Moodle-Learning-Management-System/C2/Blocks-in-Admin-Dashboard/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Blocks in Admin's Dashboard પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે:

blocks ઉમેરવા તથા રદ્દ કરવા છે અને Front page ને સુયોજિત કરવું છે.

00:18 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું:

Ubuntu Linux OS 16.04

00:26 Apache, MariaDB અને PHP, XAMPP 5.6.30 મારફતે મેળવેલ
00:35 Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર
00:41 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.

જો કે, Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે.

00:54 આ ટ્યુટોરીયલ શીખનારાઓને Admin’s dashboard ની સામાન્ય જાણકારી હોવી જોઈએ.

જો નથી તો, કૃપા કરી આ વેબસાઈટ પરનાં સંબંધિત Moodle ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.

01:08 બ્રાઉઝર પર જાવ અને તમારી Moodle site ખોલો.

એ વાતની ખાતરી કરી લો કે XAMPP service ચાલી રહ્યી છે કે નહી.

01:17 તમારા admin username અને password વિગતોથી લોગીન કરો.
01:22 આપણે હવે Admin’s dashboard માં છીએ.
01:26 યાદ કરો: Blocks ચોક્કસ ઉદ્દેશ્ય કે માહિતી પ્રદાન કરે છે.

અને તે Moodle નાં તમામ પેજો પર મળી આવે છે.

01:38 ચાલો સમજીએ કે હમણાં આપણે Moodle Blocks સાથે કેવી રીતે કામ કરી શકીએ છીએ.
01:44 કયા પ્રકારની theme વાપરવામાં આવે છે તેનાં પર આધાર રાખી, blocks જમણી બાજુએ અથવા તો બંને બાજુએ હોઈ શકે છે.
01:52 Blocks એ માહિતી ધરાવે છે જે આપણે ઇચ્છીએ છીએ કે જ્યારે પણ લોકો લોગ ઇન કરે ત્યારે જુએ.
01:58 Moodle માં ઘણા પ્રકારનાં blocks ઉપલબ્ધ છે.

અને તેને આપણી પસંદગી અનુસાર સરળતાથી ખસેડી કે ગોઠવી શકાય છે.

02:09 આપણે હવે આપણા dashboard માં કેટલાક blocks ઉમેરીશું.
02:14 પેજની ડાબી બાજુએ આવેલ navigation menu પર ક્લિક કરો.
02:19 dashboard ની જમણી બાજુએ આવેલ Customise this page બટન પર ક્લિક કરો.
02:26 નોંધ લો, એક નવી મેનુ આઈટમ Add a block હવે દ્રશ્યમાન થાય છે.

Add a block પર ક્લિક કરો.

02:35 એક નવો પોપ-અપ વિન્ડો ખુલે છે.

આપણને કયા પ્રકારનું block ઉમેરવું છે તેને પસંદ કરવું પડશે.

02:43 ઉદાહરણ તરીકે, Messages પર ક્લિક કરો.

તમે જોઈ શકો છો કે dashboard માં હવે Messages block દ્રશ્યમાન થાય છે.

02:53 હાલમાં અહીં કોઈપણ મેસેજ નથી.
02:56 મૂળભૂત રીતે, તમામ નવા blocks , અત્યંત જમણી બાજુની કોલમમાં ઉમેરાય છે.
03:02 ચાલો હજુ એક block ઉમેરીએ.

ડાબી બાજુએ આવેલ Add a block મેનુ પર ક્લિક કરો.

03:09 menu types ની સૂચીમાંથી HTML પસંદ કરો.

HTML blockblock છે જ્યાં આપણે કસ્ટમ HTML લખી શકીએ છીએ.

03:19 આને વાપરીને, આપણે widgets એમ્બેડ કરી (જડી) શકીએ છીએ, જેમ કે Library widgets, News feeds, Twitter, Facebook, વગેરે.
03:30 નોંધ લો, એક NEW HTML BLOCK હવે Messages block ની નીચે ઉમેરાઈ ગયો છે.
03:37 HTML block માં ગીયર આઇકોન પર ક્લિક કરો.

ત્યારબાદ Configure (NEW HTML BLOCK) block પર ક્લિક કરો.

03:46 Configure HTML block માં 3 sections આવેલા છે:

Block settings , Where this block appears અને On this page

03:57 મૂળભૂત રીતે, પહેલું section વિસ્તૃત થાય છે.
04:02 તમામ sections ને વિસ્તૃત કરવા માટે Expand all પર ક્લિક કરો.
04:07 block ટાઈટલમાં, ચાલો ટાઈપ કરીએ “Things to do”.
04:12 Content area માં આ admin user માટે ચાલો અમુક ટાસ્ક (કાર્ય) ઉમેરીએ.
04:19 આપેલ ટાઈપ કરો: Create a new course Create new users Add users to the course
04:30 editor એક HTML editor છે અને તેનો ઉપયોગ બીજા કોઈપણ word processor અથવા editor ની જેમ થઇ શકે છે.
04:39 Where this block appears અંતર્ગત આવેલા વિકલ્પો જોવા માટે નીચેની બાજુએ સ્ક્રોલ કરો.
04:45 Default region અંતર્ગત, Content પસંદ કરો.

Default weight માં, -10 પસંદ કરો.

04:54 block નું વજન જેટલું ઓછું રહેશે, તે ક્ષેત્રમાં તે તેટલું જ ઊંચું દેખાશે.

-10 એ સૌથી નાનું છે.

05:03 -10 પસંદ કરવાથી, હું એ વાતની ખાતરી કરું છે કે તે content ક્ષેત્રની ટોંચે દેખાય છે.
05:12 block , Admin’s dashboard પર દ્રશ્યમાન થશે.
05:17 હવે “On this page” section પર આવીએ.

આ એ જગ્યા છે જ્યાં તમે પેજ માટે કોનફીગરેશન વ્યાખ્યાયિત કરી શકો છો જ્યાં આ block ઉમેરાયું હતું.

05:28 આપણા કિસ્સામાં, આ dashboard છે.

આ કોનફીગરેશન ઉપરનાં વિભાગમાં વ્યાખ્યાયિત કરેલ મૂળભૂત કોનફીગરેશનને ઓવરરાઇડ કરશે.

05:40 જે કે Where this block appears વિભાગ છે.

ચાલો આ વિભાગમાં, Region માં Content અને Weight માં -10 પસંદ કરીએ.

05:53 કૃપા કરી નોંધ લો, block નાં પ્રકાર પર આધાર રાખી, કોન્ફીગરેશન સેટીંગ્સ બદલાશે.
06:01 ફેરફારને સેવ કરવા માટે Save Changes ક્લિક કરો અને પાછા dashboard પર જાવ.
06:07 જુઓ, Things to do શીર્ષક સાથે એક નવું HTML block હવે દ્રશ્યમાન થાય છે.

અને content ક્ષેત્રમાં તે સૌથી ઉંચે આવેલ block છે.

06:18 Move આઇકોનનો ઉપયોગ કરીને આપણે block ને ડ્રેગ કરી તેનાં સ્થાનને પણ બદલી શકીએ છીએ.
06:25 ચાલો Things to do block ને ખસેડીએ, તે માટે તેને ડ્રેગ કરીને તેને Course Overview block પર ડ્રોપ કરીએ.
06:34 ચાલો જોઈએ કે આપણે અમુક સમય પહેલા સુયોજિત કરેલા કોનફીગરેશનને આ કેવી રીતે બદલે છે.
06:40 ગીયર આઇકોન પર ક્લિક કરો અને ત્યારબાદ Configure Things to do block પર.

ત્યારબાદ Expand All પર ક્લિક કરો.

06:49 “On this page” વિભાગ જોવા નીચે સ્ક્રોલ કરો. વેઇટ બદલાઈને -2 થયું છે.

default weight, જો કે સમાન રહે છે.

07:03 dashboard પર પાછા જવા માટે Cancel ક્લિક કરો.
07:07 આપણને આ Learning Plans block ની જરૂર નથી. તો ચાલો તેને રદ્દ કરીએ.

ગીયર આઇકોન પર ક્લિક કરો અને ત્યારબાદ Delete Learning plans block પર.

07:19 પુષ્ટિ કરનાર પોપ અપ વિન્ડો દ્રશ્યમાન થાય છે અને આપણને આ રદ્દ કરવાની પુષ્ટિ કરવા હેતુ પ્રોમ્પ્ટ કરે છે.

અહીં Yes બટન પર ક્લિક કરો.

07:29 નોંધ લો, Learning Plans block હવે ઉપલબ્ધ નથી.

આપણને જો જોઈતું હોય તો આપણે આ block ને પછીથી ક્યારે પણ ઉમેરી શકીએ.

07:40 આપણા Moodle સંસ્થાપનનાં front page ને ચાલો હવે કસ્ટમાઇઝ કરીએ.
07:46 ડાબા મેનુ પર આવેલ Site Administration લીંક પર ક્લિક કરો.
07:51 Front page વિભાગમાં Front Page settings ને લોકેટ કરવા માટે નીચે સ્ક્રોલ કરો. તેનાં પર ક્લિક કરો.
08:00 ચાલો Full Site Name બદલીને Digital India Learning Management System કરીએ.
08:08 આ એ ટેક્સ્ટ છે જે દરેક પેજનાં ઉપરની બાજુએ breadcrumbs ની ઉપર દ્રશ્યમાન થશે.
08:15 Short name એ ટેક્સ્ટ છે જે પેજનાં શીર્ષકમાં દ્રશ્યમાન થશે.
08:20 નોંધ લો, આ પેજનું શીર્ષક Digital India LMS છે, તેની આગળ આપણે જે પેજ પર છીએ તેનું નામ આવે છે.
08:29 Short name નો ઉપયોગ લોગો ટેક્સ્ટ તરીકે પણ થાય છે જો આપણે કોઈપણ લોગો ઈમેજ ન આપેલી હોય તો.

આપણે તેને એવું જ રહેવા દઈશું.

08:40 Front page આઈટમો માટેના ડ્રોપડાઉન જોવા નીચે સ્ક્રોલ કરો.

આ એ આઈટમોની સૂચી છે જેને ફ્રન્ટ પેજ પર દર્શાવી શકાય છે.

08:50 તમામ મુલાકાતીઓ, ભલે તેમણે લોગ ઇન કરેલું હોય કે ન કરેલું હોય, તેઓ આ આઈટમો જોઈ શકે છે.
08:57 ક્રમ કોમ્બીનેશન બોક્સ દ્વારા નક્કી કરવામાં આવે છે.

આપણે તેને એવું જ રહેવા દઈશું.

09:05 તો તમામ વપરાશકર્તાઓ અભ્યાસક્રમની સૂચી જોઈ શકવામાં સમર્થ રહેશે (જો ઉપલબ્ધ હોય) અને બિજુ કશુ નહી.
09:13 આગળ છે Front page items when logged in.

આ એ આઈટમોની સૂચી છે જે લોગ ઇન થયેલા વપરાશકર્તાઓને દર્શાવી શકાશે.

09:24 ચાલો પહેલા ડ્રોપ-ડાઉનમાં Enrolled courses પસંદ કરીએ.
09:29 આપણે બાકી બચેલા વિકલ્પોને તેમની મૂળભૂત વેલ્યુ સાથે જ રહેવા દઈશું.
09:35 નીચે સ્ક્રોલ કરો અને Save Changes પર ક્લિક કરો.
09:40 ચાલો હવે સારાંશ લઈએ.
09:43 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા:

“Things to do” નામનું એક HTML block ઉમેરવાનું અને પેજ પર એ કઈ જગ્યાએ દેખાવું જોઈએ એ નિર્દિષ્ટ કર્યું.

09:54 સાથે જ આપણે ગેસ્ટો (મહેમાનો) તથા લૉગ્ડ-ઇન વપરાશકર્તાઓ માટે frontpage સુયોજિત કર્યું.
10:00 અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે:

Private files block ને રદ્દ કરો

Code files લીંકમાં આપેલ માર્ગદર્શિકા વાપરીને એક નવું HTML block ઉમેરો.

10:14 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

10:23 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.

વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો.

10:33 કૃપા કરી સમય નોંધ કરેલ પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
10:37 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
10:51 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki