કરો ls અને Enter દબાવો જેથી ત્યાં આવેલી ફાઈલોની સૂચી દેખાશે.
04:01 મારી Moodle સંસ્થાપન ફાઈલ આ રહ્યી. તેનું નામ છે moodle hyphen latest hyphen 33 dot zip
04:11 ડાઉનલોડ કરતી વખતે જો તમે તેને જુદા નામથી સેવ કર્યું હતું તો, તે ફાઈલને તમારા ફોલ્ડરમાં લોકેટ (શોધી કાઢવું) કરો.
04:19 આગળ, આપણે આ zip ફાઈલના કન્ટેન્ટને moodle ફોલ્ડરમાં એક્સટ્રેક્ટ કરવું પડશે.
04:26 command prompt પર, ટાઈપ કરો: sudo space unzip space moodle hyphen latest hyphen 33 dot zip space hyphen d space slash opt slash lampp slash htdocs slash હવે Enter દબાવો.
04:51 Ctrl + L દાબીને ચાલો ટર્મિનલ સાફ કરીએ.
04:56 હવે ટાઈપ કરો cd space slash opt slash lampp slash htdocs અને Enter દબાવો.
05:06 ફાઈલને આ ડિરેક્ટરીમાં સૂચીબદ્ધ કરવા, ટાઈપ કરો ls અને Enter દબાવો.
05:12 તમે જોઈ શકો છો કે moodle નામનું એક નવું ફોલ્ડર બની ગયું છે.
05:18 ચાલો હું moodle ફોલ્ડરનાં owner અને group members ને read, write અને execute permissions આપું.
05:27 તો ટાઈપ કરો - sudo space chmod space 777 space moodle slash અને Enter દબાવો.
05:39 પ્રોમ્પ્ટ કરવા પર administrative પાસવર્ડ દાખલ કરો અને Enter દબાવો.
05:45 હવે બ્રાઉઝર પર જાવ અને ટાઈપ કરો - http colon double slash 127.0.0.1 slash moodle અથવા http colon double slash localhost slash moodle
06:06 મેં અહીં મારું localhost IP ટાઈપ કર્યું છે.
06:10 IP એ મશીનનું IP હોવું જરૂરી છે જેના પર moodle સંસ્થાપિત કરેલું છે.

કૃપા કરી નોંધ લો moodle એ ફોલ્ડર છે જેમાં આપણે અગાઉ એક્સટ્રેક્ટ કર્યું હતું.

06:23 Enter દબાવો અને તમને Moodle સંસ્થાપન પેજ દેખાશે.
06:29 મૂળભૂત રીતે, આપણે પગલા ક્રમાંક એકમાં છીએ, જે છે, Configuration. કૃપા કરી નોંધ લો: Moodle એકથી વધુ ભાષામાં સંસ્થાપિત થઇ શકે છે.
06:40 પરંતુ આપણે પોતાને ફક્ત અંગ્રેજી ભાષા સુધી સીમિત રાખીશું.

તો, અહીં English પસંદ કરો. લેંગ્વેજ ડ્રોપડાઉનની નીચે આવેલ Next બટન પર ક્લિક કરો.

06:52 આગળ આવે છે Paths પેજ.

અહીં web address, moodle directory અને data directory વ્યાખ્યાયિત કરવામાં આવી છે.

07:02 Web address આપણી માટે સંસ્થાપિત થયા બાદ Moodle ને એક્સેસ કરવાનું URL છે.
07:08 આ સમાન URL છે જે આપણે ઉપર દાખલ કર્યું છે, જે અહીં દર્શાવાયું છે:
07:14 Moodle directory એ ફોલ્ડર છે જ્યાં તમામ Moodle કોડ ઉપલબ્ધ છે.
07:20 અહીં નોંધ લો - Web address અને Moodle directory બંને નોન-એડીટેબલ ફિલ્ડ્સ છે.

આપણા દ્વારા આને બદલી શકાતું નથી.

07:31 આગળ છે Data directory.

આ એ ફોલ્ડર છે જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અપલોડ કરવામાં આવેલ તમામ ફાઈલ કન્ટેન્ટ, સંગ્રહીત થશે.

07:42 આ ફોલ્ડરને read અને write permission હોવી જોઈએ જેથી ફાઈલ અહીં સંગ્રહીત થઇ શકે.
07:50 જો કે તે સુરક્ષા કારણોસર વેબ પર પ્રત્યક્ષ રીતે ઍક્સેસિબલ હોવું જોઈએ નહીં.
07:57 તો, તેને સંસ્થાપન ફોલ્ડરની બહાર મુકવામાં આવે છે.
08:03 lampp ફોલ્ડર અંતર્ગત આવેલ moodledata એ મૂળભૂત data directory છે જેને installer બનાવવાનો પ્રયાસ કરે છે.
08:11 જો કે, તેને અહીં ફોલ્ડર બનાવવાની પરવાનગી હોતી નથી.

તેથી, આપણે આ ફોલ્ડર પોતેથી બનાવવું પડે છે અને તેને જોઈતી પરવાનગી આપવી પડે છે.

08:23 terminal વિન્ડો પર જાવ.

prompt પર, ટાઈપ કરો sudo space mkdir space slash opt slash lampp slash moodledata અને Enter દબાવો.

08:41 હવે, ટાઈપ કરો - sudo space chmod space 777 space slash opt slash lampp slash moodledata અને Enter દબાવો.
08:57 હવે બ્રાઉઝર પર પાછા જાવ અને Next બટન પર ક્લિક કરો.
09:02 આના પછી database configuration પેજ આવે છે.

ડ્રોપડાઉનમાંથી MariaDB પસંદ કરો અને Next બટન પર ક્લિક કરો.

09:13 Database Host Name, localhost તરીકે દાખલ કરો.
09:18 હવે, આપણે દાખલ કરવું પડશે database name, username અને password.

આ એ છે જે આપણે અગાઉ phpMyAdmin માં બનાવ્યું હતું.

09:30 database name હું moodle-st તરીકે દાખલ કરીશ.
09:36 ત્યારબાદ database username, moodle-st તરીકે નાખીશ.
09:41 અને મારો database password, moodle-st તરીકે નાખીશ.
09:46 Table Prefix અને બીજા અન્ય ફિલ્ડ્સને જેવા છે એવા જ છોડી દો અને Next પર ક્લિક કરો.
09:54 આપણે terms and conditions પેજ જોઈ શકીએ છીએ.
09:59 આ એ પગલું છે જ્યાં તમને લાયસન્સ કરારને વાંચવાની આવશ્યકતા છે અને તેનાથી સહેમત થવું પડશે.

લખાણ વાંચો અને ત્યારબાદ Continue પર ક્લિક કરો.

10:10 આગળ આપણે Server Checks પેજ જોઈ શકીએ છીએ.

મેસેજને જોવા માટે નીચે સ્ક્રોલ કરો Your server environment meets all minimum requirements.

10:23 દર્શાવ્યા પ્રમાણે તમને અન્ય એક એરર મળી શકે છે:

નિરાકરણ માટે આ ટ્યુટોરીયલનાં Additional reading material લીંકનો સંદર્ભ લો.

10:33 Continue પર ક્લિક કરો.
10:36 તમારા ઇન્ટરનેટ જોડાણની ગતિ પર આધાર રાખી આ પગલાં પર અમુક સમય લાગી શકે છે.

તમે જો પેજને રીફ્રેશ કરો છો તો તમને એક એરર મેસેજ મળી શકે છે Site is being upgraded, please retry later.

10:50 આ બાબતમાં, અમુક સમય પછીથી રીફ્રેશ કરો.
10:54 સફળ સંસ્થાપનનો મેસેજ મળ્યા બાદ Continue ક્લિક કરો.
11:00 આગળનું પેજ administrator configuration માટે છે.
11:05 username દાખલ કરો જે તમને Moodle Administrative પેજ માટે જોઈએ છે. હું username, admin તરીકે દાખલ કરીશ.
11:15 હવે Moodle Administrator માટે પાસવર્ડ દાખલ કરો.

અહીં પાસવર્ડ દર્શાવ્યા આ નિયમ પ્રમાણે અનુસરવો જોઈએ.

11:26 પાસવર્ડ દાખલ કરવા માટે, Click to enter text લીંક પર ક્લિક કરો.
11:32 હું મારા admin password તરીકે દાખલ કરીશ Spokentutorial1@. પાસવર્ડને પ્રગટ કરવા માટે Unmask આઇકોન પર ક્લિક કરો.
11:43 તમે બનાવેલ username અને password ને ભવિષ્યનાં વાપર માટે નોંધ કરી રાખો.
11:49 Email address એક અનિવાર્ય ફિલ્ડ છે.

હું અહીં દાખલ કરીશ priyankaspokentutorial@gmail.com.

11:59 Select a country ડ્રોપડાઉનમાં, India પસંદ કરો.

ટાઈમઝોન, Asia/Kolkata તરીકે પસંદ કરો.

12:08 બાકી બચેલ ફીલ્ડો આપણે તેની મૂળભૂત વેલ્યુઓ સાથે જ રહેવા દઈશું.
12:13 નીચે સ્ક્રોલ કરો અને Update Profile બટન પર ક્લિક કરો.
12:18 કૃપા કરી નોંધ લો Moodle એ વધુ રિસોર્સ લેનાર સોફ્ટવેર છે.

દરેક પગલાને પૂર્ણ થવામાં સમય લાગી શકે છે.

12:27 કૃપા કરી આગળનું પેજ લોડ થવા માટે રાહ જુઓ અને પેજને ના રદ્દ કરો કે ના રીફ્રેશ કરો.
12:34 આગળની સ્ક્રીન Front page settings માટે છે.

આ એ પેજ છે જે લોકોને દેખાશે જ્યારે તે આપણી moodle site ની મુલાકાત લેશે.

12:45 Full Site Name, Digital India LMS તરીકે દાખલ કરો.
12:50 Short name for site , ફરીથી Digital India LMS તરીકે દાખલ કરો.

નેવિગેશન બારમાં moodle site નાં નામ તરીકે આ દ્રશ્યમાન થશે.

13:03 હમણાં માટે ચાલો Front Page Summary ખાલી રહેવા દઈએ.

ટાઈમઝોન, Asia/Kolkata તરીકે પસંદ કરો.

13:11 આગળનું ડ્રોપડાઉન છે Self Registration.

Self Registration જો સક્રિય હોય તો, નવા વપરાશકર્તાઓ પોતેથી પોતાને રજીસ્ટર કરી શકે છે.

13:23 ડ્રોપડાઉનમાંથી Disable પસંદ કરો.

આગળ no-reply address ટેક્સ્ટ બોક્સ છે.

13:31 આ ફિલ્ડમાં મૂળભૂત વેલ્યુ છે noreply@localhost .

જો કે આ એક માન્ય ઇમેઇલ આઈડી નથી તો, તેને બદલીને noreply@localhost.com કરો.

13:46 જ્યારે Moodle પાસે દર્શાવવા માટે કોઈપણ ઇમેઇલ આઈડી ન હોય તો, આ ઇમેઇલ આઈડી From એડ્રેસ તરકે દેખાશે .
13:55 ઉદાહરણ તરીકે, જો હું મારા એડ્રેસને private તરીકે રાખવા નિર્દિષ્ટ કરું તો, મારા દ્વારા મોકલેલા તમામ ઇમેઇલમાં આ ઇમેઇલ આઈડી રહેશે.

છેલ્લે, Save Changes બટન પર ક્લિક કરો.

14:10 આપણે હવે Moodle નો ઉપયોગ કરવા માટે તૈયાર છીએ.

તમે અહીં નવી સાઈટનું ફ્રન્ટ પેજ જોઈ શકો છો.

14:17 આ સાથે અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
14:23 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: moodle.org પરથી Moodle ડાઉનલોડ કરવું અને લોકલ સર્વર પર Moodle સંસ્થાપિત કરવું
14:33 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

14:41 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.

વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો.

14:51 શું તમને આ Spoken Tutorial માટે કોઈ પ્રશ્નો પૂછવા છે?

કૃપા કરી આ સાઈટની મુલાકાત લો http://forums.spoken-tutorial.org

15:00 પ્રશ્ન જે વાક્ય માટે હોય તેનાં સમયને નોંધ કરી લો.

તમારા પ્રશ્નને વિસ્તૃત રીતે સમજાવો. અમારી ટીમમાંથી ઉપલબ્ધ કોઈ એક એનો જવાબ આપશે.

05:10 સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પરનાં વિશેષ પ્રશ્નો માટે છે.
15:15 આના પર અસંબંધિત અને સામાન્ય પ્રશ્નોને પોસ્ટ ન કરો.
15:21 આનાથી ગુંચવણ ઓછી કરવામાં મદદ મળશે. ઓછી ગુંચવણથી, આપણે આ ચર્ચાનો સૂચનાત્મક સામગ્રી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ.
15:31 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
15:45 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki