LibreOffice-Suite-Impress/C2/Inserting-Pictures-and-Objects/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 20:30, 17 December 2013 by Nancyvarkey (Talk | contribs)
Resources for recording Inserting Pictures and Objects
Time | Narration |
00:00 | લીબરઓફીસ ઈમ્પ્રેસ - ચિત્રો અને ઓબ્જેક્ટો દાખલ કરાવતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે પ્રસ્તુતિકરણ એટલેકે પ્રેઝન્ટેશનમાં ચિત્રો અને ઓબ્જેક્ટો કેવી રીતે દાખલ કરવું તે શીખીશું. |
00:12 | ચિત્રો અને ઓબ્જેક્ટો ફોર્મેટ કરવું. |
00:15 | પ્રેઝન્ટેશનમાં અંદર અને બહાર હાઇપરલિન્ક મુકવું અને કોષ્ટકો દાખલ કરવા. |
00:20 | અહીં આપણે ઉબુન્ટુ ૧૦.૦૪ લીનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ નો ઉપયોગ કરી રહ્યા છીએ . |
00:29 | સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ યુઆરએલ વેબ બ્રાઉઝરના એધ્રેશબારમાં લખો. |
00:34 | આ ઈમેજ પ્રદર્શિત કરશે. |
00:37 | હવે ચિત્ર પર જમણું માઉસ બટન ક્લિક કરો અને "Save Image As" વિકલ્પ પસંદ કરો. |
00:41 | એક સંવાદ બોક્સ ખુલશે. |
00:43 | 'Name' ક્ષેત્રમાં, 'opensource-bart.png' પહેલાથી જ દર્શાવવામાં આવ્યું છે. |
00:51 | હું સ્થાન તરીકે ડેસ્કટોપ પસંદ કરીશ અને 'Save' બટન પર ક્લિક કરીશ. |
00:59 | ચાલો આપણું પ્રેઝન્ટેશન 'Sample-Impress' ખોલીએ, જે આપણે પહેલાં સંગ્રહ કર્યું હતું . |
01:04 | હવે આપણે જોઈએ કે આ પ્રેઝન્ટેશનમાં ચિત્ર કેવી રીતે ઉમેરવું. |
01:09 | મુખ્ય મેનુ માંથી "Insert" પર ક્લિક કરો અને પછી "Picture" પર ક્લિક કરો. |
01:14 | હવે "From File" વિકલ્પ પર ક્લિક કરો. |
01:17 | એક સંવાદ બોક્સ ખુલશે. |
01:19 | જે ફોલ્ડરમાંથી તમે ચિત્ર દાખલ કરવા ઈચ્છો છો તે પસંદ કરો. |
01:23 | હું ડેસ્કટોપ ફોલ્ડર પસંદ કરીશ. |
01:26 | હવે જે ચિત્ર આપણે દાખલ કરવા ઈચ્છીએ છીએ તે પસંદ કરીએ અને 'Open' બટન પર ક્લિક કરીએ. |
01:31 | સ્લાઇડમાં ચિત્ર દાખલ થયું છે. |
01:35 | ચાલો ફેરફારો રદ કરીએ. |
01:37 | ચાલો હું ચિત્રો દાખલ કરવા માટેનો બીજો રસ્તો બતાવું. |
01:41 | "Overview" શીર્ષક સાથેની સ્લાઇડ પછી, 'Insert' અને પછી "Slide" પર ક્લિક કરી એક નવી સ્લાઇડ દાખલ કરો. |
01:50 | "Title" લખાણ બોક્સ પર ક્લિક કરો અને 'Opensource Funny" દ્વારા ટાઇટલ બદલો. |
01:56 | કેન્દ્રમાં ચાર ચિહ્નો સાથે નાના બોક્સને જુઓ. આ ઇન્સર્ટ ટૂલબાર છે. |
02:03 | ઇન્સર્ટ ટૂલબાર માંથી 'Insert Picture' ચિહ્ન પર ક્લિક કરો. |
02:08 | ચિત્ર પસંદ કરો અને 'Open' બટન પર ક્લિક કરો. |
02:12 | નોંધ લો કે દાખલ કરેલ ચિત્ર લગભગ સમગ્ર સ્લાઇડ ઢાંકે છે. |
02:17 | તમે પ્રથમ, તેના પર ક્લિક કરી અને નિયંત્રણ બિંદુઓમાં થોડો ફેરફાર કરી, ચિત્રનો આકાર અને માપ બદલી શકો છો. |
02:27 | એ જ રીતે આપણે આલેખ અને ફિલ્મ-ક્લિપો જેવા અન્ય ઓબ્જેક્ટો પણ દાખલ કરી શકીએ છીએ. |
02:35 | આ બધી શક્યતાઓનું નિરીક્ષણ કરો. |
02:38 | હવે હાઇપરલિન્ક કેવી રીતે કરવું તે જાણીએ. |
02:41 | હાઈપર લીન્કો તમને સરળતાથી સ્લાઇડ પરથી સ્લાઇડ ખસવા માટે અથવા પ્રસ્તુતિકરણ માંથી વેબ પેજ અથવા ડોક્યુમેન્ટ ખોલવા માટેની પરવાનગી આપે છે. |
02:49 | પ્રથમ આપણે પ્રસ્તુતિકરણમાં હાઇપરલિન્ક કેવી રીતે મુકવું તે વિશે જાણીશું. |
02:54 | "Overview" શીર્ષક ધરાવતી સ્લાઇડ પછી એક નવી સ્લાઇડ ઉમેરો. |
03:02 | શીર્ષક ઉપર ક્લિક કરો અને 'Table of Contents' લખો. |
03:06 | આ બોડી લખાણ બોક્સ પર ક્લિક કરો અને નીચે તરફ આવતી સ્લાઇડોના શિર્ષકો આ અનુસાર લખો: |
03:14 | OpenSource Funny, The Present Situation, Development up to present, Potential Alternatives, Recommendation. |
03:24 | લખાણ લીટી 'Development up to present' પસંદ કરો. |
03:28 | 'Insert' અને 'Hyperlink' પર ક્લિક કરો. |
03:31 | આ હાઇપરલિન્ક સંવાદ બોક્સ ખોલશે. |
03:34 | ડાબી તકતી પર, 'Document' પસંદ કરો. પછી 'Target in document' ક્ષેત્રની જમણી તરફના બટન પર ક્લિક કરો. |
03:48 | આ ખુલેલા પ્રસ્તુતિકરણમાં સ્લાઇડોની યાદી હાજર છે. |
03:53 | આ યાદી માંથી 'Development up to present' શીર્ષક સાથેની સ્લાઇડ પસંદ કરો. |
03:58 | 'Apply' બટન પર ક્લિક કરો અને પછી આ યાદીમાં 'Close' બટન પર ક્લિક કરો. |
04:04 | ફરીથી 'Apply' બટન પર ક્લિક કરો અને પછી હાઇપરલિન્ક સંવાદ બૉક્સમાં 'Close' બટન પર ક્લિક કરો. |
04:12 | સ્લાઇડ માં ગમે ત્યાં ક્લિક કરો. |
04:14 | હવે જ્યારે તમે લખાણ પર તમારા કર્સરને ફેરવશો, તો કર્સર આંગળી નિર્દેશ કરતું દેખાય છે. |
04:20 | આનો અર્થ એ થાય છે કે હાઇપરલિન્ક કરવું સફળ થયું! |
04:24 | હાયપરલીન્ક લખાણ પર ક્લિક કરવાથી તે તમને સંબંધિત સ્લાઇડ પર લઈ જશે. |
04:29 | અન્ય ડોક્યુમેન્ટ સાથે હાઇપરલિન્ક કરવા માટે, ચાલો 'Table of Contents' ની સ્લાઈડ પર પાછા જાઓ. |
04:36 | હવે બીજી લાઇન આઇટમ ઉમેરો: 'External Document'. |
04:40 | લખાણની લીટી પસંદ કરો અને 'Insert' પર અને પછી 'Hyperlink' પર ક્લિક કરો. |
04:45 | ડાબી તરફની તકતીમાં, 'Document' પસંદ કરો. |
04:48 | 'Document Path' ક્ષેત્રની જમણી તરફ 'Folder' ચિહ્ન પર ક્લિક કરો. |
04:55 | ડોક્યુમેન્ટ જે તમને હાયપરલીન્ક કરવા માંગો છો તે પસંદ કરો. |
04:58 | આપણે રેઝ્યુમ.ઓડીટી જે આપણે રાઈતર શ્રેણીમાં બનાવેલ હતી તે પસંદ કરીશું અને 'Open' બટન પર ક્લિક કરીશું. |
05:07 | 'Apply' બટન પર ક્લિક કરો અને પછી હાઇપરલિન્ક સંવાદ બૉક્સમાં 'Close' બટન પર ક્લિક કરો. |
05:14 | સ્લાઇડ પર ગમે ત્યાં ક્લિક કરો. |
05:17 | હવે જ્યારે તમે લખાણ પર તમારા કર્સરને ફેરવશો, તો કર્સર આંગળી નિર્દેશ કરતું દેખાય છે. |
05:22 | આનો અર્થ એ થાય છે કે હાઇપરલિન્ક કરવું સફળ થયું! |
05:26 | હાયપરલીન્ક લખાણ પર ક્લિક કરવાથી તે તમને સંબંધિત સ્લાઇડ પર લઈ જશે. |
05:31 | આ કિસ્સામાં, તે આપણને રેઝ્યુમ.ઓડીટી પર લઈ જશે. |
05:37 | વેબ પેજને હાયપરલીન્ક કરવું સમાન જ છે. |
05:40 | પ્રસ્તુતિકરણના અંતે એક નવી સ્લાઇડ દાખલ કરો. |
05:43 | 'Essential OpenSource Software' થી શીર્ષક બદલો. |
05:48 | આ બોડી લખાણ બોક્સમાં 'Ubuntu LibreOffice' લખો. |
05:54 | લખાણની બીજી લીટી પસંદ કરો અને ઇન્સર્ટ પર અને પછી હાઇપરલિન્ક પર ક્લિક કરો. |
06:00 | ડાબી તકતી પર, 'Internet' પસંદ કરો. |
06:03 | 'Hyperlink Type' માં 'Web' પસંદ કરો. |
06:07 | 'Target' ક્ષેત્રમાં 'www.libreoffice.org' લખો. |
06:16 | 'Apply' બટન પર ક્લિક કરો અને પછી હાઇપરલિન્ક સંવાદ બૉક્સમાં 'Close' બટન પર ક્લિક કરો. |
06:23 | સ્લાઇડ પર ગમે ત્યાં ક્લિક કરો. |
06:26 | હવે જ્યારે તમે લખાણ પર તમારા કર્સરને ફેરવશો, તો કર્સર આંગળી નિર્દેશ કરતું દેખાય છે. |
06:32 | આનો અર્થ એ થાય છે કે હાઇપરલિન્ક કરવું સફળ થયું! |
06:37 | હાયપરલીન્ક લખાણ પર ક્લિક કરવાથી તે તમને સંબંધિત સ્લાઇડ પર લઈ જશે. |
06:44 | અંતે, કોષ્ટકો સ્તંભો અને પંક્તિઓ માં માહિતી આયોજન કરવા માટે ઉપયોગી છે. |
06:49 | ચાલો હવે જાણીએ કે લીબરઓફીસ ઈમ્પ્રેસમાં કોષ્ટક કેવી રીતે ઉમેરવા. |
06:54 | સ્લાઈડ તકતીમાંથી 'Development up to the present' શીર્ષક ધરાવતી સ્લાઇડ પસંદ કરો. |
07:00 | ટાસ્ક તકતી પર 'Layout' વિભાગમાં, શીર્ષક અને 2 કન્ટેન્ટ ચિહ્ન પસંદ કરો. |
07:07 | ડાબી બાજુના લખાણ બોક્સમાં લખાણ પસંદ કરો |
07:14 | અને ફોન્ટ માપ 26 થી ઘટાડો. |
07:17 | જમણી બાજુના લખાણ બોક્સમાં >> 'Insert' ટૂલબાર માંથી કેન્દ્રમાં 'Insert Table' ચિહ્ન પર ક્લિક કરો. |
07:25 | મૂળભૂત રીતે, સ્તંભોની સંખ્યા ૫ તરીકે દર્શાવવામાં આવે છે અને પંક્તિઓની સંખ્યા ૨ તરીકે દર્શાવવામાં આવે છે. |
07:33 | આપણે સ્તંભો ની સંખ્યા ૨ થી અને પંક્તિઓની સંખ્યા ૫ થી બદલીશું . |
07:41 | 'Ok' બટન પર ક્લિક કરો. |
07:44 | ચાલો કોષ્ટકને મોટું કરીએ જેથી લખાણ વાંચી શકાય. |
07:49 | કોષ્ટક માં નીચે પ્રમાણે ડેટા દાખલ કરો |
07:51 | 'Implementation Year' % |
07:56 | ૨૦૦૬ ૧૦% |
07:59 | ૨૦૦૭ ૨૦% |
08:02 | ૨૦૦૮ ૩૦% |
08:05 | ૨૦૦૯ ૪૦% |
08:08 | હવે ચાલો હેડર પંક્તિઓનું લખાણના ફૉન્ટ જાડું અને કેન્દ્રમાં કરીએ. |
08:17 | કોષ્ટકનો રંગ બદલવા માટે, પ્રથમ બધા લખાણને પસંદ કરો. |
08:22 | પછી ટાસ્ક તકતી પર 'Table Design' વિભાગ માંથી, કોષ્ટક શૈલી પસંદ કરો. હું આ પસંદ કરીશ. |
08:30 | જુઓ કે હવે ટેબલ કેવું દેખાય છે. |
08:33 | અહીં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:37 | સારાંશ માટે, આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા: ચિત્રો દાખલ કરવા અને તેમને ફોરમેટ કરવા. |
08:43 | પ્રસ્તુતીકરણની અંદર અને બહાર હાઇપરલિન્ક બનાવવી અને કોષ્ટકો દાખલ કરવા. |
08:49 | આ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ એસાઇન્મેન્ટ કરવાનો પ્રયાસ કરો. |
08:43 | નવી પ્રસ્તુતિકરણ બનાવો. |
08:55 | 3 સ્લાઇડ પર ચિત્ર દાખલ કરો. |
08:58 | 4 થી સ્લાઇડ પર, 2 પંક્તિઓ અને ત્રણ સ્તંભો સાથે એક ટેબલ બનાવો. |
09:03 | કોષ્ટકમાં બીજી પંક્તિ અને બીજા સ્તંભમાં, 'સ્લાઇડ ૩' લખો. આ લખાણને સ્લાઇડ ૩ ખોલવા માટે હાઇપરલિન્ક બનાવો. |
09:14 | આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
09:17 | તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. |
09:20 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
09:25 | મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:30 | જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે. |
09:34 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. |
09:41 | મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
09:46 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:53 | વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:05 | આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર. |