KiCad/C2/Electric-rule-checking-and-Netlist-generation/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો,
00:03 KiCad માં Electric rule check and netlist generation પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
00:09 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00:12 કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી
00:14 ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી
00:17 બનેલ યોજનાકીય માટે netlist જનરેટ કરવી
00:21 આ ટ્યુટોરીયલ માટે આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04
00:25 કીકેડ આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સહીત વાપરી રહ્યા છીએ
00:33 આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે
00:38 યુઝરને કીકેડમાં સર્કીટ યોજનાકીય કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ
00:42 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, spoken-tutorial.org લીંક જુઓ.
00:49 KiCad શરૂ કરવા માટે,
00:50 ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ
00:56 પ્રથમ આઇકોન પર ક્લિક કરો જે, ડેશ હોમ છે.
01:01 સર્ચ ટેબમાં KiCad લખો અને Enter દબાવો
01:10 KiCad મુખ્ય વિન્ડો ખોલશે
01:13 EEschema ટેબ પર ક્લિક કરો
01:17 તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક info ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
01:21 OK પર ક્લિક કરો.
01:23 આપણે પહેલા બનાવેલી project1.sch ફાઈલને ઉપયોગમાં લેશું.
01:29 ફાઈલ મેનૂમાં જાઓ અને Open પર ક્લિક કરો.
01:33 ઇચ્છિત ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરો.
01:44 આપણે હવે કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરીશું.
01:49 ચાલો R2 કમ્પોનેન્ટને વેલ્યુ એસાઈન કરીએ.
01:54 R2 રેસીસ્ટરને અનુરૂપ, R પર કર્સરને રાખો.
02:01 જમણું ક્લિક કરો અને Field value પસંદ કરો
02:05 Edit value field વિન્ડો ખોલશે.
02:11 1M ટાઈપ કરો અને OK પર ક્લિક કરો
02:17 જેવું કે તમે જોઈ શકો છો (જે, 1 મેગા ઓહ્મ છે) તે વેલ્યુ રેસીસ્ટર R2 ને એસાઈન કરાઈ છે. .
02:24 એજ રીતે મેં પહેલાથી જ બીજા કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરી છે
02:29 આગળનું પગલું છે આ સર્કીટ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી
02:36 EEschema વિન્ડોની ટોચની પેનલ પર જાઓ
02:39 Perform Electric Rule Check બટન પર ક્લિક કરો
02:44 EEschema Erc વિન્ડો ખોલશે.
02:48 Test Erc બટન પર ક્લિક કરો.
02:52 આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે એરરો છે.
02:56 બંને એરરો દર્શાવે છે કે ટર્મિનલ પાવર સ્ત્રોતો ધરાવતું નથી.
03:00 Close બટન પર ક્લિક કરો
03:03 યોજ્નાકીયમાં, એરર નોડને એરો વડે પોઈન્ટ કરવામાં આવે છે.
03:12 ચાલો અહીં એક પાવર ફ્લેગ જોડીએ. જેથી કીકેડ ને જાણ થશે કે આપણે અહીં પાવર સપ્લાય જોડવા માટે જઈ રહ્યા છીએ.
03:22 આ માટે,
03:24 જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો.
03:29 હવે component selection વિન્ડો ખોલવા માટે EEschema વિન્ડો પર ક્લિક કરો
03:34 List All બટન પર ક્લિક કરો અને તમે પાવર સંકેતોની યાદી જોઈ શકો છો.
03:40 PWR_(અંડરસ્કોર)FLAG પસંદ કરો અને OK પર ક્લિક કરો.
03:49 આપણે પાવર ફ્લેગને Vcc ટર્મિનલ નજીક મુકીશું.
03:55 તેને મુકવા માટે EEschema પર ક્લિક કરો
03:59 આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારની બે એરરો છે.
04:05 કર્સરને પાવર ફ્લેગ પર રાખો અને ત્યારબાદ તેને કોપી કરવા માટે c દબાવો
04:10 આ પાવર ફ્લેગને ગ્રાઉન્ડ ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો
04:15 હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું. જમણી પેનલ પર જાઓ અને place a wire બટન પર ક્લિક કરો.
04:24 હવે પાવર ફ્લેગનું VCC ટર્મિનલથી જોડાણ કરો
04:35 એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ગ્રાઉન્ડ ટર્મિનલથી કરો
04:44 આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક ERC ચેકને ફરી એક વાર રન કરીશું.
04:49 આ માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પરનાં Perform Electric Rules Check પર ક્લિક કરો.
04:55 EEschema Erc વિન્ડો ખોલશે
04:58 Test Erc બટન પર ક્લિક કરો
05:01 આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈપણ એરર નથી.
05:04 Close પર ક્લિક કરો
05:07 હવે ચાલો જોઈએ netlist ને કેવી રીતે જનરેટ કરવી.
05:10 netlist કમ્પોનેન્ટ અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડે છે.
05:16 આપણે આ ટ્યુટોરીયલમાં આગળ જતા netlist નાં ઉપયોગ જોઈશું.
05:20 netlist જનરેટ કરવા માટે, ટોચની પેનલ પર જાઓ. netlist generation બટન પર ક્લિક કરો
05:27 Netlist વિન્ડો ખોલશે
05:31 આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને Netlist ને વિવિધ ફોર્મેટોમાં જનરેટ કરવાની પરવાનગી આપે છે.
05:38 kicad માટે આપણે Pcbnew ટેબ વાપરીશું.
05:42 મૂળભૂત ફોર્મેટ વિકલ્પને ચેક રહેવા દો અને Netlist બટન પર ક્લિક કરો.
05:48 netlist ફાઈલને project1.net નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો
05:54 નોંધ લો કે જયારે પણ netlist જનરેટ થાય છે, ત્યારે ફાઈલ .net એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે.
06:00 Save બટન પર ક્લિક કરો.
06:02 ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું.
06:04 Save બટન પર ક્લિક કરો.
06:06 Netlist પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા સર્કીટનાં કમ્પોનેન્ટ વિશેની માહિતી ધરાવે છે.
06:14 netlist ફાઈલનો ઉપયોગ આપણે આવનારા ટ્યુટોરીયલમાં જોઈશું
06:20 ફાઈલ મેનૂ પર જાઓ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે Save Whole Schematic Project પસંદ કરો
06:27 ફાઈલ મેનૂ પર જાઓ અને EEschema વિન્ડોને બંધ કરવા માટે Quit પસંદ કરો
06:32 KiCad મુખ્ય વિન્ડોમાં,
06:34 ફાઈલ મેનૂ પર જાઓ અને Quit પસંદ કરો. આ કીકેડ મુખ્ય વિન્ડો બંધ કરશે.
06:40 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06:44 કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી
06:46 સીર્કિત યોજનાકીયમાં એરરોને તપાસ કરી તેને સુધારવું
06:50 સર્કીટ માટે netlist જનરેટ કરવી
06:53 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ
06:56 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
06:58 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
07:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:04 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
07:07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07:10 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો.
07:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે
07:19 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07:25 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
07:28 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
07:34 આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
07:39 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, Pratik kamble