Drupal/C4/Solr-Search-and-Facets-Implementation/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 નમસ્તે મિત્રો Solr Search and Facets Implementation પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું-
00:09 Solr search નો પરિચય
00:12 Solr search નાં મુખ્ય ફીચરો (વિશિષ્ટતાઓ)
00:15 Solr search નું સંસ્થાપન અને
00:17 Facets નું સર્જન
00:19 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux 16.04
00:25 Drupal 8 અને Firefox web browser
00:29 તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:33 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમને Drupal નું સાદું જ્ઞાન હોવું જોઈએ.
00:38 જો નથી તો, સંદર્ભિત Drupal ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકની મુલાકાત લો.
00:43 તમારી પાસે કાર્યરત (ચાલતું) Internet જોડાણ પણ હોવું જોઈએ.
00:47 પહેલા ચાલો શીખીએ કે API શું છે.
00:50 API નું પૂર્ણ નામ છે (એટલે કે) Application Programming Interface.
00:54 તે રૂલ્સનો સેટ (નિયમોનો એક સમૂહ (જથ્થો) ) ધરાવે છે જેને સૉફ્ટવેર પ્રોગ્રામો પરસ્પર એકબીજાથી સંચાર સાધવા માટે અનુસરી શકે છે.
01:00 API પર વધુ માહિતી આ ટ્યુટોરીયલનાં Additional reading material લીંકમાં આપવામાં આવેલ છે.
01:07 Solr Search API શું છે?
01:10 Solr એક મુક્ત સ્ત્રોત search platform છે જેનો ઉપયોગ Search Application બનાવવામાં થાય છે.
01:16 આ આપણને ડેટાબેઝો, ફાઇલો અને વેબસાઇટોને અનુક્રમ કરતી કસ્ટમ search engines બનાવવામાં મદદ કરે છે.
01:23 Solr Search API ની જરૂર આપણને શા માટે છે?
01:27 Drupal સાથે આવેલ મૂળભૂત searchdatabase search કરે છે.
01:32 આનાથી પ્રક્રિયા ધીમી થાય છે અને MySQL પર વધારાનો ભાર આવે છે.
01:37 પરંતુ Solr એ શોધ માટે જુદું server પ્રદાન કરે છે. તેનાથી search કામગીરી ઝડપી થશે.
01:44 Solr ના કેટલાક ફીચરો (વિશિષ્ટતાઓ) અહીં સૂચિબદ્ધ કરાયેલ છે.
01:47 તે સ્કેલેબલ (માપનીય) છે.
01:49 તે સંપૂર્ણ ટેક્સ્ટ શોધ ક્ષમતાઓ ધરાવે છે.
01:52 તે ફ્લેક્સિબલ (પરિવર્તનક્ષમ) અને વિસ્તૃત છે.
01:55 તેનું ઇન્ટરફેસ (અંતરફલક) વાપરવામા વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ છે.
01:58 તે ફોલ્ટ ટોલેરન્સ (ભૂલ સહનશીલતા) ધરાવે છે.
02:01 આગળ આપણે Solr core વિશે શીખીશું.
02:04 Solr core નો ઉપયોગ ઇન્ડેક્સિંગ અને એનલાઈઝિંગ (અનુક્રમણિકા અને વિશ્લેષણ) જેવી કામગીરીઓ ભજવવા માટે થાય છે.
02:10 તે એક એકલ ઇન્ડેક્સ અને સંકળાયેલ કોન્ફિગરેશન (રૂપરેખાંકન) ફાઈલો છે.
02:16 આપણે વિભિન્ન રચનાઓ સાથે ડેટા ઇન્ડેક્સ કરી શકીએ છીએ.
02:20 એક Solr server એક કે એકથી વધુ કોર ધરાવી શકે છે
02:23 બહુવિધ cores નો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણને બહુવિધ આવૃત્તિઓ, ભાષાઓ, કે કોન્ફિગરેશનો જોઈતા હોય છે.
02:31 આ ઉદાહરણમાં એકલ Solr Server ઇન્સ્ટન્સમાં Articles અને Weblogs દરેક માટે એક કોર આવેલ છે.
02:39 આગળ ચાલો Solr implementation process ને પગલાં દર પગલે શીખીએ.
02:44 આપેલ પગલાઓ Bitnami Drupal Stack ને લાગુ પડે છે.
02:49 પરંતુ મોટાભાગના પગલાઓ અન્ય કોઈપણ Drupal સંસ્થાપનને પણ લાગુ થઇ શકે છે.
02:54 Step No. 1 - તમારું terminal ખોલો અને તમારી મશીનને update અને upgrade કરવા માટે આપેલ commands રન કરો.
03:02 નોંધ લો આ command તમને root user તરીકે રન કરવો જોઈએ.
03:06 Step No. 2 - જો કે SolrJava આધારિત છે, આપણને આપણી મશીનમાં JRE અથવા JDK નાં સંસ્થાપિત હોવાની જરૂર છે.
03:16 આ માટે, પહેલા આપણને python software properties ને સંસ્થાપિત કરવાની જરૂર છે.
03:21 તો આપેલ command રન કરો.
03:24 નોંધ લો આવનારા કમાંડો તમને સામાન્ય વપરાશકર્તા તરીકે રન કરવા જોઈએ.
03:29 આગળ JRE ને સુયોજિત કરવા માટે આપણે આ command રન કરીશું.
03:34 ત્યારબાદ સિસ્ટમને વણઆધારિત packages સાથે અપડેટ (સુધારિત કરવું) કરવા માટે, ટાઈપ કરો sudo space add hyphen apt space update. Enter દબાવો.
03:47 છેવટે oracle Java8 ની તાજેતરની આવૃત્તિ સંસ્થાપિત કરવા માટે આપેલ command રન કરો.
03:54 હવે આપણે સંસ્થાપિત Java આવૃત્તિ તપાસ કરી શકીએ છીએ તે માટે ટાઈપ કરો java space hyphen version.

Enter દબાવો.

04:03 આગળ આપણને મૂળભૂત Java environment variable ને સુયોજિત કરવાની જરૂર છે.
04:08 તો, આપેલ command ને રન કરો.
04:12 Step No. 3. આગળ આપણે આપણી લોકલ (સ્થાનિક) મશીનમાં Solr સંસ્થાપિત કરવાનું શીખીશું.
04:18 પહેલા આપણે ડિરેક્ટરીને બદલીને tmp કરવી પડશે.
04:22 હવે આપણે તેમના વેબ પુષ્ઠ પરથી Solr version 6.6.3 ને ડાઉનલોડ કરીશું.
04:28 આપેલ કમાંડને ટાઈપ કરો.
04:31 નોંધ લો તમે તેમની વેબસાઈટ પરથી કોઈપણ તાજેતરની આવૃત્તિ ડાઉનલોડ કરી શકો છો.
04:36 આગળ આપણે આપેલ command નો ઉપયોગ કરીને tar ફાઈલને એક્સટ્રેક્ટ કરીશું.
04:40 હવે આપણે આપણી સિસ્ટમમાં Solr ને service તરીકે સંસ્થાપિત કરવું જોઈએ.
04:45 તો આપેલ કમાંડ ટાઈપ કરો.
04:48 ત્યારબાદ આપણે Solr ની સ્થિતિ તપાસ કરીશું તે માટે ટાઈપ કરો service space Solr space status

Enter દબાવો.

04:58 આપણે જોઈ શકીએ છીએ કે service Solr આપણી સિસ્ટમમાં સંસ્થાપિત થઇ ગયી છે અને સક્રિય પણ થયેલ છે.
05:03 Step No. 4

હવે આપણે આપણા Drupal કન્ટેન્ટને ઇન્ડેક્સ કરવા માટે Solr માં એક નવું solr core બનાવીશું.

05:11 આપેલ કમાંડને કાળજીપૂર્વક ટાઈપ કરો.
05:14 અહીં મેં નવી બનાવેલ core નું નામ testcollection તરીકે રાખ્યું છે.
05:19 મૂળભૂત રીતે solr applicationTCP port 8983 પર સાંભળે છે.
05:25 તો, આપણે port 8983 મારફતે, Solr admin user interface ને એક્સેસ કરી શકીએ છીએ.
05:31 URL bar માં, ટાઈપ કરો http://localhost:8983/Solr/
05:42 Core Selector ફિલ્ડમાં, આપણે તમામ ઉપલબ્ધ core ની યાદી જોઈ શકીએ છીએ.
05:47 કોઈપણ ચોક્કસ core ને ક્લીક કરવાથી, આપણને સંબંધિત વિગતો મળશે.
05:53 લોકલ સિસ્ટમમાં Solr સંસ્થાપન વિશે આ તમામ છે.
05:57 Step No. 5, આગળ આપણે Drupal8 માં Solr search API ને ઈમ્પ્લીમેન્ટ (અમલ કરાવવું) કરીશું.
06:04 આ માટે, આપણી મશીનમાં PHP નું mbstring extension અને composer સંસ્થાપિત થયેલ હોવું જોઈએ.
06:11 ઉપર આપેલ સોફ્ટવેર સંસ્થાપિત કરવાના પગલાંઓ આ ટ્યુટોરીયલનાં Additional reading material લીંકમાં આપવામાં આવેલ છે.
06:18 એકવાર જોઈતું સંસ્થાપન પૂર્ણ થવા પર, ડિરેક્ટરી બદલીને Drupal ની htdocs કરો.
06:24 આના પછી, આપણને Drupal8 માં solarium library સંસ્થાપિત કરવાની જરૂર છે.
06:30 SolariumPHP માટે એક Solr client library છે.
06:34 તેને સંસ્થાપિત કરવા માટે આપેલ command એક્ઝિક્યૂટ કરો.
06:38 આગળ આપણે composer મારફતે Drupal8 માં search API Solr module સંસ્થાપિત કરીશું.
06:44 આપેલ command ને ટાઈપ કરો.
06:47 પછીથી વાપરવા માટે આપણે Drupal8 માં Facets module પણ ડાઉનલોડ કરીશું.
06:53 આપેલ command ને ટાઈપ કરો. અત્યાર સુધી, આપણે જોઈતા તમામ modules ડાઉનલોડ કરી લીધા છે.
07:01 Step No. 6 - આગળ Drupal8 site પર જઈએ અને આપણે સંસ્થાપિત કરેલ modules ને સક્રિય કરીએ.
07:09 Extend ટેબ પર જાવ.
07:11 આપેલ પર ચેક માર્ક મુકો modules Facets, Search API, Solr search અને Solr Search Defaults.
07:20 તેમને સક્રિય કરવા માટે, નીચેની તરફે આવેલ Install બટન પર ક્લીક કરો.
07:24 આપણે જોઈ શકીએ છીએ કે તમામ ચાર modules સંસ્થાપિત થઇ ગયા છે.
07:28 હવે આપણે Search નામનાં Drupal8 નાં મૂળભૂત Search module ને નિષ્ક્રિય કરવું પડશે.
07:34 આવું કરવા માટે, Extend પુષ્ઠમાના Uninstall ટેબ પર ક્લીક કરો.
07:39 Search module પર ચેક માર્ક મુકો અને નીચેની તરફે આવેલ Uninstall બટન પર ક્લીક કરો.
07:44 ખાતરી કરવા માટે ફરીથી Uninstall બટન પર ક્લીક કરો.
07:48 આગળ આપણે આપણી Drupal ને Solr થી સંપર્ક કરવા માટે પરવાનગી આપવી પડશે.
07:53 આ માટે, પાછા terminal પર આવીએ અને આપેલ command ને કાળજીપૂર્વક રન કરીએ.
07:58 આનાથી Drupal8 નાં modules ફોલ્ડરમાંથી configuration files Solr નાં core માં કોપી થશે.
08:05 configuration files નાં કોપી થયા બાદ, Solr service ને રીસ્ટાર્ટ કરવા માટે, ટાઈપ કરો sudo space service space solr space restart

Enter દબાવો.

08:17 Step No. 7

આગળ આપણે Solr server ને કોન્ફીગર કરીશું અને મૂળભૂત search index માં ઉપલબ્ધ કન્ટેન્ટને ઇન્ડેક્સ કરીશું.

08:27 આવું કરવા માટે, Configuration ટેબ પર જાવ.
08:30 SEARCH AND METADATA અંતર્ગત Search API પર ક્લીક કરો.
08:34 અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે Solr server પર પહોંચી શકાતું નથી.
08:38 Solr Server નાં Edit પર ક્લીક કરો.
08:41 નીચે સ્ક્રોલ કરો. Solr core ફિલ્ડમાં, તમારા કોરનું નામ ટાઈપ કરો.
08:46 હું ટાઈપ કરીશ testcollection.
08:48 અન્ય સેટિંગ્સ (સુયોજન) ને મૂળભૂત જ રહેવા દો અને કોન્ફિગરેશનને સંગ્રહવા માટે, નીચેની તરફે આવેલ Save બટન પર ક્લીક કરો.
08:55 હવે આપણે જોઈ શકીએ છીએ કે server connection પર પહોંચી શકાય છે અને કોર જોડાણને એક્સેસ કરી શકાવાય છે.
09:01 Step No. 8

આગળ આપણે Solr server માં ઉપલબ્ધ કન્ટેન્ટને ઇન્ડેક્સ કરીશું.

09:08 Default Solr content index નાં Edit બટન પર ક્લીક કરો.
09:12 આપણે આપણી જરૂર મુજબ સેટિંગ્સ (સુયોજનો) બદલી શકીએ છીએ.
09:16 હમણાં માટે, હું તેને એવી જ રહેવા દઈશ અને નીચેની તરફે આવેલ Save બટન પર ક્લીક કરીશ.
09:21 આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે Solr server માં ૦ આઇટમો (વસ્તુઓ) ઇન્ડેક્સ થઇ છે.
09:27 તમામ કન્ટેન્ટને ઇન્ડેક્સ કરવા માટે, નીચેની તરફે આવેલ Index now બટન પર ક્લીક કરો.
09:31 આપણે જોઈ શકીએ છીએ કે Solr server માં તમામ ૨૦ કન્ટેન્ટો ઇન્ડેક્સ થયા છે.
09:36 આ સાથે આપણે Solr server અને index આ બંનેને સફળતાપૂર્વક સક્રિય કર્યા છે.
09:41 Step No. 9 . આગળ ચાલો Solr search વાપરીને આપણા કન્ટેન્ટને શોધવાનું શીખીએ.
09:48 આ માટે, પહેલા Structure પર જાવ, ત્યારબાદ Views.
09:52 આપણે અહીં Solr search content view જોઈ શકીએ છીએ.
09:55 Solr search content નાં Edit બટન પર ક્લીક કરો.
09:59 નોંધ લો Solr search content એ એક પુષ્ઠ છે જેને path /Solr-search/content પર એક્સેસ કરી શકાવાય છે.
10:09 સાથે જ આપણે દેખાવનું પ્રિવ્યુ જોઈ શકીએ છીએ.
10:12 હવે આપણે Solr search content પુષ્ઠ એક્સેસ કરીશું.
10:16 URL બારમાં, ટાઈપ કરો http://localhost:8080/drupal/solr-search/content
10:30 જો તમે Bitnami Drupal Stack ન વાપરતા હોય તો, localhost:8080 ના બદલે કૃપા કરી localhost વાપરો.
10:39 Solr શોધ કન્ટેન્ટ પુષ્ઠ હવે દૃશ્યમાન થાય છે. Search ફિલ્ડમાં, ટાઈપ કરો Drupal. એન્ટર દબાવો.
10:47 તે કેટલાક પરિણામો દર્શાવે છે જેમાં તેમના કન્ટેન્ટ અંતર્ગત “Drupal” શબ્દ આવેલો છે.
10:53 Step No. 10 આગળ આપણે શોધ પરિણામોનું વર્ગીકરણ કરવા માટે Facets બનાવતા શીખીશું.
11:00 આવું કરવા માટે, Configuration ટેબ પર જાવ. SEARCH AND METADATA અંતર્ગત Facets પર ક્લીક કરો.
11:07 Add facet બટન પર ક્લીક કરો.
11:10 Facet source ડ્રોપ ડાઉનમાં, સ્ત્રોત પસંદ કરો.
11:15 Field ડ્રોપ ડાઉનમાં, facet ફિલ્ડ તરીકે આપણે Title પસંદ કરીશું.
11:20 Name ફિલ્ડમાં, આ Facet ના નામ તરીકે હું ટાઈપ કરીશ Title.
11:25 છેલ્લે કોન્ફિગરેશનને સંગ્રહવા માટે Save બટન પર ક્લીક કરો.
11:29 અહીં તમે ઉપલબ્ધ પ્રકારોમાંથી widget પસંદ કરી શકો છો.
11:34 હમણાં માટે હું પસંદ કરી રહ્યી છું List of links.
11:37 બચેલી સેટિંગ્સ (સુયોજનો) ને મૂળભૂત જ રહેવા દઈએ અને કોન્ફિગરેશનને સંગ્રહવા માટે Save બટન પર ક્લીક કરીએ.
11:44 Step No. 11

આગળ આપણે Facet ને ગોઠવતા (મુકતા) શીખીશું જે કે આપણે હમણાં કોન્ફિગર કર્યું છે.

11:50 તેના માટે આપેલ પર જાવ Structure → Block layout.
11:54 Sidebar second region માં બ્લોકને મુકવા માટે, Place block બટન પર ક્લીક કરો.
12:00 દૃશ્યમાન થયેલા ડાયલોગ બોક્સમાં, Title નામનું Facet પસંદ કરો.
12:05 તમારી જરૂર અનુસાર બ્લોકને કોન્ફિગર કરો. Save block બટન ક્લીક કરો.
12:11 Sidebar second region માં Facet ઉમેરાઈ ગયું છે.
12:15 Step No. 12

આગળ આપણે આપણા Solr search content પુષ્ઠ પર પાછા ફરીશું અને જોશું કે કેવી રીતે Facet કાર્ય કરે છે.

12:23 Search field માં, ટાઈપ કરો Drupal. એન્ટર દબાવો.
12:28 તે કેટલાક પરિણામો દર્શાવે છે જેમાં તેમના કન્ટેન્ટમાં “Drupal” શબ્દ આવેલ છે.
12:34 સાથે જ આપણે શીર્ષક દર્શાવતું Facet પણ જોઈ શકીએ છીએ જેમાં તેમના કન્ટેન્ટમાં શબ્દ તરીકે “Drupal” આવેલ છે.
12:41 Drupal8 માં Solr search અને Facets ના ઈમ્પ્લીમેન્ટેશન (અમલીકરણ) વિશે આ તમામ છે (બસ આટલું જ).
12:47 આ સાથે, આપણું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
12:51 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા- Solr એપ્લિકેશન સંસ્થાપિત કરવી
12:57 composer મારફતે આવશ્યક modules સંસ્થાપિત કરવા
13:00 Solr search API કોન્ફીગર કરવું અને Facets કોન્ફીગર કરવું
13:05 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

13:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને જેઓ પાસ થાય છે તેમને પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.

13:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) તથા એનવીએલઆઈ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
13:33 આ ટ્યુટોરીયલ માટે યોગદાન પ્રાચી શર્મા દ્વારા કરાયું છે.

IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki