Health-and-Nutrition/C2/Basics-of-newborn-care/Gujarati
|
|
00:00 | નવજાત શિશું સંભાળની સામાન્ય બાબતો પરનાં spoken tutorial માં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું- નવજાત શિશુંની સંભાળ કેવી રીતે કરવી, |
00:11 | નાળની સંભાળ,
નવજાત શિશુંને આહાર આપવો અને ઓડકાર લાવવા, |
00:15 | ડાયપર પહેરાવવું અને ડાયપર રેશ (ઉઝરડા કે ફોલ્લીઓ) અને |
00:19 | નવજાત શિશુંની ઊંઘવાની પેટર્ન. |
00:23 | સમગ્ર પરિવાર એક નવજાત શિશુંના જન્મથી ઉત્સાહિત હોય છે અને દરેક જણ બાળકને જોવા અને તેને પકડવા ઇચ્છતું હોય છે. |
00:34 | તેથી નવજાત શિશુંને પકડતા પહેલા અમુક મુખ્ય નિયમો સુયોજવા જરૂરી છે. |
00:40 | નવજાત શિશુંઓ મજબૂત (સશક્ત) રોગ પ્રતિરક્ષા પ્રણાલી ધરાવતા નથી. જેથી તેમને ચેપ થવાની સંભાવના હોય છે. |
00:48 | બાળકને ચેપ સામે રક્ષણ અપાવવા, બાળકને સ્પર્શવા પહેલા કે પકડતા પહેલા હાથ સ્વચ્છ રાખવા મહત્વપૂર્ણ છે. |
00:57 | નવજાત શિશુંને પકડતા પહેલા, હાથને સ્વચ્છ કરો, તે માટે, તેને સાબુ અને પાણી વડે ધોઈને સારી રીતે સુકવીને સ્વચ્છ સુકા કપડા વડે લૂછો. |
01:07 | હવે ચાલો પહેલી બાબત પર આવીએ જે છે બાળકને કેવી રીતે પકડવું છે. |
01:11 | બાળકને એ રીતે પકડો કે એક હાથ વડે તેના ગળા અને પીઠને આધાર આપવો અને બીજા હાથ વડે તેના નીચેના ભાગને આધાર આપવો. |
01:19 | બાળકને નીચે આડું પાડતા પહેલા, હંમેશા તેના માથા અને ગળાને આધાર આપવો અને સાથે જ તેના નીચેના ભાગને પણ પકડવો. |
01:26 | બીજી તરફ, સુતેલા બાળકને જગાડવા માટે, નીચે આપેલ કરો - |
01:31 | બાળકના પગને ટકોરો અથવા ઉંચકો અને બાળકને બેસવાની સ્થિતિમાં રાખો અથવા હળવેથી બાળકના કાનને સ્પર્શો. |
01:42 | હંમેશા ધ્યાન રાખો કે નવજાત શિશું સંવેદનશીલ હોય છે. |
01:46 | નવજાત શિશુંને પકડતા પહેલા નીચે આપેલ અમુક સાવચેતી રાખવી જરૂરી છે -
નવજાત શિશું રફ પ્લે (અવ્યવસ્થિત રમત) માટે તૈયાર હોતું નથી. |
01:55 | તેથી, બાળકને ઘૂંટણ પર જીગલ ન કરો અથવા તેને હવામાં ન ઉછાળો. |
02:01 | નવજાતને હલાવો નહી, ના રમતમાં ના કે હતાશામાં. |
02:05 | બાળકના ગળાને આંચકા આપવા ન જોઈએ.
આનાથી બાળકને આંતરિક ઈજા થવાની સંભાવના રહે છે. |
02:14 | આપણે હવે ઘરે નાળની સંભાળ કરવા વિશે શીખીશું. |
02:18 | બાળક જ્યારે માતાના ગર્ભાશયમાં હોય છે, નાળ એ બાળકની જીવનરેખા રૂપે હોય છે.
જો કે, તેની આવશ્યકતા બાળકના જન્મ પછી રહેતી નથી. |
02:30 | જન્મના અમુક સમય બાદ નાળના ધબકારા બંધ પડે, એટલે તેને ક્લેમ્પ કરવામાં આવે છે. |
02:37 | હોસ્પિટલથી રજા મેળવી બાળક જેમ ઘરે જાય છે તો નાળ સુકાતી જાય છે અને કક્ડાઈને વળતી જાય છે. |
02:45 | એકથી બે અઠવાડિયામાં નાળ આપમેળે ખરી જાય છે. |
02:50 | કૃપા કરી નોંધ લો : નાળ એ બાળકના શરીરમાં ચેપના પ્રવેશ માટેનું એક સ્થાન હોય શકે છે. |
02:57 | તેથી, તેની યોગ્ય કાળજી રાખવી જરૂરી થઇ જાય છે. |
03:02 | તે માટે, કૃપા કરી બાળકની નાળને સુકી રાખવી જોઈએ અને તેને હવામાં ખુલ્લી રહેવા દેવી જોઈએ. |
03:09 | નાળ જ્યાં સુધી ન ખરે ત્યાં સુધી ફક્ત સ્પંજ સ્નાન કરાવવું જોઈએ. |
03:14 | નાળને બાળકની નેપ્પી બહાર મુકવી જોઈએ અથવા તેને નેપ્પીના ઉપરના ભાગમાં વાળીને રાખી શકાય છે. |
03:24 | જો આપેલ રહે તો બાળકના ડોક્ટરની સલાહ લેવી જોઈએ - નાળના છેડેથી અથવા ચામડી પાસેના ભાગથી રક્તસ્ત્રાવ થવો, |
03:32 | પરુ (પાક),
સોજો અથવા દુંટી ફરતે લાલાશ થવું, |
03:36 | બાળકની દુંટી ફરતેનાં ભાગમાં દુખાવાના સંકેતો |
03:41 | અને જો નાળ એક મહિના સુધી ન ખરે તો. |
03:46 | કેટલીક વાર એવું પણ થઇ શકે છે કે ઠૂંઠું જ્યારે ખરવાનું હોય અને નાળ જ્યારે ખરી જાય ત્યારે અમુક માત્રામાં લોહી નીકળી શકે છે. પરંતુ આ ઝડપથી રોકાઈ જવું જોઈએ. |
04:01 | યાદ રાખો, નાળને ક્યારેય ખેંચીને કાઢો નહી. |
04:04 | સાથે જ, કોઈપણ પાવડર કે ક્રીમ લગાડશો નહી અથવા |
04:08 | નાળ ખર્યા બાદ બાળકના નાળની જગ્યાએ કોઈપણ બેન્ડેજ ન લગાડશો. |
04:13 | નવજાત સંભાળના પોષણ ખાતર આપણે બાળકને કેવી રીતે આહાર આપવો છે તે ચર્ચા કરીશું. |
04:20 | નવજાત શિશુંને જન્મના 1 કલાક બાદ ધવડાવવું જોઈએ. |
04:25 | પ્રથમ 6 મહિના માટે ફક્ત ધવડાવવાનો જ આગ્રહ કરાય છે. |
04:30 | વધુમાં, માતાએ બાળકને ચામડીથી ચામડીનો સ્પર્શ આપવો જોઈએ અને બાળકની ભૂંખના સંકેતોને નિહાળવા જોઈએ. |
04:40 | સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલોમાં આ તમામ બાબતો ચર્ચા કરાઈ છે. |
04:46 | અમુક કિસ્સાઓમાં, નવજાત શિશુઓને વારંવાર સજાગ રાખવું જોઈએ જેથી તેમને પુરતું ધવડાવી શકાવાય,
ખાસ કરીને નાના, અવિકસિત શિશુઓને. |
04:57 | બાળક, તંદુરસ્ત કે અવિકસિત, તેમના કિસ્સામાં, જો તે ચૂસવામાં રસ ધરાવતું નથી તો
માતાએ ડોક્ટર કે સ્વાસ્થ્ય કાર્યકરની સલાહ લેવી જોઈએ. |
05:09 | ધવડાવતી વખતે, બાળક ઘણીવાર હવા મોઢામાં લઇ લે છે અને ઉધમ મચાવી શકે છે. |
05:15 | આને અટકાવવા, બાળકને બેસાડીને દરેક ધાવણ બાદ તેને ઓડકાર લાવો. |
05:20 | આને સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યું છે. |
05:25 | આગળ છે ડાયપર પહેરાવવું. દરેક મળત્યાગ (બોવેલ મૂવમેન્ટ) બાદ અથવા જો નેપ્પી કાપડ ભીનું હોય તો- બાળકને તેના પીઠ પર સુવડાવીને ગંદા નેપ્પીને કાઢી દો. |
05:37 | પાણી અને લુછવાના કપડાનો ઉપયોગ કરીને બાળકના જનનાંગ ભાગને હળવેથી સાફ કરો અને લૂછો. |
05:44 | બાળકના જનનાંગ ભાગ પર સાબુને મળવું નહી.
કન્યા શિશુંને લુછતી વખતે, તેને આગળથી પાછળ સુધી લુછી લો જેથી કે મુત્રમાર્ગ સંક્રમણની સમસ્યાને ટાળી શકાય. |
05:55 | માતા અથવા કાળજી આપનારે નેપ્પી પહેરાવતા પહેલા અને બદલ્યા બાદ હંમેશા તેના હાથને યોગ્ય રીતે ધોવા જોઈએ. |
06:03 | ઘણીવાર બાળકને ડાયપર રેશની સમસ્યા ઉદ્દભવી શકે છે. |
06:08 | ડાયપર રેશ એ સામાન્ય બાબત છે.
સામાન્ય રીતે રેશ એ લાલ અને ઉપસેલી હોય છે અને તે ગરમ પાણીના સ્નાનથી અમુક દિવસોમાં જતી રહે છે, |
06:18 | અમુક સમય ડાયપર કે નેપ્પી વિના રાખીને અને જનનાંગ ભાગ ડાયપર ક્રીમ લગાવીને. |
06:25 | મોટાભાગની રેશ એ માટે થાય છે કે બાળકની ચામડી સંવેદનશીલ હોય છે અને તેને ભીની નેપ્પી વડે ખાજ થાય છે. |
06:33 | ડાયપર રેશને અટકાવવા અને સારવાર કરવા, બાળકની નેપ્પી હંમેશા બદલતા રહો ખાસ કરીને મળત્યાગ બાદ. |
06:41 | સુવાળા કપડા વડે અને પાણીથી એ ભાગને હળવેથી સાફ કરી લો.
લૂછવાની પ્રક્રિયાને ટાળો કારણ કે ઘણીવાર તેનાથી ખાજ થઇ શકે છે. |
06:50 | ડાયપર રેશ કે "barrier" ક્રીમનો અત્યંત જાડો સ્તર ચોપડો. |
06:55 | zinc oxide સાથેની ક્રીમની પસંદગી કરવામાં આવે છે કારણ કે તે ભેજ વિરુદ્ધ અવરોધ ઉત્પન્ન કરે છે. |
07:03 | બાળકના નેપ્પીને ડાય અને સુગંધ-રહિત ડીટર્જન્ટ વાપરીને ધુવો. |
07:08 | બાળકને બચેલા દિવસ માટે ડાયપર કે નેપ્પી વિના રહેવા દો.
આનાથી ચામડીને હવાનો સંપર્ક મળશે. |
07:18 | એ કિસ્સામાં, જ્યારે ડાયપર રેશ 3 દિવસથી વધુ રહે અથવા વધારે થતી લાગે, તો કૃપા કરી ડોક્ટરની સલાહ લો. |
07:27 | તે કદાચિત ફંગલ ચેપ લીધે થઇ શકે છે જેને સારવારની જરૂર પડે છે. |
07:33 | અંતમાં, ચાલો બાળકના સુવાની પેટર્ન વિશે ચર્ચા કરીએ. |
07:38 | બાળક એક દિવસમાં, 14 થી 16 કલાક અથવા વધુ કલાક સુવે છે. |
07:43 | નવજાત શિશું સામાન્ય રીતે 2-4 કલાકના ગાળા માટે સુવે છે. |
07:48 | ઘણા નવજાત શિશુંઓ તેમની દિવસ અને રાત્રી મિશ્રિત કરે છે. |
07:52 | તેઓ રાત્રીએ સજાગ અને સચેત રહી રહે છે અને દિવસે સુઈ શકે છે. |
07:58 | તેઓને રાત્રીએ વધારે સુવડાવવા માટે રાત્રીએ ઉત્તેજના ઓછી રાખવી જોઈએ.
ઉદાહરણ તરીકે: નાઈટ લેમ્પનો ઉપયોગ કરીને પ્રકાશ ઓછો રાખવો અને દિવસ દરમિયાન તેને સજાગ રાખવા માટે વધુ પ્રયાસ કરવો તે માટે તેની સાથે વધુ વાતો કરવી અને તેની સાથે રમતા રહેવું જોઈએ. |
08:17 | માતાએ અથવા સંભાળ આપનારે એ યાદ રાખવું જોઈએ કે સુતી વખતે બાળક હંમેશા તેની પીઠ પર હોય. |
08:24 | આનાથી તુરત શિશું મૃત્યુ સિન્ડ્રોમના જોખમને ઘટાડી શકાય છે. |
08:30 | અન્ય સલામત સુવાની રીતો માટે, તેમની ઘોડમાં આપેલ વસ્તુઓના વાપરને ટાળવું જોઈએ -
ધાબળો, રજાઈ, ઊનની વસ્તુઓ, ભરેલ રમકડા અને તકિયા. |
08:44 | આ તમામથી બાળકને ગૂંગળામણ થાય છે. |
08:47 | સાથે જ, દરેક રાત્રીએ બાળકના માથાનું સ્થાન વારેઘડી બદલતા રહેવું - પહેલી વખત જમણી બાજુએ, પછી ડાબી બાજુએ અને ક્રમશ. |
08:58 | આનાથી બાળકના માથાની એક બાજુએ ચપટુ સ્થાન બનશે નહી. |
09:04 | અહીં નવજાત શિશું સંભાળની સામાન્ય બાબતો પરનાં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
જોડવાબદ્દલ આભાર. |