LibreOffice-Suite-Math/C2/Markup-Language-for-writing-formula-Formula-Formatting/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | લીબરઓફીસ મેથ(LibreOffice Math)ના આ મૌખિક ટ્યુટોરીઅલમાં સ્વાગત છે. |
00:04 | આ ટ્યુટોરીઅલમાં,આપણે આ શીખીશું. |
00:08 | સૂત્ર લખવા અને સૂત્રમાં ફોર્મેટિંગ કરવા માર્ક અપ લેન્ગવેજ : ફોન્ટ્સ(Fonts),અલાઈનમેન્ટ(ગોઠવણી) અને સ્પેસીંગ(અંતર રાખવું). |
00:18 | છેલ્લા ટ્યુટોરીઅલમાં,આપણે મેથ માટે "માર્ક અપ લેન્ગવેજ" નો પરિચય આપ્યો હતો. |
00:24 | હવે ચાલો "માર્ક અપ લેન્ગવેજ" વિશે વધુ શીખીએ. |
00:28 | ચાલો પહેલા એક રાઈટર ડોક્યુમેન્ટ ખોલીએ અને પછી મેથ એપ્લીકેશન(Math application)ને રાઈટરમાં બોલાવીએ. |
00:35 | જો રાઈટર પહેલેથી જ ખૂલું હોય,તો ઉપર દેખાતા "insert menu"(ઇન્સર્ટ મેનુ) ઉપર ક્લિક કરી અને પછી "Object"(ઓબ્જેક્ટ) ક્લિક કરી "Formula"(ફોર્મ્યુલા) પસંદ કરો. |
00:46 | જો રાઈટર ખૂલું ન હોય તો,આપણે તેને "Windows Start menu"(વિન્ડોવ્ઝ સ્ટાર્ટ મેનુ)માંથી મેળવી શકીએ છીએ. |
00:55 | સૂત્ર લખવા માટેની સરળ પદ્ધતિ છે "Elements window"(એલીમેન્ટ્સ વિન્ડોવ)નો ઉપયોગ કરવો. |
01:01 | પણ સૂત્ર લખવાનો હજી વધુ ઝડપી માર્ગ છે "ફોર્મ્યુલા એડિટર"માં સીધું માર્ક અપ લેન્ગવેજ લખવું. |
01:10 | કારણકે જેમ આપણે અંગ્રેજીમાં સૂત્ર વાચતા હોઈએ છીએ તે જ ધબથી માર્ક અપ લેન્ગવેજ સૂત્રનો સમાવેશ કરે છે. |
01:18 | ઉદાહરણ તરીકે,‘4 into 3’ (એટલેકે ૪ ગુણ્યા ૩) લખવા,આપણને ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં ફક્ત ‘4 times 3’(એટલે કે ૪ વાર ૩) લખવું પડશે. |
01:28 | પછીના ઉદાહરણ ઉપર જતા પહેલા,ચાલો અહીં એક બ્લેન્ક લાઈન એટલેકે ખાલી લીટી ઉમેરીએ. |
01:36 | ખાલી 'newline' માર્કઅપ લખો અને તમે જોઈ શકો છો કે નવી લીટી રાઈટરના ગ્રે બોક્સ વિસ્તારમાં દાખલ થાય છે. |
01:46 | ચાલો લખીએ ‘Some more example formulae: newline'. |
01:51 | સુવાચ્યતા માટે આપણે એક વાર એન્ટર કળ દબાવીશું. |
01:57 | અને લખીએ ‘x greater than equal to y’. |
02:03 | અહીં આપણે સૂત્રને આંક પણ આપીશું. |
02:07 | તો ચાલો લખીએ ‘1. x greater than equal to y new line’.એન્ટર દબાવીએ. |
02:18 | નોંધ લો કે રાઈટર ગ્રે બોક્સ રીફ્રેશ થયું છે અને લખાણ કેન્દ્રિત થયા છે. |
02:25 | હવે લખીએ : ‘a to the power of 2’. |
02:30 | અને માર્ક અપ છે: ‘2. 'a' arrow pointing upward 10’ new line’ અને એન્ટર કળ દબાવીએ. |
02:42 | રાઈટર ગ્રે બોક્સમાંના ગાણિતિક ચિહ્નની નોંધ લો. |
02:48 | હવે લખીએ ‘square root of 16 = 4’ |
02:55 | હવે લખીએ ‘3. sqrt ‘16’ within curly brackets equals 4 new line’. એન્ટર કળ દબાવીએ. |
03:06 | આ સૂત્રને રાઈટર ગ્રે બોક્સમાં જુઓ. |
03:10 | બરાબર છે,ચાલો હવે "a1 + a2 + a3 so on + ‘an’ " નિર્દેશ કરવા ‘a suffix n’ માટે એક '"summation symbol" એટલેકે સરવાળાનું ચિહ્ન લખીએ. |
03:28 | અને માર્ક અપ છે : ‘4. sum a underscore n new line’.એન્ટર દબાવીએ. |
03:37 | હવે ચાલો ફંક્શન સાથેનું ઇન્ટિગ્રલ લખીએ. ઇન્ટિગ્રલ f x d x લખવા,માર્ક અપ છે,‘5. int fx dx newline’. |
03:54 | અને રાઈટર વિસ્તારમાં ઇન્ટિગ્રલ ચિહ્નની નોંધ લો. |
04:00 | હવે ચાલો આપણા કામનો સંગ્રહ કરીએ.ઉપર ટોચે આવેલા "File menu"(ફાઈલ મેનુ) ઉપર જઈએ,"Save"(સેવ) ઉપર ક્લિક કરીએ. |
04:09 | ડોક્યુમેન્ટનું નામ "MathExample1"(મેથએગ્ઝામ્પલ 1) આપીએ. |
04:16 | હવે ચાલો આપણે લખેલા સૂત્રોને ફોરમેટ(રચના શૈલી)કેવી રીતે કરવા તે શીખીએ. |
04:21 | ધ્યાનથી જુઓ કે તેઓ બધા કેન્દ્રમાં છે અને તેમની વચ્ચે બહુ ખાલી જગ્યા નથી. |
04:28 | રચના શૈલીમાં વિવિધ ફેરફારો કરવા આપણે ટોચે આવેલા "Format menu"(ફોરમેટ મેનુ)નો ઉપયોગ કરી શકીએ. |
04:35 | ચાલો પહેલા બધા સૂત્રોને ડાબી તરફ ગોઠવીએ. |
04:40 | આ માટે,"Format menu" ઉપર ક્લિક કરીએ અને પછી "Alignment"(અલાઈનમેન્ટ) પસંદ કરીએ. |
04:46 | નવી વિન્ડોવમાં,"Left" વિકલ્પ પસંદ કરીએ.અને "Ok" બટન ઉપર ક્લિક કરીએ. |
04:54 | નોંધ લો સૂત્રો ડાબી તરફ ગોઠવાય ગયા છે. |
04:58 | આપણે ફોન્ટ સ્ટાઈલ એટલેકે અક્ષર પ્રકારને "Format menu" નીચેના "Fonts"ને પસંદ કરી બદલી શકીએ છીએ. |
05:06 | અહીં આપેલા વિવિધ વર્ગો જુઓ : |
05:10 | આપણે ચલો માટે કોઈ એક ફોન્ટ પ્રકાર, વિધેયો માટે અન્ય પ્રકાર, નંબરો અને લખાણ માટે અન્ય પ્રકાર એ રીતે સુયોજિત કરી શકીએ છીએ. |
05:23 | ફોન્ટ સ્ટાઈલ બદલવા માટે,"Modify" બટન ઉપર ક્લિક કરો અને "category Variables" પસંદ કરો. |
05:34 | "List box"માં "Arial Black" પસંદ કરો અને "Ok" ઉપર ક્લિક કરો. |
05:43 | અને "Ok" બટન ઉપર ક્લિક કરી આ ફોન્ટનો સંગ્રહ કરો. |
05:50 | હવે રાઈટર ગ્રે બોક્સમાંના ફોન્ટના ફેરફારોની નોંધ લો. |
05:56 | સૂત્રોના ફોન્ટની સાઈઝ એટલેકે માપ વધારવા, "Format menu" ઉપર જઈ "Font Size" ઉપર ક્લિક કરો. |
06:06 | ચાલો "Base size" વધારી ‘18 point’ કરીએ."Ok" પર ક્લિક કરો. |
06:16 | આપણે અન્ય બીજા વર્ગો જેવા કે "લખાણ એટલેકે ટેક્સ્ટ" અથવા "અનુક્રમણિકા એટલેકે ઇન્ડેક્સ" અથવા ઓપરેટરોના સંબંધિત માપો બદલી શકીએ. |
06:25 | આપણે ફોન્ટ સાઈઝમાં કરેલા બધા ફેરફારોને અન્ડું એટલેકે પહેલા જેવા કરવા "Default" બટનનો ઉપયોગ કરી શકીએ છીએ. |
06:32 | સૂત્રોમાં થતા અક્ષર માપના ફેરફારો જુઓ. |
06:37 | આગળ,ચાલો સૂત્રોમાંની સ્પેસીંગ એટલેકે ખાલી જગ્યામાં ફેરફારો કરીએ. |
06:42 | "Format menu" ઉપર ક્લિક કરી "Spacing" પસંદ કરો. |
06:48 | ચાલો સ્પેસીંગ બદલીએ," line spacing" અને "root spacing" 20% કરીએ. |
06:56 | જેવું આપણે "spacing type" ઉપર ક્લિક કરીએ છીએ,કેન્દ્રમાં રહેલી નાની આકૃતિ સ્પેસીંગ ટાઈપનું સ્થળ બતાવે છે. |
07:05 | ફરી આપણે આ કરવા વિવિધ વર્ગોમાંથી સ્પેસીંગ ટાઈપ પસંદ કરી શકીએ છીએ,આ કરવા માટે, ચાલો "Category" બટન ઉપર ક્લિક કરીએ. |
07:16 | અથવા આપણે કરેલા ફેરફારોને અન્ડું કરવા "Default" બટન નો ઉપયોગ કરો. |
07:22 | ચાલો હવે "Ok" બટન ઉપર ક્લિક કરીએ. |
07:25 | અને રાઈટર ગ્રે બોક્સમાં સ્પેસીંગમાં થતા ફેરફારોને જુઓ. |
07:30 | હજી વધારે ફોર્મેટિંગ "Elements window"માં ઉપલબ્ધ છે. |
07:36 | ચાલો "View menu"માંથી "Elements window"ને લાવીએ. |
07:40 | અહીં,"categories"ની બીજી હરોળમાંના છેલ્લા ચિહ્ન ઉપર ક્લિક કરીએ. |
07:47 | અહીં "tooltip" કહે છે ‘Formats’. |
07:51 | અહીં આપણે "subscripts અને superscripts"," alignments","matrix"," new lines" અને "gaps"ની સ્થળ નિયુક્તિ પસંદ કરી શકીએ છીએ. |
08:03 | ચાલો પાંચમાં ઉદાહરણમાં લોંગ ગેપ એટલેકે લાંબી ખાલી જગ્યા મુકીએ,આંક "5." પછી.‘5.' પછી ક્લિક કરીએ. |
08:13 | પછી "Elements window" માંથી "Formats" ઉપર ક્લિક કરી "Long Gap" ઉપર ક્લિક કરો. |
08:20 | લાંબી ખાલી જગ્યા માટેનું માર્ક અપ છે 'Tild' અક્ષર છે અને નાની ખાલી જગ્યા માટે 'Tiray' અક્ષર છે. |
08:29 | આંક '5.' પછીની નવી ખાલી જગ્યા જુઓ. |
08:33 | તો આ રીતે આપણે આપણા સૂત્રોને ફોરમેટ કરી શકીએ છીએ. |
08:38 | મેથ જેટલા પણ ફોર્મેટિંગ વિકલ્પો પુરા પાડે છે તે બધાને વાપરીને જુઓ. |
08:44 | ઠીક છે, તો અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
08:47 | રાઈટર વિન્ડોવમાં, માર્કઅપનો ઉપયોગ કરી આ પ્રમાણેના સૂત્રો લખો. |
08:53 | જરૂર પડે તો એલિમેન્ટ વિન્ડોવનો ઉપયોગ કરો. |
08:57 | Summation of x to the power of 2 |
09:02 | Sin to the power of x plus cos to the power of x = 1 ("Elements window"માં ફંકશન્સ વર્ગનો ઉપયોગ કરો ) |
09:15 | અગાઉની સ્લાઈડથી ચાલુ રાખતા લખીએ "Summation from 1 to n of x" |
09:23 | (સરવાળા માટે મર્યાદા સુયોજિત કરવા માટે Operators કેટેગરી નો ઉપયોગ કરો) |
09:29 | ફોન્ટ Arial અને માપ 18 પોઇન્ટ સાથે બદલો |
09:35 | અને સંકેતો વચ્ચે વધુ અંતર પૂરું પાડો. |
09:40 | અહીં લીબરઓફીસ મેઠમાં માર્ક અપ લેન્ગવેજ અને ફોર્મુલા ફોર્મેટિંગ પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:49 | સારાંશ માટે, આપણે શીખ્યા: |
09:52 | સૂત્ર લખવા અને સૂત્રમાં ફોર્મેટિંગ કરવા માર્ક અપ લેન્ગવેજ : ફોન્ટ્સ(Fonts),અલાઈનમેન્ટ(ગોઠવણી) અને સ્પેસીંગ(અંતર રાખવું). |
10:01 | મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:14 | આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. |
10:19 | આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે. |
10:23 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. |
10:33 | જોડવા બદલ આભાર. |