GIMP/C2/Setting-Up-GIMP/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00.21 | Setting up the Gimp પરનાં GIMP ટ્યુટોરીઅલને મળવા માટે તમારું સ્વાગત છે. |
00.25 | આજે હું તમને બતાવીશ કે GIMP કેવી રીતે સુયોજિત કરવું જયારે તમે તેને પહેલી વાર ઉપયોગમાં લઇ રહ્યા છો. |
00.30 | GIMP એક મોટી વિન્ડોનાં બદલે ઘણા બધા નાની નાની વિન્ડોને ઉપયોગમાં લે છે જેમ કે બીજા બધા વિન્ડોવ્ઝ અને મેકિનટોસ પ્રોગ્રામમાં હોય છે. |
00.39 | તે યુનીક્સ વિશ્વમાંથી એક ઈતિહાસ છે અને યુનીક્સ લોકોને વિન્ડો સંપૂર્ણ સ્ક્રીન પર વેરવિખેરેલા રાખવા અને એક સમયે ઘણા બધા પ્રોગ્રામ ચલાવવા ગમે છે. |
00.49 | જો તમે ખરેખર આ વિવિધ વિન્ડો સાથે કામ કરવામાં સમર્થ નથી, તો તમારે GIMPshop જોવું જોઈએ. |
00.57 | આ એક પ્રોગ્રામ છે જે GIMP નો ઉપયોગ કરે છે અને તેને લગભગ ફોટોશોપની જેમ બનાવવા માટે તેના પર નવા યુઝર ઈન્ટરફેસ મુકે છે. |
01.05 | હું ગીમ્પ વાપરવું પસંદ કરીશ કારણ કે તમામ નવા અને સારા ટૂલો ગીમ્પમાં છે. |
01.12 | આ આજના દિવસની ટીપ છે, જે ઉપયોગી માહિતી અને ટીપ આપે છે. |
01.17 | હમણાં, અહીં અનડુ વિકલ્પ વિશે ટીપ છે, જેના દ્વારા તમે અમુક પગલાઓ કરી શકો છો અને ત્યારબાદ અનડુ વડે તેને પાછું બદલી શકો છો. |
01.26 | આ ઘણી વખત કામ કરે છે. |
01.28 | એ પહેલા કે તમે કંઇક ખૂબ જ અલગ કરો તમારા કામને સંગ્રહીત કરવું વધુ સારું છે. |
01.33 | હવે, ચાલો બીજા અન્ય ટૂલો તરફ જોઈએ. |
01.36 | અહીં GIMP માંથી મુખ્ય વિન્ડો છે, કમાંડ સેન્ટ્રલ. |
01.41 | અને અહીં ઉપર, ટૂલબોક્સ છે. |
01.45 | ત્યારબાદ આપણી પાસે કલર બોક્સ છે જેમાંથી રંગ પસંદ કરાય છે અને નીચે ટૂલબોક્સમાંથી આપણા ટૂલનાં વિવિધ વિકલ્પો છે. |
01.53 | ચાલો આને સેજ પહોળું કરીએ. |
01.56 | અહીં આપણી પાસે Layers, Channels, Color Channels, Path અને Undo History માટે ડાયલોગ બોક્સ છે. |
02.09 | આની નીચે Colour Selection ડાયલોગ છે જ્યાં તમે વિવિધ રંગો પસંદ કરી શકો છો. |
02.15 | અહીં ઘણા ડાયલોગો છે જેમ કે Brushes, Patterns, Gradient અને ક્રમશ. |
02.21 | હું આમાંના અમુક ડાયલોગોને ટૂલબોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું ખુબ સરળ છે. |
02.28 | ફક્ત ડાયલોગનાં શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલબોક્સની નીચે, અહીં વર્ડ કલર પીકર ઉપર ખસેડો. |
02.39 | અને મને આ પ્રકારે ટેબ થયેલ ડાયલોગ મળે છે. |
02.43 | હું આ Channels સાથે કરીશ. |
02.46 | હું આ Paths સાથે કરીશ. |
02.52 | અને Undo History સાથે કરીશ. |
02.54 | મને નથી લાગતું કે મને Brushes ટૂલની જરૂર છે કારણ કે જો ટૂલ બ્રશ ધરાવે છે તો તે અહીં દ્રશ્યમાન થાય છે અને હું તેને પસંદ કરી શકું છું. |
03.09 | પણ મને Colors જોઈએ છે તેથી હું તેના પર ક્લિક કરું છું અને તેને Undo History આગળ ડ્રેગ કરું છું. |
03.16 | અને અહીં આ વિન્ડોને બંધ કરી શકાય છે. |
03.23 | હું તમામ ડાયલોગ બોક્સો File >> Dialogs મારફતે એક્સેસ કરી શકું છું. |
03.30 | તમે જોઈ શકો છો કે અહીં કેટલાક ડાયલોગો છે જે આપણા ટૂલબોક્સમાં નથી અને આપણને આમાંનાં એકની જરૂર છે એટલે કે Tools. |
03.38 | મારું ટૂલબોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય વાપર્યા નથી અને હું તેમને એ ટૂલોથી બદલવા માંગું છું જેને હું વાપરવા ઈચ્છું છું. |
03.48 | ચાલો એ ટૂલથી શરૂઆત કરીએ જે મને જોઈએ છે. |
03.51 | મને જોઈએ છે Curves, Levels, Threshold. Brightness અને Contrast - હું પસંદ કરવા ઈચ્છતી નથી. |
03.58 | મને ના તો Perspective ક્લોનની જરૂર છે અથવા Ink અથવા Airbrush ની પણ જરૂર નથી. |
04.05 | અને બાકી બચેલ તમામ ટૂલોની મને જરૂર છે. |
04.08 | કેટલી ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા પછી હું આ પર એક નજર પછીથી ફેરવીશ. |
04.16 | હવે હું File and Preferences પર જાવ છું. |
04.26 | મેં પર્યાવરણ અને ઈન્ટરફેસને એવું જ છોડીશ. |
04.32 | થીમમાં, હું Small પસંદ કરીશ. |
04.35 | અને જયારે હું આ વિન્ડોને બાજુમાં સરકાવું છું, તમે જોઈ શકો છો કે તમામ આઇકોનો સંકુચિત થયા છે અને અહીં ટૂલોની માહિતી માટે વધારે ખાલી જગ્યા ઉપલબ્ધ છે. |
04.45 | ટૂલ વિકલ્પ પર જાઓ અને Default Interpolation ને SINC માં બદલો, માપ ફેરબદલ કરતી વખતે અને ફેરવતી વખતે અને એજ પ્રમાણે બીજી ક્રિયા માટે પીક્સલની ગણતરી માટે આ એક શ્રેષ્ઠ પ્રક્ષેપ છે. |
05.00 | બીજા બધા વિકલ્પોને એવા જ રહેવા દો. |
05.03 | ટૂલબોક્સ પર જાઓ અને જો તમને આ વિકલ્પો જોઈતા હોય તો તેને પસંદ કરો નહી તો તેને ના-પસંદ કરો. |
05.12 | તમે Colors રાખી શકો છો જે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડનાં રંગોને બદલી કરવા માટે એક ઝડપી માર્ગ છે. |
05.19 | તમે બ્રશ અને ગ્રેડીએન્ટ ટૂલો મેળવી શકો છો, અહીં તમને એક નાની ઈમેજ અથવા સક્રીય ઈમેજની થંબનેલ મળી શકે છે. |
05.29 | મને તેની જરૂર નથી તેથી હું તેને ના-પસંદ કરું છું. આ તમારા ઉપર છે કે તમને તે જોઈએ છે કે નહી. |
05.36 | તમે મૂળભૂત ઈમેજને, મૂળભૂત ગ્રીડને અને મૂળભૂત ઈમેજ વિન્ડોને તે જેમ છે એમ જ રહેવા દઈ શકો છો. |
05.42 | તમામ પસંદગીઓ સાથે મારું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. |
05.45 | અને |
05.47 | મેં path બદલર્યો નથી તેથી હું આને અહીં વાપરી શકું છું. |
05.52 | હવે અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે ફક્ત એક ટૂલથી છુટકારો મેળવવો છે. પણ પહેલા હું આને સેજ પહોળું કરીશ. |
06.01 | તમે જોઈ શકો છો કે ટૂલબોક્સ ડાયલોગ ખુબ ગીચ છે. |
06.06 | તેને અહીં આ જગ્યાએ ખેંચો. |
06.08 | મને લાગે છે કે અહીં નવી રો માં ગયા શિવાય હું હજુ 3 ટૂલોને ઉમેરી શકું છું. |
06.19 | તો હું Brightness, Hue-Saturation અને Color Balance ઉમેરીશ. |
06.24 | એ તમામ ટૂલો જે અહીં બતાવવામાં નથી આવ્યા તેના પર File and Dialogs પર ક્લિક કરીને પહોંચી શકાય છે. |
06.39 | અને હવે આપણે આપણું કામ કરવા માટે સુયોજિત થયા છીએ. |
06.42 | જયારે તમે GIMP બંધ કરો છો, તમામ વિકલ્પો આપમેળે સંગ્રહિત થાય છે અને તે એજ રીતે શરુ થશે જે રીતે તમે તેને બંધ કર્યા હતા. |
06.52 | અને આમ જોઈએ તો, હું ડેવેલપમેંટ આવૃત્તિ વાપરી રહ્યી છું, GIMP 2.3.18 ની અસ્થાયી આવૃત્તિ. |
07.02 | મેં હમણાં જ જોયું કે 2.3.19 આજે બહાર આવ્યું છે. |
07.07 | તેને 'unstable દર્શાવાયું છે પણ ગીમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં 2.4 એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે માર્કેટના બીજા કોઈપણ સોફ્ટવેરની જેમ જ સ્થાયી છે. |
07.22 | GIMP સુયોજિત કરવા પર બસ આટલું જ. |
07.25 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |