Moodle-Learning-Management-System/C2/Getting-Ready-for-Moodle-Installation/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Getting ready for Moodle installation. પરના સ્પોકન સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે Moodle. ઇન્સ્ટોલ કરવા માટે પૂર્વજરૂરિયાત વિષે શીખીશું . |
00:14 | આપણે લોકલહોસ્ટ અને ડેટાબેઝ સેટઅપ પર પેકેજ માટે તપાસ કરતા પણ શીખીશું. |
00:22 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
Ubuntu Linux OS 16.04 |
00:30 | XAMPP 5.6.30 દ્વારા મેળવેલ Apache, MariaDB અને PHP અને Firefox વેબ બ્રાઉઝર. |
00:42 | તમે તમારી પસંદનું કોઈ પણ બ્રાઉઝર નો ઉપયોગ કરી શકો છો. |
00:46 | Moodle 3.3 ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી મશીનને આપેલ સપોર્ટ કરવું જોઈએ: |
00:52 | Apache 2.x (or higher version)
MariaDB 5.5.30 (or any higher version) અને PHP 5.4.4 +(or any higher version) |
01:08 | જો તમારી પાસે ઉપરોક્ત જૂની આવૃત્તિઓ છે, તો આગળ વધતા પહેલા તેને અનઇન્સ્ટોલ કરો. |
01:16 | MariaDB એ ઝડપથી વધવા વાળું ઓપનસોર્સ ડેટાબેઝ છે. |
01:21 | તે MySQL ડેટાબેઝ માટે એક એક વૈકલ્પિક છે. |
01:26 | વેબ સર્વર ડિસ્ટ્રિબ્યુશન તમને Apache, MariaDB અને PHP એક સાથે આપે છે. |
01:34 | તમે આને અલગથી પણ ઇન્સ્ટોલ કરી શકો છો. અથવા વેબ સર્વર ડિસ્ટ્રીબ્યુશન લિંક જેમકે XAMPP, WAMPP અથવા LAMPP. |
01:44 | મેં મારી મશીન પર XAMPP પહેલાથી જ ઇન્સ્ટોલ કર્યું છે. |
01:49 | સૌપ્રથમ આપણે આપણી મશીન પર XAMPP કાર્ય કરી રહ્યા છે કે નહીં તે તપાસી શું. |
01:54 | વેબ બ્રાઉઝરમસ આપણે ટાઈપ કરીશું http colon double slash 127 dot 0 dot 0 dot 1 અને Enter દબાવો. |
02:08 | આ Unable to connect મેસેજ દેખાડે છે. |
02:12 | આનો અર્થ છે XAMPP સર્વિસ એ કાર્ય કરી રહ્યું નથી. |
02:16 | તો આપણે XAMPP service. શરુ કરીશું. |
02:20 | ચાલો Ctrl + Alt + T કી દબાવીને ટર્મિનલ ખોલો. |
02:26 | sudo space slash opt slash lampp slash lampp space start ટાઈપ કરીને XAMPP શરુ કરો. |
02:38 | જયારે પૂછવામાં આવશે ત્યારે administrative પાસવર્ડ દાખલ કરો અને Enter દબાવો. |
02:44 | જો તમને આપેલ મેસેજ મળે છે
Starting XAMPP for Linux …. XAMPP: Starting Apache...ok. XAMPP: Starting MySQL...ok. XAMPP: Starting ProFTPD...ok. |
02:59 | આનો અર્થ છે XAMPP પર ઇન્સ્ટોલ થયી ગયું છે અને તમે સર્વિસ શરૂ કરી છે. |
03:05 | કૃપા કરીને નોંધ લો XAMPP 5.6.30 એ MySQL ના બદલે MariaDB નો ઉપયોગ કરે છે. |
03:13 | બંને માટે કમાંડ અને ટુલ સમાન છે. |
03:17 | ચાલો બ્રાઉઝ પર પાછા જઈએ અને પેજને રિફ્રેશ કરીએ. |
03:21 | હવે આપણે XAMPP સ્ક્રીન જોઈ શકીએ છીએ. |
03:25 | તમે ટર્મિનલ પર કદાચિત Command not found તરીકે મેસેજ મેળવી શકો છો. |
03:30 | આનો અર્થ છે કે XAMPP તમારી મશીન પર ઇન્સ્ટોલ નથી થયું. |
03:34 | જો આવું હોય તો વેબસાઈટ પર PHP and MySQL Series માં XAMPP Installation ટ્યુટોરીયલ નો સંદર્ભ લો. |
03:42 | ઉપર બતાડેલ ટ્યુટોરીયલના ચોક્કસ સૂચનાઓનું અનુસરણ કરીને XAMPP નું નવીનતમ વર્જન ઇન્સ્ટોલ કરો.
|
03:49 | ચાલો હું ટર્મિનલ પર પાછી જાઉં. |
03:52 | હવે XAMPP service શરુ કરવું માટે ઉપર બતાડેલ પગલાંનું અનુસરણ કરો. |
03:57 | ચાલો હવે આપણા સિસ્ટમ પર PHP નું વર્જન તપાસીએ. |
04:02 | terminal પર ટાઈપ કરો sudo space slash opt slash lampp slash bin slash php space hyphen v
અને Enter. દબાવો. |
04:17 | જો પૂછે તો administrative પાંડવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો. |
04:23 | મારુ PHP નું વર્જન 5.6.30 છે. |
04:29 | આ મેસેજ નિર્દિષ્ટ કરે છે કે PHP સ્ફળતાપૂર્વક ઇન્સ્ટોલ થયી ગયું છે. |
04:34 | જો તમારી પાસે 5.4.4 કરતા ઓછું વર્જન હોય તો XAMPP નું નવીનતમ વર્જન ઇન્સ્ટોલ કરવું જોઈએ. |
04:42 | આગળ આપણે આપણી સિસ્ટમ પર MariaDB ઇન્સ્ટોલ કરીશું. |
04:48 | terminal પર ટાઈપ કરો sudo space slash opt slash lampp slash bin slash mysql space hyphen v અને એન્ટર દબાવો. |
05:03 | જો પૂછવામાં આવશે તો administrative પાસવર્ડ ટાઈપ કરો. |
05:08 | MariaDB નું મારુ વર્જન 10.1.21 છે =. |
05:14 | જો 5.5.30 કરતા ઓછું વર્જન હોય તો XAMPP નું નવીનતમ વર્જન ઇન્સ્ટોલ કરો. |
05:23 | કૃપા કરીને નોંધ લો PHP નું વર્જન અને ડેટાબેઝ તપાસવા માટે તમારી પાસે XAMPP કાર્ય કરતું હોવું જોઈએ. |
05:29 | આની પણ નોંધ લો કે command prompt હવે બદલાઈ ગયું છે. |
05:34 | MariaDB થી બહાર જવા માટે backslash q ટાઈપ કરો અને એન્ટર દબાવો. |
05:40 | તમે અહીં બતાવ્યા પ્રમાણે અન્ય એરરપણ મેળવી શકો છો. |
05:44 | તમને કદાચિત “An apache daemon is already running”. તરીકે એક મેસેજ મળી શકે છે. |
05:50 | આનો અર્થ છે કે સ્ટાર્ટઅપ સ્ક્રીપટ એ t XAMPP-Apache. શરુ નહીં કરે. |
05:55 | આ નિર્દેશિત કરે છે કે અહીં અન્ય Apache instance પહેલાથી જ કાર્ય કરી રહ્યું છે. |
06:01 | XAMPP ને યોગ્ય રીતે શરૂઆત કરવા માટે પ્રથમ daemon ને બંધ કરો. |
06:06 | Apache ને બંધ કરવા માટે sudo /etc/init.d/apache2 space stop કમાંડ ટાઈપ કરો. |
06:19 | તમને MySQL daemon failed to start. તરીકે મેસજ મળી શકે છે. |
06:25 | આનો અર્થ છે કે સ્ટાર્ટઅપ એ MySQL શરુ કર્યું નથી. |
06:30 | આ નિર્દેશિત કરે છે કે અન્ય database instance પહેલાથી જુ કાર્ય કરી રહ્યું છે. |
06:36 | XAMPP ને યોગ્ય રીતે શરુ કરવા માટે પ્રથમ તમને daemon. બંધ કરવું પડશે. |
06:41 | MySQL ને બંધ કરવા માટે કમાંડ છે : sudo space /etc/init.d/mysql space stop |
06:54 | બધા એરરને ઉકેલો અને XAMPP ને સફળતાપૂર્વક કાર્ય કરતું મેળવો. |
06:59 | ત્યારબાદ તમારા વેબ બ્રાઉઝર પર જાઓ અને પેજને રિફ્રેશ કરો. |
07:03 | જો ભાષા પસંદગી કરવા માટે પુછવામા આવશે તો English પસંદ કરો. |
07:08 | હવે Moodle માટે યુઝર ઉમેરવાની અને database બનાવવાની જરૂરિયાત છે. |
07:14 | આપણે આ phpmyadmin માં કરીશું જે MariaDB ના માટે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે.
|
07:21 | આ XAMPP ઈન્સ્ટોલેશન ના સાથે આવે છે. |
07:25 | ચાલો બ્રાઉઝર પર પાછા જઈએ. |
07:28 | XAMPP પેજ પર ઉપરના મેનુમાં phpMyadmin પર ક્લિક કરો. |
07:34 | ઉપરના મેનુમાં User Accounts પર ક્લિક કરો અને ત્યારબાદ Add User Account પર ક્લિક કરો. |
07:42 | જે નવો વિન્ડો ખુલે છે તેમાં તમે તમારી પસંદનો username દાખલ કરો. |
07:48 | હું મારા username. તરીકે moodle hyphen st ટાઈપ કરીશ. |
07:53 | Host ડ્રોપડાઉન યાદી થી Local પસંદ કરો. |
07:57 | તમે Password ટેક્સ્ટબોક્સ તમારા પસંદનો password ટાઈપ કરો. |
08:02 | હું મારા પાસવર્ડ તરીકે moodle hyphen st ટાઈપ કરીશ. |
08:07 | Re-type ટેક્સ્ટબોક્સમાં સમાન પાસવર્ડ ટાઈપ કરો. |
08:12 | Authentication Plugin વિકલ્પને જેમ છે તેજ રહેવાદો. |
08:17 | હમણાં માટે પૂછેલ 'Generate Password પર ક્લિક કરશો નહીં. |
08:22 | Database for user account, ના અંદર આપણે આપેલ વિકલ્પ જોશું- |
08:26 | Create database with same name and grant all privileges. |
08:31 | આપણે વિકલ્પને ચેક કરીને નીચે જમણી બાજુના Go બટન પર ક્લિક કરીશું. |
08:38 | આપણે વિન્ડોના ઉપરની બાજુએ “You have added a new user” મેસેજ જોઈ શકીએ છીએ. |
08:44 | આનો અર્થ છે moodle-st નામક નવો database એ moodle-st યુઝર સાથે બનાવ્યો છે. |
08:54 | username, password અને database નામની એક યાદી બનાવો. |
08:59 | આ પછીથી Moodle ઈન્સ્ટોલેશન ને પૂર્ણ કરવા માટે ઉપયોગી થશે. |
09:04 | કૃપા કરીને નોંધ લો Database નું નામ અને username સમાન હોવું જરૂરી નથી. |
09:10 | જુદા નામ માટે પ્રથમ database બનાવો અને ત્યારબાદ તે ડેટાબેઝ માટે યુઝર બનાવો. |
09:18 | નામના પ્રકારમાટે username માં કોઈ પણ સેપ્સ (જગ્યા) છોડવી નહીં. |
09:25 | હવે આપણી પાસે કાર્યકરતું અને XAMPP અને આપણું database તૈયાર છે. |
09:29 | હવે આપણે Moodle ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છીએ. |
09:32 | આગળના ટ્યુટોરીયલમાં આપણે Moodle નું ઈન્સ્ટોલેશન જારી રાખીશું. |
09:37 | આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્યા છીએ. |
09:41 | ચાલો સારાંશ લઈએ. |
09:43 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
09:45 | ' Moodle.' ઇન્સ્ટોલ કરવા માટેની પૂર્વ જરૂરિયાતો. |
09:49 | પૂર્વ જરૂરિયાતો માટે કેવી રીતે તપાસવું. ડેટાબેઝ ને કેવી સેટઅપ કરવું અને યુઝરને કેવી રીતે ઉમેરવું. |
09:57 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ ‘’’ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:03 | કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
10:06 | ‘’’ Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
10:11 | વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
10:15 | શું તમને આ સ્પોકન ટ્યુટોરીયલ બદ્દલ કોઈ પ્રશ્ન પૂછવા છે? |
10:18 | કૃપા કરી આ સાઈટની મુલાકાત લો. http://forums.spoken-tutorial.org |
10:27 | તમને જે પ્રશ્ર્ન પૂછવો છે તેને લગતી મિનિટ અને સેકેંડ પસંદ કરો. |
10:30 | તમારા પ્રશ્ર્નને સંક્ષિપ્તમાં સમજાવો. અમારી ટીમમાંથી ઉપલબ્ધ કોઈ એક તેનો જવાબ આપશે. |
10:36 | સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પર સંદર્ભિત ચોક્કસ પ્રશ્નો માટે છે. |
10:41 | કૃપા કરી આના પર બિનસંબંધિત અને સામાન્ય પ્રશ્નો પોસ્ટ કરશો નહીં. |
10:46 | આ વેરવિખેર ઘટાડવામાં મદદ કરશે. |
10:48 | ઓછા વેરવિખેરથી, આપણે આ ચર્ચાને સૂચનાત્મક સામગ્રી તરીકે વાપરી શકીએ છીએ. |
10:54 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
11:01 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
11:06 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
11:10 | જોડવાબદ્દલ આભાર.
|