Moodle-Learning-Management-System/C2/Blocks-in-Admin-Dashboard/Gujarati
Time | Narration |
00:01 | Blocks in Admin's Dashboard પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે:
blocks ઉમેરવા તથા રદ્દ કરવા છે અને Front page ને સુયોજિત કરવું છે. |
00:18 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું:
Ubuntu Linux OS 16.04 |
00:26 | Apache, MariaDB અને PHP, XAMPP 5.6.30 મારફતે મેળવેલ |
00:35 | Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર |
00:41 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
જો કે, Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે. |
00:54 | આ ટ્યુટોરીયલ શીખનારાઓને Admin’s dashboard ની સામાન્ય જાણકારી હોવી જોઈએ.
જો નથી તો, કૃપા કરી આ વેબસાઈટ પરનાં સંબંધિત Moodle ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
01:08 | બ્રાઉઝર પર જાવ અને તમારી Moodle site ખોલો.
એ વાતની ખાતરી કરી લો કે XAMPP service ચાલી રહ્યી છે કે નહી. |
01:17 | તમારા admin username અને password વિગતોથી લોગીન કરો. |
01:22 | આપણે હવે Admin’s dashboard માં છીએ. |
01:26 | યાદ કરો: Blocks ચોક્કસ ઉદ્દેશ્ય કે માહિતી પ્રદાન કરે છે.
અને તે Moodle નાં તમામ પેજો પર મળી આવે છે. |
01:38 | ચાલો સમજીએ કે હમણાં આપણે Moodle Blocks સાથે કેવી રીતે કામ કરી શકીએ છીએ. |
01:44 | કયા પ્રકારની theme વાપરવામાં આવે છે તેનાં પર આધાર રાખી, blocks જમણી બાજુએ અથવા તો બંને બાજુએ હોઈ શકે છે. |
01:52 | Blocks એ માહિતી ધરાવે છે જે આપણે ઇચ્છીએ છીએ કે જ્યારે પણ લોકો લોગ ઇન કરે ત્યારે જુએ. |
01:58 | Moodle માં ઘણા પ્રકારનાં blocks ઉપલબ્ધ છે.
અને તેને આપણી પસંદગી અનુસાર સરળતાથી ખસેડી કે ગોઠવી શકાય છે. |
02:09 | આપણે હવે આપણા dashboard માં કેટલાક blocks ઉમેરીશું. |
02:14 | પેજની ડાબી બાજુએ આવેલ navigation menu પર ક્લિક કરો. |
02:19 | dashboard ની જમણી બાજુએ આવેલ Customise this page બટન પર ક્લિક કરો. |
02:26 | નોંધ લો, એક નવી મેનુ આઈટમ Add a block હવે દ્રશ્યમાન થાય છે.
Add a block પર ક્લિક કરો. |
02:35 | એક નવો પોપ-અપ વિન્ડો ખુલે છે.
આપણને કયા પ્રકારનું block ઉમેરવું છે તેને પસંદ કરવું પડશે. |
02:43 | ઉદાહરણ તરીકે, Messages પર ક્લિક કરો.
તમે જોઈ શકો છો કે dashboard માં હવે Messages block દ્રશ્યમાન થાય છે. |
02:53 | હાલમાં અહીં કોઈપણ મેસેજ નથી. |
02:56 | મૂળભૂત રીતે, તમામ નવા blocks , અત્યંત જમણી બાજુની કોલમમાં ઉમેરાય છે. |
03:02 | ચાલો હજુ એક block ઉમેરીએ.
ડાબી બાજુએ આવેલ Add a block મેનુ પર ક્લિક કરો. |
03:09 | menu types ની સૂચીમાંથી HTML પસંદ કરો.
HTML block એ block છે જ્યાં આપણે કસ્ટમ HTML લખી શકીએ છીએ. |
03:19 | આને વાપરીને, આપણે widgets એમ્બેડ કરી (જડી) શકીએ છીએ, જેમ કે Library widgets, News feeds, Twitter, Facebook, વગેરે. |
03:30 | નોંધ લો, એક NEW HTML BLOCK હવે Messages block ની નીચે ઉમેરાઈ ગયો છે. |
03:37 | HTML block માં ગીયર આઇકોન પર ક્લિક કરો.
ત્યારબાદ Configure (NEW HTML BLOCK) block પર ક્લિક કરો. |
03:46 | Configure HTML block માં 3 sections આવેલા છે:
Block settings , Where this block appears અને On this page |
03:57 | મૂળભૂત રીતે, પહેલું section વિસ્તૃત થાય છે. |
04:02 | તમામ sections ને વિસ્તૃત કરવા માટે Expand all પર ક્લિક કરો. |
04:07 | block ટાઈટલમાં, ચાલો ટાઈપ કરીએ “Things to do”. |
04:12 | Content area માં આ admin user માટે ચાલો અમુક ટાસ્ક (કાર્ય) ઉમેરીએ. |
04:19 | આપેલ ટાઈપ કરો: Create a new course Create new users Add users to the course |
04:30 | editor એક HTML editor છે અને તેનો ઉપયોગ બીજા કોઈપણ word processor અથવા editor ની જેમ થઇ શકે છે. |
04:39 | Where this block appears અંતર્ગત આવેલા વિકલ્પો જોવા માટે નીચેની બાજુએ સ્ક્રોલ કરો. |
04:45 | Default region અંતર્ગત, Content પસંદ કરો.
Default weight માં, -10 પસંદ કરો. |
04:54 | block નું વજન જેટલું ઓછું રહેશે, તે ક્ષેત્રમાં તે તેટલું જ ઊંચું દેખાશે.
-10 એ સૌથી નાનું છે. |
05:03 | -10 પસંદ કરવાથી, હું એ વાતની ખાતરી કરું છે કે તે content ક્ષેત્રની ટોંચે દેખાય છે. |
05:12 | આ block , Admin’s dashboard પર દ્રશ્યમાન થશે. |
05:17 | હવે “On this page” section પર આવીએ.
આ એ જગ્યા છે જ્યાં તમે પેજ માટે કોનફીગરેશન વ્યાખ્યાયિત કરી શકો છો જ્યાં આ block ઉમેરાયું હતું. |
05:28 | આપણા કિસ્સામાં, આ dashboard છે.
આ કોનફીગરેશન ઉપરનાં વિભાગમાં વ્યાખ્યાયિત કરેલ મૂળભૂત કોનફીગરેશનને ઓવરરાઇડ કરશે. |
05:40 | જે કે Where this block appears વિભાગ છે.
ચાલો આ વિભાગમાં, Region માં Content અને Weight માં -10 પસંદ કરીએ. |
05:53 | કૃપા કરી નોંધ લો, block નાં પ્રકાર પર આધાર રાખી, કોન્ફીગરેશન સેટીંગ્સ બદલાશે. |
06:01 | ફેરફારને સેવ કરવા માટે Save Changes ક્લિક કરો અને પાછા dashboard પર જાવ. |
06:07 | જુઓ, Things to do શીર્ષક સાથે એક નવું HTML block હવે દ્રશ્યમાન થાય છે.
અને content ક્ષેત્રમાં તે સૌથી ઉંચે આવેલ block છે. |
06:18 | Move આઇકોનનો ઉપયોગ કરીને આપણે block ને ડ્રેગ કરી તેનાં સ્થાનને પણ બદલી શકીએ છીએ. |
06:25 | ચાલો Things to do block ને ખસેડીએ, તે માટે તેને ડ્રેગ કરીને તેને Course Overview block પર ડ્રોપ કરીએ. |
06:34 | ચાલો જોઈએ કે આપણે અમુક સમય પહેલા સુયોજિત કરેલા કોનફીગરેશનને આ કેવી રીતે બદલે છે. |
06:40 | ગીયર આઇકોન પર ક્લિક કરો અને ત્યારબાદ Configure Things to do block પર.
ત્યારબાદ Expand All પર ક્લિક કરો. |
06:49 | “On this page” વિભાગ જોવા નીચે સ્ક્રોલ કરો. વેઇટ બદલાઈને -2 થયું છે.
default weight, જો કે સમાન રહે છે. |
07:03 | dashboard પર પાછા જવા માટે Cancel ક્લિક કરો. |
07:07 | આપણને આ Learning Plans block ની જરૂર નથી. તો ચાલો તેને રદ્દ કરીએ.
ગીયર આઇકોન પર ક્લિક કરો અને ત્યારબાદ Delete Learning plans block પર. |
07:19 | પુષ્ટિ કરનાર પોપ અપ વિન્ડો દ્રશ્યમાન થાય છે અને આપણને આ રદ્દ કરવાની પુષ્ટિ કરવા હેતુ પ્રોમ્પ્ટ કરે છે.
અહીં Yes બટન પર ક્લિક કરો. |
07:29 | નોંધ લો, Learning Plans block હવે ઉપલબ્ધ નથી.
આપણને જો જોઈતું હોય તો આપણે આ block ને પછીથી ક્યારે પણ ઉમેરી શકીએ. |
07:40 | આપણા Moodle સંસ્થાપનનાં front page ને ચાલો હવે કસ્ટમાઇઝ કરીએ. |
07:46 | ડાબા મેનુ પર આવેલ Site Administration લીંક પર ક્લિક કરો. |
07:51 | Front page વિભાગમાં Front Page settings ને લોકેટ કરવા માટે નીચે સ્ક્રોલ કરો. તેનાં પર ક્લિક કરો. |
08:00 | ચાલો Full Site Name બદલીને Digital India Learning Management System કરીએ. |
08:08 | આ એ ટેક્સ્ટ છે જે દરેક પેજનાં ઉપરની બાજુએ breadcrumbs ની ઉપર દ્રશ્યમાન થશે. |
08:15 | Short name એ ટેક્સ્ટ છે જે પેજનાં શીર્ષકમાં દ્રશ્યમાન થશે. |
08:20 | નોંધ લો, આ પેજનું શીર્ષક Digital India LMS છે, તેની આગળ આપણે જે પેજ પર છીએ તેનું નામ આવે છે. |
08:29 | Short name નો ઉપયોગ લોગો ટેક્સ્ટ તરીકે પણ થાય છે જો આપણે કોઈપણ લોગો ઈમેજ ન આપેલી હોય તો.
આપણે તેને એવું જ રહેવા દઈશું. |
08:40 | Front page આઈટમો માટેના ડ્રોપડાઉન જોવા નીચે સ્ક્રોલ કરો.
આ એ આઈટમોની સૂચી છે જેને ફ્રન્ટ પેજ પર દર્શાવી શકાય છે. |
08:50 | તમામ મુલાકાતીઓ, ભલે તેમણે લોગ ઇન કરેલું હોય કે ન કરેલું હોય, તેઓ આ આઈટમો જોઈ શકે છે. |
08:57 | ક્રમ કોમ્બીનેશન બોક્સ દ્વારા નક્કી કરવામાં આવે છે.
આપણે તેને એવું જ રહેવા દઈશું. |
09:05 | તો તમામ વપરાશકર્તાઓ અભ્યાસક્રમની સૂચી જોઈ શકવામાં સમર્થ રહેશે (જો ઉપલબ્ધ હોય) અને બિજુ કશુ નહી. |
09:13 | આગળ છે Front page items when logged in.
આ એ આઈટમોની સૂચી છે જે લોગ ઇન થયેલા વપરાશકર્તાઓને દર્શાવી શકાશે. |
09:24 | ચાલો પહેલા ડ્રોપ-ડાઉનમાં Enrolled courses પસંદ કરીએ. |
09:29 | આપણે બાકી બચેલા વિકલ્પોને તેમની મૂળભૂત વેલ્યુ સાથે જ રહેવા દઈશું. |
09:35 | નીચે સ્ક્રોલ કરો અને Save Changes પર ક્લિક કરો. |
09:40 | ચાલો હવે સારાંશ લઈએ. |
09:43 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા:
“Things to do” નામનું એક HTML block ઉમેરવાનું અને પેજ પર એ કઈ જગ્યાએ દેખાવું જોઈએ એ નિર્દિષ્ટ કર્યું. |
09:54 | સાથે જ આપણે ગેસ્ટો (મહેમાનો) તથા લૉગ્ડ-ઇન વપરાશકર્તાઓ માટે frontpage સુયોજિત કર્યું. |
10:00 | અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે:
Private files block ને રદ્દ કરો Code files લીંકમાં આપેલ માર્ગદર્શિકા વાપરીને એક નવું HTML block ઉમેરો. |
10:14 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
10:23 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.
વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો. |
10:33 | કૃપા કરી સમય નોંધ કરેલ પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો. |
10:37 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
10:51 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |