Drupal/C4/Solr-Search-and-Facets-Implementation/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:01 | નમસ્તે મિત્રો Solr Search and Facets Implementation પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું- |
00:09 | Solr search નો પરિચય |
00:12 | Solr search નાં મુખ્ય ફીચરો (વિશિષ્ટતાઓ) |
00:15 | Solr search નું સંસ્થાપન અને |
00:17 | Facets નું સર્જન |
00:19 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux 16.04 |
00:25 | Drupal 8 અને Firefox web browser |
00:29 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:33 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમને Drupal નું સાદું જ્ઞાન હોવું જોઈએ. |
00:38 | જો નથી તો, સંદર્ભિત Drupal ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકની મુલાકાત લો. |
00:43 | તમારી પાસે કાર્યરત (ચાલતું) Internet જોડાણ પણ હોવું જોઈએ. |
00:47 | પહેલા ચાલો શીખીએ કે API શું છે. |
00:50 | API નું પૂર્ણ નામ છે (એટલે કે) Application Programming Interface. |
00:54 | તે રૂલ્સનો સેટ (નિયમોનો એક સમૂહ (જથ્થો) ) ધરાવે છે જેને સૉફ્ટવેર પ્રોગ્રામો પરસ્પર એકબીજાથી સંચાર સાધવા માટે અનુસરી શકે છે. |
01:00 | API પર વધુ માહિતી આ ટ્યુટોરીયલનાં Additional reading material લીંકમાં આપવામાં આવેલ છે. |
01:07 | Solr Search API શું છે? |
01:10 | Solr એક મુક્ત સ્ત્રોત search platform છે જેનો ઉપયોગ Search Application બનાવવામાં થાય છે. |
01:16 | આ આપણને ડેટાબેઝો, ફાઇલો અને વેબસાઇટોને અનુક્રમ કરતી કસ્ટમ search engines બનાવવામાં મદદ કરે છે. |
01:23 | Solr Search API ની જરૂર આપણને શા માટે છે? |
01:27 | Drupal સાથે આવેલ મૂળભૂત search એ database search કરે છે. |
01:32 | આનાથી પ્રક્રિયા ધીમી થાય છે અને MySQL પર વધારાનો ભાર આવે છે. |
01:37 | પરંતુ Solr એ શોધ માટે જુદું server પ્રદાન કરે છે. તેનાથી search કામગીરી ઝડપી થશે. |
01:44 | Solr ના કેટલાક ફીચરો (વિશિષ્ટતાઓ) અહીં સૂચિબદ્ધ કરાયેલ છે. |
01:47 | તે સ્કેલેબલ (માપનીય) છે. |
01:49 | તે સંપૂર્ણ ટેક્સ્ટ શોધ ક્ષમતાઓ ધરાવે છે. |
01:52 | તે ફ્લેક્સિબલ (પરિવર્તનક્ષમ) અને વિસ્તૃત છે. |
01:55 | તેનું ઇન્ટરફેસ (અંતરફલક) વાપરવામા વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ છે. |
01:58 | તે ફોલ્ટ ટોલેરન્સ (ભૂલ સહનશીલતા) ધરાવે છે. |
02:01 | આગળ આપણે Solr core વિશે શીખીશું. |
02:04 | Solr core નો ઉપયોગ ઇન્ડેક્સિંગ અને એનલાઈઝિંગ (અનુક્રમણિકા અને વિશ્લેષણ) જેવી કામગીરીઓ ભજવવા માટે થાય છે. |
02:10 | તે એક એકલ ઇન્ડેક્સ અને સંકળાયેલ કોન્ફિગરેશન (રૂપરેખાંકન) ફાઈલો છે. |
02:16 | આપણે વિભિન્ન રચનાઓ સાથે ડેટા ઇન્ડેક્સ કરી શકીએ છીએ. |
02:20 | એક Solr server એક કે એકથી વધુ કોર ધરાવી શકે છે |
02:23 | બહુવિધ cores નો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણને બહુવિધ આવૃત્તિઓ, ભાષાઓ, કે કોન્ફિગરેશનો જોઈતા હોય છે. |
02:31 | આ ઉદાહરણમાં એકલ Solr Server ઇન્સ્ટન્સમાં Articles અને Weblogs દરેક માટે એક કોર આવેલ છે. |
02:39 | આગળ ચાલો Solr implementation process ને પગલાં દર પગલે શીખીએ. |
02:44 | આપેલ પગલાઓ Bitnami Drupal Stack ને લાગુ પડે છે. |
02:49 | પરંતુ મોટાભાગના પગલાઓ અન્ય કોઈપણ Drupal સંસ્થાપનને પણ લાગુ થઇ શકે છે. |
02:54 | Step No. 1 - તમારું terminal ખોલો અને તમારી મશીનને update અને upgrade કરવા માટે આપેલ commands રન કરો. |
03:02 | નોંધ લો આ command તમને root user તરીકે રન કરવો જોઈએ. |
03:06 | Step No. 2 - જો કે Solr એ Java આધારિત છે, આપણને આપણી મશીનમાં JRE અથવા JDK નાં સંસ્થાપિત હોવાની જરૂર છે. |
03:16 | આ માટે, પહેલા આપણને python software properties ને સંસ્થાપિત કરવાની જરૂર છે. |
03:21 | તો આપેલ command રન કરો. |
03:24 | નોંધ લો આવનારા કમાંડો તમને સામાન્ય વપરાશકર્તા તરીકે રન કરવા જોઈએ. |
03:29 | આગળ JRE ને સુયોજિત કરવા માટે આપણે આ command રન કરીશું. |
03:34 | ત્યારબાદ સિસ્ટમને વણઆધારિત packages સાથે અપડેટ (સુધારિત કરવું) કરવા માટે, ટાઈપ કરો sudo space add hyphen apt space update. Enter દબાવો. |
03:47 | છેવટે oracle Java8 ની તાજેતરની આવૃત્તિ સંસ્થાપિત કરવા માટે આપેલ command રન કરો. |
03:54 | હવે આપણે સંસ્થાપિત Java આવૃત્તિ તપાસ કરી શકીએ છીએ તે માટે ટાઈપ કરો java space hyphen version.
Enter દબાવો. |
04:03 | આગળ આપણને મૂળભૂત Java environment variable ને સુયોજિત કરવાની જરૂર છે. |
04:08 | તો, આપેલ command ને રન કરો. |
04:12 | Step No. 3. આગળ આપણે આપણી લોકલ (સ્થાનિક) મશીનમાં Solr સંસ્થાપિત કરવાનું શીખીશું. |
04:18 | પહેલા આપણે ડિરેક્ટરીને બદલીને tmp કરવી પડશે. |
04:22 | હવે આપણે તેમના વેબ પુષ્ઠ પરથી Solr version 6.6.3 ને ડાઉનલોડ કરીશું. |
04:28 | આપેલ કમાંડને ટાઈપ કરો. |
04:31 | નોંધ લો તમે તેમની વેબસાઈટ પરથી કોઈપણ તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ કરી શકો છો. |
04:36 | આગળ આપણે આપેલ command નો ઉપયોગ કરીને tar ફાઈલને એક્સટ્રેક્ટ કરીશું. |
04:40 | હવે આપણે આપણી સિસ્ટમમાં Solr ને service તરીકે સંસ્થાપિત કરવું જોઈએ. |
04:45 | તો આપેલ કમાંડ ટાઈપ કરો. |
04:48 | ત્યારબાદ આપણે Solr ની સ્થિતિ તપાસ કરીશું તે માટે ટાઈપ કરો service space Solr space status
Enter દબાવો. |
04:58 | આપણે જોઈ શકીએ છીએ કે service Solr આપણી સિસ્ટમમાં સંસ્થાપિત થઇ ગયી છે અને સક્રિય પણ થયેલ છે. |
05:03 | Step No. 4
હવે આપણે આપણા Drupal કન્ટેન્ટને ઇન્ડેક્સ કરવા માટે Solr માં એક નવું solr core બનાવીશું. |
05:11 | આપેલ કમાંડને કાળજીપૂર્વક ટાઈપ કરો. |
05:14 | અહીં મેં નવી બનાવેલ core નું નામ testcollection તરીકે રાખ્યું છે. |
05:19 | મૂળભૂત રીતે solr application એ TCP port 8983 પર સાંભળે છે. |
05:25 | તો, આપણે port 8983 મારફતે, Solr admin user interface ને એક્સેસ કરી શકીએ છીએ. |
05:31 | URL bar માં, ટાઈપ કરો http://localhost:8983/Solr/ |
05:42 | Core Selector ફિલ્ડમાં, આપણે તમામ ઉપલબ્ધ core ની યાદી જોઈ શકીએ છીએ. |
05:47 | કોઈપણ ચોક્કસ core ને ક્લીક કરવાથી, આપણને સંબંધિત વિગતો મળશે. |
05:53 | લોકલ સિસ્ટમમાં Solr સંસ્થાપન વિશે આ તમામ છે. |
05:57 | Step No. 5, આગળ આપણે Drupal8 માં Solr search API ને ઈમ્પ્લીમેન્ટ (અમલ કરાવવું) કરીશું. |
06:04 | આ માટે, આપણી મશીનમાં PHP નું mbstring extension અને composer સંસ્થાપિત થયેલ હોવું જોઈએ. |
06:11 | ઉપર આપેલ સોફ્ટવેર સંસ્થાપિત કરવાના પગલાંઓ આ ટ્યુટોરીયલનાં Additional reading material લીંકમાં આપવામાં આવેલ છે. |
06:18 | એકવાર જોઈતું સંસ્થાપન પૂર્ણ થવા પર, ડિરેક્ટરી બદલીને Drupal ની htdocs કરો. |
06:24 | આના પછી, આપણને Drupal8 માં solarium library સંસ્થાપિત કરવાની જરૂર છે. |
06:30 | Solarium એ PHP માટે એક Solr client library છે. |
06:34 | તેને સંસ્થાપિત કરવા માટે આપેલ command એક્ઝિક્યૂટ કરો. |
06:38 | આગળ આપણે composer મારફતે Drupal8 માં search API Solr module સંસ્થાપિત કરીશું. |
06:44 | આપેલ command ને ટાઈપ કરો. |
06:47 | પછીથી વાપરવા માટે આપણે Drupal8 માં Facets module પણ ડાઉનલોડ કરીશું. |
06:53 | આપેલ command ને ટાઈપ કરો. અત્યાર સુધી, આપણે જોઈતા તમામ modules ડાઉનલોડ કરી લીધા છે. |
07:01 | Step No. 6 - આગળ Drupal8 site પર જઈએ અને આપણે સંસ્થાપિત કરેલ modules ને સક્રિય કરીએ. |
07:09 | Extend ટેબ પર જાવ. |
07:11 | આપેલ પર ચેક માર્ક મુકો modules Facets, Search API, Solr search અને Solr Search Defaults. |
07:20 | તેમને સક્રિય કરવા માટે, નીચેની તરફે આવેલ Install બટન પર ક્લીક કરો. |
07:24 | આપણે જોઈ શકીએ છીએ કે તમામ ચાર modules સંસ્થાપિત થઇ ગયા છે. |
07:28 | હવે આપણે Search નામનાં Drupal8 નાં મૂળભૂત Search module ને નિષ્ક્રિય કરવું પડશે. |
07:34 | આવું કરવા માટે, Extend પુષ્ઠમાના Uninstall ટેબ પર ક્લીક કરો. |
07:39 | Search module પર ચેક માર્ક મુકો અને નીચેની તરફે આવેલ Uninstall બટન પર ક્લીક કરો. |
07:44 | ખાતરી કરવા માટે ફરીથી Uninstall બટન પર ક્લીક કરો. |
07:48 | આગળ આપણે આપણી Drupal ને Solr થી સંપર્ક કરવા માટે પરવાનગી આપવી પડશે. |
07:53 | આ માટે, પાછા terminal પર આવીએ અને આપેલ command ને કાળજીપૂર્વક રન કરીએ. |
07:58 | આનાથી Drupal8 નાં modules ફોલ્ડરમાંથી configuration files એ Solr નાં core માં કોપી થશે. |
08:05 | configuration files નાં કોપી થયા બાદ, Solr service ને રીસ્ટાર્ટ કરવા માટે, ટાઈપ કરો sudo space service space solr space restart
Enter દબાવો. |
08:17 | Step No. 7
આગળ આપણે Solr server ને કોન્ફીગર કરીશું અને મૂળભૂત search index માં ઉપલબ્ધ કન્ટેન્ટને ઇન્ડેક્સ કરીશું. |
08:27 | આવું કરવા માટે, Configuration ટેબ પર જાવ. |
08:30 | SEARCH AND METADATA અંતર્ગત Search API પર ક્લીક કરો. |
08:34 | અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે Solr server પર પહોંચી શકાતું નથી. |
08:38 | Solr Server નાં Edit પર ક્લીક કરો. |
08:41 | નીચે સ્ક્રોલ કરો. Solr core ફિલ્ડમાં, તમારા કોરનું નામ ટાઈપ કરો. |
08:46 | હું ટાઈપ કરીશ testcollection. |
08:48 | અન્ય સેટિંગ્સ (સુયોજન) ને મૂળભૂત જ રહેવા દો અને કોન્ફિગરેશનને સંગ્રહવા માટે, નીચેની તરફે આવેલ Save બટન પર ક્લીક કરો. |
08:55 | હવે આપણે જોઈ શકીએ છીએ કે server connection પર પહોંચી શકાય છે અને કોર જોડાણને એક્સેસ કરી શકાવાય છે. |
09:01 | Step No. 8
આગળ આપણે Solr server માં ઉપલબ્ધ કન્ટેન્ટને ઇન્ડેક્સ કરીશું. |
09:08 | Default Solr content index નાં Edit બટન પર ક્લીક કરો. |
09:12 | આપણે આપણી જરૂર મુજબ સેટિંગ્સ (સુયોજનો) બદલી શકીએ છીએ. |
09:16 | હમણાં માટે, હું તેને એવી જ રહેવા દઈશ અને નીચેની તરફે આવેલ Save બટન પર ક્લીક કરીશ. |
09:21 | આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે Solr server માં ૦ આઇટમો (વસ્તુઓ) ઇન્ડેક્સ થઇ છે. |
09:27 | તમામ કન્ટેન્ટને ઇન્ડેક્સ કરવા માટે, નીચેની તરફે આવેલ Index now બટન પર ક્લીક કરો. |
09:31 | આપણે જોઈ શકીએ છીએ કે Solr server માં તમામ ૨૦ કન્ટેન્ટો ઇન્ડેક્સ થયા છે. |
09:36 | આ સાથે આપણે Solr server અને index આ બંનેને સફળતાપૂર્વક સક્રિય કર્યા છે. |
09:41 | Step No. 9 . આગળ ચાલો Solr search વાપરીને આપણા કન્ટેન્ટને શોધવાનું શીખીએ. |
09:48 | આ માટે, પહેલા Structure પર જાવ, ત્યારબાદ Views. |
09:52 | આપણે અહીં Solr search content view જોઈ શકીએ છીએ. |
09:55 | Solr search content નાં Edit બટન પર ક્લીક કરો. |
09:59 | નોંધ લો Solr search content એ એક પુષ્ઠ છે જેને path /Solr-search/content પર એક્સેસ કરી શકાવાય છે. |
10:09 | સાથે જ આપણે દેખાવનું પ્રિવ્યુ જોઈ શકીએ છીએ. |
10:12 | હવે આપણે Solr search content પુષ્ઠ એક્સેસ કરીશું. |
10:16 | URL બારમાં, ટાઈપ કરો http://localhost:8080/drupal/solr-search/content |
10:30 | જો તમે Bitnami Drupal Stack ન વાપરતા હોય તો, localhost:8080 ના બદલે કૃપા કરી localhost વાપરો. |
10:39 | Solr શોધ કન્ટેન્ટ પુષ્ઠ હવે દૃશ્યમાન થાય છે. Search ફિલ્ડમાં, ટાઈપ કરો Drupal. એન્ટર દબાવો. |
10:47 | તે કેટલાક પરિણામો દર્શાવે છે જેમાં તેમના કન્ટેન્ટ અંતર્ગત “Drupal” શબ્દ આવેલો છે. |
10:53 | Step No. 10 આગળ આપણે શોધ પરિણામોનું વર્ગીકરણ કરવા માટે Facets બનાવતા શીખીશું. |
11:00 | આવું કરવા માટે, Configuration ટેબ પર જાવ. SEARCH AND METADATA અંતર્ગત Facets પર ક્લીક કરો. |
11:07 | Add facet બટન પર ક્લીક કરો. |
11:10 | Facet source ડ્રોપ ડાઉનમાં, સ્ત્રોત પસંદ કરો. |
11:15 | Field ડ્રોપ ડાઉનમાં, facet ફિલ્ડ તરીકે આપણે Title પસંદ કરીશું. |
11:20 | Name ફિલ્ડમાં, આ Facet ના નામ તરીકે હું ટાઈપ કરીશ Title. |
11:25 | છેલ્લે કોન્ફિગરેશનને સંગ્રહવા માટે Save બટન પર ક્લીક કરો. |
11:29 | અહીં તમે ઉપલબ્ધ પ્રકારોમાંથી widget પસંદ કરી શકો છો. |
11:34 | હમણાં માટે હું પસંદ કરી રહ્યી છું List of links. |
11:37 | બચેલી સેટિંગ્સ (સુયોજનો) ને મૂળભૂત જ રહેવા દઈએ અને કોન્ફિગરેશનને સંગ્રહવા માટે Save બટન પર ક્લીક કરીએ. |
11:44 | Step No. 11
આગળ આપણે Facet ને ગોઠવતા (મુકતા) શીખીશું જે કે આપણે હમણાં કોન્ફિગર કર્યું છે. |
11:50 | તેના માટે આપેલ પર જાવ Structure → Block layout. |
11:54 | Sidebar second region માં બ્લોકને મુકવા માટે, Place block બટન પર ક્લીક કરો. |
12:00 | દૃશ્યમાન થયેલા ડાયલોગ બોક્સમાં, Title નામનું Facet પસંદ કરો. |
12:05 | તમારી જરૂર અનુસાર બ્લોકને કોન્ફિગર કરો. Save block બટન ક્લીક કરો. |
12:11 | Sidebar second region માં Facet ઉમેરાઈ ગયું છે. |
12:15 | Step No. 12
આગળ આપણે આપણા Solr search content પુષ્ઠ પર પાછા ફરીશું અને જોશું કે કેવી રીતે Facet કાર્ય કરે છે. |
12:23 | Search field માં, ટાઈપ કરો Drupal. એન્ટર દબાવો. |
12:28 | તે કેટલાક પરિણામો દર્શાવે છે જેમાં તેમના કન્ટેન્ટમાં “Drupal” શબ્દ આવેલ છે. |
12:34 | સાથે જ આપણે શીર્ષક દર્શાવતું Facet પણ જોઈ શકીએ છીએ જેમાં તેમના કન્ટેન્ટમાં શબ્દ તરીકે “Drupal” આવેલ છે. |
12:41 | Drupal8 માં Solr search અને Facets ના ઈમ્પ્લીમેન્ટેશન (અમલીકરણ) વિશે આ તમામ છે (બસ આટલું જ). |
12:47 | આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
12:51 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા- Solr એપ્લિકેશન સંસ્થાપિત કરવી |
12:57 | composer મારફતે આવશ્યક modules સંસ્થાપિત કરવા |
13:00 | Solr search API કોન્ફીગર કરવું અને Facets કોન્ફીગર કરવું |
13:05 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
13:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને જેઓ પાસ થાય છે તેમને પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
13:22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) તથા એનવીએલઆઈ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
13:33 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન પ્રાચી શર્મા દ્વારા કરાયું છે.
IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |