KTurtle/C2/Introduction-to-KTurtle/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:05, 2 July 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Visual Cue Narration
00.01 KTurtle ના પરિચય પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00.07 આ ટ્યુટોરીયલ માં હું તમને KTurtle સાથે શરૂઆત કરવા માટેની બેઝિક્સ વિષે પરિચય કરાવીશ.
00.14 આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું ,
00.17 KTurtle વિન્ડો
00.19 એડિટર
00.20 કેનવાસ
00.21 મેનુ બાર
00.22 ટુલબાર
00.24 આપણે આ વિષે પણ શીખીશું,
00.26 Turtle ખસેડવું
00.28 લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું.
00.32 triangle દોરો.
00.34 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ 0.8.1 બીટા નો ઉપયોગ કરી રહી છું.
00.47 KTurtle શું છે?
00.49 KTurtle મૂળભૂત પ્રોગ્રામિંગ શીખવા માટે ફ્રી ટુલ છે.
00.53 આ કમ્પ્યુટર સહાયક ઇન્ટરેક્ટિવ અભ્યાસ માટે ઉપયોગી છે.
00.59 KTurtle ડાઉનલોડ માટે http://edu.kde.org/kturtle/ ઉપર ઉપલબ્ધ છે.
01.12 KTurtle પ્રોગ્રામિંગને સરળ અને સુલભ બનાવે છે.
01.18 બાળકોને ગણિતનું બેઝિક્સ શીખવવા માટે મદદ કરે છે.
01.22 કમાન્ડનું અનુવાદ પ્રોગ્રામરની બોલાતી ભાષામાં કરે છે.
01.27 કમાન્ડનું દ્રશ્યો માં અનુવાદ કરે છે.
01.31 આપણે KTurtle, Synaptic Package Manager ની મદદથી સંસ્થાપિત કરી શકીએ છીએ.
01.36 Synaptic Package Manager ઉપર વધુ માહિતી માટે,
01.40 http://spoken-tutorial.org વેબસાઈટ ઉપર Ubuntu Linux ટ્યુટોરિયલ્સ નો સંદર્ભ લો.
01.46 ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ.
01.50 Dash home ઉપર ક્લિક કરો.
01.52 સર્ચ બારમાં KTurtle ટાઇપ કરો.
01.55 અને KTurtle આઇકોન ઉપર ક્લિક કરો.
01.59 એક લાક્ષણિક KTurtle વિંડો આ પ્રમાણે દેખાય છે.
02.02 Menubar છે.
02.04 ટોચ પર મેનુ બારમાં,
02.06 તમને આ મેનુ આઈટ્મ્સ મળશે
02.08 File, Edit, Canvas, Run, Tools, Settings અને help વિકલ્પો.
02.17 ટુલ બારમાં, તમે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ક્રિયાઓ માટે જઈ શકો છો.
02.23 Editor ડાબી બાજુ પર છે, જ્યાં તમે TurtleScript આદેશો ટાઈપ કરી શકો છો.
02.30 એડિટરના મોટાભાગના ફ્ન્ક્શનો File અને Edit મેનુમાં મળશે.
02.37 એડિટરમાં કોડ દાખલ કરવા માટેના ઘણા માર્ગો છે.
02.42 સૌથી સરળ રસ્તો છે ઉદાહરણનો ઉપયોગ કરવું.
02.46 File પર જાઓ > Examples પસંદ કરો.
02.50 અહીં હું flower પસંદ કરીશ.
02.53 પસંદ કરેલ ઉદાહરણનો કોડ એડિટરમાં ખુલે છે.
02.58 કોડ રન કરવા માટે Menu bar અથવા Tool bar માંથી Run બટન પર ક્લિક કરો.
03.04 બીજી રીત છે, એડિટરમાં સીધો તમારો કોડ ટાઇપ કરો.
03.10 અથવા એડિટરમાં કેટલોક કોડ કોપી / પેસ્ટ કરો
03.13 ઉદાહરણ તરીકે: અન્ય 'KTurtle' ફાઇલોમાંથી
03.18 કેનવાસ જમણી તરફ છે, જ્યાં Turtle તમારા ડ્રોઇંગ બનાવે છે.
03.24 કેનવાસ પર એડિટરમાંથી મળેલ આદેશો અનુસાર Turtle ડ્રોઈંગ દોરે છે.
03.32 ટુલ બાર પર Run વિકલ્પ, એડીટરમાં આદેશોનું execution શરૂ કરે છે.
03.39 તે એક્ઝીક્યુશન ઝડપની યાદી રજૂ કરે છે.
03.43 Full speed(No highlighting and inspector),
03.46 Full speed,
03.48 Slow,
03.49 Slower,
03.51 Slowest અને
03.52 Step-by-Step
03.55 Abort and pause વિકલ્પો તમને એકઝીક્યુશન બંધ અથવા અટકાવવા માટેની પરવાનગી આપે છે.
04.03 હવે ચાલો આ કોડ Run કરીએ.
04.06 Turtle કેનવાસ પર એક flower દોરે છે.
04.11 જયારે તમે નવી KTurtle એપ્લિકેશન ખોલો છો ત્યારે,
04.15 Turtle મૂળભૂત રીતે કેનવાસના મધ્યમાં હોય છે.
04.19 હવે ચાલો Turtle ખસેડીએ.
04.22 Turtle ત્રણ પ્રકારથી ફરી શકે છે:
04.25 તે આગળ ખસી શકે છે. તે પાછળ ખસી શકે છે.
04.29 તે ડાબી અથવા જમણી તરફ ફરી શકે છે.
04.32 તે સ્ક્રીન પર તેની પોઝિશન પર સીધું પણ જઈ શકે છે.
04.38 હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ જેથી તે સંભવતઃ થોડી અસ્પષ્ટ બની શકે છે.
04.44 ચાલો એક સરળ ઉદાહરણ જોઈએ.
04.48 એડિટરમાં, નીચેના આદેશો ટાઇપ કરો :
04.52 reset
04.55 forward 100
04.58 turnright 120
05.02 forward 100
05.07 turnright 120
05.11 forward 100
05.15 turnright 120
05.18 નોંધ લો કે કોડનો રંગ આપણે જેમ ટાઇપ કરીએ છીએ તેમ બદલાય છે.
05.23 આ લક્ષણ highlighting કહેવામાં આવે છે.
05.26 કમાંડના વિવિધ પ્રકારો, અલગ રીતે પ્રકાશિત થાય છે
05.31 જે મોટા બ્લોકોને વાંચવા માટે સરળ બનાવે છે.
05.36 હું હવે કોડ સમજાવીશ.
05.38 reset કમાન્ડ ટર્ટલને મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે.
05.42 forward 100 ટર્ટલને 100 પિક્સેલ્સ દ્વારા આગળ વધવા માટે કહે છે.
05.49 turnright 120 ટર્ટલને 120 ડિગ્રી વિપરિત દિશામાં ફરવા માટે કહે છે.
05.56 નોંધ લો કે આ બે કમાન્ડો એક ત્રિકોણ દોરવા માટે ત્રણ વાર પુનરાવર્તિત થાય છે.
06.03 હવે ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ.
06.06 હું Slow સ્ટેપ પસંદ કરીશ જેથી આપણે સમજી શકીએ કે કયા કમાંડ એકઝીક્યુટ થઇ રહ્યા છે.
06.16 અહીં ત્રિકોણ દોરવામાં આવેલ છે.
06.19 ચાલો બીજું ઉદાહરણ જોઈએ અને આપણું કેનવાસ કેવી રીતે સુંદર બનાવવું તે પણ શીખીએ.
06.26 ચાલો repeat કમાન્ડની મદદથી ત્રિકોણ દોરીએ.
06.30 હું વર્તમાન પ્રોગ્રામ રદ કરીશ.
06.33 સ્પષ્ટ વ્યુ માટે ચાલો પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીએ.
06.38 તમારા એડિટર માં નીચેના કમાન્ડો ટાઇપ કરો:
06.41 reset
06.44 canvassize space 200,200
06.51 canvascolor space 0,255,0
07.00 pencolor space 0,0,255
07.08 penwidth space 2
07.12 repeat space 3 છગદિયા કૌશ અંદર {
07.19 forward 100
07.23 turnleft 120

}

07.27 ચાલો હવે હું કોડ સમજાવું.
07.30 reset કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત પોઝિશન પર સુયોજિત કરે છે.
07.34 canvassize 200,200 કેનવાસની પહોળાઈ અને ઊંચાઈ 200 પિક્સેલ્સથી સુયોજિત કરે છે.
07.42 canvascolor 0,255,0 કેનવાસને લીલું બનાવે છે.
07.48 0,255,0RGB મિશ્રણ છે જ્યાં લીલા રંગની વેલ્યુ 255 થી સુયોજિત થયેલ છે અન્ય 0 થી સુયોજિત થયેલ છે.
08.03 આ કેનવાસને રંગમાં લીલું બનાવે છે.
08.07 pencolor 0,0,255 પેનનો રંગ વાદળીથી સુયોજિત કરે છે.
08.14 RGB મિશ્રણ જ્યાં ભૂરા રંગની વેલ્યુ 255 થી સુયોજિત થયેલ છે.
08.20 penwidth 2 પેનની પહોળાઇ ૨ પિક્સેલ્સથી સુયોજિત કરે છે.
08.27 repeat કમાન્ડ નંબર અને છગડીયા કૌંશમાં કમાન્ડોની યાદી સાથે અનુસરવામાં આવે છે.
08.33 આ છગડીયા કૌંસ અંદર કમાન્ડો સ્પષ્ટ કરેલ નંબર દ્વારા પુનરાવર્તન કરે છે.
08.39 અહીં forward 100 અને turnleft 120 કમાન્ડો છગડીયા કૌંસ અંદર આવેલ છે.
08.47- repeat કમાન્ડ ૩ નંબર દ્વારા અનુસરવામાં આવે છે, કારણ કે ત્રિકોણની 3 બાજુઓ છે.
08.54 આ કમાન્ડ loop માં 3 વખત રન થશે..
08.59 ત્રિકોણની 3 બાજુઓ દોરવામાં આવેલ છે.
09.02 ચાલો હવે કોડ રન કરીએ.
09.05 હું પ્રોગ્રામના એકઝીક્યુશન માટે slow વિકલ્પ પસંદ કરીશ.
09.09 કેનવાસનો રંગ લીલો બની જાય છે અને ટર્ટલ એક ત્રિકોણ દોરે છે.
09.20 હવે ફાઈલ સંગ્રહો.
09.23 File મેનુ > Save As પસંદ કરો.
09.27 Save As સંવાદ બોક્સ દેખાય છે.
09.30 હું ફાઈલ સંગ્રહવા માટે Document ફોલ્ડર પસંદ કરીશ.
09.34 હું Triangle તરીકે ફાઇલ નામ ટાઇપ કરીશ અને Save બટન પર ક્લિક કરીશ.
09.41 નોંધ લો કે ફાઈલનું નામ ટોચની પેનલમાં દેખાય છે અને તે બધી ટર્ટલ ફાઇલો ની જેમ ડોટ ટર્ટલ ફાઇલ તરીકે સંગ્રહ કરવામાં આવેલ છે.
09.53 આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09.57 સારાંશ માટે,
09.59 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા,
10.02 KTurtle નું એડિટર, કેનવાસ, મેનુબાર and ટુલબાર
10.07 ટર્ટલ ખસેડવું
10.09 લીટીઓ દોરવું અને દિશાઓ બદલવું.
10.13 ત્રિકોણ દોરવું.
10.15 એસાઈનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે ચોરસ દોરો. આ કમાન્ડોની મદદથી,
10.21 forward, backward, turnleft, turnright અને repeat
10.26 * તમારી પસંદ પ્રમાણે background color, penwidth અને pencolor સુયોજિત કરો.
10.32 RGB મિશ્રણની વેલ્યુઓ બદલો
10.37 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
10.40 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10.44 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10.48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10.50 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10.53 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10.56 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11.03 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11.08 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11.15 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
11.20 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
11.24 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble