LibreOffice-Suite-Math/C2/Introduction/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:02 લીબરઓફીસ મેથ (Libreoffice Math) પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે લીબરઓફીસ મેથ નો પરિચય અને Formula Editor વિષે જાણીશું.
00:12 આપણે નીચેના મુદ્દાઓ શીખીશું:
00:15 લીબરઓફીસ મેથ શું છે?
00:18 મેથ નો ઉપયોગ કરવા માટેની સિસ્ટમ આવશ્યકતાઓ, ફોર્મુલા એડિટર નો ઉપયોગ.
00:23 સરળ સુત્રો લખવા.
00:26 લીબરઓફીસ મેથ શું છે?
00:29 લીબરઓફીસ મેથ એ ગાણિતિક સુત્રો બનાવવા અને ફેરફાર કરવા માટેનું એક સોફ્ટવેર એપ્લિકેશન છે.
00:39 તે લીબરઓફીસ સ્યુટ અંદર આવે છે અને તેથી તે ઓપન સોર્સ, મફત અને વહેંચવા માટે મુક્ત છે.
00:47 મેથ ની મદદથી બનાવેલ સમીકરણો અને સુત્રો stand alone હોય શકે છે.
00:53 અથવા લીબરઓફીસ સ્યુટમાં અન્ય ડોક્યુમેન્ટ અંદર વાપરી શકાય છે.
00:58 સમીકરણો રાઈટર અથવા કેલ્કના ડોક્યુમેન્ટમાં જડિત કરી શકાય છે.
01:05 સમીકરણોના કેટલાક ઉદાહરણો અપૂર્ણાંકો, પૂર્ણાંકો, સમીકરણો અને મેટ્રિસીસ છે.
01:13 ચાલો મેથ વાપરવા માટેની સિસ્ટમ આવશ્યકતાઓ જોઈએ.
01:17 વિન્ડોઝ માટે, તમને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 (સર્વિસ પેક 4 અથવા વધુ), એક્સપી, વિસ્ટા, અથવા વિન્ડોવ્સ 7 ની જરૂર રહેશે;
01:28 પેન્ટીયમ-કોમ્પેટીબલ પીસી 256MB RAM (512 MB ​​RAM આગ્રહણીય છે);
01:36 ઉબુન્ટુ લિનક્સ માટે: લીનક્સ કર્નલ આવૃત્તિ 2.6.18 અથવા વધુ; પેન્ટીયમ-કોમ્પેટીબલ PC, આગ્રહણીય RAM 512Mb છે.
01:51 સિસ્ટમ આવશ્યકતાઓ પર સંપૂર્ણ જાણકારી માટે, http://www.libreoffice.org/get-help/system-requirements/ વેબસાઈટ ઉપર જાઓ.
01:58 જો તમે લીબરઓફીસ સ્યુટ પહેલાથી જ સંસ્થાપિત કરેલ હોય, તો લીબરઓફીસ સ્યુટ પ્રોગ્રામ્સ માં તમને Math મળશે.
02:06 જો તમે લીબરઓફીસ સ્યુટ પહેલે થી સંસ્થાપિત ન કરેલ હોય, તો તમે તેની ઓફીસિયલ વેબસાઇટ http://www.libreoffice.org પરથી ડાઉનલોડ કરી શકો છો.
02:14 લીનક્સ માં તમે તે સીનેપ્તિક પેકેજ મેનેજર દ્વારા સંસ્થાપિત કરી શકો છો.
02:18 મેં લીબરઓફીસ આવૃત્તિ 3.3.3 સંસ્થાપિત કરેલ છે.
02:24 ઠીક છે, ચાલો શરુ કરીએ અને મેથ એપ્લીકેશન ખોલીએ.
02:28 વિન્ડોવ્સમાં સ્ટાર્ટ મેનૂ પર જાઓ. 'All Programs' >> LibreOffice Suite >> LibreOffice Math પર ક્લિક કરો.
02:39 અથવા આપણે તેને લીબરઓફીસ રાઈટરના ડોક્યુમેન્ટની અંદરથી બોલાવી શકીએ છીએ.
02:46 ચાલો હવે એક નવું લખાણ ડોક્યુમેન્ટ ખોલવા માટે લીબરઓફીસ રાઈટર પર ક્લિક કરીએ.
02:53 હવે, રાઈટર વિન્ડોમાં,ચાલો મેથ ઉપર જઈએ.
02:57 મુખ્ય મેનુબારમાં insert મેનૂ પર ક્લિક કરો, અને પછી Object જે નીચેની તરફ આવે છે અને પછી Formula પર ક્લિક કરો.
03:09 હવે આપણે રાઈટર વિન્ડોમાં ત્રણ વિસ્તારોમાં જોઈ શકીએ છે.
03:14 પ્રથમ, ટોચ પર, રાઈટર વિસ્તાર છે.
03:18 અહીં, નાના ગ્રે બોક્સ ની નોંધ લો.
03:22 આ એ જગ્યા છે જ્યાં આપણે સમીકરણો અથવા સૂત્રો લખીશું અને તે ગાણિતીક સ્વરૂપે દેખાશે.
03:30 બીજું છે equation અથવા Formula Editor વિસ્તાર, જે તળિયે છે.
03:37 અહીં આપણે ખાસ માર્કઅપ લેન્ગવેજમાં ગાણિતિક સૂત્રો લખી શકીએ છીએ.
03:44 અને ત્રીજુ છે Elements window જે જમણી તરફ છે.
03:50 જો તમને Elements window ન દેખાય, તો આપણે તે View મેનુ પર ક્લિક કરી અને પછી Elements પસંદ કરી ઉપયોગમાં લઇ શકીએ છીએ.
04:01 આ વિન્ડો આપણને વિવિધ ગાણિતિક સંજ્ઞાઓ અને સમીકરણો પૂરા પાડે છે.
04:08 જો આપણે Writer વિસ્તારમાં ગ્રે બોક્સની બહાર હજું એક વાર ક્લિક કરીએ, તો Math વિન્ડો અદૃશ્ય થઈ જાય છે.
04:17 Math formula Editor અને Elements window પાછા લાવવા માટે ગ્રે બોક્સ પર બે વખત ક્લિક કરો. ઠીક છે ચાલો હવે 4x3 = 12 છે તે માટેનું એક સરળ ગુણાકાર સૂત્ર લખીએ.
04:37 હવે Elements વિન્ડોમાં, ટોચ ઉપર સંજ્ઞાઓના વર્ગો છે અને તળિયે સંજ્ઞાઓ છે.
04:46 ડાબા ટોચે આવેલા ચિહ્ન પર એક વખત ક્લિક કરો, અહીં ટુલ ટીપ કહે છે "Unary or Binary Operators".
04:57 અને તળિયે, આપણે અમુક મૂળભૂત ગાણિતિક ઓપરેટરો જોઈ શકીએ છીએ જેમ કે વત્તા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર.
05:08 ચાલો બીજી પંક્તિમાં 'a into b' ઉપર ક્લિક કરીએ જે ગુણાકાર દર્શાવે છે.
05:17 હવે ફોર્મ્યુલા એડિટર વિન્ડો ની નોંધ લો.
05:20 તે બે પ્લેસ હોલ્ડર બતાવે છે જે 'Times' શબ્દ દ્વારા અલગ થયેલ છે.
05:27 નોંધ લો કે ટોચ પર આવેલા રાઈટરના ગ્રે બોક્સ વિસ્તારમાં પણ બે ચોરસ ગુણાકારના પ્રતીક દ્વારા અલગ પડેલ છે.
05:37 ચાલો ફોર્મ્યુલા એડિટરમાં તે ઉપર બે વખત ક્લિક કરીને પ્રથમ પ્લેસહોલ્ડરને પ્રકાશિત કરીએ અને પછી 4 લખીએ.
05:46 આગળ, ચાલો બીજું પ્લેસ હોલ્ડર પ્રકાશિત કરીએ અને ફોર્મુલા એડિટર વિન્ડોમાં 3 લખીએ.
05:54 નોંધ લો કે રાઈટર ગ્રે બોક્સ આપોઆપ રિફ્રેશ થયું છે અને તે '4 into 3' પ્રદર્શિત કરે છે.
06:03 આપણે ટોચ ઉપર View મેનુ પર પણ ક્લિક કરી અને Update પસંદ કરી શકો છો.
06:10 અથવા વિન્ડો ને રીફ્રેશ કરવા આપણે કીબોર્ડ શૉર્ટકટ F9 નો પણ ઉપયોગ કરી શકીએ છીએ.
06:16 આગળ, ચાલો આપણે સૂત્ર પૂર્ણ કરીએ અને તેમાં ‘is equal to 12 ' ઉમેરીએ.
06:24 આ માટે, ચાલો Elements window માં Categories વિભાગમાં બીજા ચિહ્ન પર ક્લિક કરીએ જે 'Relations' કહે છે.
06:35 અહીં વિવિધ રીલેશન એલીમેન્તો ની નોંધ લો.
06:38 ચાલો પ્રથમ પસંદ કરીએ: 'a is equal to b'
06:44 અને આપણે પ્રથમ પ્લેસહોલ્ડર રદ કરીશું અને બીજા પ્લેસહોલ્ડરમાં 12 લખીશું.
06:53 અને રાઈટર વિસ્તારમાં આ આપણું પ્રથમ સરળ સૂત્ર છે. '4 times 3 is equal to 12’.
07:01 હવે આપણે શીખીશું કે Elements window ને ખૂબ સરળ રીતે સૂત્ર લખવા માટે કેવી રીતે વાપરવું.
07:09 આપણે Formula Editor window ઉપર માઉસ નું જમણું બટન દબાવી અને અહીં સંજ્ઞાઓ પસંદ કરીને પણ સૂત્ર લખી શકીએ છીએ.
07:19 context મેનુ, Elements window માં આવેલ છે તે સમાન જ સંજ્ઞાઓની શ્રેણીઓ પ્રદર્શિત કરે છે.
07:26 કોઈપણ શ્રેણીને પસંદ કરવાથી તે શ્રેણી અંદર આવેલી સંજ્ઞાઓ પ્રદર્શિત કરશે.
07:33 સૂત્ર દાખલ કરવા માટેનો ત્રીજો માર્ગ પણ છે.
07:37 આપણે Formula Editor window માં સીધું સૂત્ર લખી શકીએ છીએ.
07:42 અહીં આપણે ખાસ માર્કઅપ લેન્ગવેજ નો ઉપયોગ કરીશું જે મેથ એપ્લીકેશન સમજી શકે.
07:50 આપણે પહેલેથી માર્કઅપ લેન્ગવેજ માટે એક સરળ ઉદાહરણ જોયું છે.
07:56 '4 times 3 equals 12'.
07:59 અહીં 'times' શબ્દ ની નોંધ લો..
08:03 એ જ રીતે '4 divided by 4 equals 1' લખવા માટે, માર્કઅપ છે: ' 4 over 4 equals 1'
08:15 તમારા માટે અસાઇનમેન્ટ નીચે પ્રમાણે છે:
08:20 રાઈટર વિન્ડોમાં, નીચે પ્રમાણેના સૂત્રો લખો
08:24 4 divided by 4 = 1.
08:29 તમારા સૂત્રો વચ્ચે એક ખાલી લીટી દાખલ કરવા માટે 'newline' માર્કઅપ નો ઉપયોગ કરો.
08:37 A Boolean AND b
08:40 4 is greater than 3
08:43 x is approximately equal to y.
08:47 અને 4 is not equal to 3
08:51 અહીં લીબરઓફીસ મેથ નો પરિચય અને ફોર્મ્યુલા એડિટર સમજાવતા આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:59 સારાંશ માટે, આપણે શીખ્યા:
09:03 લીબરઓફીસ મેથ શું છે?
09:06 મેથ વાપરવા માટેની પૂર્વજરૂરીયાતો અને જરૂરીયાતો.
09:10 ફોર્મુલા એડિટર નો ઉપયોગ.
09:13 સરળ સૂત્ર લખવા.
09:16 મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:28 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
09:33 આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
09:39 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
09:58 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika