Health-and-Nutrition/C2/Basics-of-newborn-care/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:00 નવજાત શિશું સંભાળની સામાન્ય બાબતો પરનાં spoken tutorial માં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું- નવજાત શિશુંની સંભાળ કેવી રીતે કરવી,
00:11 નાળની સંભાળ,

નવજાત શિશુંને આહાર આપવો અને ઓડકાર લાવવા,

00:15 ડાયપર પહેરાવવું અને ડાયપર રેશ (ઉઝરડા કે ફોલ્લીઓ) અને
00:19 નવજાત શિશુંની ઊંઘવાની પેટર્ન.
00:23 સમગ્ર પરિવાર એક નવજાત શિશુંના જન્મથી ઉત્સાહિત હોય છે અને દરેક જણ બાળકને જોવા અને તેને પકડવા ઇચ્છતું હોય છે.
00:34 તેથી નવજાત શિશુંને પકડતા પહેલા અમુક મુખ્ય નિયમો સુયોજવા જરૂરી છે.
00:40 નવજાત શિશુંઓ મજબૂત (સશક્ત) રોગ પ્રતિરક્ષા પ્રણાલી ધરાવતા નથી. જેથી તેમને ચેપ થવાની સંભાવના હોય છે.
00:48 બાળકને ચેપ સામે રક્ષણ અપાવવા, બાળકને સ્પર્શવા પહેલા કે પકડતા પહેલા હાથ સ્વચ્છ રાખવા મહત્વપૂર્ણ છે.
00:57 નવજાત શિશુંને પકડતા પહેલા, હાથને સ્વચ્છ કરો, તે માટે, તેને સાબુ અને પાણી વડે ધોઈને સારી રીતે સુકવીને સ્વચ્છ સુકા કપડા વડે લૂછો.
01:07 હવે ચાલો પહેલી બાબત પર આવીએ જે છે બાળકને કેવી રીતે પકડવું છે.
01:11 બાળકને એ રીતે પકડો કે એક હાથ વડે તેના ગળા અને પીઠને આધાર આપવો અને બીજા હાથ વડે તેના નીચેના ભાગને આધાર આપવો.
01:19 બાળકને નીચે આડું પાડતા પહેલા, હંમેશા તેના માથા અને ગળાને આધાર આપવો અને સાથે જ તેના નીચેના ભાગને પણ પકડવો.
01:26 બીજી તરફ, સુતેલા બાળકને જગાડવા માટે, નીચે આપેલ કરો -
01:31 બાળકના પગને ટકોરો અથવા ઉંચકો અને બાળકને બેસવાની સ્થિતિમાં રાખો અથવા હળવેથી બાળકના કાનને સ્પર્શો.
01:42 હંમેશા ધ્યાન રાખો કે નવજાત શિશું સંવેદનશીલ હોય છે.
01:46 નવજાત શિશુંને પકડતા પહેલા નીચે આપેલ અમુક સાવચેતી રાખવી જરૂરી છે -

નવજાત શિશું રફ પ્લે (અવ્યવસ્થિત રમત) માટે તૈયાર હોતું નથી.

01:55 તેથી, બાળકને ઘૂંટણ પર જીગલ ન કરો અથવા તેને હવામાં ન ઉછાળો.
02:01 નવજાતને હલાવો નહી, ના રમતમાં ના કે હતાશામાં.
02:05 બાળકના ગળાને આંચકા આપવા ન જોઈએ.

આનાથી બાળકને આંતરિક ઈજા થવાની સંભાવના રહે છે.

02:14 આપણે હવે ઘરે નાળની સંભાળ કરવા વિશે શીખીશું.
02:18 બાળક જ્યારે માતાના ગર્ભાશયમાં હોય છે, નાળ એ બાળકની જીવનરેખા રૂપે હોય છે.

જો કે, તેની આવશ્યકતા બાળકના જન્મ પછી રહેતી નથી.

02:30 જન્મના અમુક સમય બાદ નાળના ધબકારા બંધ પડે, એટલે તેને ક્લેમ્પ કરવામાં આવે છે.
02:37 હોસ્પિટલથી રજા મેળવી બાળક જેમ ઘરે જાય છે તો નાળ સુકાતી જાય છે અને કક્ડાઈને વળતી જાય છે.
02:45 એકથી બે અઠવાડિયામાં નાળ આપમેળે ખરી જાય છે.
02:50 કૃપા કરી નોંધ લો : નાળ એ બાળકના શરીરમાં ચેપના પ્રવેશ માટેનું એક સ્થાન હોય શકે છે.
02:57 તેથી, તેની યોગ્ય કાળજી રાખવી જરૂરી થઇ જાય છે.
03:02 તે માટે, કૃપા કરી બાળકની નાળને સુકી રાખવી જોઈએ અને તેને હવામાં ખુલ્લી રહેવા દેવી જોઈએ.
03:09 નાળ જ્યાં સુધી ન ખરે ત્યાં સુધી ફક્ત સ્પંજ સ્નાન કરાવવું જોઈએ.
03:14 નાળને બાળકની નેપ્પી બહાર મુકવી જોઈએ અથવા તેને નેપ્પીના ઉપરના ભાગમાં વાળીને રાખી શકાય છે.
03:24 જો આપેલ રહે તો બાળકના ડોક્ટરની સલાહ લેવી જોઈએ - નાળના છેડેથી અથવા ચામડી પાસેના ભાગથી રક્તસ્ત્રાવ થવો,
03:32 પરુ (પાક),

સોજો અથવા દુંટી ફરતે લાલાશ થવું,

03:36 બાળકની દુંટી ફરતેનાં ભાગમાં દુખાવાના સંકેતો
03:41 અને જો નાળ એક મહિના સુધી ન ખરે તો.
03:46 કેટલીક વાર એવું પણ થઇ શકે છે કે ઠૂંઠું જ્યારે ખરવાનું હોય અને નાળ જ્યારે ખરી જાય ત્યારે અમુક માત્રામાં લોહી નીકળી શકે છે. પરંતુ આ ઝડપથી રોકાઈ જવું જોઈએ.
04:01 યાદ રાખો, નાળને ક્યારેય ખેંચીને કાઢો નહી.
04:04 સાથે જ, કોઈપણ પાવડર કે ક્રીમ લગાડશો નહી અથવા
04:08 નાળ ખર્યા બાદ બાળકના નાળની જગ્યાએ કોઈપણ બેન્ડેજ ન લગાડશો.
04:13 નવજાત સંભાળના પોષણ ખાતર આપણે બાળકને કેવી રીતે આહાર આપવો છે તે ચર્ચા કરીશું.
04:20 નવજાત શિશુંને જન્મના 1 કલાક બાદ ધવડાવવું જોઈએ.
04:25 પ્રથમ 6 મહિના માટે ફક્ત ધવડાવવાનો જ આગ્રહ કરાય છે.
04:30 વધુમાં, માતાએ બાળકને ચામડીથી ચામડીનો સ્પર્શ આપવો જોઈએ અને બાળકની ભૂંખના સંકેતોને નિહાળવા જોઈએ.
04:40 સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલોમાં આ તમામ બાબતો ચર્ચા કરાઈ છે.
04:46 અમુક કિસ્સાઓમાં, નવજાત શિશુઓને વારંવાર સજાગ રાખવું જોઈએ જેથી તેમને પુરતું ધવડાવી શકાવાય,

ખાસ કરીને નાના, અવિકસિત શિશુઓને.

04:57 બાળક, તંદુરસ્ત કે અવિકસિત, તેમના કિસ્સામાં, જો તે ચૂસવામાં રસ ધરાવતું નથી તો

માતાએ ડોક્ટર કે સ્વાસ્થ્ય કાર્યકરની સલાહ લેવી જોઈએ.

05:09 ધવડાવતી વખતે, બાળક ઘણીવાર હવા મોઢામાં લઇ લે છે અને ઉધમ મચાવી શકે છે.
05:15 આને અટકાવવા, બાળકને બેસાડીને દરેક ધાવણ બાદ તેને ઓડકાર લાવો.
05:20 આને સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવ્યું છે.
05:25 આગળ છે ડાયપર પહેરાવવું. દરેક મળત્યાગ (બોવેલ મૂવમેન્ટ) બાદ અથવા જો નેપ્પી કાપડ ભીનું હોય તો- બાળકને તેના પીઠ પર સુવડાવીને ગંદા નેપ્પીને કાઢી દો.
05:37 પાણી અને લુછવાના કપડાનો ઉપયોગ કરીને બાળકના જનનાંગ ભાગને હળવેથી સાફ કરો અને લૂછો.
05:44 બાળકના જનનાંગ ભાગ પર સાબુને મળવું નહી.

કન્યા શિશુંને લુછતી વખતે, તેને આગળથી પાછળ સુધી લુછી લો જેથી કે મુત્રમાર્ગ સંક્રમણની સમસ્યાને ટાળી શકાય.

05:55 માતા અથવા કાળજી આપનારે નેપ્પી પહેરાવતા પહેલા અને બદલ્યા બાદ હંમેશા તેના હાથને યોગ્ય રીતે ધોવા જોઈએ.
06:03 ઘણીવાર બાળકને ડાયપર રેશની સમસ્યા ઉદ્દભવી શકે છે.
06:08 ડાયપર રેશ એ સામાન્ય બાબત છે.

સામાન્ય રીતે રેશ એ લાલ અને ઉપસેલી હોય છે અને તે ગરમ પાણીના સ્નાનથી અમુક દિવસોમાં જતી રહે છે,

06:18 અમુક સમય ડાયપર કે નેપ્પી વિના રાખીને અને જનનાંગ ભાગ ડાયપર ક્રીમ લગાવીને.
06:25 મોટાભાગની રેશ એ માટે થાય છે કે બાળકની ચામડી સંવેદનશીલ હોય છે અને તેને ભીની નેપ્પી વડે ખાજ થાય છે.
06:33 ડાયપર રેશને અટકાવવા અને સારવાર કરવા, બાળકની નેપ્પી હંમેશા બદલતા રહો ખાસ કરીને મળત્યાગ બાદ.
06:41 સુવાળા કપડા વડે અને પાણીથી એ ભાગને હળવેથી સાફ કરી લો.

લૂછવાની પ્રક્રિયાને ટાળો કારણ કે ઘણીવાર તેનાથી ખાજ થઇ શકે છે.

06:50 ડાયપર રેશ કે "barrier" ક્રીમનો અત્યંત જાડો સ્તર ચોપડો.
06:55 zinc oxide સાથેની ક્રીમની પસંદગી કરવામાં આવે છે કારણ કે તે ભેજ વિરુદ્ધ અવરોધ ઉત્પન્ન કરે છે.
07:03 બાળકના નેપ્પીને ડાય અને સુગંધ-રહિત ડીટર્જન્ટ વાપરીને ધુવો.
07:08 બાળકને બચેલા દિવસ માટે ડાયપર કે નેપ્પી વિના રહેવા દો.

આનાથી ચામડીને હવાનો સંપર્ક મળશે.

07:18 એ કિસ્સામાં, જ્યારે ડાયપર રેશ 3 દિવસથી વધુ રહે અથવા વધારે થતી લાગે, તો કૃપા કરી ડોક્ટરની સલાહ લો.
07:27 તે કદાચિત ફંગલ ચેપ લીધે થઇ શકે છે જેને સારવારની જરૂર પડે છે.
07:33 અંતમાં, ચાલો બાળકના સુવાની પેટર્ન વિશે ચર્ચા કરીએ.
07:38 બાળક એક દિવસમાં, 14 થી 16 કલાક અથવા વધુ કલાક સુવે છે.
07:43 નવજાત શિશું સામાન્ય રીતે 2-4 કલાકના ગાળા માટે સુવે છે.
07:48 ઘણા નવજાત શિશુંઓ તેમની દિવસ અને રાત્રી મિશ્રિત કરે છે.
07:52 તેઓ રાત્રીએ સજાગ અને સચેત રહી રહે છે અને દિવસે સુઈ શકે છે.
07:58 તેઓને રાત્રીએ વધારે સુવડાવવા માટે રાત્રીએ ઉત્તેજના ઓછી રાખવી જોઈએ.

ઉદાહરણ તરીકે: નાઈટ લેમ્પનો ઉપયોગ કરીને પ્રકાશ ઓછો રાખવો અને દિવસ દરમિયાન તેને સજાગ રાખવા માટે વધુ પ્રયાસ કરવો તે માટે તેની સાથે વધુ વાતો કરવી અને તેની સાથે રમતા રહેવું જોઈએ.

08:17 માતાએ અથવા સંભાળ આપનારે એ યાદ રાખવું જોઈએ કે સુતી વખતે બાળક હંમેશા તેની પીઠ પર હોય.
08:24 આનાથી તુરત શિશું મૃત્યુ સિન્ડ્રોમના જોખમને ઘટાડી શકાય છે.
08:30 અન્ય સલામત સુવાની રીતો માટે, તેમની ઘોડમાં આપેલ વસ્તુઓના વાપરને ટાળવું જોઈએ -

ધાબળો, રજાઈ, ઊનની વસ્તુઓ, ભરેલ રમકડા અને તકિયા.

08:44 આ તમામથી બાળકને ગૂંગળામણ થાય છે.
08:47 સાથે જ, દરેક રાત્રીએ બાળકના માથાનું સ્થાન વારેઘડી બદલતા રહેવું - પહેલી વખત જમણી બાજુએ, પછી ડાબી બાજુએ અને ક્રમશ.
08:58 આનાથી બાળકના માથાની એક બાજુએ ચપટુ સ્થાન બનશે નહી.
09:04 અહીં નવજાત શિશું સંભાળની સામાન્ય બાબતો પરનાં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.

જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636