LibreOffice-Impress-on-BOSS-Linux/C4/Presentation-Notes/Gujarati
From Script | Spoken-Tutorial
Resources for recording
Time | Narration |
00.00 | લીબરઓફીસમાં 'Presentation Notes પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલ માં, આપણે નોટ્સ અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે વિશે શીખીશું. |
00.12 | નોટ્સ બે હેતુઓ માટે વપરાય છે: |
00.14 | વધારાના સામગ્રી અથવા સંદર્ભો તરીકે, દરેક સ્લાઇડ પર, પ્રેક્ષકો માટે. |
00.20 | પ્રેક્ષકો સામે સ્લાઇડ્સ પ્રસ્તુત કરતી વખતે સંદર્ભ નોટ સાથે પ્રસ્તુતકર્તાને મદદ કરવા માટે. |
00.27 | Sample-Impress.odp પ્રેસેન્ટેશન ખોલો. |
00.33 | ડાબી બાજુ Slides પેનલ પર, Overview શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો. |
00.38 | ટેક્સ્ટને બદલો. |
00.40 | 1 વર્ષ અંદર OpenSource સોફ્ટવેર થી 30% શિફ્ટ હાંસલ કરવા માટે |
00.46 | વર્ષની અંદર OpenSource સોફ્ટવેર થી 95% શિફ્ટ હાંસલ કરવા માટે |
00.53 | ચાલો, પેજમાં કેટલીક નોટ્સ ઉમેરીએ, જેથી, જયારે તે પ્રિન્ટ થશે, ત્યારે રીડર પાસે કેટલીક સંદર્ભ સામગ્રી હશે. |
01.01 | નોટ્સને એડિટ કરવા માટે, Notes ટેબ પર ક્લિક કરો. |
01.04 | સ્લાઇડ નીચે એક 'નોટ્સ' ટેક્સ્ટ બોક્સ પ્રદર્શિત થયેલ છે. અહીં આપને નોટ્સ ટાઈપ કરી શકીએ છીએ. |
01.12 | Click to Add Notes ઉપર ક્લિક કરો. |
01.15 | નોંધ લો કે તમે આ બોક્સ એડિટ કરી શકો છો. |
01.19 | આ ટેક્સ્ટ બોક્સમાં ટાઇપ કરો; |
01.22 | Management would like to explore cost saving from shifting to Open Source Software |
01.28 | Open source software has now become a viable option to proprietary software. |
01.35 | Open source software will free the company from arbitrary software updates of proprietary software. <Pause> |
01.46 | આપણે પ્રથમ Note બનાવ્યી છે. |
01.49 | ચાલો Notes માં ટેક્સ્ટને કેવી રીતે ફોરમેટ કરવું તે શીખીએ. |
01.54 | ટેક્સ્ટ પસંદ કરો. |
01.56 | ઈમ્પ્રેસ વિન્ડોની ટોચના ડાબા ખૂણામાંથી,Font Type ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને TlwgMono' પસંદ કરો. |
02.05 | આગળ, Font size ડ્રોપ ડાઉનમાં, 18 પસંદ કરો. |
02.10 | સમાન Task bar' ઉપર, આ 'બુલેટ ચિહ્ન પર ક્લિક કરો. ટેક્સ્ટને હવે બુલેટ પોઈન્ટ છે. |
02.18 | દરેક નોટ્સ પ્રમાણભૂત બંધારણમાં સુયોજિત કરવા માટે હવે Notes Master બનાવતા શીખીશું . |
02.25 | આ Main મેનુ માંથી, View અને પછી Master પર ક્લિક કરો. Notes Master પર ક્લિક કરો. |
02.33 | Notes Master વ્યુ દેખાય છે. |
02.36 | નોંધ લો, બે સ્લાઇડ્સ પ્રદર્શિત થયેલ છે. |
02.40 | આનો અર્થ એ થાય છે, દરેક Master Slide માટે એક Notes Master પ્રેસેન્ટેશનમાં ઉપયોગમાં લેવાયેલ છે. |
02.47 | Notes Master slide ટેમ્પ્લેટ સમાન છે. |
02.51 | તમે અહીં ફોર્મેટિંગ પસંદગીઓ સુયોજિત કરી શકો છો, જે પ્રેસેન્ટેશનમાં દરેક નોટ્સ ઉપર લાગુ પડે છે. |
02.58 | સ્લાઇડ્સ પેનલમાંથી, પ્રથમ સ્લાઇડ પસંદ કરો. |
03.01 | 'Notes પ્લેસહોલ્ડર પર ક્લિક કરો અને તે ઉપટ પ્રદર્શિત થયેલ text પસંદ કરો. |
03.08 | ઈમ્પ્રેસ વિન્ડોની ટોચ પર ડાબા ખૂણામાંથી, 'Font Size ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, અને 32 'પસંદ કરો. |
03.16 | મુખ્ય મેનુમાંથી, Format અને Character પર ક્લિક કરો. |
03.21 | Character સંવાદ બોક્સ દેખાય છે. |
03.24 | Font Effects ટેબ પર ક્લિક કરો. |
03.28 | Font કલર ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Red પસંદ કરો. OK પર ક્લિક કરો. |
03.35 | નોટ્સ માટે લોગો ઉમેરો. |
03.38 | ચાલો ત્રિકોણ ઉમેરિયે. |
03.40 | Drawing ટૂલબારમાંથી, Basic Shapes પર ક્લિક કરો અને Isosceles Triangle પસંદ કરો. |
03.48 | નોટ્સ ટેક્સ્ટ બોક્સની ઉપર ડાબે ખૂણે ત્રિકોણ દાખલ કરો. |
03.53 | ત્રિકોણ પસંદ કરો અને સંદર્ભ મેનૂ માટે જમણું ક્લિક કરો. Area પર ક્લિક કરો. |
03.59 | Area સંવાદ બોક્સ દેખાય છે. |
04.02 | એરિયા ટેબ પર ક્લિક કરો. |
04.05 | Fill ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Color પર ક્લિક કરો. હવે Blue 7 પસંદ કરો. |
04.12 | આ ફોર્મેટિંગ અને લોગો બનાવવામાં આવેલ તમામ નોટ્સ માટે મૂળભુત હશે. |
04.18 | OK પર ક્લિક કરો. |
04.20 | 'Master View માં, Close Master View પર ક્લિક કરો, 'બંધ માસ્ટર જુઓ. |
04.25 | મુખ્ય પેનલ માં, Notes ટેબ પર ક્લિક કરો. |
04.29 | ડાબી તરફ Slides પેનલ પર, Overview શીર્ષકવાળી સ્લાઇડ પસંદ કરો 'વિહંગાવલોકન. |
04.35 | નોંધ લો કે, નોટ્સ Master Notes માં સુયોજિત કર્યા પ્રમાણે ફોર્મેટ કરવામાં આવેલ છે. |
04.42 | હવે, Notes અને Slide પ્લેસ હોલ્ડરને રીસાઈઝ કેવી રીતે કરવું તે શીખીએ. |
04.48 | Slide Placeholder પસંદ કરો, ડાબુ માઉસ બટન દબાવો અને સ્ક્રીનની ટોચે ખસેડો. |
04.56 | આ નોટ્સ રીસાઈઝ કરવા માટે વધુ જગ્યા બનાવે છે. |
05.02 | હવે, Notes ટેક્સ્ટ પ્લેસ હોલ્ડરની સરહદ પર ક્લિક કરો. |
05.06 | ડાબુ માઉસ બટન દબાવી રાખો અને કદ વધારવા માટે ઉપર ખેંચો. |
05.13 | આપણે જરૂરીયાત પ્રમાણે પ્લેસ હોલ્ડરને રીસાઈઝ કરતા શીખ્યા. |
05.18 | હવે ચાલો જોઈએ કે નોટ્સ કેવી રીતે પ્રિન્ટ કરવું. |
05.22 | Main મેનુમાંથી, File ઉપર ક્લિક કરો અને Print પસંદ કરો. |
05.27 | Print સંવાદ બોક્સ દેખાય છે. |
05.30 | પ્રિંટર્સની યાદીમાંથી, તમારી સિસ્ટમ સાથે જોડાયેલ પ્રિન્ટર પસંદ કરો. |
05.35 | Number of Copies ફિલ્ડમાં 2 દાખલ કરો. |
05.40 | Properties પર ક્લિક કરો અને Orientation હેઠળ, Landscape પસંદ કરો. Ok પર ક્લિક કરો. |
05.48 | Print Document હેઠળ, ડ્રોપ ડાઉન મેનુ માંથી Notes પસંદ કરો. |
05.53 | LibreOffice impress ટેબ પસંદ કરો. |
05.58 | Contents હેઠળ: |
06.00 | Slide Name બોક્સ ચેક કરો. |
06.02 | Date and Time બોક્સ ચેક કરો. |
06.05 | Original Color બોક્સ ચેક કરો. |
06.08 | Print પર ક્લિક કરો. |
06.11 | જો તમારું પ્રિન્ટર સેટિંગ્સ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો, સ્લાઇડ્સ હવે પ્રિન્ટ થવી શરૂ થવી જોઈએ. |
06.18 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06.21 | આ ટ્યુટોરીયલ માં, આપણે Notes અને તેમને કેવી રીતે પ્રિન્ટ કરવું તે શીખ્યા. |
06.27 | અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
06.30 | એક નવું પ્રેસેનટેશન ખોલો |
06.32 | નોટ્સ પ્લેસ હોલ્ડરમાં કન્ટેનટ્સ ઉમેરો અને |
06.36 | એક લંબચોરસ ઉમેરો. |
06.38 | કન્ટેનટ્સના ફોન્ટ 36 અને રંગ ભૂરો રાખો. |
06.44 | લંબચોરસ લીલા રંગ સાથે ભરો. |
06.48 | સ્લાઇડ ટેક્સ્ટ હોલ્ડરની તુલનામાં નોટ્સ પ્લેસ હોલ્ડરના માપને સંતુલિત કરો. |
06.54 | નોટ્સને કાળા અને સફેદ રંગમાં પોર્ટ્રેઇટ બંધારણમાં માં પ્રિન્ટ કરો. |
06.59 | નોટ્સની 5 નકલો પ્રિન્ટ કરવાની જરૂર છે. |
07.03 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
07.09 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
07.13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07.22 | વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
07.28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07.41 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો". |
07.51 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |