STEMI-2017/C2/STEMI-App-and-its-mandatory-fields/Gujarati
From Script | Spoken-Tutorial
|
|
00:01 | નમસ્તે મિત્રો, STEMI App અને તેના ફરજિયાત ક્ષેત્રો પરનાં આ ટ્યુટોરીયલ પર આપનું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું - ટેબ્લેટ પર STEMI App ખોલવી |
00:15 | STEMI Homepage સમજવું |
00:17 | STEMI App પર ફરજિયાત ક્ષેત્રોમાં ડેટા દાખલ કરવો |
00:23 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમારે એક Android tablet STEMI App સાથે સંસ્થાપિત કરવું પડશે અને ચાલુ Internet જોડાણની જરૂર પડશે. |
00:36 | STEMI App તેના પર STEMI લોગો સાથે લાલ લંબચોરસ જેવું દેખાય છે. |
00:42 | STEMI App પસંદ કરવા પહેલાં, ખાતરી કરો કે tablet એ Internet સાથે જોડાયેલ છે કે નહી. |
00:50 | જો નહીં, તો તમને તમારું Internet જોડાણ તપાસવા માટે પૂછતી પૉપઅપ દેખાશે. |
00:56 | ઉપકરણ ઇન્ટરનેટ સાથે જોડાણ થયા પછી STEMI App પસંદ કરો. |
01:01 | STEMI Homepage દ્રશ્યમાન થાય છે. |
01:04 | નોંધ લો અહીં તે stemiAuser બતાવે છે. કારણ કે હું A Hospital વપરાશકર્તા છું. |
01:12 | જો તમે અન્ય હૉસ્પિટલના વપરાશકર્તા (યુઝર) હોવ તો, ઉદાહરણ તરીકે: B Hospital, તો પછી stemiBuser અહીં દર્શાવવામાં આવશે. |
01:22 | તેવી જ રીતે C Hospital અને D Hospital માટે અનુક્રમે stemiCuser અથવા stemiDuser દર્શાવવામાં આવશે. |
01:33 | અને જો STEMI App એ EMRI Ambulance માંથી એક્સેસ થાય છે, તો stemiEuser પ્રદર્શિત થશે. |
01:42 | બધા કિસ્સાઓમાં, આપણે STEMI Homepage માં છીએ. હવે આપણે વધવા માટે તૈયાર છીએ. |
01:49 | STEMI Homepage પૃષ્ઠની મધ્યમાં 3 ટેબો ધરાવે છે. |
01:54 | New Patient ટેબ - સંપૂર્ણ દર્દીનો ઇતિહાસ (હિસ્ટ્રી) દાખલ કરવા માટે |
01:59 | Search ટૅબ - પહેલેથી સચવાયેલી દર્દીની વિગતોને શોધી અને તેને પસંદ કરવામાં સહાય કરે છે |
02:05 | ECG ટેબ - ન્યૂનતમ ડેટા એન્ટ્રી સાથે ઝડપથી ECG લેવામાં મદદ કરે છે |
02:12 | પેજની ઉપર ડાબી બાજુએ Menu ટેબ પણ છે. આપણે પછીનાં ટ્યુટોરીયલોમાં તે કેવી રીતે વાપરવું તે જોઈશું. |
02:21 | ચાલો હવે સમજીએ કે ફરજિયાત ક્ષેત્રો શું છે. |
02:26 | નાની લાલ ફૂદડી (એસ્ટેરિસ્ક) દ્વારા દર્શાવેલ ક્ષેત્રોને ફરજિયાત ક્ષેત્રો કહેવામાં આવે છે. |
02:34 | આ ક્ષેત્રોમાં ડેટા એન્ટ્રી ફરજીયાત છે અને વૈકલ્પિક નથી. |
02:38 | આ ડેટા ચોક્કસ પૃષ્ઠને સાચવવા અને આગામી પૃષ્ઠ પર જવા માટે જરૂરી છે. |
02:45 | એક ડેમો તરીકે, હું તેને પસંદ કરીને મુખ્ય ECG tab ખોલીશ. |
02:51 | મુખ્ય ECG tab હેઠળ આવેલ, તમામ 4 ક્ષેત્રો -
Patient Name, Age, Gender, અને Admission ફરજિયાત છે. |
03:01 | આને લાલ ફૂદડી (એસ્ટેરિસ્ક) સાથે દર્શાવેલ છે. |
03:05 | ચાલો એક દર્દીને ધારીએ અને નીચેની માહિતી દાખલ કરીએ.
Patient Name: Ramesh Age: 53 Gender: Male |
03:15 | પરંતુ ચાલો એક ક્ષેત્રને છોડી દઈએ, માનો કે... Admission. |
03:19 | પૃષ્ઠને સાચવવા માટે પૃષ્ઠના તળિયે આવેલ Take ECG બટનને પસંદ કરો અને આગળ વધો. |
03:26 | તરત જ એક પૉપ-અપ દેખાતું દેખાય છે, “Select the Admission type” |
03:32 | જેવું કે તમે જોઈ શકો છો, જો 4 ક્ષેત્રોમાંથી કોઈ 1 ને ખાલી છોડી દેવાય, તો પૃષ્ઠ સાચવી શકાતું નથી. |
03:39 | હમણાં, ચાલો ગુમ થયેલ માહિતીને ભરો. Admission - Direct |
03:45 | પૃષ્ઠને સાચવવા માટે પૃષ્ઠના તળિયે આવેલ Take ECG બટનને પસંદ કરો. |
03:51 | તુરંત જ, “Saved Successfully” મેસેજ પુષ્ઠનાં તળિયે દેખાય છે. |
03:57 | એવી જ રીતે, આપણે જ્યારે લાલ ફૂદડી (એસ્ટેરિસ્ક) ધરાવતા ક્ષેત્રોમાં આવીશું ત્યારે, આપણે માહિતી ફરજિયાત પણે ભરવી પડશે. |
04:05 | ચાલો સારાંશ લઈએ. |
04:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા -
ટેબ્લેટ પર STEMI App ખોલવી STEMI Homepage સમજવું STEMI App પર ફરજિયાત ક્ષેત્રોમાં ડેટા દાખલ કરવો. |
04:20 | STEMI INDIA નું સુયોજન ‘not for profit’ (બિનનફાકારી) સંસ્થા તરીકે થયું હતું,
હૃદયરોગના હુમલાનાં દર્દીઓ માટે યોગ્ય કાળજી રાખવામાં થતા વિલંબને ઘટાડવા માટે અને હૃદયરોગનાં હુમલાથી થતી મૃત્યુને ટાળવા માટે. |
04:34 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ, આઇઆઇટી બોમ્બેને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
વધુ વિગતો માટે, કૃપા કરી http://spoken-tutorial.org ની મુલાકાત લો. |
04:47 | આ ટ્યુટોરીયલને યોગદાન STEMI INDIA અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા અપાયું છે.
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |