LibreOffice-Suite-Impress/C2/Viewing-a-Presentation-Document/Gujarati
From Script | Spoken-Tutorial
Resources for recording Viewing a Presentation
Time | Narration |
00:00 | લીબરઓફીસ ઈમ્પ્રેસ-પ્રેઝન્ટેશન જોતા શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું: જોવાના વિકલ્પો એટલેકે "વ્યુ ઓપ્શન્સ" અને તેના ઉપયોગો અને મુખ્ય પૃષ્ઠો એટલેકે માસ્ટર પેજીસ |
00:13 | અહીં આપણે "ઉબન્ટુ લિનક્સ ૧૦.૦૪" અને "લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪" વાપરી રહ્યા છીએ. |
00:22 | ચાલો પહેલા આપણું 'સેમ્પલ ઈમ્પ્રેસ' નામનું પ્રેઝન્ટેશન બે વાર ક્લિક કરી ખોલીએ. |
00:27 | લીબરઓફીસ ઈમ્પ્રેસ ઘણા "વ્યુ ઓપ્શન્સ" ધરાવે છે જે તમને વધારે સારું પ્રેઝન્ટેશન બનાવવ ખુબ ઉપયોગી નીવડે છે. |
00:34 | સામાન્ય રીતે જ્યારે તમે લીબરઓફીસ ઈમ્પ્રેસ શરુ કરો તો તે આવું લાગે છે. |
00:41 | આને "નોર્મલ વ્યુ" કેહવાય છે. |
00:43 | જ્યારે પ્રેઝન્ટેશન કોઈ બીજા અન્ય વ્યુ એટલેકે દેખાવમાં હોય, |
00:48 | "નોર્મલ ટેબ" ઉપર ક્લિક કરી તમે નોર્મલ વ્યુ ઉપર પાછા જઈ શકો છો. |
00:53 | અથવા "વ્યુ" અને "નોર્મલ" ઉપર ક્લિક કરી. |
00:57 | નોર્મલ વ્યુમાં તમે નવી સ્લાઈડો બનાવી શકો અને સ્લાઈડોમાં ફેરફાર પણ કરી શકો. |
01:02 | ઉદાહરણ તરીકે,આપણે સ્લાઈડોની રુરેખા બદલી શકીએ. |
01:05 | આના માટે,"ઓવરવ્યુ" નામની સ્લાઈડ ઉપર જઈએ. |
01:09 | જમણી બાજુએ,"ટાસ્ક" પેન ઉપર,માસ્ટર પેજીસ સેક્શન,અંડર યુઝ્ડ ઇન ધીઝ પ્રેઝન્ટેશન,આપણે જોઈ શકીએ છીએ કે સ્લાઈડ ડીઝાઈન "પીઆરએસ સ્ત્રેટર્જી" છે. |
01:21 | આના નીચે,આપણે વર્તમાનમાં વપરાયેલ અને વાપરવા માટે ઉપ્લબ્ધ રૂપરેખાઓ જોઈ શકીએ છીએ. |
01:27 | મનગમતા કોઈ પણ એક ઉપર ક્લિક કરીએ. |
01:31 | "વર્કસ્પેસ" પેનમાં સ્લાઈડની રૂપરેખામાં આવેલ બદલાવ જુઓ. |
01:34 | જોયું,સ્લાઈડની રૂપરેખા બદલવી કેટલી સરળ છે ને! |
01:39 | તમે સ્લાઈડો માટે બેકગ્રાઉન્ડ તરીકે બનાવેલ રૂપરેખાઓ પણ ઉમેરી શકો છો. |
01:44 | હવે આપણે "આઉટલાઈન વ્યુ" જોઈશું. |
01:47 | તમે આ વ્યુ ઉપર "વ્યુ" અને પછી "આઉટલાઈન" ઉપર ક્લિક કરી પણ જઇ શકો છો. |
01:54 | અથવા "આઉટલાઈન ટેબ" ઉપર ક્લિક કરી. |
01:57 | આ વ્યુમાં,તમે જોઈ શકો છો કે સ્લાઈડો એક પછી એક ગોઠવાયેલ છે,જેમ વિષય-સૂચીમાં હોય છે. |
02:05 | આ અહિયાં સ્લાઈડના શીર્ષકો છે. |
02:08 | નોંધલો સ્લાઈડ શીર્ષક "ઓવરવ્યુ" પ્રકાશિત થયેલ દેખાય છે. |
02:12 | આનું કારણ એ છે કે જ્યારે આપણે "આઉટલાઈન ટેબ" પસંદ કર્યું આપણે આ "ઓવરવ્યુ" સ્લાઈડ ઉપર હતા. |
02:18 | જુઓ આ ચિહ્નો "બુલેટ પોઈન્ટ" જેવા આકારના દેખાય છે. |
02:23 | જો તમે આ બુલેટ પોઈન્ટ્સ ઉપર માઉસ અદ્ધર મુકો છો તો,તો કર્સર "હાથ" આકારનું દેખાય છે. |
02:29 | પછી આપણે આ લાઈન આઈટમોને સ્લાઈડની અંદર ફરી ગોઠવવા માટે ઉપર-નીચે ખસેડી શકીએ. |
02:38 | અથવા સ્લાઈડની બીજી તરફ. |
02:40 | ચાલો "CTRL અને Z" દબાવી આ ફેરફારોને અન્ડું કરીએ,જેથી આપણું પ્રેઝન્ટેશન તેના મૂળભૂત સ્વરૂપમાં પાછુ આવી જાય. |
02:49 | આપણે સ્લાઈડોને ફરી ગોઠવવા "સ્લાઈડ સોર્ટર વ્યુ"નો ઉપયોગ કરીએ છીએ. |
02:53 | આપણે સ્લાઈડ સોર્ટર વ્યુમાં "વ્યુ" અને "સ્લાઈડ સોર્ટર" ઉપર દબાવી જઈ શકીએ છીએ. |
03:00 | અથવા સ્લાઈડ સોર્ટર ટેબ ઉપર ક્લિક કરી. |
03:04 | આ વ્યુ જોઈતા ક્રમમાં સ્લાઈડોને વર્ગીકૃત કરવા ઉપયોગી છે. |
03:08 | ઉદાહરણ તરીકે- સ્લાઈડ આંક ૯ અને ૧૦ની અદલાબદલી કરવા,સ્લાઈડ આંક ૧૦ને ક્લિક કરી,સ્લાઈડ આંક ૯ની આગળ આવે ત્યાં સુધી ખસેડો. |
03:18 | હવે માઉસનું બટન છોડી દો. |
03:22 | સ્લાઈડ અદલબદલ થઇ જાય છે. |
03:26 | "નોટ્સ વ્યુ"માં,તમે નોંધણીઓ લખી શકો છો જે તમને પ્રેઝન્ટેશન દરમ્યાન મદદમાં આવશે . |
03:31 | "નોટ્સ વ્યુ"માં જવા,"વ્યુ" અને પછી "નોટ્સ પેજ" ઉપર ક્લિક કરીએ. |
03:36 | તમે "નોટ્સ ટેબ" ઉપર પણ ક્લિક કરી શકો છો. |
03:39 | સ્લાઈડ પેનમાંથી "ડેવલપમેન્ટ અપ ટુ પ્રેઝન્ટ" સ્લાઈડ પસંદ કરીએ. |
03:44 | નોટ વિભાગમાં થોડુક લખાણ લખીએ. |
03:49 | જ્યારે તમારી સ્લાઈડો પ્રોજેક્ટર ઉપર દેખાડવામાં આવે છે, |
03:52 | તમે તમારા મોનીટર ઉપર આ નોંધણીઓ હજી જોઈ શકો છો પણ તમારા શ્રોતા નથી જોઈ શકતા. |
03:58 | હવે ચાલો "નોર્મલ ટેબ" ઉપર ક્લિક કરીએ. |
04:01 | આપણે "ટાસ્ક પેન"માં પ્રેઝન્ટેશનની ગોઠવણી એટલેકે લેઆઉટ બદલી શકીએ છીએ, જમણી બાજુ પર,"લેઆઉટ સેક્શન". |
04:08 | "ટાસ્ક પેન" ને બતાવવા કે છુપાવવા, |
04:12 | "વ્યુ" ઉપર ક્લિક કરી,"ટાસ્ક પેન". |
04:14 | આ "ટાસ્ક પેન"ને ક્યાંતો બતાવશે અથવા છુપાડશે. |
04:18 | ચાલો સ્લાઈડનું લેઆઉટ એટલેકે ગોઠવણી બદલવા "લેઆઉટ સેક્શન"નો ઉપયોગ કરીએ. |
04:23 | "ડેવલપમેન્ટ અપ ટુ પ્રેઝન્ટ" નામની સ્લાઈડને પસંદ કરીએ. |
04:26 | "લેઆઉટ સેક્શન"માંથી>>કન્ટેન્ટ ઉપરથી "ટાઈટલ કન્ટેન્ટ" |
04:33 | આ સ્લાઈડની ગોઠવણી બદલે છે. |
04:37 | અહીં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
04:40 | સારાંશ માટે, આપણે આ ટ્યુટોરીયલમાં શીખ્યું: "વ્યુ ઓપ્શન્સ" અને તેના ઉપયોગો અને મુખ્ય પૃષ્ઠો એટલેકે માસ્ટર પેજીસ |
04:46 | આ કોમ્રીહેન્સીવ અસાઇનમેન્ટનો પ્રયત્ન કરો. |
04:49 | નવું પ્રેઝન્ટેશન બનાવો. |
04:52 | એક મુખ્ય પૃષ્ઠ બનાવો જેમાં ઘેરા ભૂરા રંગવાળી પૃષ્ઠભૂમિ અને આછા ભૂરા રંગવાળો શીર્ષકનો વિસ્તાર હોય. |
04:58 | આ લિંક ઉપરનો ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
05:02 | તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
05:05 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
05:09 | મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ |
05:12 | મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરે છે. |
05:15 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
05:19 | વધુ વિગતો માટે અમને "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
05:26 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
05:30 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
05:38 | આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે . |
05:49 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. |
05:55 | આભાર. |