GIMP/C2/Setting-Up-GIMP/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:21 Setting up the Gimp પરનાં GIMP ટ્યુટોરીઅલને મળવા માટે તમારું સ્વાગત છે.
00:25 આજે હું તમને બતાવીશ કે GIMP કેવી રીતે સુયોજિત કરવું જયારે તમે તેને પહેલી વાર ઉપયોગમાં લઇ રહ્યા છો.
00:30 GIMP એક મોટી વિન્ડોનાં બદલે ઘણા બધા નાની નાની વિન્ડોને ઉપયોગમાં લે છે જેમ કે બીજા બધા વિન્ડોવ્ઝ અને મેકિનટોસ પ્રોગ્રામમાં હોય છે.
00:39 તે યુનીક્સ વિશ્વમાંથી એક ઈતિહાસ છે અને યુનીક્સ લોકોને વિન્ડો સંપૂર્ણ સ્ક્રીન પર વેરવિખેરેલા રાખવા અને એક સમયે ઘણા બધા પ્રોગ્રામ ચલાવવા ગમે છે.
00:49 જો તમે ખરેખર આ વિવિધ વિન્ડો સાથે કામ કરવામાં સમર્થ નથી, તો તમારે GIMPshop જોવું જોઈએ.
00:57 આ એક પ્રોગ્રામ છે જે GIMP નો ઉપયોગ કરે છે અને તેને લગભગ ફોટોશોપની જેમ બનાવવા માટે તેના પર નવા યુઝર ઈન્ટરફેસ મુકે છે.
01:05 હું ગીમ્પ વાપરવું પસંદ કરીશ કારણ કે તમામ નવા અને સારા ટૂલો ગીમ્પમાં છે.
01:12 આ આજના દિવસની ટીપ છે, જે ઉપયોગી માહિતી અને ટીપ આપે છે.
01:17 હમણાં, અહીં અનડુ વિકલ્પ વિશે ટીપ છે, જેના દ્વારા તમે અમુક પગલાઓ કરી શકો છો અને ત્યારબાદ અનડુ વડે તેને પાછું બદલી શકો છો.
01:26 આ ઘણી વખત કામ કરે છે.
01:28 એ પહેલા કે તમે કંઇક ખૂબ જ અલગ કરો તમારા કામને સંગ્રહીત કરવું વધુ સારું છે.
01:33 હવે, ચાલો બીજા અન્ય ટૂલો તરફ જોઈએ.
01:36 અહીં GIMP માંથી મુખ્ય વિન્ડો છે, કમાંડ સેન્ટ્રલ.
01:41 અને અહીં ઉપર, ટૂલબોક્સ છે.
01:45 ત્યારબાદ આપણી પાસે કલર બોક્સ છે જેમાંથી રંગ પસંદ કરાય છે અને નીચે ટૂલબોક્સમાંથી આપણા ટૂલનાં વિવિધ વિકલ્પો છે.
01:53 ચાલો આને સેજ પહોળું કરીએ.
01:56 અહીં આપણી પાસે Layers, Channels, Color Channels, Path અને Undo History માટે ડાયલોગ બોક્સ છે.
02:09 આની નીચે Colour Selection ડાયલોગ છે જ્યાં તમે વિવિધ રંગો પસંદ કરી શકો છો.
02:15 અહીં ઘણા ડાયલોગો છે જેમ કે Brushes, Patterns, Gradient અને ક્રમશ.
02:21 હું આમાંના અમુક ડાયલોગોને ટૂલબોક્સમાં સમાવેશ કરવા માટે ઈચ્છું છું. તે કરવું ખુબ સરળ છે.
02:28 ફક્ત ડાયલોગનાં શીર્ષકમાં આવેલ વર્ડ લેયર પર ક્લિક કરો અને તેને ટૂલબોક્સની નીચે, અહીં વર્ડ કલર પીકર ઉપર ખસેડો.
02:39 અને મને આ પ્રકારે ટેબ થયેલ ડાયલોગ મળે છે.
02:43 હું આ Channels સાથે કરીશ.
02:46 હું આ Paths સાથે કરીશ.
02:52 અને Undo History સાથે કરીશ.
02:54 મને નથી લાગતું કે મને Brushes ટૂલની જરૂર છે કારણ કે જો ટૂલ બ્રશ ધરાવે છે તો તે અહીં દ્રશ્યમાન થાય છે અને હું તેને પસંદ કરી શકું છું.
03:09 પણ મને Colors જોઈએ છે તેથી હું તેના પર ક્લિક કરું છું અને તેને Undo History આગળ ડ્રેગ કરું છું.
03:16 અને અહીં આ વિન્ડોને બંધ કરી શકાય છે.
03:23 હું તમામ ડાયલોગ બોક્સો File >> Dialogs મારફતે એક્સેસ કરી શકું છું.
03:30 તમે જોઈ શકો છો કે અહીં કેટલાક ડાયલોગો છે જે આપણા ટૂલબોક્સમાં નથી અને આપણને આમાંનાં એકની જરૂર છે એટલે કે Tools.
03:38 મારું ટૂલબોક્સ કેટલાક ટૂલો ધરાવે છે જે મેં ક્યારેય વાપર્યા નથી અને હું તેમને એ ટૂલોથી બદલવા માંગું છું જેને હું વાપરવા ઈચ્છું છું.
03:48 ચાલો એ ટૂલથી શરૂઆત કરીએ જે મને જોઈએ છે.
03:51 મને જોઈએ છે Curves, Levels, Threshold. Brightness અને Contrast - હું પસંદ કરવા ઈચ્છતી નથી.
03:58 મને ના તો Perspective ક્લોનની જરૂર છે અથવા Ink અથવા Airbrush ની પણ જરૂર નથી.
04:05 અને બાકી બચેલ તમામ ટૂલોની મને જરૂર છે.
04:08 કેટલી ખાલી જગ્યા બાકી બચી છે એ જોયા પછી હું આ પર એક નજર પછીથી ફેરવીશ.
04:16 હવે હું File and Preferences પર જાવ છું.
04:26 મેં પર્યાવરણ અને ઈન્ટરફેસને એવું જ છોડીશ.
04:32 થીમમાં, હું Small પસંદ કરીશ.
04:35 અને જયારે હું આ વિન્ડોને બાજુમાં સરકાવું છું, તમે જોઈ શકો છો કે તમામ આઇકોનો સંકુચિત થયા છે અને અહીં ટૂલોની માહિતી માટે વધારે ખાલી જગ્યા ઉપલબ્ધ છે.
04:45 ટૂલ વિકલ્પ પર જાઓ અને Default Interpolation ને SINC માં બદલો, માપ ફેરબદલ કરતી વખતે અને ફેરવતી વખતે અને એજ પ્રમાણે બીજી ક્રિયા માટે પીક્સલની ગણતરી માટે આ એક શ્રેષ્ઠ પ્રક્ષેપ છે.
05:00 બીજા બધા વિકલ્પોને એવા જ રહેવા દો.
05:03 ટૂલબોક્સ પર જાઓ અને જો તમને આ વિકલ્પો જોઈતા હોય તો તેને પસંદ કરો નહી તો તેને ના-પસંદ કરો.
05:12 તમે Colors રાખી શકો છો જે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડનાં રંગોને બદલી કરવા માટે એક ઝડપી માર્ગ છે.
05:19 તમે બ્રશ અને ગ્રેડીએન્ટ ટૂલો મેળવી શકો છો, અહીં તમને એક નાની ઈમેજ અથવા સક્રીય ઈમેજની થંબનેલ મળી શકે છે.
05:29 મને તેની જરૂર નથી તેથી હું તેને ના-પસંદ કરું છું. આ તમારા ઉપર છે કે તમને તે જોઈએ છે કે નહી.
05:36 તમે મૂળભૂત ઈમેજને, મૂળભૂત ગ્રીડને અને મૂળભૂત ઈમેજ વિન્ડોને તે જેમ છે એમ જ રહેવા દઈ શકો છો.
05:42 તમામ પસંદગીઓ સાથે મારું કાર્ય પૂર્ણ થઇ ગયું છે.
05:45 અને
05:47 મેં path બદલર્યો નથી તેથી હું આને અહીં વાપરી શકું છું.
05:52 હવે અહીં થોડી વધુ ખાલી જગ્યા મેળવવા માટે ફક્ત એક ટૂલથી છુટકારો મેળવવો છે. પણ પહેલા હું આને સેજ પહોળું કરીશ.
06:01 તમે જોઈ શકો છો કે ટૂલબોક્સ ડાયલોગ ખુબ ગીચ છે.
06:06 તેને અહીં આ જગ્યાએ ખેંચો.
06:08 મને લાગે છે કે અહીં નવી રો માં ગયા શિવાય હું હજુ 3 ટૂલોને ઉમેરી શકું છું.
06:19 તો હું Brightness, Hue-Saturation અને Color Balance ઉમેરીશ.
06:24 એ તમામ ટૂલો જે અહીં બતાવવામાં નથી આવ્યા તેના પર File and Dialogs પર ક્લિક કરીને પહોંચી શકાય છે.
06:39 અને હવે આપણે આપણું કામ કરવા માટે સુયોજિત થયા છીએ.
06:42 જયારે તમે GIMP બંધ કરો છો, તમામ વિકલ્પો આપમેળે સંગ્રહિત થાય છે અને તે એજ રીતે શરુ થશે જે રીતે તમે તેને બંધ કર્યા હતા.
06:52 અને આમ જોઈએ તો, હું ડેવેલપમેંટ આવૃત્તિ વાપરી રહ્યી છું, GIMP 2.3.18 ની અસ્થાયી આવૃત્તિ.
07:02 મેં હમણાં જ જોયું કે 2.3.19 આજે બહાર આવ્યું છે.
07:07 તેને 'unstable દર્શાવાયું છે પણ ગીમ્પ એક એવી અવસ્થામાં પહોંચી રહ્યું છે જ્યાં 2.4 એ ક્ષિતિજ પર આગળ આવનારી સ્થાયી આવૃત્તિ છે અને આ વર્ષે તે માર્કેટના બીજા કોઈપણ સોફ્ટવેરની જેમ જ સ્થાયી છે.
07:22 GIMP સુયોજિત કરવા પર બસ આટલું જ.
07:25 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana