C-and-C++/C2/First-C-Program/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:31, 8 July 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration


00.02 પ્રથમ C પ્રોગ્રામ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.06 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
00.08 સરળ C પ્રોગ્રામ કેવી રીતે લખવું
00.11 તેને કમ્પાઇલ કેવી રીતે કરવું
00.13 તેને એક્ઝેક્યુટ કેવી રીતે કરવું
00.14 આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ સમજીશું.
00.19 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું
00.22 ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 અને ઉબુન્ટુ પર GCC કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00.31 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે,
00.33 તમારે ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ અને એડિટર સાથે પરિચિત હોવું જોઈએ
00.39 કેટલાક એડીટરો vim અને gedit છે
00.42 આ ટ્યુટોરીયલ માં હું gedit નો ઉપયોગ કરીશ.
00.46 સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org જુઓ.
00.51 ચાલો હું એક ઉદાહરણ દ્વારા C પ્રોગ્રામ કેવી રીતે લખવું તે કહું.
00.56 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
01.07 હવે ટેક્સ્ટ એડિટર ખોલો. તેથી, પ્રોમ્પ્ટ પર, ટાઇપ કરો,
01.12 “gedit” space “talk” dot “c” space “&”
01.20 પ્રોમ્પ્ટને મુક્ત કરવા માટે આપણે એમપરસેન્ડ (&) ચિહ્નનો ઉપયોગ કરીશું.
01.25 નોંધ લો કે બધી C ફાઈલને ડોટ C એક્સ્ટેંશન છે.
01.31 હવે એન્ટર ડબાઓ.
01.33 ટેક્સ્ટ એડિટર ખૂલેલ છે.
01.37 પ્રોગ્રામ લખવા માટે શરૂઆત કરીએ
01.39 ટાઇપ કરો, ડબલ સ્લેશ “//” space
01.42 “My first C program”.
01.48 અહીં, ડબલ સ્લેશ લીટીને કમેન્ટ કરવા માટે વપરાય છે.
01.52 કમેન્ટ્સ પ્રોગ્રામનો ફ્લો સમજવા માટે વપરાય છે
01.56 તે ડોકયુમેન્ટેશન માટે ઉપયોગી છે
01.58 તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે
02.01 ડબલ સ્લેશ સિંગલ લાઈન કમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
02.07 હવે એન્ટર ડબાઓ.
02.09 ટાઇપ કરો, હેશ “include” સ્પેસ, ઑપનિંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ,
02.17 પ્રથમ કૌંસ પૂર્ણ કરવું અને પછી તે અંદર લખવાનું શરૂ કરવું એ હંમેશા સારી પ્રેક્ટીસ છે,
02.24 હવે કૌશ અંદર, ટાઇપ કરો, “stdio” dot”.” “h”
02.30 stdio.h એ હેડર ફાઈલ છે.
02.34 પ્રોગ્રામ આ હેડર ફાઈલ સમાવવું જ જોઈએ જયારે તે ઇનપુટ/આઉટપુટ ફ્ન્ક્શનોનો ઉપયોગ કરે છે. હવે એન્ટર દબાવો.
02.43 ટાઇપ કરો, “int” સ્પેસ “main” ઓપનીંગ બ્રેકેટ,
ક્લોસિંગ બ્રેકેટ “()”. 
02.50 ' main એક ખાસ ફન્કશન છે.
02.53 તે સૂચવે છે કે પ્રોગ્રામનું એકઝીક્યુશન આ લીટીથી શરૂ થાય છે.
02.58 ઓપનીંગ બ્રેકેટ અને ક્લોસિંગ બ્રેકેટને પેરેનથીસીસ કહેવામાં આવે છે.
03.04 main સાથે અનુસરતા પેરેનથીસીસ યુઝરને એ બતાવવા માટે છે કે main એક ફન્કશન છે.
03.11 અહીં int main function કોઈ આરગ્યુંમેન્ટ નથી લેતું.
03.15 તે integer ટાઇપની વેલ્યુ રીટર્ન કરે છે.
03.19 data types વિષે આપને બીજા ટ્યુટોરીયલ માં શીખીશું.
03.23 હવે main ફન્કશન વિષે વધુ જાણવા માટે ચાલો સ્લાઈડ ઉપર જઈએ. આગામી સ્લાઇડ પર જાઓ.
03.30 દરેક પ્રોગ્રામ ને એક main ફન્કશન હોવું જોઈએ
03.33 એક કરતાં વધુ main ફન્કશન ન હોવું જોઇએ
03.37 નહિં તો કમ્પાઇલર પ્રોગ્રામની શરૂઆત સ્થિત ન કરી શકશે.
03.41 ખાલી પેરેન્થેસીસ સૂચવે છે કે main ફન્કશનને કોઈ આરગ્યુંમેન્ટ નથી.
03.47 આરગ્યુંમેન્ટનો કોન્સેપ્ટ આગામી ટ્યુટોરિયલ્સ માં વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
03.52 હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવીએ. એન્ટર દબાવો.
03.58 ઓપન કર્લી બ્રેકેટ ટાઇપ કરો “{”
04.00 ઓપનીંગ કર્લી બ્રેકેટ main ફન્કશનની શરૂઆત ચિહ્નિત કરે છે.
04.05 પછી ક્લોસિંગ કર્લી બ્રેકેટ ટાઇપ કરો “}”
04.08 ક્લોસિંગ કર્લી બ્રેકેટ main ફન્કશનનો અંત દર્શાવે છે.
04.13 હવે બ્રેકેટ અંદર,
04.14 બે વખત એન્ટર ડબાઓ, કર્સરને એક લીટી ઉપર ખસેડો.
04.20 ઇન્ડેંટેશન કોડ વાંચવા માટે સરળ બનાવે છે
04.23 તે એરર પણ ઝડપથી સ્થિત કરવા માટે મદદ કરે છે
04.26 તો ચાલો અહીં ત્રણ સ્પેસ આપીએ.
04.29 અને ટાઇપ કરો “printf” ઓપનીંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ “()”
04.34 printf ટર્મિનલ પર આઉટપુટ પ્રિન્ટ કરવા માટે પ્રમાણભૂત C ફન્કશન છે
04.39 અહીં બ્રેકેટ અંદર, ડબલ અવતરણચિહ્નો ની અંદર,
04.44 printf ફન્કશનમાં ડબલ અવતરણ ચિહ્ન અંદર આવેલ કંઈપણ ટર્મિનલ પર પ્રિન્ટ કરવામાં આવશે.
04.50 ટાઇપ કરો “Talk To a Teacher બેકસ્લેશ n”
05.00 બેકસ્લેશ n “\n” નવી લીટી દર્શાવે છે.
05.03 પરિણામ સ્વરૂપે, printf ફન્કશનના એક્ઝીક્યુશન પછી, કર્સર નવી લીટી પર ખસે છે.
05.11 દરેક C સ્ટેટમેન્ટ અર્ધવિરામ (semicolon) સાથે અંત થવું જોઈએ.
05.15 તેથી, આ લીટીના અંતે તે ટાઇપ કરો.
05.19 અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે.
05.24 હવે એન્ટર ડબાઓ. અહીં ત્રણ સ્પેસ આપો,
05.28 અને ટાઇપ કરો “return” સ્પેસ “0” અને અર્ધવિરામ “;”
05.34 આ સ્ટેટમેન્ટ પૂર્ણાંક શૂન્ય આપે છે.
05.38 આ ફન્કશન માટે પૂર્ણાંક રીટર્ન કરવું જ જોઈએ કારણ કે ફન્કશન ટાઇપ int છે.
05.45 return સ્ટેટમેન્ટ એક્ઝેક્યુટેબલ સ્ટેટમેન્ટના અંતને ચિહ્નિત કરે છે
05.51 આપણે રીટર્ન વેલ્યુઓ ઉપર અન્ય ટ્યુટોરીયલ માં વધુ જાણીશું.
05.56 હવે ફાઈલ સંગ્રહવા માટે Save બટન પર ક્લિક કરો
06.00 વારંવાર ફાઈલો સંગ્રહવી એ સારી આદત છે
06.03 આ તમને અચાનક પાવર નિષ્ફળતાઓથી સુરક્ષા આપશે.
06.06 એપ્લીકેશન ક્રેશ થાય તે કિસ્સામાં પણ તે ઉપયોગી રહેશે.
06.11 ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ, ટર્મિનલ પર પાછા આવો.
06.15 ટાઇપ કરો “gcc” સ્પેસ “talk.c” સ્પેસ હાયફન “-o” સ્પેસ “myoutput”
06.24 gcc કમ્પાઈલર છે.
06.27 talk.c તમારી ફાઈલનું નામ છે.
06.30 -o myoutput કહે છે કે એકઝીકયુટેબલ ફાઈલ myoutput માં જવું જોઈએ.
06.37 હવે એન્ટર ડબાઓ.
06.39 આપણે જોશું કે પ્રોગ્રામ કમ્પાઈલ થયો છે.
06.42 ls -lrt દ્વારા, આપણે જોઈ શકીએ છીએ કે myoutput અંતિમ ફાઈલ છે જે બની છે.
06.54 પ્રોગ્રામ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, dot સ્લેશ “./myoutput” . એન્ટર ડબાઓ.
07.01 અહીં આઉટપુટ “Talk To a Teacher”. તરીકે દર્શાવવામાં આવે છે.
07.06 મેં પહેલાં જણાવ્યું તે પ્રમાણે, એકઝીકયુટ કરવા માટે return અંતિમ સ્ટેટમેન્ટ છે.
07.10 તેથી return સ્ટેટમેન્ટ પછી કંઈ પણ એકઝીકયુટ થતું નથી. ચાલો તેનો પ્રયાસ કરીએ.
07.16 પ્રોગ્રામ પર પાછા આવો.
07.17 return સ્ટેટમેન્ટ પછી, ચાલો એક વધુ printf સ્ટેટમેન્ટ ઉમેરીએ, ટાઇપ કરો, printf("Welcome \n");
07.35 હવે save ઉપર ક્લિક કરો.
07.37 ચાલો કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ, ટર્મિનલ પર પાછા આવો.
07.41 તમે up arrow કીનો ઉપયોગ કરીને અગાઉ દાખલ કરેલા કમાન્ડો યાદ કરી શકો છો.
07.46 જે મેં હમણાં કર્યું છે.
07.51 આપણે જોશું કે બીજું સ્ટેટમેન્ટ welcome એકઝીકયુટ થયું નથી.
07.58 હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવો.
08.00 ચાલો 'Welcome' સ્ટેટમેન્ટ return સ્ટેટમેન્ટ ઉપર લખીએ.
08.07 Save ઉપર ક્લિક કરો.
08.09 ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ.
08.15 આપણે જોશું કે બીજું printf સ્ટેટમેન્ટ Welcome પણ એકઝીક્યુટ થયું છે.
08.23 હવે ચાલો સામાન્ય એરર જે આવી શકે છે તે જોઈએ. આપણા પ્રોગ્રામ પર પાછા આવો.


08.29 ધારો કે અહીં આપણે “stdio.h” માં ડોટ મુકવાનું ચૂકી ગયા. Save પર ક્લિક કરો.
08.35 ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ.
08.42 આપણે જોશું કે,
08.43 આપણી talk.c ફાઈલમાં લીટી નમ્બર 2 ઉપર ફેટલ એરર છે.
08.48 કમ્પાઈલર “stdioh” નામ સાથે કોઈ હેડર ફાઈલ શોધી શકતું નથી તેથી તે એક એરર આપે છે, no such file or directory.
08.59 અને કમ્પાઇલેશન સમાપ્ત થાય છે.
09.03 ચાલો એરર સુધારીએ, પ્રોગ્રામ ઉપર પાછા આવો, અને ડોટ ફરી ઉમેરો. Save ઉપર ક્લિક કરો.
09.11 ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો. હા તે કામ કરે છે.
09.19 હું તમને બીજી સામાન્ય એરર બતાવીશ.
09.23 પ્રોગ્રામ ઉપર પાછા જાઓ.
09.26 હવે, ધારો કે હું લીટીના અંતે અર્ધવિરામ ચૂકી જાઉં.
09.31 Save ઉપર ક્લિક કરો. તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો.
09.42 આપણી talk.c ફાઈલમાં લીટી નમ્બર 6 ઉપર એરર છે. expected semicolon before printf.
09.51 પ્રોગ્રામ ઉપર પાછા આવો. જેમ કે મેં પહેલા જણાવ્યું હતું, અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે .
09.59 તેથી તે લીટી 5 ના અંતે અને લીટી 6 ના શરુઆતમાં તે શોધશે.
10.07 આ લીટી 6 છે.
10.09 આ છેલ્લું સ્થળ છે જ્યાં તમે અર્ધવિરામ મૂકી શકો છો.
10.13 કમ્પાઇલર લીટી 6 પર એરર મેસેજ આપશે તે યાદ રાખો.
10.18 અહીં અર્ધવિરામ મૂકીએ તો શું થશે તેનો પ્રયાસ કરીએ.
10.24 Save ઉપર ક્લિક કરો.
10.26 ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે.
10.33 હવે પ્રોગ્રામ ઉપર પાછા આવો. ચાલો લીટીના અંતમાં અહીં અર્ધવિરામ ટાઈપ કરીએ.
10.41 કારણ કે લીટીના અંતે અર્ધવિરામ ટાઈપ કરવું પરંપરાગત અભ્યાસ છે. હવે Save પર ક્લિક કરો.
10.49 ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે.
10.49 ચાલો આપણી સ્લાઈડ ઉપર પાછા જઈએ.
10.57 એસાઇન્મેન્ટ તરીકે
10.59 "Welcome to the World of C" પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ ટાઇપ કરો.
11.03 printf સ્ટેટમેન્ટ માં “\n” નો સમાવેશ ન કરવાથી શું થાય છે તે જુઓ.
11.09 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11.12 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spokentutorial.org/What\_is\_a\_Spoken\_Tutorial
11.15 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
11.18 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
11.22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11.25 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
11.28 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
11.32 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11.38 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11.42 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11.48 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro
11.51 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya, Pratik kamble