Health-and-Nutrition/C2/Protein-rich-vegetarian-recipes/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:00, 10 September 2020 by Helpgrid (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:00 પ્રોટીનથી ભરપુર શાકાહારી રેસીપી વિશેના સ્પોકન ટ્યુટોરીઅલમાં આપનું સ્વાગત છે.


00:05 આ ટ્યુટોરીઅલમાં આપણે:


00:07 પ્રોટીનના ફાયદાઓ અને


00:09 પ્રોટીનથી ભરપુર અમુક શાકાહારી રેસીપી વિશે જાણીશું.


00:13 પ્રોટીન' સ્નાયુ પેશીઓના વિકાસ, સુધાર અને જાળવણીમાં સહાય કરે છે.


00:19 તે લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે પણ જવાબદાર હોય છે.


00:24 પ્રોટીન'ના મહત્વ વિશે બીજા ટ્યુટોરીઅલમાં વિગતવાર સમજણ આપેલ છે.


00:30 આ ટ્યુટોરીઅલ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો.


00:33 ચાલો આપણે પ્રોટીન'ના શાકાહારી સ્ત્રોત જોઈએ.


00:37 દૂધ અને દૂધના ઉત્પાદકો,


00:39 કઠોળ,


00:41 દાણા અને બીજ પણ પ્રોટીન'ના સારા સ્ત્રોતો છે.
00:44 ચાલો હવે આપણે પ્રોટીન'થી ભરપુર અમુક શાકાહારી રેસીપીઓ જોઈએ.


00:49 આપણી પહેલી રેસીપી છે પનીર મસાલા (પનીરનું શાક)


00:52 આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે:


00:55 70 ગ્રામ અથવા ½ કપ પનીર,


00:58 70 ગ્રામ અથવા ½ કપ દહીં,



01:02 1 મોટી ચમચી ચણાનો શેકેલો લોટ,


01:06 તમને જોઈશે:


1 ચમચી લાલ મરચું પાવડર


01:11 ½ ચમચી હળદર પાવડર


01:15 ½ ચમચી મીઠા લીમડાનો પાવડર


01:19 ½ ચમચી ગરમ મસાલા પાવડર


01:22 1 ચમચી તેલ અથવા ઘી


01:25 સ્વાદનુસાર મીઠું.


01:28 પદ્ધતિ:

દહીં લિસ્સું થાય ત્યાર સુધી તેને હલાવો.


01:32 તેમાં મસાલા, નમક, મીઠાં લીમડાના પાન અને ચણાનો લોટ ઉમેરો.


01:38 ફરી બધું મેળવો.


01:40 તેમાં પનીરના ટુકડા ઉમેરી બરાબર મેળવવું.


01:45 વાસણને ઢાંકી અને 30 મિનિટ માટે મૂકી દેવું.


01:51 એક વાસણમાં 1 ચમચી તેલ અથવા ઘી ગરમ કરવું.


01:54 તેમાં દહીંના મિશ્રણ સાથેનું પનીર ઉમેરો.


01:58 તેમાં ½ ગ્લાસ પાણી ઉમેરો.


02:01 મિશ્રણ જાડું થાય ત્યાર સુધી તેને 2 થી 5 મિનિટ માટે રાંધો.


02:07 પનીર મસાલા તૈયાર છે.


02:09 પનીર મસાલાનો ½ વાટકો 22 ગ્રામ પ્રોટીન' ધરાવે છે.


02:14 બીજી રેસીપી છે લીલા ચણાનું શાક.


02:18 આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે:


02:21 100 ગ્રામ અથવા ¾ કપ દહીં


02:25 30 ગ્રામ અથવા ¼ કપ ફણાગાવેલા લીલા ચણા


02:30 ¼ કપ ધોઈ અને કાપેલી કોથમીર


02:35 4 ચમચી ચણાનો લોટ


02:38 ½ ચમચી હળદર પાવડર


02:41 1 ચમચી લાલ મરચું પાવડર.


02:44 તમને જોઈશે:

½ ચમચી રાઈ,


02:49 ½ ચમચી જીરૂ,


02:52 1 લીલું મરચું,


02:54 1 ચમચી તેલ,


02:56 4 થી 5 મીઠાં લીમડાના પાન,


02:59 અને સ્વાદનુસાર મીઠું.


03:02 હવે હું તમને પદ્ધતિ સમજાવીશ.


03:04 આપણે પહેલા ફણગાવવાથી શરૂઆત કરીશું.


03:07 લીલા ચણાને પૂરી રાત પાણીમાં પલાળવા.


03:11 સવારે તેમાંથી પાણી કાઢી અને


03:13 તેને એક સ્વચ્છ કપડામાં બાંધી લેવા.


03:16 ફણગા થાય ત્યાર સુધી 1 દિવસ માટે તેને હુંફાળી જગ્યાએ રાખવા.


03:23 મિક્સર વડે ફણગા અને લીલા મરચાને પીસી જાડી પેસ્ટ બનાવી લેવી.


03:28 મિક્સર ઉપલબ્દ્ધ ના હોય તો પથ્થરનો ઉપયોગ કરી શકાય છે.


03:33 એક વાસણમાં આ પેસ્ટ કાઢી લેવી.


03:36 તેમાં કોથમીર, 2 ચમચી ચણાનો લોટ અને મીઠું નાખી બરાબર મેળવી લેવું.


03:43 આ પેસ્ટના નાના ગોળા બનાવી


03:45 અને તેને વરાળની પ્લેટ પર રાખવા.


03:48 એક વરાળીયા/સ્ટીમરમાં તેને 6 થી 8 મિનિટ માટે બાફી લેવા.
03:53 આ ગોલાને ઠંડા થવા દેવા.


03:56 એક વાસણમાં દહીંને હલાવી લો.


03:59 તેમાં 2 ચમચી ચણાનો લોટ અને મસાલા ઉમેરો


04:04 આ મિશ્રણને બરાબર હલાવો.


04:08 તેમાં 1 કપ પાણી ઉમેરી, બરાબર મેળવી અને આ મિશ્રણને બાજુ પર રાખી દો.


04:13 એક વાસણમાં તેલ ગરમ કરી અને તેમાં રાઈ અને જીરૂ ઉમેરો.


04:18 તે તતડી જાય એટલે તેમાં મીઠા લીમડાના પાન અને દહીંનું મિશ્રણ ઉમેરો.


04:23 મધ્યમ આંચ પર તેને રંધાવા દો.


04:26 આ મિશ્રણ જાડું થાય ત્યાર સુધી તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો.


04:30 મિશ્રણ જાડું થાય પછી તેમાં બાફેલા ગોળા ઉમેરી અને એક મિનિટ માટે રાંધવા દો.


04:36 લીલાં ચણાનું શાક તૈયાર છે.


04:39 અડધો વાટકો શાક આશરે 17 ગ્રામ પ્રોટીન' ધરાવે છે.


04:44 ત્રીજી રેસીપી છે તલના મિશ્રણ સાથે જુવાર અને સોયા ઢોસા.


04:50 આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે:


04:53 મોટી દોઢ ચમચી સોયા બીન્સ,


04:57 2 ચમચી જુવાર,


04:59 2 ચમચી અડદની દાળ,


05:02 અને 1 ચમચી મેથીના દાણા.


05:06 તલના દાણાનું મિશ્રણ બનાવવા માટે તમને જોઈશે:


05:09 2 ચમચી શેકેલા ચણા,


05:12 2 ચમચી અડદની દાળ,


05:15 2 ચમચી તલ,


05:18 2 સુકા લાલ મરચાં,


05:21 1 મીઠા લીમડાની દાળખી,


05:23 અને સ્વાદનુસાર મીઠું.


05:25 તમને1 ચમચી તેલ અથવા ઘી પણ જોઈશે.


05:30 પદ્ધતિ:

જુવાર,


05:32 અડદની દાળ,


05:34 અને સોયા બીન્સને ધોઈ


8 કલાક પાણીમાં પલાડી દો.


05:39 એ જ વાસણમાં મેથીના દાણા પણ પલાડી દો.


05:43 8 કલાક પછી, તેને પીસી અને લીસી પેસ્ટ બનાવી લો.


05:47 તેને એક વાસણમાં કાઢી લો.


05:50 તેને એક ઉષ્માભરી જગાએ 7 થી 8 કલાક આથો આવવા મૂકી દો.


05:57 તે દરમ્યાન એક વાસણ ગરમ કરી, સુકા લાલ મરચાં અને મીઠા લીમડાના પાનને કરકરા થાય ત્યાર સુધી શેકી લો.


06:04 તેને ઠંડુ થવા બાજુ પર રાખી દો.


06:06 એ જ વાસણમાં ચણાની દાળ, અડદની દાળ તલને શેકી લો.


06:12 હલકા સોનેરી રંગના થાય ત્યાર સુધી તેને શેકી લો.


06:17 તેને ઠંડુ થવા બાજુ પર રાખી દો.


06:20 ઠંડુ થયા બાદ તેનો ઝીણો ભૂકો કરી લો.


06:23 આપણે તેનો ઉપયોગ પછીથી કરીશું.


06:25 મિશ્રણમાં આથો આવ્યા બાદ, તેમાં મીઠું ઉમેરી સારી રીતે હલાવવું.


06:30 એક વાસણમાં તેલ અથવા ઘી ઉમેરી, તેમાં મિશ્રણ રેડી અને બરાબર તેને ફેલાવી દો.


06:36 ઢોસા અડધા રંધાઈ ગયા બાદ, તેમાં 2 ચમચી તૈયાર કરેલો ભૂકો ઉમેરવો.


06:42 ઢોસા રંધાય જાય ત્યાર સુધી તેને ઢાંકી રાખો.


06:45 જુવાર અને સોયા ઢોસા તૈયાર છે.


06:48 2 ઢોસા આશરે 17 ગ્રામ પ્રોટીન' ધરાવે છે.


06:53 બીજી રેસીપી છે ચણાના કટલેસ


06:57 આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે:


07:00 50 ગ્રામ ફણગાવેલા કાળા ચણા,


07:03 40 ગ્રામ અથવા દોઢ ચમચી દહીં,


07:08 1 નાનું કાપેલું ગાજર,


07:10 1 નાની કાપેલી ડુંગળી,


07:14 15 ગ્રામ અથવા એક મોટી ચમચી ચણાનો શેકેલો લોટ,


07:18 અને 20 ગ્રામ તલ.


07:22 તમને જોઈશે:


07:24 ½ ચમચી હળદર પાવડર,


07:27 1 ચમચી મરચું પાવડર,


07:31 1 ચમચી આદુ લસણની પેસ્ટ,


07:34 2 ચમચી તેલ અથવા ઘી,


07:37 અને સ્વાદનુસાર મીઠું.


07:40 પદ્ધતિ:


ફણગાવેલા કાળા ચણાને કુકરમાં 3 સીટી વગાડી રાંધી લો.


07:45 હવા નિકળી જાય ત્યાર સુધી તેને બાજુ પર રાખી દો.


07:49 ઠંડા ફણગાવેલા કાળા ચણાને એક વાસણમાં લઈ અને તેને બરાબર છુંદી લો..


07:54 તેમાં ડુંગળી, ગાજર અને શેકેલો ચણાનો લોટ ઉમેરી બરાબર હલાવી લો.


08:01 હવે તેમાં મસાલા, મીઠું, આદુ-લસણની પેસ્ટ અને દહીં ઉમેરો.


08:07 બધી સામગ્રી મેળવી અને તેના 4 ગોળા બનાવવા.


08:12 ગોલાને સપાટ કરી કટલેટ્સ બનાવો.


08:14 તેના પર તલના દાણા લગાડી બાજુ પર રાખો.


08:19 એક વાસણમાં તેલ અથવા ઘી ગરમ કરો.


08:22 બન્ને બાજુ સોનેરી રંગની થાય ત્યાર સુધી કટલેસને છિછરી રીતે તળવી.


08:28 ચણાની કટલેસ તૈયાર છે.


08:31 4 કટલેસ 17 ગ્રામ પ્રોટીન' ધરાવે છે.


08:35 અનાજ અને કઠોળ અધૂરૂ પ્રોટીન' ધરાવે છે.


08:39 કઠોળમાં મીથિઓનાઈન ઓછું હોય છે.


08:42 અને અનાજમાં લાયસીન ઓછું હોય છે.


08:45 તેથી આ રેસીપીઓ તૈયાર કરવા માટે વિવિધ ખોરાકના જૂથોનું મિશ્રણ કરવામાં આવેલ છે.


08:51 તેઓને સાથે ખાવાથી ખોરાકમાંના અપૂરતા એમિનો એસીડની ઉણપ પૂરી થઈ જશે.


08:57 આને પ્રોટીન'નું પૂરક કાર્ય કહે છે.


09:01 આ સાથે આપણે ટ્યુટોરીઅલ સમાપ્ત કરીએ છીએ.


જોડાવવા બદલ આભાર.

Contributors and Content Editors

Helpgrid