LibreOffice-Suite-Math/C2/Markup-Language-for-writing-formula-Formula-Formatting/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ મેથ(LibreOffice Math)ના આ મૌખિક ટ્યુટોરીઅલમાં સ્વાગત છે.
00:04 આ ટ્યુટોરીઅલમાં,આપણે આ શીખીશું.
00:08 સૂત્ર લખવા અને સૂત્રમાં ફોર્મેટિંગ કરવા માર્ક અપ લેન્ગવેજ : ફોન્ટ્સ(Fonts),અલાઈનમેન્ટ(ગોઠવણી) અને સ્પેસીંગ(અંતર રાખવું).
00:18 છેલ્લા ટ્યુટોરીઅલમાં,આપણે મેથ માટે "માર્ક અપ લેન્ગવેજ" નો પરિચય આપ્યો હતો.
00:24 હવે ચાલો "માર્ક અપ લેન્ગવેજ" વિશે વધુ શીખીએ.
00:28 ચાલો પહેલા એક રાઈટર ડોક્યુમેન્ટ ખોલીએ અને પછી મેથ એપ્લીકેશન(Math application)ને રાઈટરમાં બોલાવીએ.
00:35 જો રાઈટર પહેલેથી જ ખૂલું હોય,તો ઉપર દેખાતા "insert menu"(ઇન્સર્ટ મેનુ) ઉપર ક્લિક કરી અને પછી "Object"(ઓબ્જેક્ટ) ક્લિક કરી "Formula"(ફોર્મ્યુલા) પસંદ કરો.
00:46 જો રાઈટર ખૂલું ન હોય તો,આપણે તેને "Windows Start menu"(વિન્ડોવ્ઝ સ્ટાર્ટ મેનુ)માંથી મેળવી શકીએ છીએ.
00:55 સૂત્ર લખવા માટેની સરળ પદ્ધતિ છે "Elements window"(એલીમેન્ટ્સ વિન્ડોવ)નો ઉપયોગ કરવો.
01:01 પણ સૂત્ર લખવાનો હજી વધુ ઝડપી માર્ગ છે "ફોર્મ્યુલા એડિટર"માં સીધું માર્ક અપ લેન્ગવેજ લખવું.
01:10 કારણકે જેમ આપણે અંગ્રેજીમાં સૂત્ર વાચતા હોઈએ છીએ તે જ ધબથી માર્ક અપ લેન્ગવેજ સૂત્રનો સમાવેશ કરે છે.
01:18 ઉદાહરણ તરીકે,‘4 into 3’ (એટલેકે ૪ ગુણ્યા ૩) લખવા,આપણને ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં ફક્ત ‘4 times 3’(એટલે કે ૪ વાર ૩) લખવું પડશે.
01:28 પછીના ઉદાહરણ ઉપર જતા પહેલા,ચાલો અહીં એક બ્લેન્ક લાઈન એટલેકે ખાલી લીટી ઉમેરીએ.
01:36 ખાલી 'newline' માર્કઅપ લખો અને તમે જોઈ શકો છો કે નવી લીટી રાઈટરના ગ્રે બોક્સ વિસ્તારમાં દાખલ થાય છે.
01:46 ચાલો લખીએ ‘Some more example formulae: newline'.
01:51 સુવાચ્યતા માટે આપણે એક વાર એન્ટર કળ દબાવીશું.
01:57 અને લખીએ ‘x greater than equal to y’.
02:03 અહીં આપણે સૂત્રને આંક પણ આપીશું.
02:07 તો ચાલો લખીએ ‘1. x greater than equal to y new line’.એન્ટર દબાવીએ.
02:18 નોંધ લો કે રાઈટર ગ્રે બોક્સ રીફ્રેશ થયું છે અને લખાણ કેન્દ્રિત થયા છે.
02:25 હવે લખીએ : ‘a to the power of 2’.
02:30 અને માર્ક અપ છે: ‘2. 'a' arrow pointing upward 10’ new line’ અને એન્ટર કળ દબાવીએ.
02:42 રાઈટર ગ્રે બોક્સમાંના ગાણિતિક ચિહ્નની નોંધ લો.
02:48 હવે લખીએ ‘square root of 16 = 4’
02:55 હવે લખીએ ‘3. sqrt ‘16’ within curly brackets equals 4 new line’. એન્ટર કળ દબાવીએ.
03:06 આ સૂત્રને રાઈટર ગ્રે બોક્સમાં જુઓ.
03:10 બરાબર છે,ચાલો હવે "a1 + a2 + a3 so on + ‘an’ " નિર્દેશ કરવા ‘a suffix n’ માટે એક '"summation symbol" એટલેકે સરવાળાનું ચિહ્ન લખીએ.
03:28 અને માર્ક અપ છે : ‘4. sum a underscore n new line’.એન્ટર દબાવીએ.
03:37 હવે ચાલો ફંક્શન સાથેનું ઇન્ટિગ્રલ લખીએ. ઇન્ટિગ્રલ f x d x લખવા,માર્ક અપ છે,‘5. int fx dx newline’.
03:54 અને રાઈટર વિસ્તારમાં ઇન્ટિગ્રલ ચિહ્નની નોંધ લો.
04:00 હવે ચાલો આપણા કામનો સંગ્રહ કરીએ.ઉપર ટોચે આવેલા "File menu"(ફાઈલ મેનુ) ઉપર જઈએ,"Save"(સેવ) ઉપર ક્લિક કરીએ.
04:09 ડોક્યુમેન્ટનું નામ "MathExample1"(મેથએગ્ઝામ્પલ 1) આપીએ.
04:16 હવે ચાલો આપણે લખેલા સૂત્રોને ફોરમેટ(રચના શૈલી)કેવી રીતે કરવા તે શીખીએ.
04:21 ધ્યાનથી જુઓ કે તેઓ બધા કેન્દ્રમાં છે અને તેમની વચ્ચે બહુ ખાલી જગ્યા નથી.
04:28 રચના શૈલીમાં વિવિધ ફેરફારો કરવા આપણે ટોચે આવેલા "Format menu"(ફોરમેટ મેનુ)નો ઉપયોગ કરી શકીએ.
04:35 ચાલો પહેલા બધા સૂત્રોને ડાબી તરફ ગોઠવીએ.
04:40 આ માટે,"Format menu" ઉપર ક્લિક કરીએ અને પછી "Alignment"(અલાઈનમેન્ટ) પસંદ કરીએ.
04:46 નવી વિન્ડોવમાં,"Left" વિકલ્પ પસંદ કરીએ.અને "Ok" બટન ઉપર ક્લિક કરીએ.
04:54 નોંધ લો સૂત્રો ડાબી તરફ ગોઠવાય ગયા છે.
04:58 આપણે ફોન્ટ સ્ટાઈલ એટલેકે અક્ષર પ્રકારને "Format menu" નીચેના "Fonts"ને પસંદ કરી બદલી શકીએ છીએ.
05:06 અહીં આપેલા વિવિધ વર્ગો જુઓ :
05:10 આપણે ચલો માટે કોઈ એક ફોન્ટ પ્રકાર, વિધેયો માટે અન્ય પ્રકાર, નંબરો અને લખાણ માટે અન્ય પ્રકાર એ રીતે સુયોજિત કરી શકીએ છીએ.
05:23 ફોન્ટ સ્ટાઈલ બદલવા માટે,"Modify" બટન ઉપર ક્લિક કરો અને "category Variables" પસંદ કરો.
05:34 "List box"માં "Arial Black" પસંદ કરો અને "Ok" ઉપર ક્લિક કરો.
05:43 અને "Ok" બટન ઉપર ક્લિક કરી આ ફોન્ટનો સંગ્રહ કરો.
05:50 હવે રાઈટર ગ્રે બોક્સમાંના ફોન્ટના ફેરફારોની નોંધ લો.
05:56 સૂત્રોના ફોન્ટની સાઈઝ એટલેકે માપ વધારવા, "Format menu" ઉપર જઈ "Font Size" ઉપર ક્લિક કરો.
06:06 ચાલો "Base size" વધારી ‘18 point’ કરીએ."Ok" પર ક્લિક કરો.
06:16 આપણે અન્ય બીજા વર્ગો જેવા કે "લખાણ એટલેકે ટેક્સ્ટ" અથવા "અનુક્રમણિકા એટલેકે ઇન્ડેક્સ" અથવા ઓપરેટરોના સંબંધિત માપો બદલી શકીએ.
06:25 આપણે ફોન્ટ સાઈઝમાં કરેલા બધા ફેરફારોને અન્ડું એટલેકે પહેલા જેવા કરવા "Default" બટનનો ઉપયોગ કરી શકીએ છીએ.
06:32 સૂત્રોમાં થતા અક્ષર માપના ફેરફારો જુઓ.
06:37 આગળ,ચાલો સૂત્રોમાંની સ્પેસીંગ એટલેકે ખાલી જગ્યામાં ફેરફારો કરીએ.
06:42 "Format menu" ઉપર ક્લિક કરી "Spacing" પસંદ કરો.
06:48 ચાલો સ્પેસીંગ બદલીએ," line spacing" અને "root spacing" 20% કરીએ.
06:56 જેવું આપણે "spacing type" ઉપર ક્લિક કરીએ છીએ,કેન્દ્રમાં રહેલી નાની આકૃતિ સ્પેસીંગ ટાઈપનું સ્થળ બતાવે છે.
07:05 ફરી આપણે આ કરવા વિવિધ વર્ગોમાંથી સ્પેસીંગ ટાઈપ પસંદ કરી શકીએ છીએ,આ કરવા માટે, ચાલો "Category" બટન ઉપર ક્લિક કરીએ.
07:16 અથવા આપણે કરેલા ફેરફારોને અન્ડું કરવા "Default" બટન નો ઉપયોગ કરો.
07:22 ચાલો હવે "Ok" બટન ઉપર ક્લિક કરીએ.
07:25 અને રાઈટર ગ્રે બોક્સમાં સ્પેસીંગમાં થતા ફેરફારોને જુઓ.
07:30 હજી વધારે ફોર્મેટિંગ "Elements window"માં ઉપલબ્ધ છે.
07:36 ચાલો "View menu"માંથી "Elements window"ને લાવીએ.
07:40 અહીં,"categories"ની બીજી હરોળમાંના છેલ્લા ચિહ્ન ઉપર ક્લિક કરીએ.
07:47 અહીં "tooltip" કહે છે ‘Formats’.
07:51 અહીં આપણે "subscripts અને superscripts"," alignments","matrix"," new lines" અને "gaps"ની સ્થળ નિયુક્તિ પસંદ કરી શકીએ છીએ.
08:03 ચાલો પાંચમાં ઉદાહરણમાં લોંગ ગેપ એટલેકે લાંબી ખાલી જગ્યા મુકીએ,આંક "5." પછી.‘5.' પછી ક્લિક કરીએ.
08:13 પછી "Elements window" માંથી "Formats" ઉપર ક્લિક કરી "Long Gap" ઉપર ક્લિક કરો.
08:20 લાંબી ખાલી જગ્યા માટેનું માર્ક અપ છે 'Tild' અક્ષર છે અને નાની ખાલી જગ્યા માટે 'Tiray' અક્ષર છે.
08:29 આંક '5.' પછીની નવી ખાલી જગ્યા જુઓ.
08:33 તો આ રીતે આપણે આપણા સૂત્રોને ફોરમેટ કરી શકીએ છીએ.
08:38 મેથ જેટલા પણ ફોર્મેટિંગ વિકલ્પો પુરા પાડે છે તે બધાને વાપરીને જુઓ.
08:44 ઠીક છે, તો અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
08:47 રાઈટર વિન્ડોવમાં, માર્કઅપનો ઉપયોગ કરી આ પ્રમાણેના સૂત્રો લખો.
08:53 જરૂર પડે તો એલિમેન્ટ વિન્ડોવનો ઉપયોગ કરો.
08:57 Summation of x to the power of 2
09:02 Sin to the power of x plus cos to the power of x = 1 ("Elements window"માં ફંકશન્સ વર્ગનો ઉપયોગ કરો )
09:15 અગાઉની સ્લાઈડથી ચાલુ રાખતા લખીએ "Summation from 1 to n of x"
09:23 (સરવાળા માટે મર્યાદા સુયોજિત કરવા માટે Operators કેટેગરી નો ઉપયોગ કરો)
09:29 ફોન્ટ Arial અને માપ 18 પોઇન્ટ સાથે બદલો
09:35 અને સંકેતો વચ્ચે વધુ અંતર પૂરું પાડો.
09:40 અહીં લીબરઓફીસ મેઠમાં માર્ક અપ લેન્ગવેજ અને ફોર્મુલા ફોર્મેટિંગ પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:49 સારાંશ માટે, આપણે શીખ્યા:
09:52 સૂત્ર લખવા અને સૂત્રમાં ફોર્મેટિંગ કરવા માર્ક અપ લેન્ગવેજ : ફોન્ટ્સ(Fonts),અલાઈનમેન્ટ(ગોઠવણી) અને સ્પેસીંગ(અંતર રાખવું).
10:01 મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:14 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે.
10:19 આ ઉપર વધુ માહિતી માટે "http://spoken-tutorial.org/NMEICT-Intro" ઉપર ઉપલબ્ધ છે.
10:23 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું.
10:33 જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika