Health-and-Nutrition/C2/Protein-rich-vegetarian-recipes/Gujarati
From Script | Spoken-Tutorial
| |
|
| 00:00 | પ્રોટીનથી ભરપુર શાકાહારી રેસીપી વિશેના સ્પોકન ટ્યુટોરીઅલમાં આપનું સ્વાગત છે.
|
| 00:05 | આ ટ્યુટોરીઅલમાં આપણે:
|
| 00:07 | પ્રોટીનના ફાયદાઓ અને
|
| 00:09 | પ્રોટીનથી ભરપુર અમુક શાકાહારી રેસીપી વિશે જાણીશું.
|
| 00:13 | પ્રોટીન' સ્નાયુ પેશીઓના વિકાસ, સુધાર અને જાળવણીમાં સહાય કરે છે.
|
| 00:19 | તે લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે પણ જવાબદાર હોય છે.
|
| 00:24 | પ્રોટીન'ના મહત્વ વિશે બીજા ટ્યુટોરીઅલમાં વિગતવાર સમજણ આપેલ છે.
|
| 00:30 | આ ટ્યુટોરીઅલ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો.
|
| 00:33 | ચાલો આપણે પ્રોટીન'ના શાકાહારી સ્ત્રોત જોઈએ.
|
| 00:37 | દૂધ અને દૂધના ઉત્પાદકો,
|
| 00:39 | કઠોળ,
|
| 00:41 | દાણા અને બીજ પણ પ્રોટીન'ના સારા સ્ત્રોતો છે. |
| 00:44 | ચાલો હવે આપણે પ્રોટીન'થી ભરપુર અમુક શાકાહારી રેસીપીઓ જોઈએ.
|
| 00:49 | આપણી પહેલી રેસીપી છે પનીર મસાલા (પનીરનું શાક)
|
| 00:52 | આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે:
|
| 00:55 | 70 ગ્રામ અથવા ½ કપ પનીર,
|
| 00:58 | 70 ગ્રામ અથવા ½ કપ દહીં,
|
| 01:02 | 1 મોટી ચમચી ચણાનો શેકેલો લોટ,
|
| 01:06 | તમને જોઈશે:
|
| 01:11 | ½ ચમચી હળદર પાવડર
|
| 01:15 | ½ ચમચી મીઠા લીમડાનો પાવડર
|
| 01:19 | ½ ચમચી ગરમ મસાલા પાવડર
|
| 01:22 | 1 ચમચી તેલ અથવા ઘી
|
| 01:25 | સ્વાદનુસાર મીઠું.
|
| 01:28 | પદ્ધતિ:
દહીં લિસ્સું થાય ત્યાર સુધી તેને હલાવો.
|
| 01:32 | તેમાં મસાલા, નમક, મીઠાં લીમડાના પાન અને ચણાનો લોટ ઉમેરો.
|
| 01:38 | ફરી બધું મેળવો.
|
| 01:40 | તેમાં પનીરના ટુકડા ઉમેરી બરાબર મેળવવું.
|
| 01:45 | વાસણને ઢાંકી અને 30 મિનિટ માટે મૂકી દેવું.
|
| 01:51 | એક વાસણમાં 1 ચમચી તેલ અથવા ઘી ગરમ કરવું.
|
| 01:54 | તેમાં દહીંના મિશ્રણ સાથેનું પનીર ઉમેરો.
|
| 01:58 | તેમાં ½ ગ્લાસ પાણી ઉમેરો.
|
| 02:01 | મિશ્રણ જાડું થાય ત્યાર સુધી તેને 2 થી 5 મિનિટ માટે રાંધો.
|
| 02:07 | પનીર મસાલા તૈયાર છે.
|
| 02:09 | પનીર મસાલાનો ½ વાટકો 22 ગ્રામ પ્રોટીન' ધરાવે છે.
|
| 02:14 | બીજી રેસીપી છે લીલા ચણાનું શાક.
|
| 02:18 | આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે:
|
| 02:21 | 100 ગ્રામ અથવા ¾ કપ દહીં
|
| 02:25 | 30 ગ્રામ અથવા ¼ કપ ફણાગાવેલા લીલા ચણા
|
| 02:30 | ¼ કપ ધોઈ અને કાપેલી કોથમીર
|
| 02:35 | 4 ચમચી ચણાનો લોટ
|
| 02:38 | ½ ચમચી હળદર પાવડર
|
| 02:41 | 1 ચમચી લાલ મરચું પાવડર.
|
| 02:44 | તમને જોઈશે:
½ ચમચી રાઈ,
|
| 02:49 | ½ ચમચી જીરૂ,
|
| 02:52 | 1 લીલું મરચું,
|
| 02:54 | 1 ચમચી તેલ,
|
| 02:56 | 4 થી 5 મીઠાં લીમડાના પાન,
|
| 02:59 | અને સ્વાદનુસાર મીઠું.
|
| 03:02 | હવે હું તમને પદ્ધતિ સમજાવીશ.
|
| 03:04 | આપણે પહેલા ફણગાવવાથી શરૂઆત કરીશું.
|
| 03:07 | લીલા ચણાને પૂરી રાત પાણીમાં પલાળવા.
|
| 03:11 | સવારે તેમાંથી પાણી કાઢી અને
|
| 03:13 | તેને એક સ્વચ્છ કપડામાં બાંધી લેવા.
|
| 03:16 | ફણગા થાય ત્યાર સુધી 1 દિવસ માટે તેને હુંફાળી જગ્યાએ રાખવા.
|
| 03:23 | મિક્સર વડે ફણગા અને લીલા મરચાને પીસી જાડી પેસ્ટ બનાવી લેવી.
|
| 03:28 | મિક્સર ઉપલબ્દ્ધ ના હોય તો પથ્થરનો ઉપયોગ કરી શકાય છે.
|
| 03:33 | એક વાસણમાં આ પેસ્ટ કાઢી લેવી.
|
| 03:36 | તેમાં કોથમીર, 2 ચમચી ચણાનો લોટ અને મીઠું નાખી બરાબર મેળવી લેવું.
|
| 03:43 | આ પેસ્ટના નાના ગોળા બનાવી
|
| 03:45 | અને તેને વરાળની પ્લેટ પર રાખવા.
|
| 03:48 | એક વરાળીયા/સ્ટીમરમાં તેને 6 થી 8 મિનિટ માટે બાફી લેવા. |
| 03:53 | આ ગોલાને ઠંડા થવા દેવા.
|
| 03:56 | એક વાસણમાં દહીંને હલાવી લો.
|
| 03:59 | તેમાં 2 ચમચી ચણાનો લોટ અને મસાલા ઉમેરો
|
| 04:04 | આ મિશ્રણને બરાબર હલાવો.
|
| 04:08 | તેમાં 1 કપ પાણી ઉમેરી, બરાબર મેળવી અને આ મિશ્રણને બાજુ પર રાખી દો.
|
| 04:13 | એક વાસણમાં તેલ ગરમ કરી અને તેમાં રાઈ અને જીરૂ ઉમેરો.
|
| 04:18 | તે તતડી જાય એટલે તેમાં મીઠા લીમડાના પાન અને દહીંનું મિશ્રણ ઉમેરો.
|
| 04:23 | મધ્યમ આંચ પર તેને રંધાવા દો.
|
| 04:26 | આ મિશ્રણ જાડું થાય ત્યાર સુધી તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
|
| 04:30 | મિશ્રણ જાડું થાય પછી તેમાં બાફેલા ગોળા ઉમેરી અને એક મિનિટ માટે રાંધવા દો.
|
| 04:36 | લીલાં ચણાનું શાક તૈયાર છે.
|
| 04:39 | અડધો વાટકો શાક આશરે 17 ગ્રામ પ્રોટીન' ધરાવે છે.
|
| 04:44 | ત્રીજી રેસીપી છે તલના મિશ્રણ સાથે જુવાર અને સોયા ઢોસા.
|
| 04:50 | આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે:
|
| 04:53 | મોટી દોઢ ચમચી સોયા બીન્સ,
|
| 04:57 | 2 ચમચી જુવાર,
|
| 04:59 | 2 ચમચી અડદની દાળ,
|
| 05:02 | અને 1 ચમચી મેથીના દાણા.
|
| 05:06 | તલના દાણાનું મિશ્રણ બનાવવા માટે તમને જોઈશે:
|
| 05:09 | 2 ચમચી શેકેલા ચણા,
|
| 05:12 | 2 ચમચી અડદની દાળ,
|
| 05:15 | 2 ચમચી તલ,
|
| 05:18 | 2 સુકા લાલ મરચાં,
|
| 05:21 | 1 મીઠા લીમડાની દાળખી,
|
| 05:23 | અને સ્વાદનુસાર મીઠું.
|
| 05:25 | તમને1 ચમચી તેલ અથવા ઘી પણ જોઈશે.
|
| 05:30 | પદ્ધતિ:
જુવાર,
|
| 05:32 | અડદની દાળ,
|
| 05:34 | અને સોયા બીન્સને ધોઈ
|
| 05:39 | એ જ વાસણમાં મેથીના દાણા પણ પલાડી દો.
|
| 05:43 | 8 કલાક પછી, તેને પીસી અને લીસી પેસ્ટ બનાવી લો.
|
| 05:47 | તેને એક વાસણમાં કાઢી લો.
|
| 05:50 | તેને એક ઉષ્માભરી જગાએ 7 થી 8 કલાક આથો આવવા મૂકી દો.
|
| 05:57 | તે દરમ્યાન એક વાસણ ગરમ કરી, સુકા લાલ મરચાં અને મીઠા લીમડાના પાનને કરકરા થાય ત્યાર સુધી શેકી લો.
|
| 06:04 | તેને ઠંડુ થવા બાજુ પર રાખી દો.
|
| 06:06 | એ જ વાસણમાં ચણાની દાળ, અડદની દાળ તલને શેકી લો.
|
| 06:12 | હલકા સોનેરી રંગના થાય ત્યાર સુધી તેને શેકી લો.
|
| 06:17 | તેને ઠંડુ થવા બાજુ પર રાખી દો.
|
| 06:20 | ઠંડુ થયા બાદ તેનો ઝીણો ભૂકો કરી લો.
|
| 06:23 | આપણે તેનો ઉપયોગ પછીથી કરીશું.
|
| 06:25 | મિશ્રણમાં આથો આવ્યા બાદ, તેમાં મીઠું ઉમેરી સારી રીતે હલાવવું.
|
| 06:30 | એક વાસણમાં તેલ અથવા ઘી ઉમેરી, તેમાં મિશ્રણ રેડી અને બરાબર તેને ફેલાવી દો.
|
| 06:36 | ઢોસા અડધા રંધાઈ ગયા બાદ, તેમાં 2 ચમચી તૈયાર કરેલો ભૂકો ઉમેરવો.
|
| 06:42 | ઢોસા રંધાય જાય ત્યાર સુધી તેને ઢાંકી રાખો.
|
| 06:45 | જુવાર અને સોયા ઢોસા તૈયાર છે.
|
| 06:48 | 2 ઢોસા આશરે 17 ગ્રામ પ્રોટીન' ધરાવે છે.
|
| 06:53 | બીજી રેસીપી છે ચણાના કટલેસ
|
| 06:57 | આ રેસીપી બનાવવા માટે તમને જોઈશે:
|
| 07:00 | 50 ગ્રામ ફણગાવેલા કાળા ચણા,
|
| 07:03 | 40 ગ્રામ અથવા દોઢ ચમચી દહીં,
|
| 07:08 | 1 નાનું કાપેલું ગાજર,
|
| 07:10 | 1 નાની કાપેલી ડુંગળી,
|
| 07:14 | 15 ગ્રામ અથવા એક મોટી ચમચી ચણાનો શેકેલો લોટ,
|
| 07:18 | અને 20 ગ્રામ તલ.
|
| 07:22 | તમને જોઈશે:
|
| 07:24 | ½ ચમચી હળદર પાવડર,
|
| 07:27 | 1 ચમચી મરચું પાવડર,
|
| 07:31 | 1 ચમચી આદુ લસણની પેસ્ટ,
|
| 07:34 | 2 ચમચી તેલ અથવા ઘી,
|
| 07:37 | અને સ્વાદનુસાર મીઠું.
|
| 07:40 | પદ્ધતિ:
|
| 07:45 | હવા નિકળી જાય ત્યાર સુધી તેને બાજુ પર રાખી દો.
|
| 07:49 | ઠંડા ફણગાવેલા કાળા ચણાને એક વાસણમાં લઈ અને તેને બરાબર છુંદી લો..
|
| 07:54 | તેમાં ડુંગળી, ગાજર અને શેકેલો ચણાનો લોટ ઉમેરી બરાબર હલાવી લો.
|
| 08:01 | હવે તેમાં મસાલા, મીઠું, આદુ-લસણની પેસ્ટ અને દહીં ઉમેરો.
|
| 08:07 | બધી સામગ્રી મેળવી અને તેના 4 ગોળા બનાવવા.
|
| 08:12 | ગોલાને સપાટ કરી કટલેટ્સ બનાવો.
|
| 08:14 | તેના પર તલના દાણા લગાડી બાજુ પર રાખો.
|
| 08:19 | એક વાસણમાં તેલ અથવા ઘી ગરમ કરો.
|
| 08:22 | બન્ને બાજુ સોનેરી રંગની થાય ત્યાર સુધી કટલેસને છિછરી રીતે તળવી.
|
| 08:28 | ચણાની કટલેસ તૈયાર છે.
|
| 08:31 | 4 કટલેસ 17 ગ્રામ પ્રોટીન' ધરાવે છે.
|
| 08:35 | અનાજ અને કઠોળ અધૂરૂ પ્રોટીન' ધરાવે છે.
|
| 08:39 | કઠોળમાં મીથિઓનાઈન ઓછું હોય છે.
|
| 08:42 | અને અનાજમાં લાયસીન ઓછું હોય છે.
|
| 08:45 | તેથી આ રેસીપીઓ તૈયાર કરવા માટે વિવિધ ખોરાકના જૂથોનું મિશ્રણ કરવામાં આવેલ છે.
|
| 08:51 | તેઓને સાથે ખાવાથી ખોરાકમાંના અપૂરતા એમિનો એસીડની ઉણપ પૂરી થઈ જશે.
|
| 08:57 | આને પ્રોટીન'નું પૂરક કાર્ય કહે છે.
|
| 09:01 | આ સાથે આપણે ટ્યુટોરીઅલ સમાપ્ત કરીએ છીએ.
|