C-and-C++/C2/First-C-Program/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:02 પ્રથમ C પ્રોગ્રામ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
00:08 સરળ C પ્રોગ્રામ કેવી રીતે લખવું
00:11 તેને કમ્પાઇલ કેવી રીતે કરવું
00:13 તેને એક્ઝેક્યુટ કેવી રીતે કરવું આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ સમજીશું.
00:19 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું
00:22 ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 અને ઉબુન્ટુ પર GCC કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00:31 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે,
00:33 તમારે ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ અને એડિટર સાથે પરિચિત હોવું જોઈએ
00:39 કેટલાક એડીટરો vim અને gedit છે
00:42 આ ટ્યુટોરીયલ માં હું gedit નો ઉપયોગ કરીશ.
00:46 સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org જુઓ.
00:51 ચાલો હું એક ઉદાહરણ દ્વારા C પ્રોગ્રામ કેવી રીતે લખવું તે કહું.
00:56 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
01:07 હવે ટેક્સ્ટ એડિટર ખોલો. તેથી, પ્રોમ્પ્ટ પર, ટાઇપ કરો,
01:12 “gedit” space “talk” dot “c” space “&”
01:20 પ્રોમ્પ્ટને મુક્ત કરવા માટે આપણે એમપરસેન્ડ (&) ચિહ્નનો ઉપયોગ કરીશું.
01:25 નોંધ લો કે બધી C ફાઈલને ડોટ C એક્સ્ટેંશન છે.
01:31 હવે એન્ટર ડબાઓ.
01:33 ટેક્સ્ટ એડિટર ખૂલેલ છે.
01:37 પ્રોગ્રામ લખવા માટે શરૂઆત કરીએ
01:39 ટાઇપ કરો, ડબલ સ્લેશ “//” space
01:42 “My first C program”.
01:48 અહીં, ડબલ સ્લેશ લીટીને કમેન્ટ કરવા માટે વપરાય છે.
01:52 કમેન્ટ્સ પ્રોગ્રામનો ફ્લો સમજવા માટે વપરાય છે
01:56 તે ડોકયુમેન્ટેશન માટે ઉપયોગી છે
01:58 તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે
02:01 ડબલ સ્લેશ સિંગલ લાઈન કમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
02:07 હવે એન્ટર ડબાઓ.
02:09 ટાઇપ કરો, હેશ “include” સ્પેસ, ઑપનિંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ,
02:17 પ્રથમ કૌંસ પૂર્ણ કરવું અને પછી તે અંદર લખવાનું શરૂ કરવું એ હંમેશા સારી પ્રેક્ટીસ છે,
02:24 હવે કૌશ અંદર, ટાઇપ કરો, “stdio” dot”.” “h”
02:30 stdio.h એ હેડર ફાઈલ છે.
02:34 પ્રોગ્રામ આ હેડર ફાઈલ સમાવવું જ જોઈએ જયારે તે ઇનપુટ/આઉટપુટ ફ્ન્ક્શનોનો ઉપયોગ કરે છે. હવે એન્ટર દબાવો.
02:43 ટાઇપ કરો, “int” સ્પેસ “main” ઓપનીંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ “()”.
02:50 main એક ખાસ ફન્કશન છે.
02:53 તે સૂચવે છે કે પ્રોગ્રામનું એકઝીક્યુશન આ લીટીથી શરૂ થાય છે.
02:58 ઓપનીંગ બ્રેકેટ અને ક્લોસિંગ બ્રેકેટને પેરેનથીસીસ કહેવામાં આવે છે.
03:04 main સાથે અનુસરતા પેરેનથીસીસ યુઝરને એ બતાવવા માટે છે કે main એક ફન્કશન છે.
03:11 અહીં int main function કોઈ આરગ્યુંમેન્ટ નથી લેતું.
03:15 તે integer ટાઇપની વેલ્યુ રીટર્ન કરે છે.
03:19 data types વિષે આપને બીજા ટ્યુટોરીયલ માં શીખીશું.
03:23 હવે main ફન્કશન વિષે વધુ જાણવા માટે ચાલો સ્લાઈડ ઉપર જઈએ. આગામી સ્લાઇડ પર જાઓ.
03:30 દરેક પ્રોગ્રામ ને એક main ફન્કશન હોવું જોઈએ
03:33 એક કરતાં વધુ main ફન્કશન ન હોવું જોઇએ
03:37 નહિં તો કમ્પાઇલર પ્રોગ્રામની શરૂઆત સ્થિત ન કરી શકશે.
03:41 ખાલી પેરેન્થેસીસ સૂચવે છે કે main ફન્કશનને કોઈ આરગ્યુંમેન્ટ નથી.
03:47 આરગ્યુંમેન્ટનો કોન્સેપ્ટ આગામી ટ્યુટોરિયલ્સ માં વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
03:52 હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવીએ. એન્ટર દબાવો.
03:58 ઓપન કર્લી બ્રેકેટ ટાઇપ કરો “{”
04:00 ઓપનીંગ કર્લી બ્રેકેટ main ફન્કશનની શરૂઆત ચિહ્નિત કરે છે.
04:05 પછી ક્લોસિંગ કર્લી બ્રેકેટ ટાઇપ કરો “}”
04:08 ક્લોસિંગ કર્લી બ્રેકેટ main ફન્કશનનો અંત દર્શાવે છે.
04:13 હવે બ્રેકેટ અંદર, બે વખત એન્ટર ડબાઓ, કર્સરને એક લીટી ઉપર ખસેડો.
04:20 ઇન્ડેંટેશન કોડ વાંચવા માટે સરળ બનાવે છે
04:23 તે એરર પણ ઝડપથી સ્થિત કરવા માટે મદદ કરે છે
04:26 તો ચાલો અહીં ત્રણ સ્પેસ આપીએ.
04:29 અને ટાઇપ કરો “printf” ઓપનીંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ “()”
04:34 printf ટર્મિનલ પર આઉટપુટ પ્રિન્ટ કરવા માટે પ્રમાણભૂત C ફન્કશન છે
04:39 અહીં બ્રેકેટ અંદર, ડબલ અવતરણચિહ્નો ની અંદર,
04:44 printf ફન્કશનમાં ડબલ અવતરણ ચિહ્ન અંદર આવેલ કંઈપણ ટર્મિનલ પર પ્રિન્ટ કરવામાં આવશે.
04:50 ટાઇપ કરો “Talk To a Teacher બેકસ્લેશ n”
05:00 બેકસ્લેશ n “\n” નવી લીટી દર્શાવે છે.
05:03 પરિણામ સ્વરૂપે, printf ફન્કશનના એક્ઝીક્યુશન પછી, કર્સર નવી લીટી પર ખસે છે.
05:11 દરેક C સ્ટેટમેન્ટ અર્ધવિરામ (semicolon) સાથે અંત થવું જોઈએ.
05:15 તેથી, આ લીટીના અંતે તે ટાઇપ કરો.
05:19 અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે.
05:24 હવે એન્ટર ડબાઓ. અહીં ત્રણ સ્પેસ આપો,
05:28 અને ટાઇપ કરો “return” સ્પેસ “0” અને અર્ધવિરામ “;”
05:34 આ સ્ટેટમેન્ટ પૂર્ણાંક શૂન્ય આપે છે.
05:38 આ ફન્કશન માટે પૂર્ણાંક રીટર્ન કરવું જ જોઈએ કારણ કે ફન્કશન ટાઇપ int છે.
05:45 return સ્ટેટમેન્ટ એક્ઝેક્યુટેબલ સ્ટેટમેન્ટના અંતને ચિહ્નિત કરે છે
05:51 આપણે રીટર્ન વેલ્યુઓ ઉપર અન્ય ટ્યુટોરીયલ માં વધુ જાણીશું.
05:56 હવે ફાઈલ સંગ્રહવા માટે Save બટન પર ક્લિક કરો
06:00 વારંવાર ફાઈલો સંગ્રહવી એ સારી આદત છે
06:03 આ તમને અચાનક પાવર નિષ્ફળતાઓથી સુરક્ષા આપશે.
06:06 એપ્લીકેશન ક્રેશ થાય તે કિસ્સામાં પણ તે ઉપયોગી રહેશે.
06:11 ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ, ટર્મિનલ પર પાછા આવો.
06:15 ટાઇપ કરો “gcc” સ્પેસ “talk.c” સ્પેસ હાયફન “-o” સ્પેસ “myoutput”
06:24 gcc કમ્પાઈલર છે.
06:27 talk.c તમારી ફાઈલનું નામ છે.
06:30 -o myoutput કહે છે કે એકઝીકયુટેબલ ફાઈલ myoutput માં જવું જોઈએ.
06:37 હવે એન્ટર ડબાઓ.
06:39 આપણે જોશું કે પ્રોગ્રામ કમ્પાઈલ થયો છે.
06:42 ls -lrt દ્વારા, આપણે જોઈ શકીએ છીએ કે myoutput અંતિમ ફાઈલ છે જે બની છે.
06:54 પ્રોગ્રામ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, dot સ્લેશ “./myoutput” . એન્ટર ડબાઓ.
07:01 અહીં આઉટપુટ “Talk To a Teacher”. તરીકે દર્શાવવામાં આવે છે.
07:06 મેં પહેલાં જણાવ્યું તે પ્રમાણે, એકઝીકયુટ કરવા માટે return અંતિમ સ્ટેટમેન્ટ છે.
07:10 તેથી return સ્ટેટમેન્ટ પછી કંઈ પણ એકઝીકયુટ થતું નથી. ચાલો તેનો પ્રયાસ કરીએ.
07:16 પ્રોગ્રામ પર પાછા આવો. return સ્ટેટમેન્ટ પછી, ચાલો એક વધુ printf સ્ટેટમેન્ટ ઉમેરીએ, ટાઇપ કરો, printf("Welcome \n");
07:35 હવે save ઉપર ક્લિક કરો.
07:37 ચાલો કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ, ટર્મિનલ પર પાછા આવો.
07:41 તમે up arrow કીનો ઉપયોગ કરીને અગાઉ દાખલ કરેલા કમાન્ડો યાદ કરી શકો છો.
07:46 જે મેં હમણાં કર્યું છે.
07:51 આપણે જોશું કે બીજું સ્ટેટમેન્ટ welcome એકઝીકયુટ થયું નથી.
07:58 હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવો.
08:00 ચાલો 'Welcome' સ્ટેટમેન્ટ return સ્ટેટમેન્ટ ઉપર લખીએ.
08:07 Save ઉપર ક્લિક કરો.
08:09 ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ.
08:15 આપણે જોશું કે બીજું printf સ્ટેટમેન્ટ Welcome પણ એકઝીક્યુટ થયું છે.
08:23 હવે ચાલો સામાન્ય એરર જે આવી શકે છે તે જોઈએ. આપણા પ્રોગ્રામ પર પાછા આવો.
08:29 ધારો કે અહીં આપણે “stdio.h” માં ડોટ મુકવાનું ચૂકી ગયા. Save પર ક્લિક કરો.
08:35 ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ.
08:42 આપણે જોશું કે, આપણી talk.c ફાઈલમાં લીટી નમ્બર 2 ઉપર ફેટલ એરર છે.
08:48 કમ્પાઈલર “stdioh” નામ સાથે કોઈ હેડર ફાઈલ શોધી શકતું નથી તેથી તે એક એરર આપે છે, no such file or directory.
08:59 અને કમ્પાઇલેશન સમાપ્ત થાય છે.
09:03 ચાલો એરર સુધારીએ, પ્રોગ્રામ ઉપર પાછા આવો, અને ડોટ ફરી ઉમેરો. Save ઉપર ક્લિક કરો.
09:11 ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો. હા તે કામ કરે છે.
09:19 હું તમને બીજી સામાન્ય એરર બતાવીશ.
09:23 પ્રોગ્રામ ઉપર પાછા જાઓ.
09:26 હવે, ધારો કે હું લીટીના અંતે અર્ધવિરામ ચૂકી જાઉં.
09:31 Save ઉપર ક્લિક કરો. તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો.
09:42 આપણી talk.c ફાઈલમાં લીટી નમ્બર 6 ઉપર એરર છે. expected semicolon before printf.
09:51 પ્રોગ્રામ ઉપર પાછા આવો. જેમ કે મેં પહેલા જણાવ્યું હતું, અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે .
09:59 તેથી તે લીટી 5 ના અંતે અને લીટી 6 ના શરુઆતમાં તે શોધશે.
10:07 આ લીટી 6 છે.
10:09 આ છેલ્લું સ્થળ છે જ્યાં તમે અર્ધવિરામ મૂકી શકો છો.
10:13 કમ્પાઇલર લીટી 6 પર એરર મેસેજ આપશે તે યાદ રાખો.
10:18 અહીં અર્ધવિરામ મૂકીએ તો શું થશે તેનો પ્રયાસ કરીએ.
10:24 Save ઉપર ક્લિક કરો.
10:26 ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે.
10:33 હવે પ્રોગ્રામ ઉપર પાછા આવો. ચાલો લીટીના અંતમાં અહીં અર્ધવિરામ ટાઈપ કરીએ.
10:41 કારણ કે લીટીના અંતે અર્ધવિરામ ટાઈપ કરવું પરંપરાગત અભ્યાસ છે. હવે Save પર ક્લિક કરો.
10:49 ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે.
10:54 ચાલો આપણી સ્લાઈડ ઉપર પાછા જઈએ.
10:57 એસાઇન્મેન્ટ તરીકે
10:59 "Welcome to the World of C" પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ ટાઇપ કરો.
11:03 printf સ્ટેટમેન્ટ માં “\n” નો સમાવેશ ન કરવાથી શું થાય છે તે જુઓ.
11:09 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11:12 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spokentutorial.org/What\_is\_a\_Spoken\_Tutorial
11:15 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
11:18 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
11:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11:25 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
11:28 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
11:32 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11:38 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:42 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:48 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro
11:51 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya, Pratik kamble