LibreOffice-Suite-Impress/C2/Inserting-Pictures-and-Objects/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search

Resources for recording Inserting Pictures and Objects

Time Narration
00:00 લીબરઓફીસ ઈમ્પ્રેસ - ચિત્રો અને ઓબ્જેક્ટો દાખલ કરાવતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે પ્રસ્તુતિકરણ એટલેકે પ્રેઝન્ટેશનમાં ચિત્રો અને ઓબ્જેક્ટો કેવી રીતે દાખલ કરવું તે શીખીશું.
00:12 ચિત્રો અને ઓબ્જેક્ટો ફોર્મેટ કરવું.
00:15 પ્રેઝન્ટેશનમાં અંદર અને બહાર હાઇપરલિન્ક મુકવું અને કોષ્ટકો દાખલ કરવા.
00:20 અહીં આપણે ઉબુન્ટુ ૧૦.૦૪ લીનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩.૩.૪ નો ઉપયોગ કરી રહ્યા છીએ .
00:29 સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ યુઆરએલ વેબ બ્રાઉઝરના એધ્રેશબારમાં લખો.
00:34 આ ઈમેજ પ્રદર્શિત કરશે.
00:37 હવે ચિત્ર પર જમણું માઉસ બટન ક્લિક કરો અને "Save Image As" વિકલ્પ પસંદ કરો.
00:41 એક સંવાદ બોક્સ ખુલશે.
00:43 'Name' ક્ષેત્રમાં, 'opensource-bart.png' પહેલાથી જ દર્શાવવામાં આવ્યું છે.
00:51 હું સ્થાન તરીકે ડેસ્કટોપ પસંદ કરીશ અને 'Save' બટન પર ક્લિક કરીશ.
00:59 ચાલો આપણું પ્રેઝન્ટેશન 'Sample-Impress' ખોલીએ, જે આપણે પહેલાં સંગ્રહ કર્યું હતું .
01:04 હવે આપણે જોઈએ કે આ પ્રેઝન્ટેશનમાં ચિત્ર કેવી રીતે ઉમેરવું.
01:09 મુખ્ય મેનુ માંથી "Insert" પર ક્લિક કરો અને પછી "Picture" પર ક્લિક કરો.
01:14 હવે "From File" વિકલ્પ પર ક્લિક કરો.
01:17 એક સંવાદ બોક્સ ખુલશે.
01:19 જે ફોલ્ડરમાંથી તમે ચિત્ર દાખલ કરવા ઈચ્છો છો તે પસંદ કરો.
01:23 હું ડેસ્કટોપ ફોલ્ડર પસંદ કરીશ.
01:26 હવે જે ચિત્ર આપણે દાખલ કરવા ઈચ્છીએ છીએ તે પસંદ કરીએ અને 'Open' બટન પર ક્લિક કરીએ.
01:31 સ્લાઇડમાં ચિત્ર દાખલ થયું છે.
01:35 ચાલો ફેરફારો રદ કરીએ.
01:37 ચાલો હું ચિત્રો દાખલ કરવા માટેનો બીજો રસ્તો બતાવું.
01:41 "Overview" શીર્ષક સાથેની સ્લાઇડ પછી, 'Insert' અને પછી "Slide" પર ક્લિક કરી એક નવી સ્લાઇડ દાખલ કરો.
01:50 "Title" લખાણ બોક્સ પર ક્લિક કરો અને 'Opensource Funny" દ્વારા ટાઇટલ બદલો.
01:56 કેન્દ્રમાં ચાર ચિહ્નો સાથે નાના બોક્સને જુઓ. આ ઇન્સર્ટ ટૂલબાર છે.
02:03 ઇન્સર્ટ ટૂલબાર માંથી 'Insert Picture' ચિહ્ન પર ક્લિક કરો.
02:08 ચિત્ર પસંદ કરો અને 'Open' બટન પર ક્લિક કરો.
02:12 નોંધ લો કે દાખલ કરેલ ચિત્ર લગભગ સમગ્ર સ્લાઇડ ઢાંકે છે.
02:17 તમે પ્રથમ, તેના પર ક્લિક કરી અને નિયંત્રણ બિંદુઓમાં થોડો ફેરફાર કરી, ચિત્રનો આકાર અને માપ બદલી શકો છો.
02:27 એ જ રીતે આપણે આલેખ અને ફિલ્મ-ક્લિપો જેવા અન્ય ઓબ્જેક્ટો પણ દાખલ કરી શકીએ છીએ.
02:35 આ બધી શક્યતાઓનું નિરીક્ષણ કરો.
02:38 હવે હાઇપરલિન્ક કેવી રીતે કરવું તે જાણીએ.
02:41 હાઈપર લીન્કો તમને સરળતાથી સ્લાઇડ પરથી સ્લાઇડ ખસવા માટે અથવા પ્રસ્તુતિકરણ માંથી વેબ પેજ અથવા ડોક્યુમેન્ટ ખોલવા માટેની પરવાનગી આપે છે.
02:49 પ્રથમ આપણે પ્રસ્તુતિકરણમાં હાઇપરલિન્ક કેવી રીતે મુકવું તે વિશે જાણીશું.
02:54 "Overview" શીર્ષક ધરાવતી સ્લાઇડ પછી એક નવી સ્લાઇડ ઉમેરો.
03:02 શીર્ષક ઉપર ક્લિક કરો અને 'Table of Contents' લખો.
03:06 આ બોડી લખાણ બોક્સ પર ક્લિક કરો અને નીચે તરફ આવતી સ્લાઇડોના શિર્ષકો આ અનુસાર લખો:
03:14 OpenSource Funny, The Present Situation, Development up to present, Potential Alternatives, Recommendation.
03:24 લખાણ લીટી 'Development up to present' પસંદ કરો.
03:28 'Insert' અને 'Hyperlink' પર ક્લિક કરો.
03:31 આ હાઇપરલિન્ક સંવાદ બોક્સ ખોલશે.
03:34 ડાબી તકતી પર, 'Document' પસંદ કરો. પછી 'Target in document' ક્ષેત્રની જમણી તરફના બટન પર ક્લિક કરો.
03:48 આ ખુલેલા પ્રસ્તુતિકરણમાં સ્લાઇડોની યાદી હાજર છે.
03:53 આ યાદી માંથી 'Development up to present' શીર્ષક સાથેની સ્લાઇડ પસંદ કરો.
03:58 'Apply' બટન પર ક્લિક કરો અને પછી આ યાદીમાં 'Close' બટન પર ક્લિક કરો.
04:04 ફરીથી 'Apply' બટન પર ક્લિક કરો અને પછી હાઇપરલિન્ક સંવાદ બૉક્સમાં 'Close' બટન પર ક્લિક કરો.
04:12 સ્લાઇડ માં ગમે ત્યાં ક્લિક કરો.
04:14 હવે જ્યારે તમે લખાણ પર તમારા કર્સરને ફેરવશો, તો કર્સર આંગળી નિર્દેશ કરતું દેખાય છે.
04:20 આનો અર્થ એ થાય છે કે હાઇપરલિન્ક કરવું સફળ થયું!
04:24 હાયપરલીન્ક લખાણ પર ક્લિક કરવાથી તે તમને સંબંધિત સ્લાઇડ પર લઈ જશે.
04:29 અન્ય ડોક્યુમેન્ટ સાથે હાઇપરલિન્ક કરવા માટે, ચાલો 'Table of Contents' ની સ્લાઈડ પર પાછા જાઓ.
04:36 હવે બીજી લાઇન આઇટમ ઉમેરો: 'External Document'.
04:40 લખાણની લીટી પસંદ કરો અને 'Insert' પર અને પછી 'Hyperlink' પર ક્લિક કરો.
04:45 ડાબી તરફની તકતીમાં, 'Document' પસંદ કરો.
04:48 'Document Path' ક્ષેત્રની જમણી તરફ 'Folder' ચિહ્ન પર ક્લિક કરો.
04:55 ડોક્યુમેન્ટ જે તમને હાયપરલીન્ક કરવા માંગો છો તે પસંદ કરો.
04:58 આપણે રેઝ્યુમ.ઓડીટી જે આપણે રાઈતર શ્રેણીમાં બનાવેલ હતી તે પસંદ કરીશું અને 'Open' બટન પર ક્લિક કરીશું.
05:07 'Apply' બટન પર ક્લિક કરો અને પછી હાઇપરલિન્ક સંવાદ બૉક્સમાં 'Close' બટન પર ક્લિક કરો.
05:14 સ્લાઇડ પર ગમે ત્યાં ક્લિક કરો.
05:17 હવે જ્યારે તમે લખાણ પર તમારા કર્સરને ફેરવશો, તો કર્સર આંગળી નિર્દેશ કરતું દેખાય છે.
05:22 આનો અર્થ એ થાય છે કે હાઇપરલિન્ક કરવું સફળ થયું!
05:26 હાયપરલીન્ક લખાણ પર ક્લિક કરવાથી તે તમને સંબંધિત સ્લાઇડ પર લઈ જશે.
05:31 આ કિસ્સામાં, તે આપણને રેઝ્યુમ.ઓડીટી પર લઈ જશે.
05:37 વેબ પેજને હાયપરલીન્ક કરવું સમાન જ છે.
05:40 પ્રસ્તુતિકરણના અંતે એક નવી સ્લાઇડ દાખલ કરો.
05:43 'Essential OpenSource Software' થી શીર્ષક બદલો.
05:48 આ બોડી લખાણ બોક્સમાં 'Ubuntu LibreOffice' લખો.
05:54 લખાણની બીજી લીટી પસંદ કરો અને ઇન્સર્ટ પર અને પછી હાઇપરલિન્ક પર ક્લિક કરો.
06:00 ડાબી તકતી પર, 'Internet' પસંદ કરો.
06:03 'Hyperlink Type' માં 'Web' પસંદ કરો.
06:07 'Target' ક્ષેત્રમાં 'www.libreoffice.org' લખો.
06:16 'Apply' બટન પર ક્લિક કરો અને પછી હાઇપરલિન્ક સંવાદ બૉક્સમાં 'Close' બટન પર ક્લિક કરો.
06:23 સ્લાઇડ પર ગમે ત્યાં ક્લિક કરો.
06:26 હવે જ્યારે તમે લખાણ પર તમારા કર્સરને ફેરવશો, તો કર્સર આંગળી નિર્દેશ કરતું દેખાય છે.
06:32 આનો અર્થ એ થાય છે કે હાઇપરલિન્ક કરવું સફળ થયું!
06:37 હાયપરલીન્ક લખાણ પર ક્લિક કરવાથી તે તમને સંબંધિત સ્લાઇડ પર લઈ જશે.
06:44 અંતે, કોષ્ટકો સ્તંભો અને પંક્તિઓ માં માહિતી આયોજન કરવા માટે ઉપયોગી છે.
06:49 ચાલો હવે જાણીએ કે લીબરઓફીસ ઈમ્પ્રેસમાં કોષ્ટક કેવી રીતે ઉમેરવા.
06:54 સ્લાઈડ તકતીમાંથી 'Development up to the present' શીર્ષક ધરાવતી સ્લાઇડ પસંદ કરો.
07:00 ટાસ્ક તકતી પર 'Layout' વિભાગમાં, શીર્ષક અને 2 કન્ટેન્ટ ચિહ્ન પસંદ કરો.
07:07 ડાબી બાજુના લખાણ બોક્સમાં લખાણ પસંદ કરો
07:14 અને ફોન્ટ માપ 26 થી ઘટાડો.
07:17 જમણી બાજુના લખાણ બોક્સમાં >> 'Insert' ટૂલબાર માંથી કેન્દ્રમાં 'Insert Table' ચિહ્ન પર ક્લિક કરો.
07:25 મૂળભૂત રીતે, સ્તંભોની સંખ્યા ૫ તરીકે દર્શાવવામાં આવે છે અને પંક્તિઓની સંખ્યા ૨ તરીકે દર્શાવવામાં આવે છે.
07:33 આપણે સ્તંભો ની સંખ્યા ૨ થી અને પંક્તિઓની સંખ્યા ૫ થી બદલીશું .
07:41 'Ok' બટન પર ક્લિક કરો.
07:44 ચાલો કોષ્ટકને મોટું કરીએ જેથી લખાણ વાંચી શકાય.
07:49 કોષ્ટક માં નીચે પ્રમાણે ડેટા દાખલ કરો
07:51 'Implementation Year' %
07:56 ૨૦૦૬ ૧૦%
07:59 ૨૦૦૭ ૨૦%
08:02 ૨૦૦૮ ૩૦%
08:05 ૨૦૦૯ ૪૦%
08:08 હવે ચાલો હેડર પંક્તિઓનું લખાણના ફૉન્ટ જાડું અને કેન્દ્રમાં કરીએ.
08:17 કોષ્ટકનો રંગ બદલવા માટે, પ્રથમ બધા લખાણને પસંદ કરો.
08:22 પછી ટાસ્ક તકતી પર 'Table Design' વિભાગ માંથી, કોષ્ટક શૈલી પસંદ કરો. હું આ પસંદ કરીશ.
08:30 જુઓ કે હવે ટેબલ કેવું દેખાય છે.
08:33 અહીં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:37 સારાંશ માટે, આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા: ચિત્રો દાખલ કરવા અને તેમને ફોરમેટ કરવા.
08:43 પ્રસ્તુતીકરણની અંદર અને બહાર હાઇપરલિન્ક બનાવવી અને કોષ્ટકો દાખલ કરવા.
08:49 આ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ એસાઇન્મેન્ટ કરવાનો પ્રયાસ કરો.
08:43 નવી પ્રસ્તુતિકરણ બનાવો.
08:55 3 સ્લાઇડ પર ચિત્ર દાખલ કરો.
08:58 4 થી સ્લાઇડ પર, 2 પંક્તિઓ અને ત્રણ સ્તંભો સાથે એક ટેબલ બનાવો.
09:03 કોષ્ટકમાં બીજી પંક્તિ અને બીજા સ્તંભમાં, 'સ્લાઇડ ૩' લખો. આ લખાણને સ્લાઇડ ૩ ખોલવા માટે હાઇપરલિન્ક બનાવો.
09:14 આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
09:17 તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે.
09:20 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
09:25 મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:30 જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે.
09:34 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો.
09:41 મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,
09:46 જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09:53 વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro
10:05 આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આભાર.

Contributors and Content Editors

Chandrika, Nancyvarkey