PHP-and-MySQL/C2/If-Statement/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:0 પીએચપી ના મૂળભૂત ટયુટોરીયલમાં તમારું સ્વાગત છે. અહીં આપણે 'ઇફ' સ્ટેટમેન્ટની ચર્ચા કરીશું.
0:06 જો તમે પહેલાં કોડ લખેલ હશે તો, તમને "ઇફ" સ્ટેટમેન્ટ (IF statement) ની જાણકારી હશે.
0:11 તે પીએચપીમાં ઘણું અલગ નથી. હું તે ટૂંક સમયમાં અમલમાં મુકીશ અને તમને બતાવીશ.
0:16 તો ચાલો શરૂ કરીએ.
0:18 ઠીક છે, અહીં 'ઇફ' સ્ટેટમેન્ટ વિશે સંક્ષિપ્ત છે. તે અમુક શરત લે છે.
0:23 જો શરત સાચી હોય, તો તે કોડના એક માર્ગને અમલમાં મુકશે.
0:28 જો તે ખોટી છે, તો તે કોડના અન્ય માર્ગને અમલમાં મુકશે.
0:32 ઉદાહરણ તરીકે - આ માળખું છે.
0:36 If - અંદર કૌંસમાં જાણવાની શરત જે અહીં "1 = 1" છે.
0:41 નોંધ લો હું અહીં ડબલ ઇકવલ ટુ (double equal to ) ચિહ્નનો ઉપયોગ કરું છું. આ "કમ્પેરીઝન ઓપરેટર" એટલે કે સરખામણી પ્રચાલક છે.
0:46 અન્ય ટ્યુટોરીયલમાં આપણે ઓપરેટરો વિશે શીખીશું.
0:50 'ઇકવલ્સ' સમાન નથી છતાં પણ તે 'ઈઝ ઇકવલ ટુ' તરીકે વંચાય છે.
0:56 જ્યારે આપણે સરખામણી કરવા માટે ચલોનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે બે ઇકવલ ટૂ ચિહ્નો વાપરીશું.
1:02 જો તમે સાચા માર્ગ માટે જતા હોવ, તો તમે બે કર્લી કૌંસ એટલે કે છગડીયા કૌંસ વાપરી શકો છો.
1:06 આપણે અહીં એક ખોલવા જઈ રહ્યા છે.
1:08 આપણો કોડ આ કૌંસોની વચ્ચે જશે.
1:11 જો શરત સાચી ન હોય તો,આપણે કહીશું "else".
1:15 સમાન માળખું - છગડીયા કૌંસ.
1:17 ઉદાહરણ તરીકે, જો 1 ઇકવલ 1 હોય તો કહીશું "echo true".
1:23 જો ૧ ઇકવલ ૧ નથી, તો આપણે જ્યારે આપણી ફાઈલ રન કરીશું તો "ફોલ્સ"(false) મળવું જોઈએ.
1:30 જો કે ૧ ઇકવલ ૧ છે તેથી આપણને ફાઈલ રન કરતા "ટ્રૂ" (true) મળ્યું.
1:36 ચાલો આ બદલીએ, જો ૧ ઇક્વ્લ્સ ૨ છે , જે સમાન નથી, તો આપણને "ફોલ્સ" મળશે.
1:42 તો આપણે પહેલેથી એક સાદો પ્રોગ્રામ બનાવેલ છે જે આપણને જણાવશે કે શું એક નંબર અન્ય નંબર સમાન છે.
1:49 પ્રોગ્રામ માટે આ એક ખૂબ જ અવિવેકી એપ્લિકેશન છે.
1:52 તેથી હું કંઈક વધુ ઉમેરીશ. હું પાસવર્ડ પ્રવેશ માટેનો એક નાનો પ્રોગ્રામ બનાવીશ.
1:58 આપણે એક ચલમાં અહીં પાસવર્ડ સંગ્રહિત કરવા જઈ રહ્યા છીએ.
2:02 પાસવર્ડ છે "abc".
2:05 હું મારા ઇફ ફંક્શનમાં એક ચલનો સમાવેશ કરવા જઈ રહી છું.
2:10 if password ,યાદ રાખો ડબલ ઇકવલ્સ(==) 'def'
2:15 અને હું કહીશ 'Access granted'
2:21 મને માફ કરો,મેં ભૂલ કરી. 'def' એ પાસવર્ડ છે જે આપણે યુઝરને પૂછવા માંગીએ છીએ. 'abc' એ પાસવર્ડ છે જે હું સિસ્ટમ અંદર નાખું છું.
2:32 તેથી જો તે 'def' સમાન નથી, તો હું કહીશ 'Access denied'.
2:38 પાસવર્ડ જે મેં નાખ્યો છે તે 'abc' છે.
2:42 આપણે 'def' સાથે પાસવર્ડની સરખામણી કરવા જઈ રહ્યા છીએ, જે સંગ્રહિત પાસવર્ડ છે.
2:49 જો આ 'def' સમાન છે, તો આપણે કહીશું 'Access granted' નહિ તો 'Access denied'.
2:57 ચાલો આનો પ્રયાસ કરીએ.
3:00 'Access denied'. કારણ કે પાસવર્ડો અનુરૂપ નથી થતા.
3:05 આ આધાર પર, તમે અહીં જોઈ શકો કે મેં ચલ સમાવેશ કર્યો છે.
3:10 આ 'def'થી બદલો અને આપણને 'Access granted' મળશે.
3:17 કારણ કે મારી પાસે અહીં એક લીટીનો કોડ છે અને અહીં બીજી અન્ય એક લીટીનો કોડ.
3:22 મને આ છગડીયા કૌંસોથી છુટકારો મળી શકે છે.
3:25 મારા મુજબ તે ઘણું વ્યવસ્થિત લાગે છે.
3:28 મુખ્ય નોંધ- આવા સરળ if સ્ટેટમેન્ટ જેમાં એક જ લીટીનો કોડ હોય એવા માટે છગડીયા કૌંસોનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ નથી.
3:37 જો અહીં એક લીટી પછી બીજી લીટી હોય, તો તમારે છગડીયા કૌંસોનો ઉપયોગ કરવાની જરૂર પડશે.
3:42 ઉદાહરણ તરીકે, ચાલો એક નવો ચલ અહીં સેટ કરીએ.
3:46 એક્સેસ ઇક્વ્લ્સ 'અલાઉડ'.
3:52 તે મૂળભૂત રીતે કોડનું માત્ર અન્ય વાક્ય છે.
3:57 પરંતુ જ્યારે હું પ્રયાસ કરીશ અને રન કરીશ, એક એરર મળે છે.
4:02 તે કહે છે - "an unexpected T_else on line 8"('એન અનએક્સપેક્ટેડ ટી_એલ્સ ઓન લાઈન ૮')
4:07 ચાલો લાઈન ૮ શોધીએ. તે અહીં છે. તે લાઈન પહેલાના વાક્યમાં સમસ્યા છે.
4:13 કારણ એ છે કે બે અથવા વધુ લીટીઓ માટે આપણા છગડીયા કૌંસો પાછા ઉમેરવાની જરૂર પડશે.
4:22 આ રીફ્રેશ કરીએ અને 'Access granted'.
4:25 હવે મેં એક નવું ચલ સેટ કર્યું છે, 'એક્સેસ ટુ બી અલાઉડ'.
4:29 આનાથી કઈ મદદ મળતી નથી.
4:32 પરંતુ હું તમને ફક્ત ઉદાહરણ આપી રહી હતી.
4:35 તમે જોઈ શકો છો આ હજુ એક લીટી છે અને આ બે લીટીઓ છે અને તમે તેમને મિશ્ર ન કરી શકો.
4:40 ઠીક છે,તો મેં એક ચલ બનાવ્યું છે. મેં તેનો if સ્ટેટમેન્ટમાં સમાવેશ કર્યો. આશા છે આ ટ્યુટોરીઅલ ઉપયોગી હતું
4:47 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
4:50 આઈઆઈટી-બોમ્બે તરફ થી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમાર.આભાર!

Contributors and Content Editors

Chandrika