C-and-C++/C2/Scope-Of-Variables/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | C અને C++ માં વેરીએબલોનાં સ્કોપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:11 | વેરીએબલનો સ્કોપ શું છે? |
00:13 | ગ્લોબલ વેરીએબલ શું છે? |
00:16 | લોકલ વેરીએબલ શું છે? |
00:19 | કેટલાક ઉદાહરણો. |
00:22 | આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું. |
00:27 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું, |
00:30 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04, gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. |
00:41 | ચાલો વેરીએબલનાં સ્કોપનાં પરીચય સાથે શરૂઆત કરીએ. |
00:47 | આ એવાં કોડનો વિભાગ છે જેમાં વેરીએબલ એક્સેસ કરી શકાય છે. |
00:54 | તેનાં ટાઇપ અને જાહેરાતનાં સ્થળ પર આધાર રાખી તે બે વર્ગોમાં વિભાજીત થાય છે |
00:59 | ગ્લોબલ વેરીએબલ અને |
01:02 | લોકલ વેરીએબલ. |
01:05 | હવે આપણે, એક ઉદાહરણ જોઈશું. |
01:07 | મેં પહેલાથી જ એડીટરમાં પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
01:10 | ચાલો હું તે ખોલું. |
01:14 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ scope.c છે. |
01:19 | ચાલો હું કોડ સમજાવું. |
01:23 | આ આપણી header file છે. |
01:26 | અહીં અમે બે ગ્લોબલ વેરીએબલો જાહેર કર્યા છે a અને b. |
01:32 | અને આપણે તેને 5 અને 2 વેલ્યુ અસાઇન કરી ઈનીશ્યલાઈઝ કર્યા છે. |
01:39 | ગ્લોબલ વેરીએબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શનો માટે ઉપલબ્ધ છે. |
01:44 | આ મેઈન ફંક્શન ઉપરનાં કોઈપણ ફંક્શનોની બહાર જાહેર કરવામાં આવ્યા છે. |
01:51 | આ એક ગ્લોબલ સ્કોપ ધરાવે છે. |
01:53 | અહીં આપણે આર્ગ્યુમેન્ટ વિના એક add ફંક્શન જાહેર કર્યું છે. |
01:59 | અહીં sum એક લોકલ વેરીએબલ છે તે ફંક્શન add ની અંદર જાહેર કરાયું છે. |
02:07 | લોકલ વેરીએબલ માત્ર એવાં ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તે જાહેર કરાયા છે. |
02:13 | આ વેરીએબલ બ્લોકની અંદર જાહેર કરવામાં આવે છે. |
02:16 | તે લોકલ સ્કોપ ધરાવે છે. |
02:19 | પછી a અને b નો સરવાળો વેરીએબલ sumમાં સંગ્રહીત થશે. અહી આપણે sum ને પ્રીંટ કરીશું. |
02:29 | આ આપણુ મેઈન ફંક્શન છે. |
02:33 | add ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે. |
02:38 | અને આ આપણું return સ્ટેટમેંટ છે. |
02:40 | હવે save પર ક્લિક કરો. |
02:43 | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
02:45 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો. |
02:55 | કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો, gcc scope.c -o sco અને એન્ટર દબાવો. |
03:05 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, ./sco, એન્ટર દબાવો |
03:10 | આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે. |
03:13 | Sum of a and b is 7 |
03:16 | હવે ચાલો જોઈએ કે સમાન પ્રોગ્રામને C ++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
03:20 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. પ્રથમ તમારા કીબોર્ડ પર Shift Ctrl અને S કી એકસાથે દબાવો. |
03:31 | હવે .cpp એક્સટેન્શન સાથે ફાઈલને સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો. |
03:41 | ચાલો હેડર ફાઇલને iostream તરીકે બદલીએ. |
03:47 | હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરી save પર ક્લિક કરો. |
03:58 | C++ માં ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલની જાહેરાત સમાન છે. |
04:03 | તેથી કંઈપણ બદલવાની જરૂર નથી. |
04:07 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલો. |
04:13 | ફોર્મેટ સ્પેસીફાયર અને \n ને રદ્દ કરો |
04:17 | અલ્પ વિરામ રદ્દ કરો |
04:19 | બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
04:22 | અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
04:26 | અને ડબલ અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો. હવે save પર ક્લિક કરો |
04:35 | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
04:39 | ટર્મીનલ પર પાછા આવીએ |
04:42 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ scope.cpp -o sco1, |
04:52 | અહીં આપણી પાસે છે, ./sco1, કારણ કે આપણે ફાઈલ scope.c માટે આઉટપુટ પેરામીટર ફાઈલ sco ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો. |
05:07 | એક્ઝેક્યુટ કરવાં માટે ./sco1 ટાઈપ કરો અને એન્ટર દબાવો. આઉટપુટ આપેલ રીતે દેખાય છે, |
05:17 | Sum of a and b is 7. |
05:19 | આપણે જોઈ શકીએ છીએ કે તે આપણા c કોડ સમાન છે, હવે ચાલો અમુક એવી એરરોને જોઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
05:31 | પ્રોગ્રામ પર પાછા આવીએ, ધારો કે હું અહીં વેરીએબલ a ને ફરીથી જાહેર કરીશ. |
05:41 | ટાઈપ કરો int a; |
05:45 | save પર ક્લિક કરો. આપણે વેરીએબલ a ને મેઈન ફંક્શનની ઉપર અને add ફંક્શન પછી જાહેર કર્યું છે, ચાલો જોઈએ શું થાય છે. |
05:57 | ટર્મીનલ પર પાછા આવીએ. |
06:01 | હવે પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ, |
06:05 | આપણને એરર દેખાય છે, Redefinition of inta, int a previously defined here. પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06:18 | a એક ગ્લોબલ વેરીએબલ છે. |
06:20 | તે ગ્લોબલ સ્કોપ ધરાવે છે. |
06:22 | આપણે વેરીએબલને બે વખત જાહેર ન કરી શકીએ કારણ કે તે પહેલાથી ગ્લોબલી જાહેર કરવામાં આવેલ છે. |
06:27 | આપણે માત્ર લોકલ વેરીએબલ તરીકે વેરીએબલ a ને જાહેર કરી શકીએ છીએ. |
06:34 | હવે ચાલો એરર સુધારીએ. |
06:36 | આ રદ્દ કરો. |
06:39 | save પર ક્લિક કરો. |
06:41 | ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
06:45 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. |
06:49 | હા આ કામ કરી રહ્યું છે. |
06:52 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:56 | સારાંશમાં |
06:58 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07:00 | વેરીએબલનો સ્કોપ |
07:02 | ગ્લોબલ વેરીએબલ, દા.ત. : int a=5 |
07:07 | અને લોકલ વેરીએબલ, દા.ત. : int sum |
07:12 | એસાઈનમેંટ તરીકે, |
07:14 | બે ક્રમાંકોનાં તફાવતને પ્રીંટ કરવાં માટેનો પ્રોગ્રામ લખો. |
07:19 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
07:22 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:25 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
07:32 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:35 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07:40 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:52 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:00 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
08:04 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:08 | જોડાવા બદ્દલ આભાર. |