KiCad/C2/Electric-rule-checking-and-Netlist-generation/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration
|
00.01 | નમસ્તે મિત્રો, |
00.03 | KiCad માં Electric rule check and netlist generation પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
00.09 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00.12 | કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી |
00.14 | ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી |
00.17 | બનેલ યોજનાકીય માટે netlist જનરેટ કરવી |
00.21 | આ ટ્યુટોરીયલ માટે આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 |
00.25 | કીકેડ આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સહીત વાપરી રહ્યા છીએ |
00.33 | આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે |
00.38 | યુઝરને કીકેડમાં સર્કીટ યોજનાકીય કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ |
00.42 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, spoken-tutorial.org લીંક જુઓ. |
00.49 | KiCad શરૂ કરવા માટે, |
00.50 | ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ |
00.56 | પ્રથમ આઇકોન પર ક્લિક કરો જે, ડેશ હોમ છે. |
01.01 | સર્ચ ટેબમાં KiCad લખો અને Enter દબાવો |
01.10 | આ KiCad મુખ્ય વિન્ડો ખોલશે |
01.13 | EEschema ટેબ પર ક્લિક કરો |
01.17 | તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે |
01.21 | OK પર ક્લિક કરો. |
01.23 | આપણે પહેલા બનાવેલી project1.sch ફાઈલને ઉપયોગમાં લેશું. |
01.29 | ફાઈલ મેનૂમાં જાઓ અને Open પર ક્લિક કરો. |
01.33 | ઇચ્છિત ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરો. |
01.44 | આપણે હવે કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરીશું. |
01.49 | ચાલો R2 કમ્પોનેન્ટને વેલ્યુ એસાઈન કરીએ. |
01.54 | R2 રેસીસ્ટરને અનુરૂપ, R પર કર્સરને રાખો. |
02.01 | જમણું ક્લિક કરો અને Field value પસંદ કરો |
02.05 | આ Edit value field વિન્ડો ખોલશે. |
02.11 | 1M ટાઈપ કરો અને OK પર ક્લિક કરો |
02.17 | જેવું કે તમે જોઈ શકો છો (જે, 1 મેગા ઓહ્મ છે) તે વેલ્યુ રેસીસ્ટર R2 ને એસાઈન કરાઈ છે. . |
02.24 | એજ રીતે મેં પહેલાથી જ બીજા કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરી છે |
02.29 | આગળનું પગલું છે આ સર્કીટ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી |
02.36 | EEschema વિન્ડોની ટોચની પેનલ પર જાઓ |
02.39 | Perform Electric Rule Check બટન પર ક્લિક કરો |
02.44 | આ EEschema Erc વિન્ડો ખોલશે. |
02.48 | Test Erc બટન પર ક્લિક કરો. |
02.52 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે એરરો છે. |
02.56 | બંને એરરો દર્શાવે છે કે ટર્મિનલ પાવર સ્ત્રોતો ધરાવતું નથી. |
03.00 | Close બટન પર ક્લિક કરો |
03.03 | યોજ્નાકીયમાં, એરર નોડને એરો વડે પોઈન્ટ કરવામાં આવે છે. |
03.12 | ચાલો અહીં એક પાવર ફ્લેગ જોડીએ. જેથી કીકેડ ને જાણ થશે કે આપણે અહીં પાવર સપ્લાય જોડવા માટે જઈ રહ્યા છીએ. |
03.22 | આ માટે, |
03.24 | જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો. |
03.29 | હવે component selection વિન્ડો ખોલવા માટે EEschema વિન્ડો પર ક્લિક કરો |
03.34 | List All બટન પર ક્લિક કરો અને તમે પાવર સંકેતોની યાદી જોઈ શકો છો. |
03.40 | PWR_(અંડરસ્કોર)FLAG પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
03.49 | આપણે પાવર ફ્લેગને Vcc ટર્મિનલ નજીક મુકીશું. |
03.55 | તેને મુકવા માટે EEschema પર ક્લિક કરો |
03.59 | આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારની બે એરરો છે. |
04.05 | કર્સરને પાવર ફ્લેગ પર રાખો અને ત્યારબાદ તેને કોપી કરવા માટે c દબાવો |
04.10 | આ પાવર ફ્લેગને ગ્રાઉન્ડ ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો |
04.15 | હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું. જમણી પેનલ પર જાઓ અને place a wire બટન પર ક્લિક કરો. |
04.24 | હવે પાવર ફ્લેગનું VCC ટર્મિનલથી જોડાણ કરો |
04.35 | એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ગ્રાઉન્ડ ટર્મિનલથી કરો |
04.44 | આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક ERC ચેકને ફરી એક વાર રન કરીશું. |
04.49 | આ માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પરનાં Perform Electric Rules Check પર ક્લિક કરો. |
04.55 | આ EEschema Erc વિન્ડો ખોલશે |
04.58 | Test Erc બટન પર ક્લિક કરો |
05.01 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈપણ એરર નથી. |
05.04 | Close પર ક્લિક કરો |
05.07 | હવે ચાલો જોઈએ netlist ને કેવી રીતે જનરેટ કરવી. |
05.10 | netlist કમ્પોનેન્ટ અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડે છે. |
05.16 | આપણે આ ટ્યુટોરીયલમાં આગળ જતા netlist નાં ઉપયોગ જોઈશું. |
05.20 | netlist જનરેટ કરવા માટે, ટોચની પેનલ પર જાઓ. netlist generation બટન પર ક્લિક કરો |
05.27 | આ Netlist વિન્ડો ખોલશે |
05.31 | આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને Netlist ને વિવિધ ફોર્મેટોમાં જનરેટ કરવાની પરવાનગી આપે છે. |
05.38 | kicad માટે આપણે Pcbnew ટેબ વાપરીશું. |
05.42 | મૂળભૂત ફોર્મેટ વિકલ્પને ચેક રહેવા દો અને Netlist બટન પર ક્લિક કરો. |
05.48 | આ netlist ફાઈલને project1.net નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો |
05.54 | નોંધ લો કે જયારે પણ netlist જનરેટ થાય છે, ત્યારે ફાઈલ .net એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે. |
06.00 | Save બટન પર ક્લિક કરો. |
06.02 | ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું. |
06.04 | Save બટન પર ક્લિક કરો. |
06.06 | Netlist પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા સર્કીટનાં કમ્પોનેન્ટ વિશેની માહિતી ધરાવે છે. |
06.14 | આ netlist ફાઈલનો ઉપયોગ આપણે આવનારા ટ્યુટોરીયલમાં જોઈશું |
06.20 | ફાઈલ મેનૂ પર જાઓ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે Save Whole Schematic Project પસંદ કરો |
06.27 | ફાઈલ મેનૂ પર જાઓ અને EEschema વિન્ડોને બંધ કરવા માટે Quit પસંદ કરો |
06.32 | KiCad મુખ્ય વિન્ડોમાં, |
06.34 | ફાઈલ મેનૂ પર જાઓ અને Quit પસંદ કરો. આ કીકેડ મુખ્ય વિન્ડો બંધ કરશે. |
06.40 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06.44 | કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી |
06.46 | સીર્કિત યોજનાકીયમાં એરરોને તપાસ કરી તેને સુધારવું |
06.50 | સર્કીટ માટે netlist જનરેટ કરવી |
06.53 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ |
06.56 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
06.58 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07.02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07.04 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
07.07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07.10 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો. |
07.16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે |
07.19 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
07.25 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07.28 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
07.34 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે |
07.39 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |