Health-and-Nutrition/C2/Non-vegetarian-recipes-for-adolescents/Gujarati
00:01 | કિશોરો માટે માંસાહારી વાનગી બનાવવા પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:
કિશોરાવસ્થા શું છે? |
00:10 | કિશોરાવસ્થા દરમિયાન લાગતી પોષક જરૂરિયાતો. |
00:13 | માંસાહારી વાનગીઓ બનાવવા માટે તૈયારી જેમ કે: |
00:16 | ઈંડા પાલકની ભુર્જી |
00:18 | મટન લેગ (પગ) સૂપ |
00:20 | મટન લિવર (યકૃત) અને લંગ (ફેફસાં) કર્રી |
00:22 | સુવા પત્તા સાથે મીન્સ્ડ ચિકન અને માછલી કર્રી |
00:26 | ચાલો જોઈએ એ કિશોરાવસ્થા શું છે? |
00:30 | કિશોરાવસ્થા એ બાળપણથી યુવાનવસ્થાની સંક્રાંતિ (તબક્કાવાર પરિવર્તન) છે. |
00:33 | 10 થી 19 વર્ષની આયુના લોકોને કિશોરો માની શકાય છે. |
00:39 | આ સમયગાળા દરમિયાન ઊર્જા અને Proteins આવશ્યકતા વધારે રહે છે. |
00:44 | શા માટે?
કારણ કે , આ સમયગાળા દરમિયાન: શારીરિક, જાતીય, માનસિક અને સામાજિક વિકાસમાં પરિવર્તન થાય છે |
00:53 | એક કિશોર મહિલાને જોઈતી હોય છે-: પ્રતિ દિવસ 2000-2400 કેલરી અને 40-55 ગ્રામ પ્રોટીન |
01:02 | પૂરતા પ્રમાણમાં માઇક્રોપોષકતત્વો પણ જરૂરી છે. |
01:07 | જેમ કે: Iron, Calcium, Magnesium, Zinc, Folate અને Vitamin B-12 |
01:15 | કિશોરાવસ્થા દરમિયાન પોષણનું મહત્વ એ સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યું છે. |
01:22 | કિશોરાવસ્થા દરમિયાન પોષણનું તમામ મહત્વ શીખી લીધા બાદ; આપણે વાનગી બનાવવાનું શીખવું શરુ કરીશું. |
01:29 | પ્રથમ વાનગી છે ઈંડા પાલકની ભુર્જી |
01:32 | તમને લાગશે: 1 ઈંડું, ½ કપ પાલક, 1 નાની ડુંગળી, 1 લાલ મરચું |
01:38 | ½ નાની ચમચી અદરક લસણનું પેસ્ટ |
01:41 | ½ નાનીચમચી હળદર |
01:43 | મીઠું સ્વાદ અનુસાર.
2 નાનીચમચી તેલ કે બટર |
01:47 | રીત: પેનમાં તેલ કે બટરને ગરમ કરો |
01:51 | અદરક-લસણની પેસ્ટ, લીલુ મરચું અને સમારેલ ડુંગળી (કાંદા) ને તેમાં નાખો |
01:55 | 2 મિનીટ માટે કાંદાને સાંતળો |
01:58 | હવે હળદર અને સમારેલી પાલક તેમાં નાખો |
02:02 | પેનમાં ઊંડું ફોડીને નાખો |
02:06 | તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી દો |
02:08 | હવે, ચાલો ઈંડાને મધ્યમ આંચ પર 2 મિનીટ માટે પકવીએ |
02:12 | ઈંડા પાલકની ભુર્જી પરોસવા માટે તૈયાર છે |
02:15 | આગલું છે મટન લેગ (પગ) સૂપ: |
02:17 | તમને લાગશે: 200 ગ્રામ કે 1 આખો મટન લેગ (પગ) |
02:22 | ½ મધ્યમ આકારની ડુંગળી (કાંદો) |
02:24 | ½ નાની ચમચી અદરક લસણની પેસ્ટ |
02:26 | ½ નાની ચમચી મિશ્રિત સમગ્ર મસાલાઓ |
02:29 | 1 નાની ચમચી હળદર પાવડર |
02:31 | મીઠું સ્વાદ અનુસાર.
1 નાની ચમચી ચણાનો લોટ (બેસન) |
02:35 | મટન લેગ પિસને સારી રીતે ધોઈને સ્વચ્છ કરો |
02:38 | મટન લેગ પિસ પર અડધી નાનીચમચી હળદર ચોપડો |
02:42 | તેને 15-20 મિનીટ માટે બાજુએ રાખી મુકો અને તેને ફરીથી ઘુવો |
02:47 | આનાથી લેગ પિસમાં રહેલ વાસ જતી રહેશે |
02:50 | પ્રેશર કૂકરમાં મટન લેગ પિસ અને સમારેલા કાંદાને મુકો |
02:55 | સમગ્ર મસાલાઓ, અદરક લસણની પેસ્ટ, હળદર પાવડર, અને મીઠું તેમાં ઉમેરો |
03:00 | 1 કપ પાણી નાખો અને પ્રેશર કૂકરને ઢાંકી દો |
03:03 | તેને ઉચ્ચ આંચ પર એક સીટી સુધી પકવો |
03:07 | ત્યારબાદ આંચ ધીમી કરીને 15-20 મિનીટ માટે પકવો |
03:11 | પ્રેશર કૂકરમાંથી પ્રેશર પોતેથી નીકળી જવા દો અને ત્યારપછીથી જ તેને ખોલો |
03:16 | સાથોસાથ, જ્યારે લેગ પિસ કૂકરમાં પકી રહ્યું હોય છે
ત્યારે ચણાના લોટ (બેસન) માં બે મોટી ચમચી પાણી ભેળવીને તેનો પાતળો પેસ્ટ બનાવી લો |
03:25 | પેસ્ટને સૂપમાં નાખીને તેને સારી રીતે હલાવો |
03:28 | સૂપને ઉકાળવા માટે લો અને તેને 2 મિનીટ માટે ધીમી આંચ પર રાખો |
03:32 | મટન લેગ સૂપ તૈયાર છે |
03:35 | આગલી વાનગી છે મટન લિવર (યકૃત) અને લંગ્સ (ફેફસાં) કર્રી |
03:38 | તમને લાગશે: 100 ગ્રામ મટન લિવર (યકૃત) અને લંગ્સ (ફેફસું) |
03:41 | 1 મધ્યમ આકારની ડુંગળી (કાંદો)
1 મધ્યમ આકારનું ટામેટું |
03:45 | 1 નાની ચમચી અદરક લસણની પેસ્ટ
1 મોટી ચમચી દહીં |
03:50 | ¼ નાની ચમચી હળદર પાવડર |
03:52 | 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર |
03:54 | મીઠું સ્વાદ અનુસાર.
2 નાની ચમચી તેલ કે ઘી |
03:58 | મટન લિવર (યકૃત) અને લંગ્સ (ફેફસાં) ને પાણીથી સ્વચ્છ રીતે ધોઈ લો |
04:02 | પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરો |
04:03 | સમારેલા કાંદા તેમાં નાખીને તેને ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી તે આછાં સોનેરી રંગના થતા નથી |
04:08 | ત્યારબાદ સમારેલા કાંદા અને અદરક-લસણની પેસ્ટ નાખીને તેને સાંતળો. |
04:13 | હવે, તેના લંગ્સ (ફેફસાં) અને લિવર (યકૃત) ને તેમાં નાખો. |
04:16 | મસાલા, દહીં નાખીને તેને સારી રીતે ભેળવો
તેને 5 મિનીટ સાંતળો. |
04:22 | તેમાં 1 કપ પાણી નાખીને પ્રેશર કૂકરને ઢાંકી દો |
04:25 | તેને મધ્યમ આંચ પર 15 મિનીટ સુધી પકવો |
04:28 | મટન લિવર (યકૃત) અને લંગ (ફેફસાં) કર્રી તૈયાર છે અને તેને આપેલ સાથે પીરસી શકાય છે
બાજરાની રોટલી અથવા જુવારની રોટલી |
04:35 | જો મટન લંગ્સ (ફેફસાં) અને લિવર (યકૃત) ઉપલબ્ધ ન હોય, તો તમે આપેલ પણ વાપરી શકો છો:
ચિકન લિવર (યકૃત) અને ચિકન હાર્ટ (હ્રદય) |
04:42 | ચોથી વાનગી છે સુવા પત્તા સાથે મીન્સ્ડ ચિકન |
04:46 | આપેલ સામગ્રી લો: 100 ગ્રામ મીન્સ્ડ ચિકન
1 કપ સુવા પત્તા |
04:50 | ½ મધ્યમ આકારની ડુંગળી (કાંદો)
½ મધ્યમ આકારનું ટામેટું |
04:54 | 1 નાનીચમચી અદરક લસણની પેસ્ટ |
04:56 | ½ નાની ચમચી લાલ મરચાંનો પાવડર |
04:59 | ½ નાની ચમચી હળદર પાવડર |
05:01 | 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર
¼ નાની ચમચી ધાણા પાવડર |
05:06 | મીઠું સ્વાદ અનુસાર
1 નાની ચમચી તેલ કે ઘી |
05:10 | રાંધણ પાત્રમાં તેલને ગરમ કરો |
05:11 | તેમાં કાંદા અને અદરક-લસણની પેસ્ટ નાખો |
05:14 | હવે કાંદા હલકા સોનેરી થતા સુધી તેને સાંતળો |
05:17 | તેમાં ટામેટું, લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર અને ધાણા પાવડર નાખો |
05:22 | તેને સારી રીતે મિશ્રિત કરો અને સેજ મીઠું નાખો |
05:25 | આગળ, તેમાં મીન્સ્ડ ચિકન નાખો અને તેને 4-5 મિનીટ માટે સાંતળો. |
05:30 | અડધો કપ પાણી ઉમેરીને પાત્રને ઢાંકી દો |
05:32 | ધીમી આંચ પર તેને 5 મિનીટ માટે પકવો |
05:35 | સમારેલ તાજા સુવા પત્તા તેમાં નાખો |
05:37 | સારી રીતે મિશ્રિત કરો અને તેને 5 મિનીટ માટે મધ્યમ આંચ પર પકવો |
05:41 | સુવા પત્તા સાથે મીન્સ્ડ ચિકન તૈયાર છે |
05:44 | છેલ્લી વાનગી છે માછલી કર્રી |
05:47 | આપેલ સામગ્રી લો: 100 ગ્રામ રોહુ અથવા તેના 2 ટુકડા |
05:50 | 1 નાની ડુંગળી (કાંદો)
1 નાનું ટામેટું |
05:53 | 1 મોટી ચમચી શીંગદાણા
ખોપરાના 3-4 ટુકડાઓ |
05:57 | 1 નાની ચમચી જીરા દાણા
½ નાની ચમચી ધાણા પાવડર |
06:01 | ½ નાની ચમચી લાલ મરચાંનો પાવડર
¼ નાની ચમચી હળદર પાવડર |
06:05 | મીઠું સ્વાદ અનુસાર
2 નાની ચમચી તેલ કે ઘી |
06:09 | નોંધ લો કે તમે આ વાનગી તમારા ક્ષેત્રની સ્થાનીય રીતે ઉપલબ્ધ કોઈપણ માછલી વડે તૈયાર કરી શકો છો |
06:15 | રીત -
મધ્યમ આંચે પેન પર શિંગદાણાને શેંકો |
06:19 | તેને સતત હલાવતા રહો જેથી કે તે બળી ન જાય |
06:22 | ત્યારબાદ તેને ઠંડુ પડવા માટે એકબાજુએ મૂકી દો |
06:25 | શિંગદાણાના છોતરા નિકળવા માટે તેને તમારી હથેળી વચ્ચે રાખીને મસળો |
06:28 | કાંદા, ટામેટા, શિંગદાણા, જીરા દાણા અને ખોપરાને પીસીને તેનો પેસ્ટ બનાવી લો |
06:34 | પાત્રમાં તેલ નાખીને ગરમ કરો અને તેમાં પેસ્ટ નાખો |
06:37 | તેમાં લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર અને મીઠું ઉમેરો |
06:41 | તેને 2-3 મિનીટ માટે સાંતળો |
06:44 | હવે તેમાં માછલીના ટુકડા અને 1 કપ પાણી ઉમેરો
તેને ઉકળવા માટે રાખો |
06:49 | પાત્રને ઢાંકી દો અને તેને ધીમી આંચે 5 મિનીટ સુધી પકવો |
06:53 | તમે વાનગીને સજાવવા હેતુ સમારેલા ધાણા પત્તા (કોથમીર) તેની ઉપર ભભરાવી શકો છો
માછલી કર્રી તૈયાર છે |
06:59 | આ તમામ વાનગીઓ પોષકતત્વનો સારો સ્ત્રોત છે જેમ કે:
Protein, Fat, Iron |
07:06 | Vitamin B-12, Zinc, Magnesium અને Folate |
07:11 | ચાલો આ વાનગીઓના આરોગ્ય ફાયદાઓને જોઈએ |
07:15 | સૌ પહેલા, ચિકન, માછલી, ઈંડા, મટન આ તમામ પૂર્ણ Protein ના ઉત્કૃષ્ટ સ્ત્રોતો છે. |
07:22 | બીજું એ કે, માંસાહારી ખોરાકમાં મોજૂદ Iron એ સરળતાથી શોષાઈ જાય છે |
07:28 | માસિક ધર્મસ્ત્રાવ લીધે થતી રક્ત હાનિ માટે મહિલા કિશોરીઓમાં Iron ની આવશ્યકતા વધુ રહે છે |
07:34 | નિમ્ન Iron સ્તર લીધે શ્રાન્તી, પીળાશ પડતી ત્વચા અને ચેપનું વધુ જોખમ હોઈ શકે છે |
07:40 | લિન મસલ્સ માસ અને રક્ત કોષ વોલ્યુમમાં વૃદ્ધિ હેતુ Iron ની આવશ્યકતા હોય છે |
07:46 | ત્રીજું એ કે, મેકેરેલ, સાલ્મોન, ટુના, કોડ, હેર્રીંગ અને સાર્ડીનેસ જેવી માછલીઓ એ Omega 3 fatty acids નો સારો સ્ત્રોત છે. |
07:56 | Omega 3 fatty acids એ મગજ અને દ્રષ્ટિના વિકાસ માટે જરૂરી છે |
08:01 | રસપ્રદ રીતે, ફક્ત માંસાહારી ખોરાક, દૂધ અને દુગ્ધજન્ય ઉત્પાદોમાં જ Vitamin B-12 હોય છે. |
08:08 |
Vitamin B-12 એ આપેલ માટે જરૂરી છે: લાલ રક્તકોષના નિર્માણ માટે, ઊર્જા ઉત્પાદન માટે, ચેતાતંત્રોના કાર્યો માટે |
08:17 | ગર્ભાવસ્થા દરમિયાન તે ભ્રુણના તંદુરસ્ત વિકાસ માટે પણ મદદ કરે છે |
08:23 | સાથે જ, માંસ અને ઈંડા એ ઝિંકના સારા સ્ત્રોતો છે |
08:27 |
કિશોરાવસ્થામાં ઝિંક એ આપેલ માટે જરૂરી છે: વૃદ્ધિ, સમજશક્તિ અને જાતીય પરિપક્વતા |
08:34 | તેથી, સારો સંતુલિત આહાર હોવો એ અત્યંત મહત્વપૂર્ણ છે. |
08:40 | આપણા આહારમાં વિભિન્ન માંસાહારી અને શાકાહારી ખોરાકનું સંયોજન સમાવિષ્ટ હોવું જોઈએ |
08:46 | કિશોરો માટે માંસાહારી વાનગી બનાવવા પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
જોવાબદ્દલ આભાર. |