Health-and-Nutrition/C2/Non-vegetarian-recipes-for-adolescents/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 કિશોરો માટે માંસાહારી વાનગી બનાવવા પરનાં Spoken Tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:

કિશોરાવસ્થા શું છે?

00:10 કિશોરાવસ્થા દરમિયાન લાગતી પોષક જરૂરિયાતો.
00:13 માંસાહારી વાનગીઓ બનાવવા માટે તૈયારી જેમ કે:
00:16 ઈંડા પાલકની ભુર્જી
00:18 મટન લેગ (પગ) સૂપ
00:20 મટન લિવર (યકૃત) અને લંગ (ફેફસાં) કર્રી
00:22 સુવા પત્તા સાથે મીન્સ્ડ ચિકન અને માછલી કર્રી
00:26 ચાલો જોઈએ એ કિશોરાવસ્થા શું છે?
00:30 કિશોરાવસ્થા એ બાળપણથી યુવાનવસ્થાની સંક્રાંતિ (તબક્કાવાર પરિવર્તન) છે.
00:33 10 થી 19 વર્ષની આયુના લોકોને કિશોરો માની શકાય છે.
00:39 આ સમયગાળા દરમિયાન ઊર્જા અને Proteins આવશ્યકતા વધારે રહે છે.
00:44 શા માટે?

કારણ કે , આ સમયગાળા દરમિયાન: શારીરિક, જાતીય, માનસિક અને સામાજિક વિકાસમાં પરિવર્તન થાય છે

00:53 એક કિશોર મહિલાને જોઈતી હોય છે-: પ્રતિ દિવસ 2000-2400 કેલરી અને 40-55 ગ્રામ પ્રોટીન
01:02 પૂરતા પ્રમાણમાં માઇક્રોપોષકતત્વો પણ જરૂરી છે.
01:07 જેમ કે: Iron, Calcium, Magnesium, Zinc, Folate અને Vitamin B-12
01:15 કિશોરાવસ્થા દરમિયાન પોષણનું મહત્વ એ સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યું છે.
01:22 કિશોરાવસ્થા દરમિયાન પોષણનું તમામ મહત્વ શીખી લીધા બાદ; આપણે વાનગી બનાવવાનું શીખવું શરુ કરીશું.
01:29 પ્રથમ વાનગી છે ઈંડા પાલકની ભુર્જી
01:32 તમને લાગશે: 1 ઈંડું, ½ કપ પાલક, 1 નાની ડુંગળી, 1 લાલ મરચું
01:38 ½ નાની ચમચી અદરક લસણનું પેસ્ટ
01:41 ½ નાનીચમચી હળદર
01:43 મીઠું સ્વાદ અનુસાર.

2 નાનીચમચી તેલ કે બટર

01:47 રીત: પેનમાં તેલ કે બટરને ગરમ કરો
01:51 અદરક-લસણની પેસ્ટ, લીલુ મરચું અને સમારેલ ડુંગળી (કાંદા) ને તેમાં નાખો
01:55 2 મિનીટ માટે કાંદાને સાંતળો
01:58 હવે હળદર અને સમારેલી પાલક તેમાં નાખો
02:02 પેનમાં ઊંડું ફોડીને નાખો
02:06 તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી દો
02:08 હવે, ચાલો ઈંડાને મધ્યમ આંચ પર 2 મિનીટ માટે પકવીએ
02:12 ઈંડા પાલકની ભુર્જી પરોસવા માટે તૈયાર છે
02:15 આગલું છે મટન લેગ (પગ) સૂપ:
02:17 તમને લાગશે: 200 ગ્રામ કે 1 આખો મટન લેગ (પગ)
02:22 ½ મધ્યમ આકારની ડુંગળી (કાંદો)
02:24 ½ નાની ચમચી અદરક લસણની પેસ્ટ
02:26 ½ નાની ચમચી મિશ્રિત સમગ્ર મસાલાઓ
02:29 1 નાની ચમચી હળદર પાવડર
02:31 મીઠું સ્વાદ અનુસાર.

1 નાની ચમચી ચણાનો લોટ (બેસન)

02:35 મટન લેગ પિસને સારી રીતે ધોઈને સ્વચ્છ કરો
02:38 મટન લેગ પિસ પર અડધી નાનીચમચી હળદર ચોપડો
02:42 તેને 15-20 મિનીટ માટે બાજુએ રાખી મુકો અને તેને ફરીથી ઘુવો
02:47 આનાથી લેગ પિસમાં રહેલ વાસ જતી રહેશે
02:50 પ્રેશર કૂકરમાં મટન લેગ પિસ અને સમારેલા કાંદાને મુકો
02:55 સમગ્ર મસાલાઓ, અદરક લસણની પેસ્ટ, હળદર પાવડર, અને મીઠું તેમાં ઉમેરો
03:00 1 કપ પાણી નાખો અને પ્રેશર કૂકરને ઢાંકી દો
03:03 તેને ઉચ્ચ આંચ પર એક સીટી સુધી પકવો
03:07 ત્યારબાદ આંચ ધીમી કરીને 15-20 મિનીટ માટે પકવો
03:11 પ્રેશર કૂકરમાંથી પ્રેશર પોતેથી નીકળી જવા દો અને ત્યારપછીથી જ તેને ખોલો
03:16 સાથોસાથ, જ્યારે લેગ પિસ કૂકરમાં પકી રહ્યું હોય છે

ત્યારે ચણાના લોટ (બેસન) માં બે મોટી ચમચી પાણી ભેળવીને તેનો પાતળો પેસ્ટ બનાવી લો

03:25 પેસ્ટને સૂપમાં નાખીને તેને સારી રીતે હલાવો
03:28 સૂપને ઉકાળવા માટે લો અને તેને 2 મિનીટ માટે ધીમી આંચ પર રાખો
03:32 મટન લેગ સૂપ તૈયાર છે
03:35 આગલી વાનગી છે મટન લિવર (યકૃત) અને લંગ્સ (ફેફસાં) કર્રી
03:38 તમને લાગશે: 100 ગ્રામ મટન લિવર (યકૃત) અને લંગ્સ (ફેફસું)
03:41 1 મધ્યમ આકારની ડુંગળી (કાંદો)

1 મધ્યમ આકારનું ટામેટું

03:45 1 નાની ચમચી અદરક લસણની પેસ્ટ

1 મોટી ચમચી દહીં

03:50 ¼ નાની ચમચી હળદર પાવડર
03:52 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર
03:54 મીઠું સ્વાદ અનુસાર.

2 નાની ચમચી તેલ કે ઘી

03:58 મટન લિવર (યકૃત) અને લંગ્સ (ફેફસાં) ને પાણીથી સ્વચ્છ રીતે ધોઈ લો
04:02 પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરો
04:03 સમારેલા કાંદા તેમાં નાખીને તેને ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી તે આછાં સોનેરી રંગના થતા નથી
04:08 ત્યારબાદ સમારેલા કાંદા અને અદરક-લસણની પેસ્ટ નાખીને તેને સાંતળો.
04:13 હવે, તેના લંગ્સ (ફેફસાં) અને લિવર (યકૃત) ને તેમાં નાખો.
04:16 મસાલા, દહીં નાખીને તેને સારી રીતે ભેળવો

તેને 5 મિનીટ સાંતળો.

04:22 તેમાં 1 કપ પાણી નાખીને પ્રેશર કૂકરને ઢાંકી દો
04:25 તેને મધ્યમ આંચ પર 15 મિનીટ સુધી પકવો
04:28 મટન લિવર (યકૃત) અને લંગ (ફેફસાં) કર્રી તૈયાર છે અને તેને આપેલ સાથે પીરસી શકાય છે

બાજરાની રોટલી અથવા જુવારની રોટલી

04:35 જો મટન લંગ્સ (ફેફસાં) અને લિવર (યકૃત) ઉપલબ્ધ ન હોય, તો તમે આપેલ પણ વાપરી શકો છો:

ચિકન લિવર (યકૃત) અને ચિકન હાર્ટ (હ્રદય)

04:42 ચોથી વાનગી છે સુવા પત્તા સાથે મીન્સ્ડ ચિકન
04:46 આપેલ સામગ્રી લો: 100 ગ્રામ મીન્સ્ડ ચિકન

1 કપ સુવા પત્તા

04:50 ½ મધ્યમ આકારની ડુંગળી (કાંદો)

½ મધ્યમ આકારનું ટામેટું

04:54 1 નાનીચમચી અદરક લસણની પેસ્ટ
04:56 ½ નાની ચમચી લાલ મરચાંનો પાવડર
04:59 ½ નાની ચમચી હળદર પાવડર
05:01 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર

¼ નાની ચમચી ધાણા પાવડર

05:06 મીઠું સ્વાદ અનુસાર

1 નાની ચમચી તેલ કે ઘી

05:10 રાંધણ પાત્રમાં તેલને ગરમ કરો
05:11 તેમાં કાંદા અને અદરક-લસણની પેસ્ટ નાખો
05:14 હવે કાંદા હલકા સોનેરી થતા સુધી તેને સાંતળો
05:17 તેમાં ટામેટું, લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર અને ધાણા પાવડર નાખો
05:22 તેને સારી રીતે મિશ્રિત કરો અને સેજ મીઠું નાખો
05:25 આગળ, તેમાં મીન્સ્ડ ચિકન નાખો અને તેને 4-5 મિનીટ માટે સાંતળો.
05:30 અડધો કપ પાણી ઉમેરીને પાત્રને ઢાંકી દો
05:32 ધીમી આંચ પર તેને 5 મિનીટ માટે પકવો
05:35 સમારેલ તાજા સુવા પત્તા તેમાં નાખો
05:37 સારી રીતે મિશ્રિત કરો અને તેને 5 મિનીટ માટે મધ્યમ આંચ પર પકવો
05:41 સુવા પત્તા સાથે મીન્સ્ડ ચિકન તૈયાર છે
05:44 છેલ્લી વાનગી છે માછલી કર્રી
05:47 આપેલ સામગ્રી લો: 100 ગ્રામ રોહુ અથવા તેના 2 ટુકડા
05:50 1 નાની ડુંગળી (કાંદો)

1 નાનું ટામેટું

05:53 1 મોટી ચમચી શીંગદાણા

ખોપરાના 3-4 ટુકડાઓ

05:57 1 નાની ચમચી જીરા દાણા

½ નાની ચમચી ધાણા પાવડર

06:01 ½ નાની ચમચી લાલ મરચાંનો પાવડર

¼ નાની ચમચી હળદર પાવડર

06:05 મીઠું સ્વાદ અનુસાર

2 નાની ચમચી તેલ કે ઘી

06:09 નોંધ લો કે તમે આ વાનગી તમારા ક્ષેત્રની સ્થાનીય રીતે ઉપલબ્ધ કોઈપણ માછલી વડે તૈયાર કરી શકો છો
06:15 રીત -

મધ્યમ આંચે પેન પર શિંગદાણાને શેંકો

06:19 તેને સતત હલાવતા રહો જેથી કે તે બળી ન જાય
06:22 ત્યારબાદ તેને ઠંડુ પડવા માટે એકબાજુએ મૂકી દો
06:25 શિંગદાણાના છોતરા નિકળવા માટે તેને તમારી હથેળી વચ્ચે રાખીને મસળો
06:28 કાંદા, ટામેટા, શિંગદાણા, જીરા દાણા અને ખોપરાને પીસીને તેનો પેસ્ટ બનાવી લો
06:34 પાત્રમાં તેલ નાખીને ગરમ કરો અને તેમાં પેસ્ટ નાખો
06:37 તેમાં લાલ મરચાંનો પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર અને મીઠું ઉમેરો
06:41 તેને 2-3 મિનીટ માટે સાંતળો
06:44 હવે તેમાં માછલીના ટુકડા અને 1 કપ પાણી ઉમેરો

તેને ઉકળવા માટે રાખો

06:49 પાત્રને ઢાંકી દો અને તેને ધીમી આંચે 5 મિનીટ સુધી પકવો
06:53 તમે વાનગીને સજાવવા હેતુ સમારેલા ધાણા પત્તા (કોથમીર) તેની ઉપર ભભરાવી શકો છો

માછલી કર્રી તૈયાર છે

06:59 આ તમામ વાનગીઓ પોષકતત્વનો સારો સ્ત્રોત છે જેમ કે:

Protein, Fat, Iron

07:06 Vitamin B-12, Zinc, Magnesium અને Folate
07:11 ચાલો આ વાનગીઓના આરોગ્ય ફાયદાઓને જોઈએ
07:15 સૌ પહેલા, ચિકન, માછલી, ઈંડા, મટન આ તમામ પૂર્ણ Protein ના ઉત્કૃષ્ટ સ્ત્રોતો છે.
07:22 બીજું એ કે, માંસાહારી ખોરાકમાં મોજૂદ Iron એ સરળતાથી શોષાઈ જાય છે
07:28 માસિક ધર્મસ્ત્રાવ લીધે થતી રક્ત હાનિ માટે મહિલા કિશોરીઓમાં Iron ની આવશ્યકતા વધુ રહે છે
07:34 નિમ્ન Iron સ્તર લીધે શ્રાન્તી, પીળાશ પડતી ત્વચા અને ચેપનું વધુ જોખમ હોઈ શકે છે
07:40 લિન મસલ્સ માસ અને રક્ત કોષ વોલ્યુમમાં વૃદ્ધિ હેતુ Iron ની આવશ્યકતા હોય છે
07:46 ત્રીજું એ કે, મેકેરેલ, સાલ્મોન, ટુના, કોડ, હેર્રીંગ અને સાર્ડીનેસ જેવી માછલીઓ એ Omega 3 fatty acids નો સારો સ્ત્રોત છે.
07:56 Omega 3 fatty acids એ મગજ અને દ્રષ્ટિના વિકાસ માટે જરૂરી છે
08:01 રસપ્રદ રીતે, ફક્ત માંસાહારી ખોરાક, દૂધ અને દુગ્ધજન્ય ઉત્પાદોમાં જ Vitamin B-12 હોય છે.
08:08

Vitamin B-12 એ આપેલ માટે જરૂરી છે: લાલ રક્તકોષના નિર્માણ માટે, ઊર્જા ઉત્પાદન માટે, ચેતાતંત્રોના કાર્યો માટે

08:17 ગર્ભાવસ્થા દરમિયાન તે ભ્રુણના તંદુરસ્ત વિકાસ માટે પણ મદદ કરે છે
08:23 સાથે જ, માંસ અને ઈંડા એ ઝિંકના સારા સ્ત્રોતો છે
08:27

કિશોરાવસ્થામાં ઝિંક એ આપેલ માટે જરૂરી છે: વૃદ્ધિ, સમજશક્તિ અને જાતીય પરિપક્વતા

08:34 તેથી, સારો સંતુલિત આહાર હોવો એ અત્યંત મહત્વપૂર્ણ છે.
08:40 આપણા આહારમાં વિભિન્ન માંસાહારી અને શાકાહારી ખોરાકનું સંયોજન સમાવિષ્ટ હોવું જોઈએ
08:46 કિશોરો માટે માંસાહારી વાનગી બનાવવા પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.

જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636