C-and-C++/C2/Scope-Of-Variables/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:07, 17 July 2013 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00.01 | C અને C++ માં વેરીએબલોનાં સ્કોપ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00.11 | વેરીએબલનાં સ્કોપ શું છે? |
00.13 | વૈશ્વિક વેરીએબલ શું છે? |
00.16 | સ્થાનિક વેરીએબલ શું છે? |
00.19 | કેટલાક ઉદાહરણો. |
00.22 | આપણે કેટલાક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું. |
00.27 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું, |
00.30 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04, gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. |
00.41 | ચાલો વેરીએબલનાં સ્કોપનાં પરીચય સાથે શરૂઆત કરીએ. |
00.47 | આ એવાં કોડનું વિભાગ છે જેમાં વેરીએબલ એક્સેસ કરી શકાય છે. |
00.54 | તેનાં પ્રકાર અને જાહેરાતનાં સ્થળ પર આધાર રાખી તે બે વર્ગોમાં વિભાજીત થાય છે |
00.59 | વૈશ્વિક વેરીએબલ અને |
01.02 | સ્થાનિક વેરીએબલ. |
01.05 | હવે આપણે, એક ઉદાહરણ જોઈશું. |
01.07 | મેં પહેલાથી જ એડીટર પર પ્રોગ્રામ ટાઈપ કર્યુ છે. |
01.10 | ચાલો હું તે ખોલું. |
01.14 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ scope.c છે. |
01.19 | ચાલો હું હમણાં કોડ સમજાવું. |
01.23 | આ આપણી header file છે. |
01.26 | અહીં અમે બે વૈશ્વિક વેરીએબલો જાહેર કર્યા છે a અને b. |
01.32 | અને અમે તેને 5 અને 2 વેલ્યુ સોપીને પ્રારંભ કર્યા છે. |
01.39 | વૈશ્વિક વેરીએબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શનો માટે ઉપલબ્ધ છે. |
01.44 | આ મુખ્ય ફંક્શન ઉપરનાં કોઈપણ ફંક્શનોની બહાર જાહેર કરવામાં આવ્યા છે. |
01.51 | આ એક વૈશ્વિક સ્કોપ ધરાવે છે. |
01.53 | અહીં આપણે આર્ગ્યુમેન્ટ વિના એક add ફંક્શન જાહેર કર્યું છે. |
01.59 | અહીં sum એક સ્થાનિક વેરીએબલ છે તે ફંક્શન add ની અંદર જાહેર કરાયું છે. |
02.07 | સ્થાનિક વેરીએબલ એ માત્ર એવાં ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તે જાહેર કરાયા છે. |
02.13 | આ વેરીએબલ એક બ્લોકની અંદર જાહેર કરવામાં આવે છે. |
02.16 | આ સ્થાનિક સ્કોપ ધરાવે છે. |
02.19 | પછી a અને b નો સરવાળો વેરીએબલ સમમાં સંગ્રહીત થશે. અહી આપણે sum ને પ્રીંટ કરીશું. |
02.29 | આ આપણુ મુખ્ય ફંક્શન છે. |
02.33 | add ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે. |
02.38 | અને આ આપણું return સ્ટેટમેંટ છે. |
02.40 | હવે save પર ક્લિક કરો. |
02.43 | ચાલો આપણે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
02.45 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ખોલો. |
02.55 | કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો, |
02.56 | gcc scope.c -o sco અને એન્ટર દબાવો. |
03.05 | એક્ઝેક્યુટ કરવા માટે |
03.06 | ./sco ટાઈપ કરો, એન્ટર દબાવો |
03.10 | આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે. |
03.13 | Sum of a and b is 7 |
03.16 | હવે ચાલો જોઈએ કે સમાન પ્રોગ્રામને C ++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
03.20 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. પ્રથમ તમારા કીબોર્ડ પર એકસાથે Shift Ctrl અને S દબાવો. |
03.31 | હવે એક્સટેન્શન .cpp સાથે ફાઈલને સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો. |
03.41 | ચાલો iostream તરીકે હેડર ફાઇલને બદલીએ. |
03.47 | હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરી save પર ક્લિક કરો. |
03.58 | C++ માં વૈશ્વિક વેરીએબલ અને સ્થાનિક વેરીએબલની જાહેરાત સમાન છે. |
04.03 | તેથી કંઈપણ બદલવાની જરૂર નથી |
04.07 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો |
04.13 | ફોર્મેટ સ્પેસીફાયર અને \n ને રદ્દ કરો |
04.17 | અલ્પ વિરામ રદ્દ કરો |
04.19 | બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
04.22 | અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
04.26 | અને બે અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો. હવે save પર ક્લિક કરો |
04.35 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
04.39 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ |
04.42 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ scope.cpp -o sco1, |
04.52 | અહીં આપણી પાસે છે, ./sco1, કારણ કે આપણે ફાઈલ scope.c માટે આઉટપુટ પેરામીટર ફાઈલ sco1 ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો. |
05.07 | એક્ઝેક્યુટ કરવાં માટે ./sco1 ટાઈપ કરો અને એન્ટર દબાવો. આઉટપુટ આપેલ રીતે દેખાય છે, |
05.17 | Sum of a and b is 7. |
05.19 | આપણે જોઈ શકીએ છીએ કે તે આપણા c કોડની સમાન છે, હવે ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
05.31 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ, ધારો કે હું અહીં વેરીએબલ a ને ફરીથી જાહેર કરીશ. |
05.41 | ટાઈપ કરો int a; |
05.45 | save પર ક્લિક કરો. આપણે વેરીએબલ a ને મુખ્ય ફંક્શનની ઉપર અને add ફંક્શન દાખલ કર્યા પછીથી જાહેર કર્યું છે, ચાલો જોઈએ શું થાય છે. |
05.57 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06.01 | હવે પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ, |
06.05 | આપણને એરર દેખાય છે, Redefinition of inta, int a previously defined here. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06.18 | a એક વૈશ્વિક વેરીએબલ છે. |
06.20 | તે વૈશ્વિક સ્કોપ ધરાવે છે. |
06.22 | આપણે વેરીએબલને બે વખત જાહેર કરી શકતા નથી કારણ કે તે પહેલાથી વૈશ્વિક જાહેર કરવામાં આવેલ છે |
06.27 | આપણે માત્ર સ્થાનિક વેરીએબલ તરીકે વેરીએબલ a ને જાહેર કરી શકીએ છીએ. |
06.34 | હવે ચાલો એરર સુધાર કરીએ. |
06.36 | આ રદ્દ કરો. |
06.39 | save પર ક્લિક કરો. |
06.41 | ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ. |
06.42 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06.45 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. |
06.49 | હા આ કામ કરી રહ્યું છે. |
06.52 | આ ટ્યુટોરીયલ ના અંત આપણેને લાયી આવે છે. |
06.56 | સારાંશ માટે |
06.58 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
07.00 | વેરિયેબલના સ્કોપ |
07.02 | વૈશ્વિક વેરિયેબલ, : દા. ત. : int a=s & |
07.07 | અને સ્થાનિક વેરિયેબલ,: દા. ત.:int sum |
07.12 | એસાઈનમેંટ તરીકે ,
|
07.14 | Write a program to print the difference of two numbers. પ્રિન્ટ કરવા માટે બે સંખ્યાના તફાવતનો પ્રોગ્રામ લખો. |
07.19 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. .
|
07.22 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
|
07.25 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07.30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
|
07.32 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
|
07.35 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
|
07.40 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07.47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
|
07.52 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
|
08.00 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
08.04 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
|
08.08 | જોડાવાબદ્દલ આભાર. |