STEMI-2017/C2/STEMI-App-and-its-mandatory-fields/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:47, 22 July 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
NARRATION
00:01 નમસ્તે મિત્રો, STEMI App અને તેના ફરજિયાત ક્ષેત્રો પરનાં આ ટ્યુટોરીયલ પર આપનું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું - ટેબ્લેટ પર STEMI App ખોલવી
00:15 STEMI Homepage સમજવું
00:17 STEMI App પર ફરજિયાત ક્ષેત્રોમાં ડેટા દાખલ કરવો
00:23 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમારે એક Android tablet STEMI App સાથે સંસ્થાપિત કરવું પડશે અને ચાલુ Internet જોડાણની જરૂર પડશે.
00:36 STEMI App તેના પર STEMI લોગો સાથે લાલ લંબચોરસ જેવું દેખાય છે.
00:42 STEMI App પસંદ કરવા પહેલાં, ખાતરી કરો કે tablet Internet સાથે જોડાયેલ છે કે નહી.
00:50 જો નહીં, તો તમને તમારું Internet જોડાણ તપાસવા માટે પૂછતી પૉપઅપ દેખાશે.
00:56 ઉપકરણ ઇન્ટરનેટ સાથે જોડાણ થયા પછી STEMI App પસંદ કરો.
01:01 STEMI Homepage દ્રશ્યમાન થાય છે.
01:04 નોંધ લો અહીં તે stemiAuser બતાવે છે. કારણ કે હું A Hospital વપરાશકર્તા છું.
01:12 જો તમે અન્ય હૉસ્પિટલના વપરાશકર્તા (યુઝર) હોવ તો, ઉદાહરણ તરીકે: B Hospital, તો પછી stemiBuser અહીં દર્શાવવામાં આવશે.
01:22 તેવી જ રીતે C Hospital અને D Hospital માટે અનુક્રમે stemiCuser અથવા stemiDuser દર્શાવવામાં આવશે.
01:33 અને જો STEMI AppEMRI Ambulance માંથી એક્સેસ થાય છે, તો stemiEuser પ્રદર્શિત થશે.
01:42 બધા કિસ્સાઓમાં, આપણે STEMI Homepage માં છીએ. હવે આપણે વધવા માટે તૈયાર છીએ.
01:49 STEMI Homepage પૃષ્ઠની મધ્યમાં 3 ટેબો ધરાવે છે.
01:54 New Patient ટેબ - સંપૂર્ણ દર્દીનો ઇતિહાસ (હિસ્ટ્રી) દાખલ કરવા માટે
01:59 Search ટૅબ - પહેલેથી સચવાયેલી દર્દીની વિગતોને શોધી અને તેને પસંદ કરવામાં સહાય કરે છે
02:05 ECG ટેબ - ન્યૂનતમ ડેટા એન્ટ્રી સાથે ઝડપથી ECG લેવામાં મદદ કરે છે
02:12 પેજની ઉપર ડાબી બાજુએ Menu ટેબ પણ છે. આપણે પછીનાં ટ્યુટોરીયલોમાં તે કેવી રીતે વાપરવું તે જોઈશું.
02:21 ચાલો હવે સમજીએ કે ફરજિયાત ક્ષેત્રો શું છે.
02:26 નાની લાલ ફૂદડી (એસ્ટેરિસ્ક) દ્વારા દર્શાવેલ ક્ષેત્રોને ફરજિયાત ક્ષેત્રો કહેવામાં આવે છે.
02:34 આ ક્ષેત્રોમાં ડેટા એન્ટ્રી ફરજીયાત છે અને વૈકલ્પિક નથી.
02:38 આ ડેટા ચોક્કસ પૃષ્ઠને સાચવવા અને આગામી પૃષ્ઠ પર જવા માટે જરૂરી છે.
02:45 એક ડેમો તરીકે, હું તેને પસંદ કરીને મુખ્ય ECG tab ખોલીશ.
02:51 મુખ્ય ECG tab હેઠળ આવેલ, તમામ 4 ક્ષેત્રો -

Patient Name, Age, Gender, અને Admission ફરજિયાત છે.

03:01 આને લાલ ફૂદડી (એસ્ટેરિસ્ક) સાથે દર્શાવેલ છે.
03:05 ચાલો એક દર્દીને ધારીએ અને નીચેની માહિતી દાખલ કરીએ.

Patient Name: Ramesh

Age: 53

Gender: Male

03:15 પરંતુ ચાલો એક ક્ષેત્રને છોડી દઈએ, માનો કે... Admission.
03:19 પૃષ્ઠને સાચવવા માટે પૃષ્ઠના તળિયે આવેલ Take ECG બટનને પસંદ કરો અને આગળ વધો.
03:26 તરત જ એક પૉપ-અપ દેખાતું દેખાય છે, “Select the Admission type
03:32 જેવું કે તમે જોઈ શકો છો, જો 4 ક્ષેત્રોમાંથી કોઈ 1 ને ખાલી છોડી દેવાય, તો પૃષ્ઠ સાચવી શકાતું નથી.
03:39 હમણાં, ચાલો ગુમ થયેલ માહિતીને ભરો. Admission - Direct
03:45 પૃષ્ઠને સાચવવા માટે પૃષ્ઠના તળિયે આવેલ Take ECG બટનને પસંદ કરો.
03:51 તુરંત જ, “Saved Successfully” મેસેજ પુષ્ઠનાં તળિયે દેખાય છે.
03:57 એવી જ રીતે, આપણે જ્યારે લાલ ફૂદડી (એસ્ટેરિસ્ક) ધરાવતા ક્ષેત્રોમાં આવીશું ત્યારે, આપણે માહિતી ફરજિયાત પણે ભરવી પડશે.
04:05 ચાલો સારાંશ લઈએ.
04:08 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા -

ટેબ્લેટ પર STEMI App ખોલવી STEMI Homepage સમજવું STEMI App પર ફરજિયાત ક્ષેત્રોમાં ડેટા દાખલ કરવો.

04:20 STEMI INDIA નું સુયોજન ‘not for profit’ (બિનનફાકારી) સંસ્થા તરીકે થયું હતું,

હૃદયરોગના હુમલાનાં દર્દીઓ માટે યોગ્ય કાળજી રાખવામાં થતા વિલંબને ઘટાડવા માટે અને હૃદયરોગનાં હુમલાથી થતી મૃત્યુને ટાળવા માટે.

04:34 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ, આઇઆઇટી બોમ્બેને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે, કૃપા કરી http://spoken-tutorial.org ની મુલાકાત લો.

04:47 આ ટ્યુટોરીયલને યોગદાન STEMI INDIA અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા અપાયું છે.

આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

PoojaMoolya