LibreOffice-Suite-Math/C2/Introduction/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:02 | લીબરઓફીસ મેથ (Libreoffice Math) પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે લીબરઓફીસ મેથ નો પરિચય અને Formula Editor વિષે જાણીશું. |
00:12 | આપણે નીચેના મુદ્દાઓ શીખીશું: |
00:15 | લીબરઓફીસ મેથ શું છે? |
00:18 | મેથ નો ઉપયોગ કરવા માટેની સિસ્ટમ આવશ્યકતાઓ, ફોર્મુલા એડિટર નો ઉપયોગ. |
00:23 | સરળ સુત્રો લખવા. |
00:26 | લીબરઓફીસ મેથ શું છે? |
00:29 | લીબરઓફીસ મેથ એ ગાણિતિક સુત્રો બનાવવા અને ફેરફાર કરવા માટેનું એક સોફ્ટવેર એપ્લિકેશન છે. |
00:39 | તે લીબરઓફીસ સ્યુટ અંદર આવે છે અને તેથી તે ઓપન સોર્સ, મફત અને વહેંચવા માટે મુક્ત છે. |
00:47 | મેથ ની મદદથી બનાવેલ સમીકરણો અને સુત્રો stand alone હોય શકે છે. |
00:53 | અથવા લીબરઓફીસ સ્યુટમાં અન્ય ડોક્યુમેન્ટ અંદર વાપરી શકાય છે. |
00:58 | સમીકરણો રાઈટર અથવા કેલ્કના ડોક્યુમેન્ટમાં જડિત કરી શકાય છે. |
01:05 | સમીકરણોના કેટલાક ઉદાહરણો અપૂર્ણાંકો, પૂર્ણાંકો, સમીકરણો અને મેટ્રિસીસ છે. |
01:13 | ચાલો મેથ વાપરવા માટેની સિસ્ટમ આવશ્યકતાઓ જોઈએ. |
01:17 | વિન્ડોઝ માટે, તમને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 (સર્વિસ પેક 4 અથવા વધુ), એક્સપી, વિસ્ટા, અથવા વિન્ડોવ્સ 7 ની જરૂર રહેશે; |
01:28 | પેન્ટીયમ-કોમ્પેટીબલ પીસી 256MB RAM (512 MB RAM આગ્રહણીય છે); |
01:36 | ઉબુન્ટુ લિનક્સ માટે: લીનક્સ કર્નલ આવૃત્તિ 2.6.18 અથવા વધુ; પેન્ટીયમ-કોમ્પેટીબલ PC, આગ્રહણીય RAM 512Mb છે. |
01:51 | સિસ્ટમ આવશ્યકતાઓ પર સંપૂર્ણ જાણકારી માટે, http://www.libreoffice.org/get-help/system-requirements/ વેબસાઈટ ઉપર જાઓ. |
01:58 | જો તમે લીબરઓફીસ સ્યુટ પહેલાથી જ સંસ્થાપિત કરેલ હોય, તો લીબરઓફીસ સ્યુટ પ્રોગ્રામ્સ માં તમને Math મળશે. |
02:06 | જો તમે લીબરઓફીસ સ્યુટ પહેલે થી સંસ્થાપિત ન કરેલ હોય, તો તમે તેની ઓફીસિયલ વેબસાઇટ http://www.libreoffice.org પરથી ડાઉનલોડ કરી શકો છો. |
02:14 | લીનક્સ માં તમે તે સીનેપ્તિક પેકેજ મેનેજર દ્વારા સંસ્થાપિત કરી શકો છો. |
02:18 | મેં લીબરઓફીસ આવૃત્તિ 3.3.3 સંસ્થાપિત કરેલ છે. |
02:24 | ઠીક છે, ચાલો શરુ કરીએ અને મેથ એપ્લીકેશન ખોલીએ. |
02:28 | વિન્ડોવ્સમાં સ્ટાર્ટ મેનૂ પર જાઓ. 'All Programs' >> LibreOffice Suite >> LibreOffice Math પર ક્લિક કરો. |
02:39 | અથવા આપણે તેને લીબરઓફીસ રાઈટરના ડોક્યુમેન્ટની અંદરથી બોલાવી શકીએ છીએ. |
02:46 | ચાલો હવે એક નવું લખાણ ડોક્યુમેન્ટ ખોલવા માટે લીબરઓફીસ રાઈટર પર ક્લિક કરીએ. |
02:53 | હવે, રાઈટર વિન્ડોમાં,ચાલો મેથ ઉપર જઈએ. |
02:57 | મુખ્ય મેનુબારમાં insert મેનૂ પર ક્લિક કરો, અને પછી Object જે નીચેની તરફ આવે છે અને પછી Formula પર ક્લિક કરો. |
03:09 | હવે આપણે રાઈટર વિન્ડોમાં ત્રણ વિસ્તારોમાં જોઈ શકીએ છે. |
03:14 | પ્રથમ, ટોચ પર, રાઈટર વિસ્તાર છે. |
03:18 | અહીં, નાના ગ્રે બોક્સ ની નોંધ લો. |
03:22 | આ એ જગ્યા છે જ્યાં આપણે સમીકરણો અથવા સૂત્રો લખીશું અને તે ગાણિતીક સ્વરૂપે દેખાશે. |
03:30 | બીજું છે equation અથવા Formula Editor વિસ્તાર, જે તળિયે છે. |
03:37 | અહીં આપણે ખાસ માર્કઅપ લેન્ગવેજમાં ગાણિતિક સૂત્રો લખી શકીએ છીએ. |
03:44 | અને ત્રીજુ છે Elements window જે જમણી તરફ છે. |
03:50 | જો તમને Elements window ન દેખાય, તો આપણે તે View મેનુ પર ક્લિક કરી અને પછી Elements પસંદ કરી ઉપયોગમાં લઇ શકીએ છીએ. |
04:01 | આ વિન્ડો આપણને વિવિધ ગાણિતિક સંજ્ઞાઓ અને સમીકરણો પૂરા પાડે છે. |
04:08 | જો આપણે Writer વિસ્તારમાં ગ્રે બોક્સની બહાર હજું એક વાર ક્લિક કરીએ, તો Math વિન્ડો અદૃશ્ય થઈ જાય છે. |
04:17 | Math formula Editor અને Elements window પાછા લાવવા માટે ગ્રે બોક્સ પર બે વખત ક્લિક કરો. ઠીક છે ચાલો હવે 4x3 = 12 છે તે માટેનું એક સરળ ગુણાકાર સૂત્ર લખીએ. |
04:37 | હવે Elements વિન્ડોમાં, ટોચ ઉપર સંજ્ઞાઓના વર્ગો છે અને તળિયે સંજ્ઞાઓ છે. |
04:46 | ડાબા ટોચે આવેલા ચિહ્ન પર એક વખત ક્લિક કરો, અહીં ટુલ ટીપ કહે છે "Unary or Binary Operators". |
04:57 | અને તળિયે, આપણે અમુક મૂળભૂત ગાણિતિક ઓપરેટરો જોઈ શકીએ છીએ જેમ કે વત્તા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. |
05:08 | ચાલો બીજી પંક્તિમાં 'a into b' ઉપર ક્લિક કરીએ જે ગુણાકાર દર્શાવે છે. |
05:17 | હવે ફોર્મ્યુલા એડિટર વિન્ડો ની નોંધ લો. |
05:20 | તે બે પ્લેસ હોલ્ડર બતાવે છે જે 'Times' શબ્દ દ્વારા અલગ થયેલ છે. |
05:27 | નોંધ લો કે ટોચ પર આવેલા રાઈટરના ગ્રે બોક્સ વિસ્તારમાં પણ બે ચોરસ ગુણાકારના પ્રતીક દ્વારા અલગ પડેલ છે. |
05:37 | ચાલો ફોર્મ્યુલા એડિટરમાં તે ઉપર બે વખત ક્લિક કરીને પ્રથમ પ્લેસહોલ્ડરને પ્રકાશિત કરીએ અને પછી 4 લખીએ. |
05:46 | આગળ, ચાલો બીજું પ્લેસ હોલ્ડર પ્રકાશિત કરીએ અને ફોર્મુલા એડિટર વિન્ડોમાં 3 લખીએ. |
05:54 | નોંધ લો કે રાઈટર ગ્રે બોક્સ આપોઆપ રિફ્રેશ થયું છે અને તે '4 into 3' પ્રદર્શિત કરે છે. |
06:03 | આપણે ટોચ ઉપર View મેનુ પર પણ ક્લિક કરી અને Update પસંદ કરી શકો છો. |
06:10 | અથવા વિન્ડો ને રીફ્રેશ કરવા આપણે કીબોર્ડ શૉર્ટકટ F9 નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. |
06:16 | આગળ, ચાલો આપણે સૂત્ર પૂર્ણ કરીએ અને તેમાં ‘is equal to 12 ' ઉમેરીએ. |
06:24 | આ માટે, ચાલો Elements window માં Categories વિભાગમાં બીજા ચિહ્ન પર ક્લિક કરીએ જે 'Relations' કહે છે. |
06:35 | અહીં વિવિધ રીલેશન એલીમેન્તો ની નોંધ લો. |
06:38 | ચાલો પ્રથમ પસંદ કરીએ: 'a is equal to b' |
06:44 | અને આપણે પ્રથમ પ્લેસહોલ્ડર રદ કરીશું અને બીજા પ્લેસહોલ્ડરમાં 12 લખીશું. |
06:53 | અને રાઈટર વિસ્તારમાં આ આપણું પ્રથમ સરળ સૂત્ર છે. '4 times 3 is equal to 12’. |
07:01 | હવે આપણે શીખીશું કે Elements window ને ખૂબ સરળ રીતે સૂત્ર લખવા માટે કેવી રીતે વાપરવું. |
07:09 | આપણે Formula Editor window ઉપર માઉસ નું જમણું બટન દબાવી અને અહીં સંજ્ઞાઓ પસંદ કરીને પણ સૂત્ર લખી શકીએ છીએ. |
07:19 | context મેનુ, Elements window માં આવેલ છે તે સમાન જ સંજ્ઞાઓની શ્રેણીઓ પ્રદર્શિત કરે છે. |
07:26 | કોઈપણ શ્રેણીને પસંદ કરવાથી તે શ્રેણી અંદર આવેલી સંજ્ઞાઓ પ્રદર્શિત કરશે. |
07:33 | સૂત્ર દાખલ કરવા માટેનો ત્રીજો માર્ગ પણ છે. |
07:37 | આપણે Formula Editor window માં સીધું સૂત્ર લખી શકીએ છીએ. |
07:42 | અહીં આપણે ખાસ માર્કઅપ લેન્ગવેજ નો ઉપયોગ કરીશું જે મેથ એપ્લીકેશન સમજી શકે. |
07:50 | આપણે પહેલેથી માર્કઅપ લેન્ગવેજ માટે એક સરળ ઉદાહરણ જોયું છે. |
07:56 | '4 times 3 equals 12'. |
07:59 | અહીં 'times' શબ્દ ની નોંધ લો.. |
08:03 | એ જ રીતે '4 divided by 4 equals 1' લખવા માટે, માર્કઅપ છે: ' 4 over 4 equals 1' |
08:15 | તમારા માટે અસાઇનમેન્ટ નીચે પ્રમાણે છે: |
08:20 | રાઈટર વિન્ડોમાં, નીચે પ્રમાણેના સૂત્રો લખો |
08:24 | 4 divided by 4 = 1. |
08:29 | તમારા સૂત્રો વચ્ચે એક ખાલી લીટી દાખલ કરવા માટે 'newline' માર્કઅપ નો ઉપયોગ કરો. |
08:37 | A Boolean AND b |
08:40 | 4 is greater than 3 |
08:43 | x is approximately equal to y. |
08:47 | અને 4 is not equal to 3 |
08:51 | અહીં લીબરઓફીસ મેથ નો પરિચય અને ફોર્મ્યુલા એડિટર સમજાવતા આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:59 | સારાંશ માટે, આપણે શીખ્યા: |
09:03 | લીબરઓફીસ મેથ શું છે? |
09:06 | મેથ વાપરવા માટેની પૂર્વજરૂરીયાતો અને જરૂરીયાતો. |
09:10 | ફોર્મુલા એડિટર નો ઉપયોગ. |
09:13 | સરળ સૂત્ર લખવા. |
09:16 | મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:28 | આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. |
09:33 | આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. |
09:39 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
09:58 | જોડવા બદલ આભાર. |