PHP-and-MySQL/C2/If-Statement/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:0 | પીએચપી ના મૂળભૂત ટયુટોરીયલમાં તમારું સ્વાગત છે. અહીં આપણે 'ઇફ' સ્ટેટમેન્ટની ચર્ચા કરીશું. |
0:06 | જો તમે પહેલાં કોડ લખેલ હશે તો, તમને "ઇફ" સ્ટેટમેન્ટ (IF statement) ની જાણકારી હશે. |
0:11 | તે પીએચપીમાં ઘણું અલગ નથી. હું તે ટૂંક સમયમાં અમલમાં મુકીશ અને તમને બતાવીશ. |
0:16 | તો ચાલો શરૂ કરીએ. |
0:18 | ઠીક છે, અહીં 'ઇફ' સ્ટેટમેન્ટ વિશે સંક્ષિપ્ત છે. તે અમુક શરત લે છે. |
0:23 | જો શરત સાચી હોય, તો તે કોડના એક માર્ગને અમલમાં મુકશે. |
0:28 | જો તે ખોટી છે, તો તે કોડના અન્ય માર્ગને અમલમાં મુકશે. |
0:32 | ઉદાહરણ તરીકે - આ માળખું છે. |
0:36 | If - અંદર કૌંસમાં જાણવાની શરત જે અહીં "1 = 1" છે. |
0:41 | નોંધ લો હું અહીં ડબલ ઇકવલ ટુ (double equal to ) ચિહ્નનો ઉપયોગ કરું છું. આ "કમ્પેરીઝન ઓપરેટર" એટલે કે સરખામણી પ્રચાલક છે. |
0:46 | અન્ય ટ્યુટોરીયલમાં આપણે ઓપરેટરો વિશે શીખીશું. |
0:50 | 'ઇકવલ્સ' સમાન નથી છતાં પણ તે 'ઈઝ ઇકવલ ટુ' તરીકે વંચાય છે. |
0:56 | જ્યારે આપણે સરખામણી કરવા માટે ચલોનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે બે ઇકવલ ટૂ ચિહ્નો વાપરીશું. |
1:02 | જો તમે સાચા માર્ગ માટે જતા હોવ, તો તમે બે કર્લી કૌંસ એટલે કે છગડીયા કૌંસ વાપરી શકો છો. |
1:06 | આપણે અહીં એક ખોલવા જઈ રહ્યા છે. |
1:08 | આપણો કોડ આ કૌંસોની વચ્ચે જશે. |
1:11 | જો શરત સાચી ન હોય તો,આપણે કહીશું "else". |
1:15 | સમાન માળખું - છગડીયા કૌંસ. |
1:17 | ઉદાહરણ તરીકે, જો 1 ઇકવલ 1 હોય તો કહીશું "echo true". |
1:23 | જો ૧ ઇકવલ ૧ નથી, તો આપણે જ્યારે આપણી ફાઈલ રન કરીશું તો "ફોલ્સ"(false) મળવું જોઈએ. |
1:30 | જો કે ૧ ઇકવલ ૧ છે તેથી આપણને ફાઈલ રન કરતા "ટ્રૂ" (true) મળ્યું. |
1:36 | ચાલો આ બદલીએ, જો ૧ ઇક્વ્લ્સ ૨ છે , જે સમાન નથી, તો આપણને "ફોલ્સ" મળશે. |
1:42 | તો આપણે પહેલેથી એક સાદો પ્રોગ્રામ બનાવેલ છે જે આપણને જણાવશે કે શું એક નંબર અન્ય નંબર સમાન છે. |
1:49 | પ્રોગ્રામ માટે આ એક ખૂબ જ અવિવેકી એપ્લિકેશન છે. |
1:52 | તેથી હું કંઈક વધુ ઉમેરીશ. હું પાસવર્ડ પ્રવેશ માટેનો એક નાનો પ્રોગ્રામ બનાવીશ. |
1:58 | આપણે એક ચલમાં અહીં પાસવર્ડ સંગ્રહિત કરવા જઈ રહ્યા છીએ. |
2:02 | પાસવર્ડ છે "abc". |
2:05 | હું મારા ઇફ ફંક્શનમાં એક ચલનો સમાવેશ કરવા જઈ રહી છું. |
2:10 | if password ,યાદ રાખો ડબલ ઇકવલ્સ(==) 'def' |
2:15 | અને હું કહીશ 'Access granted' |
2:21 | મને માફ કરો,મેં ભૂલ કરી. 'def' એ પાસવર્ડ છે જે આપણે યુઝરને પૂછવા માંગીએ છીએ. 'abc' એ પાસવર્ડ છે જે હું સિસ્ટમ અંદર નાખું છું. |
2:32 | તેથી જો તે 'def' સમાન નથી, તો હું કહીશ 'Access denied'. |
2:38 | પાસવર્ડ જે મેં નાખ્યો છે તે 'abc' છે. |
2:42 | આપણે 'def' સાથે પાસવર્ડની સરખામણી કરવા જઈ રહ્યા છીએ, જે સંગ્રહિત પાસવર્ડ છે. |
2:49 | જો આ 'def' સમાન છે, તો આપણે કહીશું 'Access granted' નહિ તો 'Access denied'. |
2:57 | ચાલો આનો પ્રયાસ કરીએ. |
3:00 | 'Access denied'. કારણ કે પાસવર્ડો અનુરૂપ નથી થતા. |
3:05 | આ આધાર પર, તમે અહીં જોઈ શકો કે મેં ચલ સમાવેશ કર્યો છે. |
3:10 | આ 'def'થી બદલો અને આપણને 'Access granted' મળશે. |
3:17 | કારણ કે મારી પાસે અહીં એક લીટીનો કોડ છે અને અહીં બીજી અન્ય એક લીટીનો કોડ. |
3:22 | મને આ છગડીયા કૌંસોથી છુટકારો મળી શકે છે. |
3:25 | મારા મુજબ તે ઘણું વ્યવસ્થિત લાગે છે. |
3:28 | મુખ્ય નોંધ- આવા સરળ if સ્ટેટમેન્ટ જેમાં એક જ લીટીનો કોડ હોય એવા માટે છગડીયા કૌંસોનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ નથી. |
3:37 | જો અહીં એક લીટી પછી બીજી લીટી હોય, તો તમારે છગડીયા કૌંસોનો ઉપયોગ કરવાની જરૂર પડશે. |
3:42 | ઉદાહરણ તરીકે, ચાલો એક નવો ચલ અહીં સેટ કરીએ. |
3:46 | એક્સેસ ઇક્વ્લ્સ 'અલાઉડ'. |
3:52 | તે મૂળભૂત રીતે કોડનું માત્ર અન્ય વાક્ય છે. |
3:57 | પરંતુ જ્યારે હું પ્રયાસ કરીશ અને રન કરીશ, એક એરર મળે છે. |
4:02 | તે કહે છે - "an unexpected T_else on line 8"('એન અનએક્સપેક્ટેડ ટી_એલ્સ ઓન લાઈન ૮') |
4:07 | ચાલો લાઈન ૮ શોધીએ. તે અહીં છે. તે લાઈન પહેલાના વાક્યમાં સમસ્યા છે. |
4:13 | કારણ એ છે કે બે અથવા વધુ લીટીઓ માટે આપણા છગડીયા કૌંસો પાછા ઉમેરવાની જરૂર પડશે. |
4:22 | આ રીફ્રેશ કરીએ અને 'Access granted'. |
4:25 | હવે મેં એક નવું ચલ સેટ કર્યું છે, 'એક્સેસ ટુ બી અલાઉડ'. |
4:29 | આનાથી કઈ મદદ મળતી નથી. |
4:32 | પરંતુ હું તમને ફક્ત ઉદાહરણ આપી રહી હતી. |
4:35 | તમે જોઈ શકો છો આ હજુ એક લીટી છે અને આ બે લીટીઓ છે અને તમે તેમને મિશ્ર ન કરી શકો. |
4:40 | ઠીક છે,તો મેં એક ચલ બનાવ્યું છે. મેં તેનો if સ્ટેટમેન્ટમાં સમાવેશ કર્યો. આશા છે આ ટ્યુટોરીઅલ ઉપયોગી હતું |
4:47 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
4:50 | આઈઆઈટી-બોમ્બે તરફ થી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર.આભાર! |